Vayral Tasvir - 2 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૨)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૨)


સલોનીએ નક્કી કરેલો બ્રાઇડલ લુક આર્ટિસ્ટ દ્વારા રેડી કરી દેવામાં આવ્યો.
આય હાય મેરી જાન, ચલ ફોન ઉઠા ઔર લગા કોલ જીજાજી કો. નેહાએ ફોન ઉઠાવ્યો અને વીડિયો કોલ જોડ્યો પ્રશાંત જોડે,
શુ કરો છો?? કઈ નહિ વિચારતો હતો તારા વિશે સામેથી પ્રશાંત એ જવાબ આપ્યો. ઓહો મારા વિશે !!! આ ક્યારે થયું? બસ હમણાં જ.
મતલબ નેહા એ પૂછ્યું, Means હમણાં જ વિચાર આવ્યો કે તું શું કરતી હોઈશ તારી પાસે કોઈ છે નહીં તો,
અરે જીજુ એમ કેમ બોલો છો?? બે કપલની વાતોમાં વચ્ચે અનામિકા આવી અને સુર પૂર્યો.
શુ કહેવા માંગો છો તમે કે અમારી દોસ્તી કાચી છે અરે એક જાન છીએ સાહેબ તૂટી જઈશું પણ દોસ્તી નહિ પડે રોડ પર હા હા હા...અનિ હસી.
પ્રશાંતને મસ્તી ઓછી કરવા જોઈએ એટલે એણે હા કહીને બસ વાત પુરી કરી અને કહ્યું ચલ પછી વાત કરું,
અરે !! મને એ તો કહો આ લુક કેવો છે?? મસ્ત છે. પ્રશાંત એ એટલું કહી કોલ કટ કરી દીધો.
જબરા છે જીજુ યાર નેહુ કેવી રીતે તું એડજસ્ટ કરીશ એમની સાથે? આપણે રહ્યા મોજ વાળા એકપણ મિનિટ મસ્તી વગર ચાલે નહિ પણ તને બરાબર મળ્યું છે બે કપલ વચ્ચે એક ઓછું બોલતું અને બીજું વધારે બોલતું હોય એવું જ જોઈએ તો જ જિંદગી મસ્ત મોજમાં જાય કેમ સલોની સાચી વાતને, તું જો આપણી સલોની આવી છે ત્યારની મોઢામાં કાંકરા ચાવતી હોય એમ બેઠી છે. અરે મારી બેન કઈક તો બોલ એકલા મારા હાથમાં કેમ આપી દો છો તમે બધું બોલવાનું??
સલોની અને રુદ્ર બન્ને બોલ્યા,
કેમ કે તું અમારું બોલતું પ્રાણી છું.
આખા રૂમમાં હસી છવાઈ ગઈ. અનિ ઘણું જ બોલ્યા કરતી પણ જ્યારે એની ખેંચી નાખવામાં આવે એટલે એ ચૂપ પછી કઈ જ અવાજ ન આવે અને એ જ્યારે ચુપ થાય ત્યારે એની ખોટ પુરી કરનાર હતો રુદ્ર. બસ બાકીનું વધેલું કામ લાવો ચાલો હું કરી નાખું રુદ્ર બોલ્યો,
કઈ નથી વધ્યું નેહાએ જવાબ આપ્યો પણ નેહુડી તું એકલી એકલી તૈયાર થઈ ગઈ હન....
લાય તારો મોબાઈલ સેલ્ફી તો લઉને હમણાં સ્ટોરી મુકવાની મારે, ભાઈનું બધું રહી જાય પણ સ્ટોરી ના રેવી જોઈએ શુ કેવું અનિ?? અનામિકાના માથા પર રુદ્ર ટપલી મારીને બોલ્યો.
અલા શુ છે તને હવે પારો ચઢેલો હતો અનિનો છતાં ઠીક થઈને સામે પોઝ આપી રહેલા રુદ્ર નેહા અને સલોની સાથે જોડાઈ ગઈ આખરે 20 જેટલા ફોટો પાડ્યા પછી રુદ્રએ ફોન પાછો મુક્યો અને પોતાના ફોનમાં ફોટો લઈ લીધા.
થોડી વાર પછી,
નેહુ તારું યુઝરનેમ બોલ તો શું છે?
@નેહાપ્રશાંતપટેલ ઓહો ઓહોહો પ્રશાંત પટેલ ! આ જબરું નય લગ્ન થાય કે ના થાય ફેસબુક ઇન્સ્ટાગ્રામના યુઝરનેમમાં તો પતિનું નામ આવી જ જાય એકદિવસ તો એવો આવશે કે લોકો વોટ્સએપ ગ્રુપ બનાવીને જ લગ્ન કરી લેશે ચાંદલો પણ પેટીએમમાં મોકલી આપશે.
હા હા હા....રુદ્ર હસીને બોલ્યો.
રુદ્રએ સ્ટોરી મૂકી દીધી એટલામાં જ બહારથી દરવાજો ખખડયો કોણ છે?? તમે લોકો ઉભા થાવ ચાલો હવે થોડી જ વારમાં જાન મંડપમાં આવી જશે. હા આંટી આવીએ અનિએ નેહાની મમ્મીને કહ્યું. ચલ નેહુડી ઉભી થા હવે,
રુદ્ર આ સમયમાં પણ પોતાની મજાક કરવાનું ચૂકતો નથી અને સોન્ગ ગાવાનું ચાલુ કરે છે.

