naam me kya rakkha hai - 14 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૪

Featured Books
Categories
Share

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૪






😊 નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૪ 😊


ચૂંટકી - મમ્મી કદાચ એવું પણ બની શકે કે તમને ગમ્યું એટલે પણ કદાચ દીદીએ હા પાડી હોય...

મમ્મી - એવું થોડી હોય બેટા ?
જો એવું કંઈ હોય તો તારી બહેન મને તો વાત કરે જ ને....

ચૂંટકી - પણ એવું પણ બંને ને કે તમને ના કહી શકતી હોય....

મમ્મી - હા પણ હવે શું કરીશું બેટા......??

ચૂંટકી - એક વાર દીદી સાથે વાત તો કરી જુઓ ને.....

મમ્મી - હા... એ પણ છે... સારું હું વાત કરી લઈશ... બસ....

ચૂંટકી - કરી લઈશ એમ નહીં...! અત્યારે જ બોલાવો અને અત્યારે જ વાત કરો.....

મમ્મી - પણ અત્યારે ???

ચૂંટકી - હા......

( ચૂંટકી ભૂમિને બોલાવે છે - એ દીદી નીચે આવતો... તને મમ્મી બોલાવે છે અને એમને કામ છે તારું)

ભૂમિ - હા આવું છુ
( ભૂમિ નીચે આવે છે )
હા બોલો મમ્મી શુ કામ છે ??

મમ્મી - બેટા.... તને એક વાત પૂછવી હતી...

ભૂમિ - હા.. તો... બોલો ને મમ્મી શુ વાત છે .???

મમ્મી - બસ બેટા એ જ કે.. તને જે છોકરા જોવા માટે આવ્યા હતા એમાં તું ખુશ તો છો ને.... ??
તને એ છોકરો ગમે છે ને....?

ભૂમિ - કેમ મમ્મી આવું પૂછો છો.??

મમ્મી - બસ એમ જ બેટા...
બસ તું ખાલી મને જવાબ આપ..

ભૂમિ - હા તો તમે પહેલા મને જવાબ આપો કે..
તમે ખુશ છો ને ... જો ત્યાં મારો સંબંધ નક્કી થાય તો..?

મમ્મી - હા..મને તો બોવ જ ગમે છે....

ભૂમિ - હા તો બસ... મને પણ ગમે છે...

મમ્મી - જો બેટા.. હું તને સીધી જ વાત કરીશ..
કે તને કોઈ પસંદ હોય તો એ ભૂલી જજે કેમ કે આપડા માં લવ મેરેજ નથી થતા.. મને તારી બહેનએ કીધું એટલે બસ તને પૂછી લીધું. અત્યારના આ જમાનામાં માં બાપ જે છોકરો શોધે છે એ જ સારો હોય છે. બાકી અત્યારના છોકરા ના કઈ ભરોસા ન હોય . કેવા હોય , કેવા નહીં એ આપણને શુ ખબર ?
તારી બહેન એ કીધું કે દીદી ખુશ ના હોય એવું લાગે છે પણ બેટા તારા માટે હું જે વિચારું છું એ સારું જ વિચારું છું.

હું તારા માટે થોડું ખરાબ વિચારું !!!! તું મારી લાડકી છે. તારો સંબંધ જ્યાં કર્યો છે એ તને ખૂબ જ ખુશ રાખશે , તારી બધી જરૂરત પુરી કરશે, ઘરના બંગલાઓ , ગાડીઓ બધું જ છે. એમના ઘરના બધા સભ્યો પણ સારા છે. તને ક્યારેય મારી યાદ નહીં આવે એટલો પ્રેમ કરશે.. એટલે હવે તું ખોટી ચિંતા ન કર અને સગાઈનું નક્કી કરીએ ...બરોબર ને ....!!???

ભૂમિ - હા મમ્મી તમે કયો એ ફાઇનલ બસ...
તમારી ખુશીમાં જ મારી ખુશી છે..

સારું મમ્મી હું ઉપર જાવ હો.... થોડું કામ છે..

મમ્મી - હા.. જા.. બેટા....

ભૂમિ પોતાના રૂમમાં જાય છે. મમ્મી ની વાત થી એવું લાગ્યું કે મમ્મી લવ મેરેજ માટે માની જશે પણ મમ્મી એ ઊલટું કીધું એટલે ભૂમિ ખૂબ જ દુઃખી થઈ જાય છે. હૈયામાં જે પ્રેમ હતો એ આંસુ બનીને આંખ માંથી નીકળી આવે છે. પોતાનું દુઃખ એ મને પણ નથી કહી શકતી અને ના બીજા કોઈને.

થોડીવારમાં ચૂંટકી દરવાજા પાસે આવે છે. દરવાજા પાસે આવતા જ એને ભૂમિનો રડવાનો આવાઝ સંભળાય છે.

ચૂંટકી - દીદી પ્લીઝ ... દરવાજો ખોલ....

ભૂમિ - તું જા અહીં થી પ્લીઝ.... થોડી વાર માટે મને એકલા રહેવા દે.....પ્લીઝ..

