ઇતિહાસના પાનાંમાં છુપાય ગયેલ આજ એવા પાત્રની વાત કરવાની આજ આ માધ્યમમાં તક મળી છે
ગુજરાતની ધરામાં કેટલાય શુરવીર થયા અને તેમના ઇતિહાસ પણ યાદ હશે..પણ યાદ કરવું છે આજનું જૂનાગઢ
આ વિસ્તારને સોરઠના પ્રદેશથી ઓળખાતું અને મૌર્યવંશના શાસનમાં આ ગિરિનગર કહેવાતું
આ પ્રદેશમાં ગરવો ગિરનાર છે તેને એક તરફ જોતા શિવના મુખ જેવો આભાસ આ પર્વત નો છે...
અહીં ઘણા સંત,બાવા,સાધુ અને ભક્ત થયા અને અશોકનું શાશન હતું...રા ચુડાસમા રાજાનું શાશન હતું
ગ્રહરિપુ રાજા જે ચુડાસમા રાજપૂત રાજા એ આ સોરઠમાં ગાદી સ્થાપી ...આ વંશમાં એવા રાજપૂતો એ જન્મ લીધો જેને કવિઓ કવિતામાં,ચારણો એ છંદ દુહામાં મોભી બનાવ્યા છે
આ વંશમાં રા નવઘણને વારે માં વરૂડી ચકલી બની ભાલા પર બેસી દરિયામાં ઘોડાના એક પગમાં પાણીમાં છબ છબ થાય અને પાછળ પગે ધૂળ ઉડે આવી ઘટના બને ત્યારે આજ મારે આ વંશના એવા ચરિત્ર ની વાત કરવી છે જેને ચારણ કવિ ના એક વેણ પર માથું ઉતારી આપ્યું હતું
સોરઠ ધરા વંકી, વંકો એનો ગિરનાર
વેણે માથા આપ્યા એવો રા " ડીયાસનો અવતાર
સોરઠ અને પાટણની દુશ્મની વર્ષો જૂની હટી
પાટણ સોલંકીનું દળ કટક જૂનાગઢના પાદરમાં ઘેરો ઘાલી બેઠું છે..સોલંકી અને ચુડાસમા બંને રાજપૂત કોમ ધીગાણાં
માટે તૈયાર હતી..
એ સમયમાં કવિ લોકોને કોઈ નિયમ બંધ હતા નહિ જે રાજ નો કવિ તે તેજ રાજમાં રહે
એ સમયે કવિ બીજલ કાગ સોલંકી રાજા સાથે ચોપાટ રમતા હતા..બીજલ કાગ ક્યારેય હારતા નહિ પણ કુદરતે લખેલ હશે તેથી આજ એક એક પાસું અવળું પડે છે..
વાત કરતા જાય અને રમી રહ્યા છે .ચોપાટ ની બાજી કવિ બધું જ હારી જાય છે
વાત માંથી વાત ચાલી કે હવે આ દુનિયામાં રાજપૂત નથી રહ્યા
જેમ વીજળી પડે એમ કવિરાજથી આ સહેવાયું નહિ એને કહ્યું જો આ દુનિયામાં રાજપુતાઈ ન હોય તો દુનિયા નભે નહિ
ધરતી રસતાલ થાય..મેઘ ખાલી થાય જો રાજપુતાઈ ન હોય તો દુનિયાનો વિનાશ જ થાય
સોલંકી કહે તો રાજપુતાઈ નો પુરાવો??
હજી વેણે માથા આપે એ રાજપૂત જીવતા જ છે આજી વખતે જો મારા પાસાં અવળા પડે તો મારા રાજા રા ડીયાસ નું માથું તમારી કચેરીમાં હાજર કરું...
મેઘનો કડાકો બોલે અને વીજળી થાય જેમ મોં પર ચળકાટ મારે તેમ સોલંકીએ કહ્યું કવિરાજ તમે શું બોલો છો એ ભાન છે??
જો તમે હાર્યા તો શું તમારા દરબાર માથું આપશે..??
તમે આ માટે દરબારને પૂછ્યું?
કવિરાજ કહે તમારે રાજપુતાઈનો પુરાવો જોતો છે ને જો હું હારું અને મારા દરબાર મારા વેણે માથું આપી દે એમાં ફેર વગર ની વાત છે
જોવો તો ખરા કેવો ઇતિહાસ રચાય છે
દરબારને ખબર વગર માથાના દાન દેવાય છે
કવિરાજ ગોઠણ ભેર થઈ એક પછી એક પાસું નાખે છે અને બધા પાસાં અવળા પડે છે ..કવિરાજ હારી જાય છે..
જાવ કવિરાજ દરબારનું માથું હાજર કરો
કવિરાજ સડપ સડપ ડગલાં માંડે છે આ બાજુ રાજા રા ડીયાસ કચેરી ભરી યુદ્ધ ની તૈયારી કરે છે ...
આવો કવિરાજ આવો રા"ડીયાસે પડકાર કર્યો
આવતા સાથે જ કવિરાજે દુહો કહ્યો
આવેલ આંગણ અતિથિના અણમુલા આદર કરે
જે જીવ પણ જતો કરી એના વચનને વાલું કરે
વાહ કવિરાજ વાહ...કચેરીમાં પડકાર થયો
માંગો કવીરાજ માંગો
નવસો ને નવાણું પાદર નો ધણી જો આજ આપવા માંગતો હોય તો માંગુ??
માંગો કવિરાજ નવસો નવાણું પાદરનો ધણી, જુનાગઢનો રા", આજ માંગો તે આપે
દરબાર માંગ્યું તમારું માથું...........
કચેરીમાં કોલાહલ ઉઠ્યો, આ કવિરાજ શુ બોલે છે, માંગવું હોય તો ઝવેરાત મંગાય, થોડાક ગરાશમાં ગામ મંગાય,
કાઈ માથું કે દરબારનો જીવ માંગે ....
જો માંગે અને આપે નહિ તો રા ડીયાસ મટી જાય....
આ રાજપૂતો ની રીત ચાલી આવે
પ્રાણ જાય પણ વચન ન જાય
લય આવો થાળ અને તલવાર .......
આજ જૂનાગઢનો રા એનું માથું હસતા મુખે આપે છે
પોતાના હાથે જ પોતાનું માથું વાઢી કવિરાજ ને આપી દેશે
અને કવિરાજ બોલી ઉઠે છે વાહ રાજપૂત વાહ
વાહ મારા દરબાર તે મારી અને રાજપૂત ની આબરૂ નો જાવા દીધી હો
આવા ઇતિહાસ આપડા પૂર્વજોમાં થયા ફરી આપડે મળીશું એક નવા ચરિત્ર સાથે .....એક કુરબાની ની વાતો સાથે...
ફરી આપડે ઇતિહાસના પનાં ને ખોળીશું અને આવી ઇતિહાસ ની વાત કરી આ ભાદરવા મહિનો ચાલુ છે એટલે શ્રાદ્ધ થશે અને પિતૃ ખુશ થશે