vavetar in Gujarati Moral Stories by Rajeshwari Deladia books and stories PDF | વાવેતર

Featured Books
Categories
Share

વાવેતર

લગભગ દસ વર્ષે ગીતાનો ખોળો ભરાયો હતો.દસ વર્ષે જ્યારે ગીતાએ આ વાત સાંભળી ત્યારે એની ખુશીનો પાર જ ન રહ્યો.બસ એને તો એમ લાગ્યું હતુ કે જાણે એને જન્નતનું સુખ મળી ગયુ હોય.એ તો એટલી બધી ખુશ હતી કે પોતાનુ સીઝર થયુ છે ઈ પણ ભૂલી ગઈ. ફુલ જેવા દિકરાને જોઈને ફુલી ન સમાતિ હતી એ.

ગીતા એ એનાં દિકરાનું નામ પાડ્યું હતું દેવ.બસ ગીતાતો એમ જ સમજતી હતી કે મારા દેવને મને દેવે જ આપ્યો છે.એટલે એનું દેવથી વિશેષ સારુ નામ કોઈ હોય જ ન શકે.

દેવને મોટો કરવા માટે ગીતા અને તેનો પતિ હેમંત બંને તનતોડ મહેનત કરી રહ્યાં હતાં.દેવની તેઓ ખૂબ જ કાળજી લેતા.દેવને દેવની જેમ સંભાળીને ખૂબ જ લાડકોડથી એનો ઉછેર કરતા હતાં.

ધીરે ધીરે દેવ મોટો થવા લાગ્યો.દેવ હવે કૉલેજનાં છેલ્લાં વર્ષમાં હતો.આ વર્ષ પતે એટલે દેવે નોકરી કરવાનું વિચાર્યું હતુ.પણ હેમંતની ઈચ્છા હતી કે દિકરો એની દુકાન સંભાળે.

હેમંતની નાની કરીયાણાની દુકાન હતી.હેમંતની હવે ઉંમર થઈ રહી હતી એટલે એની એવી ઈચ્છા હતી કે દેવ એ દુકાન સંભાળે. પણ દેવને એ સારુ લાગતું ન હતુ.એટલે એને એક કોર્પોરેટ કંપનીમાં જોબ મેળવી લીધી.

દેવની ઉંમર લગ્ન લાયક થઈ હતી એટલે ગીતા અને હેમંત દેવ માટે છોકરી શોધી રહ્યાં હતા. પણ દેવ હંમેશા લગ્ન માટે જ નાં જ પાડતો હતો.

જ્યારે દેવને ગીતા અને હેમંતે પુછ્યું કે આનુ કારણ શુ છે.

ત્યારે દેવે બંનેને પોતાની વાત સમજાવી.

પપ્પા, મમ્મી હું મારી ઓફિસમાં જ જોબ કરતી પ્રીતિને ખૂબ જ પ્રેમ કરુ છું અને અમે બંને બસ થોડા સમયમાં જ લગ્ન કરવાનાં છીએ.

આ સાંભળી બંને ખુશ થઈ ગયા અને પૂછવા લાગ્યાં. તો ક્યારે કરવાનાં છો લગ્ન? એક વાર પ્રીતિને ઘરે તો લઈ આવ.જોઈએ તો ખરાં મારા દિકરાની પસંદ ને.તમે લગ્ન ક્યારે કરવાનાં છો.

બસ મમ્મી પપ્પા એક ફ્લેટ લઈ લઉ એટલે અમે બંને લગ્ન કરી લઈશુ.લગ્ન પછી અમે ત્યાંજ રહીશુ.કેમકે પ્રીતિ ને એકલું રહેવુ છે અને મારી પણ એવી જ ઈચ્છા છે કે હું પણ મારા નવા લીધેલા ફ્લેટમાં પ્રીતિ જોડે એકલો જ રહું.

આ સાંભળી હેમંત અને ગીતા સ્તબ્ધ થઈ ગયા.દેવની સામે તેઓ કઈ ન બોલી શક્યા.