બન ગયા પરદેશ ઘર જનમ કા
મિલી હે દુનિયા મુજે નઈ
નામ જો પિયા સે મેને જોડા
નયે રીશતો સે બન ગઈ
મેરે સસુર જી પિતા હે
પતિ દેવતા હે
દેવર કી છવિ કૃષ્ણ કી

સાજન ઘર મે ચલી
સાજન ઘર મે ચલી.
રુદલા બસ કર હન...ગુસ્સામાં અનિએ રુદ્ર સામે જોઇને કહ્યું, હવે મજાક નહિ. સલોની એ પણ કહ્યું હા રુદ્ર હવે મજાક ના કરીશ પ્લીઝ રડી જશે એ, રુદ્ર પણ સમજી ગયો એટલે ચૂપ થઈ ગયો.
નેહા અને પ્રશાંત લગ્ન મંડપમાં આવી ગયા.


હેય સલોની મારા પર આ રીતે લગ્ન કરવા છે. થશે થશે તું ટ્રાય કર બસ !! લગ્ન મંડપમાં ફેરા ફરી રહેલી નેહા ઉપર ફૂલો ફેંકી રહેલી સલોનીને રુદ્ર એ ભીની આંખોથી કહ્યું,
તું રડે છે?? અનિએ પૂછ્યું, ના ના હું શું કામ રડું આંસુ છુપાવતા રુદ્રએ મોં ફેરવી લીધું.
( લગ્ન પુરા થયા વિદાઇની બધી રસમ પુરી થઈ ત્રણેય નેહાને મળીને ઘરે જવા માટે નીકળ્યા)

***
આપણે ઘરે પહોંચતા આજે મોડું થવાનું છે રુદલા થોડો સમય તું કાર ચલાવી લેજે બરાબર મને તો ઘણી ઊંઘ આવે છે. હા નો પ્રોબ્લેમ હું ચલાવી લઈશ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ખોલી આજની મુકેલી સ્ટોરી ચેક કરી રહેલો રુદ્ર કહે છે. અનામિકા કાર ચલાવી રહી હતી અને બાજુમાં બેઠેલ રુદ્ર કાનમાં ઈયરફોન નાખીને કઈક સાંભળી રહ્યો હતો, પાછળ સલોની ઊંઘ લઈ રહી હતી અને અચાનક એક લાઈટ અનિની આંખો પર પડી ને સ્ટિયરિંગ ઘુમાઈ ગયું અને કાર સીધા થાંભલા સામે જઈને ટકરાઈ પડી. અનિનું માથું સ્ટિયરિંગ ઉપર પટકાતા તે ત્યાં જ બેહોશ થઈ ગઈ બાજુમાં રહેલ રુદ્રનું આગળનું એરબેગ ખુલી જતા તે તો બચી ગયો પાછળ રહેલી સલોની પણ સદનસીબ એ બચી ગઈ બન્ને કારમાંથી ઉતર્યા એટલામાં માં ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી અને અનિને હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી. એમ્બ્યુલન્સમાં બેઠેલ રુદ્ર અને સલોની બન્ને રડી રહ્યા હતા.
તે આંટીને કોલ કર્યો?? સલોની એ પૂછ્યું.
ના ના નથી કર્યો કેવી રીતે કહું?
તું જ કહી દેને મારાથી નહિ થાય, ચલ વાંધો નહિ પછી કરી લઈશું તને તો નથી વાગ્યું ને? ના નથી વાગ્યું હું ઠીક છું તને?
મને થોડું જ વાગ્યું છે પણ મને એ ના સમજાયું કે તારું એરબેગ ખુલ્યું અને અનામિકાનું કેમ ના ખુલ્યું??
હું પણ એ જ વિચારી રહ્યો છું કેમ એવું થયું. કાર પણ નવી છે અને એરબેગ તો આ કારમાં વધારે આપ્યા છે. ચલ હવે જે થયુ તે પછી જોઈ લેશું. અનિની પાસે બેઠેલ એમ્બ્યુલન્સની સિસ્ટર એ પૂછ્યું કઈ હોસ્પિટલમાં લઈ જવાના છે?? કોઈપણ Emergency માં યોગ્ય હોય ત્યાં લઈ લો અનિ ઠીક તો છે ને સિસ્ટર !! રુદ્રએ ધીમા અવાજમાં પૂછ્યું. હા એ ઠીક તો છે પણ ખૂન વધારે નીકળ્યું છે અને શાયદ માથામાં વધારે Injury છે હવે ચોક્કસ તો હું તમને ન કહી શકું કારણ કે એક્સરે થયા વગર કઈ જ ખબર ન પડે.
અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં અનામિકાને ખસેડવામાં આવી.
***

વોશ બેસીનમાં ઉભેલી અનામિકા પોતાના ચહેરાને ધોઈ રહી હતી ત્યાં અચાનક જ બૂમ પાડીને બહાર આવી ગઈ.
મમ્મી.....મમ્મી.....Something Wrong There. શુ થયું એ તો બોલ.
હાંફતી હાંફતી અને ખૂબ જ ડરેલ અનિને તેની મમ્મીએ પૂછયુ પણ તેનો અવાજ દબાઈ ગયો હતો તે ઘણું બોલવા માંગતી હતી શાયદ.
બોલ શુ થયું?? ત્યાં....ત.....ત્....યાં કઈક હતું.
શુ હતું એ કહીશ?? ત્યાં કઈક હતું.
વારંવાર આવું બોલીને અટકી જતી અનામિકાને એની મમ્મીએ પાણી આપ્યું અને કહ્યું થોડી વાર આરામ કર હું આવું છું તારા માટે કોફી લઈને.
અનિની મમ્મી ઉભી થતા જ હાથ અનિએ પકડી લીધો અને અવાજ આવ્યો,
" હી....હી.....હી.....હી.......
શ્.......શ્........,
અનિની મમ્મીને આશ્ચર્ય થયું કે આ શું ?? તેમને પાછળ ફરીને જોયું તો
આંખો ત્યાં જ ફાટી ગઈ.


ક્રમશ :