DIL NI KATAAR- Hesiyat,Patrata,Kshamta in Gujarati Magazine by Dakshesh Inamdar books and stories PDF | દિલ ની કટાર -“હેસિયત, પાત્રતા, ક્ષમતા”

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

દિલ ની કટાર -“હેસિયત, પાત્રતા, ક્ષમતા”

દિલની કટાર...
“હેસિયત, પાત્રતા,ક્ષમતા”
દરેક વ્યક્તિનાં પોતાનાં આગવા વિચાર અભિપ્રાય અને અભિવ્યક્તિ હોય છે. દરેક પાસે પોતપોતાની ક્ષમતા પ્રમાણે કાર્યશૈલી અને ઉપલબ્ધી હોય છે. આ હેસિયત , પાત્રતા , ક્ષમતા કોણ નક્કી કરે?
ક્યારેય કોઈ નિષફળતાથી નિરાશ ના થવું કે સફળતાથી ઉભરાઈ ના જવું. કોઈ પરિણામ અંતિમ નથી હોતું. આજે કોઈ જગ્યાએ નિષ્ફળતા મળી તો કાલે સફળતા કદમ ચુમશે જ. નિરાશાને ક્યાંય જગ્યા નથી.
બહુ જૂનું અને જાણીતું ઉદાહરણ છે કરોળિયાનું કે એ એનું જાળું બાંધતા બાંધતા અનેકવાર નીચે પડે છે સાંધા અને જાળા તૂટે છે પણ હારતો નથી એ સતત પ્રયત્નશીલ રહે છે અને અંતે સફળ થાય છે એટલે સંઘર્ષ અને પ્રયત્ન કરતા રહેવું.... આજકાલ જાહેરાત આવે છે મીડિયા ઉપર કે હારકે આગે જીત હૈ..કહેવાનો મતલબ એજ છે કે ક્યારેય હાર ના માનવી.
તમારી પોતાની ક્ષમતાનો કોઈ આંક કે ક્ષમતા એક સીમામાં ના બાંધો તમને ખબર નથી તમારામાં સુસુપ્ત અખૂટ શક્તિ સને ક્ષમતા ધરબાયેલી પડી છે બસ એને જાગૃત કરવાની છે સક્રિય કરવાની છે એને જાણવાની ઓળખવાની જરૂર છે કારણકે હેસિયત પાત્રતા કે ક્ષમતાની કોઈ સીમા નથી હોતી એટલે કોઈ સીમામાં બંધાયા વિના વધુને વધુ જાગૃત કરવી જોઈએ. સ્કાય હેઝ ધ લિમિટ નહીં..સ્કાય હેઝ નો લિમિટ તમારી તાકાત હોય એટલું કરો..તમે નક્કી કરો પછી કોઈ રોકનાર નથી ખુદ તમે પોતે નહીં.
હું તમને એક વાત યાદ કરાવું , જેમ ગરગડી કે વહીલને ધીમે ધીમે ગતિ આપો પછી એક સમય એવો આવે છે કે એ સ્વયંસંચાલિત શક્તિમાં પરિવર્તિત થઈને ગતિમાન થાય છે પછી તમારે મહેનતની પણ જરૂર નથી એ ગતિ કર્યા જ કરે છે એની પ્રગતિની પાત્રતા વધાર્યા કરે છે એની આગેકૂચ કોઈ રોકી નથી શકતું.
તમે હારીને નક્કી કરો કે આ મારાથી નહીં થાય એ હાર કબૂલ્યા પછી તમે ક્ષમતા ગુમાવો છો. તમારી માનસિકતા ઉપર તમારી સફળતા અવલંબે છે. ખૂબ હકારાત્મક માનસિકતા રાખો કોઈ પણ કામ હું કરી જ શકીશ સફળતા મેળવીશ જ.આ દ્રઢ નિર્ણય તમારી સફળતાનો પાયો બને છે.
હકારાત્મક અભિગમ સફળતાને તમારાં પગમાં લાવી મૂકે છે.સારો વિચાર નિર્ણય લીધાં પછી એની પાછળની મહેનત સફળતા સુધી લઈ જાય છે.
આપણી અંદર ધરબાયેલી શક્તિને આપણે પ્રજ્વલિત કરીએ હાર નહીં જ માનીએ. તો ઈશ્વર પણ મદદ કરે છે. તમારી સફળતા પાછળ તમારો હકારાત્મક અભિગમ છે..કહેવાય છે કે સફળ વ્યક્તિ પાછળ એમની પત્નિનો હાથ છે..કહેવત કે માન્યતા ગમે તે હોય પરંતુ એ પત્નિ કે પ્રિયતમા હકારાત્મક અને જોશ હિંમત અને સાચો સાથ આપનાર હોય તો સફળતા દૂર નથી રહી શકતી એ પણ આપણને આવીને વરે છે.
દરેક સફળતા પાછળ એક પ્રેરણા હોય છે એ ગુરુ , શિક્ષક , મિત્ર ,શત્રુ , પ્રિયતમા , પત્નિ કે હરીફ હોય છે. ગુરુ જ્ઞાન આપી સાચી દોરવણી આપી માર્ગદર્શન કરી સફળતા અપાવે છે.
શિક્ષક એ ગુરુની જેમજ દોરવણી આપી હરીફાઈ માટે સજ્જ કરી સફળતા સુધી પહોંચાડે છે.
સાચો મિત્ર પણ સાચી દિશા અને હિંમત આપે છે એ પણ પ્રેરણારૂપ હોય છે તોય સફળતા મળે છે.
શત્રુ પણ તમને પ્રેરે છે એનાથી હાર ના સ્વીકારવાનું જુનુન જીત અપાવે છે કારણકે હાર મૃત્યું થી વધુ પીડાદાયક હોય છે.
સૌથી સુંદર અને આકર્ષક બળ પ્રિયતમા પત્નિનું હોય છે.. પ્રિયતમા કે પત્નિ તમારી હાર કે પછડાટ નથી જોઈ શકતી એટલે એણે સ્ફુરાવેલો પ્રયત્ન સફળતાને વરે છે. એનો પ્રેમ વિચારોની વિશાળતા તમારી અંદર ધરબાયેલી શક્તિ , કળા અને હેસિયતને વધારે છે પોતે એનો આનંદ લેછે અને આપે છે તમને સફળ જોઈ એનું હૈયું હરખાય છે ગૌરવ લે છે.
હરીફ...પણ હંફાવવા પ્રયત્ન કરે એમ વધુ જોશ ચઢે છે અને તમે સંપૂર્ણ સફળ થાવ છો. સફળતા એક વરદાન છે અને વરદાન સખત મહેનત અને હકારાત્મક અભિગમથી જ મળે છે.
આ કામ હું કરી શકીશ? એવો પ્રશ્ન સર્જાય એ બુઝદિલી છે પછી હાર નક્કી છે.પણ પાત્રતા એવું કહે છે જે સૉપો કહો એ કરીને બતાવીશ એજ સાચી પાત્રતા હેસિયત અને ક્ષમતા છે.
દક્ષેશ ઇનામદાર.