ચૂંટકી - ના.. હું નહીં જાવ...જ્યાં સુધી તું દરવાજો નહીં ખોલે તા સુધી હું નહીં જાવ...

ભૂમિ - પ્લીઝ યાર જાને....

ચૂંટકી - નહીં જાવ ... નહીં જાવ.... નહીં જાવ...

( ભૂમિ દરવાજો ખોલે છે)

ચૂંટકી - ના... રડ ને દીદી યાર...
તે શા માટે મમ્મી ને સાચું ના કહી દીધું...
તને ચાન્સ મળ્યો તો હતો કહેવાનો.. તો પણ તું ના બોલી શકી યાર..

ભૂમિ - શુ બોલું યાર.. મમ્મી ખુશ છે તો હું શું કરું...?
મમ્મી ને પહેલી વાર એટલા ખુશ જોયા છે. એમની ખુશી પર પાણી કઈ રીતે હું ફેરવું એ કહે તું...!

ચૂંટકી - અને Drecu નું શુ ???
એ બિચારનો શુ વાંક છે આ બધામાં...?

ભૂમિ - પ્લીઝ યાર...
અત્યારે એ બધી વાતો બંધ કર.
જે થવાનું હશે એ થશે જ..
મારી કિસ્મતમાં ભગવાને જે લખ્યું હશે એ મને મળશે..
તો હવે આ વાતો ને મુક..
અને મને એકલી થોડી વાર રહેવા દે...
થોડી વાર એકલી રહીશ તો હું ok થઈ જઈશ....


ચૂંટકી - હા... સારું.. તું શાંત થઈ જા...
પછી તારા સાથે વાત કરું સરખી.....

ભૂમિ - હા....

( ચૂંટકી રૂમમાંથી જતી રહે છે. કલાક બાદ ભૂમિ રૂમની બહાર આવીને સીધી કિચનમાં જાય છે. કામ કાજ અને રસોઈમાં એના મમ્મીને મદદ કરે છે. મૂંગા મૂંગા ભૂમિ બધું કામ કરે છે. થોડીવારમાં ચૂંટકી આવે છે અને એ પણ ભૂમિની મદદ કરવા લાગે છે.)


ચૂંટકી - અરે વાહ.. ખૂબ ઝડપથી કામ કરે છે હો.. ડોન્ટ વરી આપણે ક્યાંય નથી જવાનું.. આરામ થી કામ કર.. હો... દીદી..


ભૂમિ - હા... હો...ચૂંટકું....


મમ્મી - ભૂમિ તને એક વાત કહેવાની હતી..


ભૂમિ - હા મમ્મી બોલો ને.....!!


મમ્મી - બેટા .. મેં પેલા છોકરાના પપ્પા ને કોલ કર્યો હતો અને એની સાથે ઘણી વાત કરી તારી...


ભૂમિ - હા તો....પછી...


મમ્મી - હા તો સાથે અમે તારી સગાઈની પણ વાત કરી.


ભૂમિ - ઓહ....


મમ્મી - ઓહ નહીં... એ લોકો કાલે આવે છે સગાઈનું બધુ ફિક્સ કરવા... તો કાલે વહેલા ઉઠી જાજે..


ભૂમિ - હા મમ્મી..... ટેંશન ના લો... બધુ થઈ જશે...


થોડીવાર બાદ બધા જમવા બેસી જાય છે. જમીને બધું કામ કાજ કરી લે છે અને પછી ભૂમિ અને ચૂંટકી રૂમમાં જાય છે.


ચૂંટકી - દીદી હવે....!!


ભૂમિ - શુ હવે... કાલે એ લોકો આવે છે તો બધું ફિક્સ થઈ જશે.


અને આમ પણ તારા માટે તો સારું જ છે ને..


મારા ગયા પછી આ બધું તારું થઈ જશે..


આ રૂમ , ડ્રોવર મારો સમાન વગેરે વગેરે....


ચૂંટકી - હા....... દીદી હું હમણાં આવું હો.. પાણી ની તરસ લાગી છે...


ભૂમિ - હા..


ચૂંટકી ને લાગે છે કે ભૂમિ ખુશ રેવાનો ઢોંગ કરી રહી છે અને ખોટે ખોટા નાટકો કરી રહી છે. આખરે ચૂંટકી મને ફોન કરે છે..


ચૂંટકી - હેલો Drecu..


હું - હા બોલ ને ડિયર...


ચૂંટકી - તમને એક વાત કહેવાની છે...


હું - હા બોલ ને.. શુ વાત કહેવી છે...


ચૂંટકી - કાલે છોકરા વાળા દીદી ની સગાઈ ની તારીખ ફિકસ કરવા માટે આવે છે..


હું - ઓહ.. હા તો ભલે આવે એમાં શુ ???


ચૂંટકી - ભલે આવે એટલે...!! તમને કઈ ફેર નથી પડતો....


હું - ના... જરાય નહીં.. હવે મને ભૂમિ પ્રત્યે કહી નથી...

ક્રમશઃ

Sorry For Late Publishing....

more Updates
instagram
dhaval _limbani_official