Sheds of pidia - lagniono dariyo - 13 in Gujarati Short Stories by Herat Virendra Udavat books and stories PDF | શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૩

Featured Books
Categories
Share

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૩

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૩- "ડ્રિમ ગર્લ.. "


લાઈફ ઘણી અનપ્રિડિક્ટબલ છે, આગલી સેકન્ડે તમારી સાથે શુ થવાનુ એ વિચારવું અશક્ય છે.
પગમાં થયેલા ફ્રેકચરના ઉપર મારાલા ફાઈબર કાસ્ટને જોઈને મને આવા ફિલોસોફીકલ વિચાર આવતા હતા. રહસ્યમયી સંજોગોમાં થયેલું એ "ચિપ ફ્રેક્ચર" જેટલુ ચાલવામાં નડતું હતુ એનાથી વધારે મને ભૂખ નડતી હતી, એટલે નાસ્તો કરવા ભારે પગે હું સ્વાઈન ફ્લૂ વોર્ડમાંથી મારા પિડીયાટ્રીક વોર્ડ ૨ મા આવવા નીકળ્યો.
રસ્તામાં જતા બધા જ લોકો જાણે એલિયન જોયો હોય તેમ મારા પગને જોઈ રહ્યા હતા, જે વધારે ફ્રસ્ટ્રેશન આપતું હતું. જેવો વોર્ડમાં પહોંચ્યો કે તરત જ મારા સિનિયર કનિશા દીદી એ કીધું ,
"એક ઈન્ટરેસ્ટિંગ કેસ આયો છે ,તારી પાછળ ઊભેલી પેલી છોકરીને જો ..!"
છોકરીને જોતા હું થોડો હેબતાઈ ગયો, છોકરી એકદમ સીધી ઉભી હતી પણ એની આંખો અને ગરદન ઉપર સીલિંગને જોઈ રહ્યા હતા અને મોઢું એકદમ ખુલ્લું હતું , આવું અજીબ પ્રેઝન્ટેશન મે પહેલીવાર જોયું હતું. છોકરી બધા જ કમાન્ડ ફોલો કરતી હતી, મતલબ એનુ બ્રેન એક્ટિવ હતું. ચાલવાનું કહો તો એકદમ ધીરે ધીરે ચાલે પણ એનાથી એનું મોઢું બંધ જ થતું નતુ થતું, અેનુ એકઝામિનેશન કર્યું તો મને તેનુ જડબુ લોક થઈ ગયુ હોય એવું લાગ્યું અને જોરથી જડબુ મે દબાવવાનો ટ્રાય કર્યો તો તરત બંધ થઈ ગયું પણ હવે લોચો એ થયો કે મોઢું થોડુંક પણ ખૂલતું નહોતું. રહસ્યોથી ભરેલી આ એક છોકરી..!
લોવર લિંબ એકઝામિન કર્યું તો બંને પગ એકદમ રિજિડ થઇ ગયા હોય એવું લાગતું હતું. એને દુખાવાના સેન્સેશન છે કે નહીં એ ચેક કરવા માટે મેં એક નાનો ચૂંટલો ભર્યો તો એને કંઈ જ રિસપોન્સ ના આપ્યો પછી મેં પેનની ઇન્ટેન્સિટી વધારવા જોરથી ચૂંટલો ભર્યો તો પણ એ છોકરી હલી જ નઈ, બસ મોઢું ઉપર રાખીને જોઈ રહી, મેં ભરેલા ચૂંટલાથી કોઈ પણ ઊભું થઈને દોડવા લાગે પણ એ હલી પણ નહીં એટલે આઈ વોઝ સો સ્યોર કે આને બ્રેનમાં કોઈક મોટું ઇન્ફેકશન જ થયું છે. પેનના રિસેપ્ટર બ્રેનમાં આવેલા હોય અને જો કોઈ સ્પેસ ઓક્યુપાઈંગ લેસિયન હોય તો લેટ્રલ સ્પાઈનો થેલેમિક પાથવેમા ડેમેજ થાય તો પેન સેન્સેશન ના આવે અથવા ટી.બી. ની બિમારીમાં આવુ પ્રેસ્નટેશન આવી શકે.
અલગ અલગ ડાયગ્નોસ્સિ મગજમાં આવતા હતા.
મારા બીજા સિનિયર પાર્થ ભાઈ ત્યાં જ હતા, તેવો બોલ્યા,
"જલ્દી આને પી.આઈ.સી.યુ. મા મોકલ, નઈતો બચ્ચુ સસળી જતા વાર નઈ લાગે....!! "
ભાઈની વાત સાચી હતી, જો મગજમાં ઈન્ફેક્શન હોય તો શ્વાસ લેવામાં ગમે ત્યારે તકલીફ વધી શકે.
છોટુ પાર્થ કે જે મારો કો રેસિડન્ટ ડૉક્ટર છે, તે મને વારે વારે આવીને મારા કાનમાં કહેતો,
"આને કોઈ બિમારી નથી, કંઈક પેરાનોર્મલ થાય છે, આ છોકરીને...!! "
બધા બધી જ બાજુથી તર્ક લગાવા તૂટી પડ્યા હતાં.
અંતમાં તેને લોપેઝ આપીને સિડેટ કરવામાં આવી કે જેથી તેને થોડો આરામ મળે.
આ તમામ વિચારો સાથે હું સ્વાઈન ફ્લૂ વોર્ડમાં ગયો.
૨ કલાક પછી,
મે પાર્થને કૉલ કર્યો,
"પેલું પેશન્ટ કેવું છે? "
પાર્થ પોતાના અંદાજમાં બોલ્યો,
"મિયે તને શું કિધુ તુ, કુછતો પેરાનોર્મલ હે, એ મારી બેટી ત્યાં બેઠી બેઠી ટેમ્પલ રન રમે, એકદમ નોર્મલ થઇ ગઈ એ....!"
મારા પગ નીચેથી જાણે જમીન સરકી,
સાલુ આટલુ ખરાબ પેશન્ટ સારુ કેમનું આટલું જલ્દી થઈ ગયું એજ વિચારથી હું શોકમાં હતો.
બીજા દિવસે જમવા માટે નીચે આવ્યો ત્યારે મને મારી આંખો પર વિશ્વાસ જ ના આવ્યો,
એ છોકરી એકદમ નોર્મલ હતી, હસતી રમતી હતી.
એ છોકરી એટલે ગુંજન.


