jawabdari nu bhaan in Gujarati Biography by Ankit K Trivedi - મેઘ books and stories PDF | જવાબદારી નું ભાન

Featured Books
  • रूहानियत - भाग 4

    Chapter -4पहली मुलाकात#Scene_1 #Next_Day.... एक कॉन्सर्ट हॉल...

  • Devils Passionate Love - 10

    आयान के गाड़ी में,आयान गाड़ी चलाते हुए बस गाड़ी के रियर व्यू...

  • हीर रांझा - 4

    दिन में तीसरे पहर जब सूरज पश्चिम दिशा में ढ़लने के लिए चल पड...

  • बैरी पिया.... - 32

    संयम ने उसकी आंखों में झांकते हुए बोला " तुम जानती हो कि गद्...

  • नागेंद्र - भाग 2

    अवनी अपने माता-पिता के साथ उसे रहस्यमई जंगल में एक नाग मंदिर...

Categories
Share

જવાબદારી નું ભાન

અરે ભગવાન આજે પાછુ નવું તોફાન કર્યું આ છોકરાએ એવી બૂમ પાડતી રુક્મિણી ચિંતા સાથે તેના પતિ ને કહેવા બહારની રૂમમાં આવી,
કેમ શું થયું એવું કહેતા કેશવભાાઈ શોફા ઉપર બેેેંઠા.
વર્ષા - જૂવૉ આ તમારો દીકરો "અમર" શાળા માંથી પાછું તેડું આવ્યું છે.
કેશવભાઈ - કેમ હવે પાછું શું કર્યું ? હમણાં ગયા અઠવાિયે તો હજુ એના પ્રિન્સિપાલ ગોવિંદભાઇને હું મળી ને આવ્યો છું.
રુકમણી- એજ તો છે ખૂબી હવે તે શાળા માં હનુમાનદાદા બની ને ફરે છે અને વળી પાછા જોડે એના જેવા બીજા સુગ્રીવ, બાલી,અંગત જેવા ઘણા છે એના મિત્રો,
શાળાની રિષેશ નાં ટાઈમમાં બધા એકબીજા ની પાછળ સુતરીયો બાંધી ને આખી શાળામાં ફરે છે આપણા બજરંગબલી.
કેશવભાઈ - આ છોકરાને કઈ જ જવાબદારી નું ભાન નથી ને
અને આપણી દિકરી "વીણા" જુવો આટલી નાની ઉમર માં કેટલું ગજબ ચાતુર્ય છે અને જવાબદારી ઉપાડવા પણ તૈયાર જ હોય.
રુકમણી - ના સાવ એવું જુઠાણું નઇ એમતો અમર પણ સમજું છે પણ થોડો મોટો થશે એટલે બધું સમજી જશે.
કેશવભાઈ - હા જરૂર સમજશે પણ આપણે મોટો ક્યાં થવાજ દઈએ છીએ કેમ?
એમ કહેતા કેશવભાઈ ધાબા ઉપર લટાર મારવા નીકળી ગયા.
ત્યાં તો સાયકલનો અવાજ આવ્યો ધડામ અને સાથે કૂતરાનો પણ ,
રુક્મિણી દોડતા બહાર ગઈ જોયું તો એક કૂતરું ગભરાઈને આમતેમ દોડતું હતું અને અમરની સાયકલ પડેલી હતી અને સામે જોયું તો ભાઈ પવનના વેગને પણ ધીમો પાડી દે એમ શાળાના પવનપુત્ર ઘર તરફ કુતરાથી પણ વધારે ગભરાયેલી દશામા આવતા હતા.
અમર - મમ્મી મમ્મી જલ્દી બચાવી લે આજે આ કૂતરો મને કરડવાનો બોલતા ભાઈ કુદાય.
રુક્મિણી એ તેના સાડી નાં છેડા ને ઉપર કરી ભાઈને સમાવી લીધા.
રુક્મિણી - અલ્યા શું થયું? કોક દીવસ તો કોઈને ખબર ના પડે એવીરીતે તો આવો.
અમર - આજે કોઈને ખબરજ નાં પડત મમ્મી હું તોફાન કરતો જ નથી પણ બધું આવું સામેથી જ આવે છે બોલો.
એ કૂતરાનો જ વાંક છે રોડ ની વચોવચ સુવે છે મને તો ખબરજ નતી કે આવું હસે એમાં પાછો હું લાઇન માં આવ્યો પછી પેલો નીકુંજ્યો આવજો કે તો વળી મેં ચાલું સાયકાલે પાછું વળી ને આવજો કીધું ત્યાં આ કૂતરો વચ્ચે આવી ગયો તો સાયકલ ચડી ગઈ એના ઉપર એતો સારુ કે આપણે દોડવામાં એક્કા તો કૂતરો અડી નાં શક્યો એમ કહેતા ભાઈ પાછા કૉલર ઊંચા કર્યા.
રુકમણી- બેટા એ બિચારું મુંગુ જીવ એકદમ આવું થયું તો ગભરાઈ ગયું હતું નહિતર તને કરડી જાત.
અને હા સાંભળ તારા પપ્પા ધાબે ગયા છે અને તારી હનુમાનદાદા ની વાત એમને ખબર પડી ગઈ છે. તો સાચવજે.
અમર - મનમાં આ ગોવિંદભાઈ ને "પ્રિન્સીપાલ" યાર શાળા ના સાહેબ છે કે ઘરના બધું ફટાફટ પપ્પા ને કહી દે છે.
વિચારતો ચોપડી લઈને બેસી ગયો.

કેશવભાઈ નીચે આવ્યા ,
શું વાત છે આજે તો સૂરજ પશ્ચીમ માં ઊગ્યો છે ખબર છે
ભાઈ ના હાથમાં બુક છે વાચવા બેઠાં છે.
મને લાગે છે ભાઈ ગણિશાસ્ત્રી બનશે કેમ કે ભાઈ ઉતાવળ માં મને જોઈને ગણિત વાચવા બેસી ગયા છે.
અમર - નાં એવું નઇ પણ જોઉં છું કે ગણીતમાં જે મને કાચું હોય એ પેલા સાહેબ ને કહી ને કાલે જ શીખી લઉં એટલે જોવા બેઠો છું. બાકી આમતો સમાજશાસ્ત્ર વાચવા બેઠો છું.આમતેમ ફાફા મારી સમાજ ની ચોપડી બહાર જોતા બોલ્યો.
કેશવભાઈ - હા ભાઈ સમાજ વાચ તો કઈ જવાબદારી નું ભાન આવે નહિતર તો આમજ અમારે શાળા માં રામાયણ નાં પાત્ર ને મળવા આવવાનું રહેશે. કહેતા ગુસ્સો ઠાલવ્યો.
ક્રમશ.........