unique marriage - 5 in Gujarati Fiction Stories by Meera books and stories PDF | અનોખું લગ્ન - 5

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

અનોખું લગ્ન - 5


ઓળખાણ

નિલય તેના મિત્ર વિર ને એના લગ્ન ની વાત કરે છે. એ પહેલીવાર વિર ને એ છોકરી નો ફોટો બતાવે છે....
વિર ને ફોટો જોઈ ને મન માં થયું કે ક્યાંક જોયા છે આમ ને!!
વિરે એટલે નિલય ને પૂછી લીધું, ભાઈ મને કેમ એવું લાગે છે કે આમ ને ક્યાંક તો જોયા છે. પણ યાદ નથી આવતું. નિલય થોડું હસ્યો પછી મને કહ્યું ભાઈ પહેલા એમ તો કે કેવા લાગ્યા તારા ભાભી???...
પછી હું તને કહું ક્યાં જોયા હશે એમને.
એટલે મેં (વિરે) કહ્યું, અરે ભાભી તો બહું સુંદર દેખાય છે તને કેમ નો પસંદ કયૉે હશે એમને! આમ, મશ્કરી કરી હું હસવા લાગ્યો. તો નિલય કહે ના ભાઈ હો! એવું કંઈ નથી, આમ કહી શરમાઈ ગયો...
પછી કહ્યું હા જો તું મારા ભાઈ ના લગ્ન માં તું આવ્યો હતો ને, જાન માં ત્યારે જોયા હશે. આ મારા ભાભી ની બહેન છે. આપણે લગ્ન માં ગયા હતા ત્યારે નાની હતી એટલે તું ઓળખી શક્યો નહી. હવે મને સમજાયું કે ક્યાં જોયા આ ફોટો વાળા થનારા ભાભી ને!!!
મને ત્યાં અચાનક યાદ આવ્યું કે નામ તો પૂછ્યું જ નહી એટલે વિર ને કહ્યું, આટલું બધું કહ્યું પણ નામ તો કહ્યું જ નહી!!!.... શું છે ભાભી નું નામ બોલ તો જરા. નિલય એ એ જ એના શરમભયૉ હાસ્ય સાથે કહ્યું તારા ભાભી નું નામ નેહા છે. મેં નિલય ને કહ્યું અરે નામ ય સરસ છે ભાભી નું, ક્યારે મળાવીશ મને??? નિલયે કહ્યું બહું જલદી ભાઈ તને તો!!!! મળી લઈશું..... થોડી આમ તેમ ની વાતો કરી પછી મને યાદ આવ્યું મારે ઘરે કંઈક કામ છે એટલે નિલય ને કહી ને હું ઘરે આવ્યો ને પછી એ ય એના ઘરે ગયો.
બીજા દિવસે ઉત્તરાયણ હતી, એટલે સાંજે અમે બંને પતંગ લેવા ગયા. આમેય અમે બંને પતંગ ચગાવવાના શોખીન છીએ. એ સાંજે એ મોડા સુધી મારા ઘરે બેઠો. અમે બંને એ કિન્ના બાંધી, બધાં મિત્રો વિશે ઘણી વાતો કરી. મારી બેન ને જોવા માટે છોકરા વાળા આવવાના હતા, એ વિશે માહિતી પણ મમ્મી - પપ્પા એ ત્યારે જ આપી.
જ્યારે મમ્મી - પપ્પા આ બધી વાતો કરતા હતા ત્યારે મેં જોયું કે નિલય થોડો વિચારમય બની ગયો હતો. જાણે મને કંઈક કહેવા માંગતો હોઈ એવું લાગ્યું. પરંતુ બધાં હોવાના કારણે કદાચ બોલી શક્યો નહી.
ઉત્તરાયણ ના દિવસે હું વહેલી સવારે ઊઠી ને નિલય ની રાહ જોતો રહ્યો પણ એ દેખાયો જ નહી. મને થયું ઘરે કંઈક કામ હશે એને. બપોરે હું જમવા બેઠો ને નિલય આવ્યો. હું જમી ને ઊભો થયો પછી પૂછ્યું ભાઈ શું થયું આજે તો સવાર નો દેખાયો જ નહી. શું કામ આવી પડ્યું તું ઘરે?... નિલયે કહ્યું કે મારો સાળો આવ્યો હતો, એટલે અવાયું નહી.મેં કહ્યું ઓહો!!! અત્યાર થી જ સાળા ની સેવા માં....હજું લગ્ન તો થવા દે ભાઈ..... અમે બંને આ પછી ખૂબ હસ્યા. એ હવે પહેલા જેવો થઈ ગયો હોય એવું લાગ્યું.
નિલયે કહ્યું ચાલ વિર આપણે પતંગ ચગાવવા જઈએ. પછી આવી ને હું તને કંઈક કહેવા માંગું છું. મેં કહ્યું એણે કંઈ દે ને તો!, પછી પતંગ ચગાવવા જઈશું. આમેય મને ખબર છે તને કંઈક તો થયું છે, કંઈક કહેવાનું મન થયું છે એવું લાગે જ છે. આ સાંભળી એ હસ્યો અને બોલ્યો , ના પહેલા આપણે પતંગ ચગાવીએ પછી શાંતિ થી કહીશ બધું. મેં પછી બહું માથાકૂટ ના કરી, થયું આટલી રાહ તો જોઈ જ છે ને તો થોડી વધારે!!! અને એણે કહ્યું સારું ચાલ ત્યારે ખેતર જઈએ....



હજું શું બાકી હશે કહેવાનું જે નિલય વિર ને કહેવા માંગે છે????.....શું એ એના લગ્ન ને લગતી કોઈ બાબત હશે કે વિર ની કોઈ અગંત બાબત???...... જાણો નિલય ની મુંઝવણ નું કારણ આવતા ભાગ....... દુવિધા ......માં