Premam - last in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | પ્રેમામ - 19 - અંત

Featured Books
Categories
Share

પ્રેમામ - 19 - અંત

"હે! કોઈ ગોલી નહીં ચલાએગા. તમને શું લાગ્યું તમે મને સરળતાથી પકડી લેવાના? હા... હા... હા.. રાહુલ નામ છે મારું. રાહુલ! આટલી પ્લાનિંગ કરી ઓલી છોકરી! એક મિનિટ. ઓલી મારી ભુતપૂર્વ પ્રેમિકાને મારવાની. હા! સહી શુને હો. હું એજ રાહુલ છું. એજ રાહુલ જેની સાથે એ ફિલ્મો જોવા જતી. જેને અનહદ ચાહત હતી એ. અને જેની સાથે લગ્ન પણ કરવાની હતી. પરંતુ, મારી એક વાત એણે ગમી નહીં. મારે લગ્ન પહેલાં જ એ બધું કરી લેવું હતું. એજ બધું જે લગ્ન બાદ કરવાનું હોય છે. હું એને હાથ લગાડતો ત્યારે એ ડરતી. એ ના પાડતી અડવાની. અને મેં એની સાથે જબરદસ્તી કરેલી. બેબી એક વાર. બેબી પ્લીઝ. અને સાલીએ મને લાફો મરેલો. લાફો મારી અને જતી રહી. એ દિવસે તો હું કંઈજ બોલ્યો નહીં. થયું કે, પ્રેમમાં આવું થયાં કરે. પરંતુ, એણે મારી સાથે સંબંધ જ તોડી નાખેલો. મારી સામે જોતી પણ નહીં. પરંતુ, મને શું? મારી પાસે પૈસો છે. આવી છત્રીસ આવે અને છત્રીસ જાય. આ પણ એમાંની એક હતી એવું મેં માની લીધેલું. અને ત્યારબાદ ડોક્ટર લીલી આવી. જેના પર મેં પૈસાની વરસાદ કરેલી. એની સાથે બધું જ કરેલું. એના વિડીઓઝ પણ છે મારી પાસે." રાહુલએ કહ્યું.




"પરંતુ, આમાં વિધિનું શું વાંક હતું? અને હર્ષ? હર્ષ આમાં વચ્ચે ક્યાં આવ્યો?" ઇન્સ્પેકટરએ પ્રશ્ન કર્યો.




"હર્ષ! સાલાનું નામ ન લેતા મારી સામે. કોલેજમાં બધાય વચ્ચે એણે મારી બેઇજ્જતી કરી હતી. અને મારું અને ડોક્ટર લીલી વચ્ચેનું સંબંધ એણે જ પાધરો પાળ્યો હતો. અને એની વિધિ! સાલો વિધિ પાછળ ગાંડો હતો. અને વિધિ પણ એના જેવી જ હતી. અમને એક સાથે જોઈ ગયેલી. કોલેજના સ્ટોરરૂમમાં. અમારો વિડીયો રેકોર્ડ કરી રહી હતી. મારી નજર એની પર પડી. અને એને આ વાતની જાણ થતાં જ એ ભાગી નીકળેલી. અને આ વિડીયો એણે કોલેજના પ્રિન્સીપાલને દેખાડેલો. મને કોલેજ માંથી કાઢી મુકવામાં આવેલો. બધા વચ્ચે ઈજ્જત ગઈ એ અલગ. અને પિતાજીએ મને બધાય વચ્ચે ધમકાવ્યોએ અલગ. પરંતુ, મારા ડેડ તોહ મારા ડેડ છે. સ્ટીલ તેમણે મને માફ કરી દીધેલો. અને તે દિવસેથી જ બદલો લેવાની મને તલબ લાગી ગયેલી. મેં ડોક્ટર લીલી સાથે મળી અને બધી જ પ્લાનિંગ કરેલી. અમને બદનામ કરનાર આ બે પ્રેમીઓને તોહ હવે બરબાદ હું કરવાનો હતો. મને જાણ થયેલી કે, આ સાલો ડિપ્રેશનમાં છે. વિધિના પ્રેમમાં ગાંડો થઈ ગયો છે. અને એની હાલત બગળી છે. આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી ચુક્યો છે. અને ત્યાં કોઈ સારા ડોક્ટરની તલાશમાં છે. પછી શું? મને તક મળી ગઈ. ડોક્ટર લીલીને મેં ત્યાં હર્ષ પાસે મોકલેલી. અને હું દેહરાદૂનની હોટલમાંથી તેને બધી જ જાણકારી એક ફોન પર આપી રહ્યો હતો. જેનો સીમકાર્ડ મારા નામે હતો. ફિર ક્યાં થા? પહેલાં અમે વિધિને મારી અને પછી ઓ સાલા હર્ષને ઝહેર આપીને મારી નાખલો. પરંતુ, પ્રેમી તો પ્રેમી કહેવાય. ઝહેર આપતાં પહેલાં જ એક પત્ર લખતો ગયો. લો તમારા મિત્રનો છેલ્લો અને અસલી પત્ર. જે તેણે પોતેજ લખ્યો છે. હા... હા.. હા.. નહીંતર આ કેસમાં તો બંને વચ્ચે જે વાતચીત થતી એમાના બધા જ પત્રો આ લીલીએ લખ્યા હતાં. અને રહી વાત એ કે, મેં વિધિને કઈ રીતે મારી? તોહ, એને મેં મારા હાથે મારી છે. પેલા બેભાન કરી અને પછી સાલીને ચાકુ વળે ચીરી નાખી. ઔર જહાં તક બાત હૈ સાઈકલિંગ કી. હા! ડોક્ટર લીલીના નામે મેજ ટીકીટ કઢાવેલી. એના નામે જ મેં આ સાઈકલ ભાડે લીધેલી. અને વિધિ સાથે હું સાઈકલિંગ પર પણ ગયો હતો. એ મારી સાથે આવવા રાઝી નહોતી. પરંતુ, મારા શબ્દોના ટ્રેપમાં એ ફસાઈ ગઈ. મેં એને કહ્યું હું બદલાઈ ગયો છું. અને હું અને લીલી હવે સેટલ થઈ ગયાં છીએ. તારા કારણે આજે અમે ખુશ છીએ. એ મારી વાત માની ગઈ. અને મારી સાથે ઉપર આવી. પરંતુ, નીચે હું એકલો જ આવ્યો. અને આ વાતની જાણ મેં લીલીને કરી. લીલી મારી સાથે વાતચીત કરી રહી હતી ત્યારે, ઓલો હર્ષ બધું જ સાંભળી ગયો. પછી શું? એ લાચાર હતો. ચાલી શકતો નહોતો. ફોન તેની પાસે હતો નહીં. પોલીસ સ્ટેશન જઈ શકવાનો નહોતો. લીલીને મેં કહ્યું કે એને ઝહેર આપી દે. અને લીલીને લીંબુ પાણીમાં ઝહેર મિલાવતા એ જોઈ ગયો. અને ભાઈએ આ પત્ર લખી કાઢ્યો. બોલો! કેટલો ઊંડો પ્રેમ છે. હા... હા...હા..."