બસ ખાલી એટલું જ કહી શક્યા કે ઠીક છે બેટા જેવી તારી મરજી.

દેવે પોતાનો ફ્લેટ લઈ લીધો એટલે એને કોર્ટ મેરેજ કરી લીધાં અને પ્રીતિ જોડે જુદો રહેવા જતો રહ્યોં.એક મિનીટ માટે પણ એને એમ ન વિચાર્યું કે મારા જવા પછી મારા માતા પિતાનું શુ?

ગીતા અને હેમંતની બધી ઈચ્છાઓ દેવને કારણે મરી પરવાળી હતી.પણ બંને દિકરાને એટલો પ્રેમ કરતા હતાં કે તેમને પોતાની બધી ઈચ્છાઓનું ગળુ દબાવી દીધું હતું. કોઈક કોઈક દિવસ દેવ અને પ્રીતિ હેમંત અને ગીતાને મળવા માટે આવતાં હતાં.બાકી ક્યારેય એમની જોડે રહેતાં ન હતાં.

ચાર વર્ષ પછી.

દિવાળીનો સમય હતો.ત્યારે ક્રિશ જીદ્દ પકડીને બેઠો હતો કે આ વર્ષે હું દિવાળી મનાવીશ તો મારા દાદા દાદી જોડે જ.મારે આ વખત દિવાળીમાં ક્યાંય નથી જવું.મારવા મારા દાદી પાસે જ રહેવું છે.

ક્રિશની જીદ્દ આગળ પ્રીતિ અને દેવનું કઈ ન ચાલ્યું.એટલે બંને એ નક્કી કર્યું કે દિવાળી દાદા દાદી જોડે જ ઉજ્વીશુ.

પ્રીતિને આ વાત બિલકુલ ગમી ન હતી.પણ ક્રિશને કારણે એને ત્યાં જવું પડયું.

દિવાળીની રંગે ચંગે ઊજવણી કરીને પ્રીતિ અને દેવ પાછા એમનાં ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં. ત્યારે ક્રિશ એક ડ્રોઈંગ બનાવી રહ્યો હતો.જેમાં એને બે ઘર બનાવ્યા હતાં.એક ઘરમાં દેવ અને પ્રીતિનું પીક ડ્રો કરીને એમનું નામ લખ્યું હતું.જ્યારે બીજા પીકમાં ક્રિશે ચાર પીક અને એક ઘર બનાવ્યું હતું. જેમાં એક પીકમાં દાદા બીજા પીકમાં દાદી ત્રીજા પીકમાં એ પોતે અને ચોથા પીકની જગ્યા એને ખાલી રાખી હતી.

ક્રિશ બેટા ચાલ હવે ઘરે જવાનું છે બધું મુકી દે હવે. સામાન પેક કરતા કરતા દેવ અને પ્રીતિ બોલ્યા.

એક મિનીટ મમ્મી પપ્પા તમે અહિ આવો.જુઓ આ પીક મે કેવું બનાવ્યું છે.

એ પીક જોઈને પ્રીતિ બોલી,બેટા આમાં તુ ક્યાં છે.

ક્રિશે જવાબ આપ્યો.

મમ્મી આ પીક જુઓ હું મોટો થઈને એકલો રહીશ.પણ તમારી જોડે નહી મારા દાદા દાદી જોડે.

કેમ એવું બેટા?

કેમ કે તમે અત્યારે એમને છોડીને એકલા રહો છો એટલે હું પણ તમને છોડીને એકલો રહીશ.પણ ત્યારે હું મારા દાદા દાદી ને મારી પાસે બોલાવી લઈશ.કેમ કે મારા દાદા દાદી મને બહુ વ્હાલા છે.

આ સાંભળી દેવની આંખોમાંથી આસું વહેવા લાગ્યાં અને એ બોલી ઉઠ્યો જેવું વાવેતર મે કર્યું એવું જ ફ્ળ મને મળ્યું.

રાજેશ્વરી