પ્રકરણ-2
ગતાંકથી ચાલુ
લલીમા હું તમારો વિશ્વાશું ગોર (જ્યોતિષ) છું , વર્ષો થી તમારું અન્ન ખાવું છું આથી મારી પણ આપના કુટુંબ પ્રત્યે કઈક જવાબદારી બને છે આથી તમને મળવા માટે બોલાવ્યા છે . ખાસ તમને વાત કરું તો આ છોકરાઓ અને તમારી વચ્ચે જે વારંવાર અણબનાવ બને છે તેની પાછળ તમારા પતિ જવાબદાર છે ! આ તમારા પતિ ને મરણ પછી મોક્ષ મળ્યો નથી તેથી તેની અતૃપ્ત વાસનાઓ જ તમારી વચ્ચે જઘડો કરાવે છે !
લલીમા : શું વાત કરો છો મહારાજ આવું કોઈ દિવસ બંને જ નહીં હું છેલ્લા બે વર્ષ થી તેમની પાછળ વ્યવસ્થિત શ્રાદ્ધ કાર્ય કરું છું એટલે આ વસ્તુ શક્ય છે જ નહીં !
ગોર મહારાજ : લલીમા મે તમારું અને તમારા કુટુંબ નું વર્ષો થી અન્ન ખાધું છે , હું શાસ્ત્ર ના અભ્યાસ પછી સમજી વિચારી ને જ કહું છું. તમને જરા વિગત થી સમજાવ તો – તમારા જે બે છોકરાઓ છે તે તમારી વિરુદ્ધ ની પ્રકૃતિવાળા છે , ઉડાવ છે , પોલિટિક્સ માં રસ ધરાવતા નથી ! જ્યારે તમારા પતિ અઠંગ પોલિટિશિયન હતા ! તેઓ જ્યારે ઇલેક્શન નજીક આવતી ત્યારે મોટા પાયે પૈસા વાપરી ને ઓડિયંસ ભેગું કરતા અને આ રીતે ઇલેક્શન માં જીત મેળવી વાપરેલાં પૈસા કરતાં દશ ગણો પૈસો બનાવી લેતા. બરોબર ?
લલીમા : હા બરોબર હજુ જરા સરખી રીતે સમજાવો મહારાજ !
ગોર મહારાજ : લલીમા હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમારા છોકરાઓ ને સમજાવી ને પોલિટિક્સ માં લઈ આવવાની સંપૂર્ણ જવાબદારી મારી ! હું કહું છું તે પ્રમાણે ભવ્ય શ્રાદ્ધ કરશો એટલે તમારા પતિને સંપૂર્ણ મોક્ષ મળશે અને તમારા બને દીકરા પોલિટિક્સ માં ભવ્ય આગમન કરશે ! અને તમારા પતિના પગલે –પગલે ચાલીને , અઢળક પૈસો વાપરીને પરિણામ સ્વરૂપ દશ ગણો અઢળક પૈસો બનાવશે તમે જોજો લલીમા ! અને તમે જોજો પછી તમે મને કાયમ માટે યાદ કરશો લલીમા !
લલીમા : મહારાજ મને તમારા ઉપર પૂરો ભરોશો છે , તમે જેમ કહો તેમ કરવા હું તૈયાર છું ! તમે કહો છો ને કે આપણે મારા પતિ ના શ્રાદ્ધ કાર્ય માં અઢળક પૈસો વાપરવો છે , તો તમે તૈયારી કરો , હું તૈયાર છું . અઢળક પૈસો વાપરવા !
આમ લલીમા ને ફોસલાવી , પટાવી , મનાવી મહારાજે ભવ્ય શ્રાદ્ધ કાર્ય કરવા તૈયાર કર્યા ! લલીમા લાલચુ એ પોતાના ભાગ માં આવેલી પતિ ની તમામ મિલકતો ગીરવે મૂકી ને ભવ્ય શ્રાદ્ધ કાર્ય પતિ ની પાછળ કર્યું ! 5000 જેટલા જરૂરિયાત મંદો તથા સામાન્ય માણસો ને ભેગા કરી દરેક ને જમાડયાં , અને તમામ આવેલા લોકો ને 5000-5000 રૂપિયા દક્ષિણા પેટે આપ્યા ! ગોર મહારાજ ના કહેવાથી !
આ રીતે લલીમા લાલચુ એ પતિ ના મોક્ષ પાછળ અને પતિ ના મોક્ષ પછી છોકરાઓ પણ પતિ ના માર્ગે પોલિટિક્સ માં પ્રવેશ કરી આ રીતે, અઢળક પૈસો વાપરી બદલા માં દશ ગણો અઢળક પૈસો બનાવે એ લાલચ માં બધી જ મિલકતો વેચી આ રીતે ભવ્ય શ્રાદ્ધ કાર્ય પૂરું કર્યું !
બીજી બાજુ બંને છોકરાઓ તથા મહારાજે ષડયંત્ર ના ભાગ રૂપે લલીમાએ જે કરોડો રૂપિયા જરૂરિયાત મંદો ને (5000-5000 રૂપિયા વ્યક્તિ દીઠ ) ને દક્ષિણા માં આપ્યા હતા તેમાથી 4500-4500 રૂપિયા કાઢી ફક્ત 500-500 રૂપિયા જ દક્ષિણા પેટે આપ્યા ! બાકી બચેલા રૂપિયા ત્રણેએ સરખે ભાગે વહેચી લીધા ! આ રીતે સગી માં સાથે પોલિટિક્સ રમી સગી માં પાસે કઈ બાકી ના રહેતા સગી માં ને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા અને ત્રણેએ ભેગા મળી કરોડો બનાવી લીધા !
આજે સવારે જ ત્રણે લોકો ભેગા મળી ને ભવ્ય ગાડી માં પોતાના બંગલા ના વાસ્તુ પૂજન નું આમંત્રણ આપવા વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા. જેમના ત્રણે ના બંગલા નું નામ પણ તેઓએ “પોલિટિક્સ બંગલો ” રાખ્યું હતું !!!
અચાનક લલીમા સવારે બનેલી આ ઘટના માથી બહાર આવતા મૂકીબા મારવાડી ના ખભે માથું મૂકી ચોધાર આસું એ રડી પડ્યા અને જોર શોર થી બોલવા લાગ્યા –
આજે આ ગંદા પોલિટિક્સે તથા મારી લાલચે મને આ જગ્યા એ લાવી દીધી છે આજ પછી હું કોઈ દિવસ “પોલિટિક્સ” માં પગ મૂકીશ નહીં અને આજીવન અહિજ રહીશ તેમજ મરણ સુધી હું ફક્ત ભગવાન નું નામ સ્મરણ જ કરીશ ! અને શક્ય તેટલા લોકો ને સમજાવા ની કોશિશ કરીશ કે ગંદા પોલિટિક્સ થી દૂર રહે ! અને આવા અંધ શ્રદ્ધા યુક્ત શ્રાદ્ધ કાર્ય તથા લોભ લાલચ થી સદંતર દૂર રહે તથા પોતાની જાત ઉપર પૂરો વિશ્વાસ રાખે !!! જય શ્રી કૃષ્ણ !
આમ કરતાં કરતાં સાંજ નો સાત વાગ્યા નો સમય થઈ ચૂક્યો હતો. જમવા માટે નો આશ્રમ નો બેલ વાગતા લલીમા તથા મૂકીબા મારવાડી આંખ માં અશ્રુઓ ની ધાર સાથે જમવાની થાળી લઈ જમવા માટે લાઇન માં ઊભા રહી ગયા !!!
સમાપ્ત.
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)