મેં કીધું,
"બેટા, કલ ક્યા હુઆ થા? "
એણે પોતાના હાથમાં નાખેલી સોય તરફ જોઈને કહ્યું,
"યે નિકાલ દો તો મેં બતાઉંગી. "
મેં કહ્યું,
" તુ બતા દે, મેં નિકાલ દૂંગા "
અેણે મારા કાનમાં ધીમા અવાજે વાત શરુ કરી,
"સર, વો કલ મુજે એક સપના આયા થા,
સપના મે મેરી ફ્રેંડ ને મુજે બતાયા કી, ક્લાસ મે જો બેન્ચપે મે બેઠતી હું, વહા બહોત સારા સોના છીપા હે, તો મેં, મેરે પાપા ઔર મમ્મી વો સોના લેને જા રહે થે, રાસ્તે મે બહોત બારીશ હુઈ, બાઢ આ ગઈ, ઔર હમ ડૂબને લગે, ડૂબતે ટાઈમ સાન્સ લેને કી કોશિશ મે મેરા મુહ ઉપર કી ઔર હો ગયા ઔર ખુલ્લા હી રહ ગયા, અચાનક ઉઠી તો મુજે એસે હાલમે દેખકર મમ્મી મુજે અસ્પતાલ લે આઈ,
ઔર આપને જબ ચૂંટી કાટી તબ દર્દતો બહોત હુઆ,
મગર ડર કે મારે હલક સે આવાજ હી નીકલી નહિ.....!! "
ગુંજનનો ઘટસ્ફોટ ભયાનક હતો.
સપનાની દુનિયામાં ડૂબી ગયેલી આ છોકરીએ અમને ધોળા દિવસે દોડતા કરી દીધા હતા.
બીજા દિવસે હસતી રમતી ગુંજન ડિસ્ચાર્જ થઈ.
ગુંજનને જતા જોઈને કનિશા દીદી બોલ્યા,
"મેં કીધું તુને હેરત, આને "હિસ્ટેરિયા" છે, આ મામુ જ બનાવતી હતી આપણને.. "
મે કહ્યું,
"દીદી, મારા ચૂંટલાથી ભલભલા હિસ્ટેરિયા ઉભા થઈ દોડવા લાગે, પણ આને કઈ ના થયુ, આ વસ્તુ હું માની જ નથી શક્તો. "
ગુંજન ખુશીથી મને ગુડબાય કહી રહી હતી,
પણ દિલના એક ખૂણેથી અવાજ આવ્યો,
"આ હિસ્ટેરિયા કદાચ નથી, ગુંજન તુ ચોક્કસ ફરીથી એડમિટ થઈશ.......!! "

ડૉ. હેરત ઉ