"એય! *****. શા માટે કર્યું આવું?" આલોકના મોઢામાંથી ગાળ નીકળી ગયેલી.



પોલીસ ઇન્સ્પેકટરએ માંડ તેને શાંત કર્યો. નહીંતર આજ એ ગોળી આલોકને વીંધી નાખવાની હતી. પરંતુ, વાતોમાંને વાતોમાં ઇન્સ્પેકટરએ તક જોઈને રાહુલની બંધુકને નીચે પાડવા એક ગોળી તેના હાથ પર ચલાવી. રાહુલ દર્દથી ચીખી ઉઠ્યો. અને ગેમ ઓવર.



"સાલા! હત્યાઓ કરવી છે. અને આ તારી સ્માઈલ. આ સ્માઈલ ગાયબ થઈ જવાની છે. હસે છે! બોલો આ સાલો હસે છે." ઇન્સ્પેકટરએ કહ્યું.




"હસું જ ને ઇન્સ્પેકટર. મારો બાપો બેઠો છે. બાપા પાસે રૂપિયો છે. બસ ઔર ક્યાં ચાહીએ? હા... હા.. હા.. આ પત્ર લે તારા મિત્રનો અંતિમ પ્રેમ પત્ર. હા... હા... હા.."



******

રાહુલ ઝડપાયો. અને કાનુનએ તેને સજા પણ કરી. તેના કર્મોનો ફળ તે ભોગવવાનો જ હતો. પોલીસ નહીં તો ભગવાન તેને સજા કરવાનો જ હતો. ડોક્ટર લીલીએ આત્મહત્યા શા માટે કરી? એ આજે પણ એક રાઝ છે. અને અંતે હર્ષએ વિધિને લખેલો પત્ર.



ડિયર વિધિ,

હું જાણું છું કે, તું આ દુનિયામાં હવે રહી નથી. આ દુનિયા આપણે ક્યારેય સાથે જીવવા દેવાની નહોતી. આ ડોક્ટર લીલી સાથે મળીને કોઈ અન્ય વ્યક્તિ આપણાં ખિલાફ સાજીષ કરી રહ્યો હતો. અને એ સાજીષનો ભોગ તું બની. હવે હું જીવીને પણ શું કરીશ? હું જાણું છું કે, એ મને મારી નાખવા માટેના કેટલાંક પ્રયત્નો કરશે. પરંતુ, હું લડી શકું છું એમની સામે.પણ મારે નથી લડવું. જે દુનિયામાં તું નથી એ દુનિયા મારા કોઈ કામની જ નથી. એ મને ઝહેર આપી મારી નાખવાનો વિચાર કરી રહી છે. અને હું જાણું છું કે, એ ગ્લાસમાં ઝહેર છે. પરંતુ, એ ઝહેર હું રાજીપે પી જવાનો છું. આ પત્ર તું નહીં વાંચી શકે. પરંતુ, કદાચ આ પત્ર મારા મિત્રોના હાથે લાગી જાય. દુનિયાને આપણાં પ્રેમ વિશે કદાચ જાણ થાય. જ્યાં તું નથી ને ત્યાં હું પણ નથી. બસ હવે આપણી એક અલગ દુનિયા હશે. જ્યાં તું અને હું બંને ખુલીને જીવી શકીશું. હું આવી રહ્યો છું. પછી આપણે આનંદથી જીવીશું. જ્યાં આપણે રોકનારો કોઈ જ નહીં હોય. બસ હવે વધું ઇન્તેઝાર થતું નથી. હું આવ્યો. માત્ર તારો અને તારો હર્ષ.


સમાપ્ત.