Lagani ni suvas - 45 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 45

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

લાગણીની સુવાસ - 45

આખીરાત બેસી ભવિષ્યના સપના જોયા પછી બન્ને ક્યારે સુઈ ગયા ખબર જ ન પડી સવારે એલાર્મ વાગ્યુ ત્યારે ખબર પડી કે બન્ને વાતો કરતા કરતા સૂઈ ગયા હતાં... ભૂરી હજી ઉંઘમાં જ આંખો મસળતી હતી અને મયુરે એે પોતાની તરફ ખેંચી અને માથા પર એક પ્રેમની મહોર લગાવી દિધી...
એની સામે જોઈ બોલ્યો..

" જય શ્રી ક્રિશ્ના .. ભૂરી.. "
" હમ્મ ... જય... શ્રી.. ક્રિશ્ના... મયુ.. "
" તું તારા રૂમમાં જા નઈ તો કોઈ જોઈ જશે... "
" નઈ જઉ.. રાતે તે જીદ કરી તી... હવે હું કરીશ..."
" ઓ... તો મારા ભૂરાને જીદ્દ પણ આવડે છે... "
" મને ઉચકીને મારા રૂમ માં લઈ જા.. તો જ જઈશ નઈ તો નઈ જઉ.. "
" પાંચ વાગ્યા છે.. કોક તો જાગ્યુ જ હશે... જોઈ જશે.. બટુ માનીજા.. "
" ના... "
મયુર બોલ્યા વિના એને ઉચકિ અને એના રૂમમાં મૂકવા ગયો ...ભૂરીને એના રૂમમાં બેડ પર સુવાડી... એ જવા જતો તોને ભૂરીએ એનો હાથ પકડ્યો.... મયુર એની જોડે બેઠો... એ કંઈ સમજે એ પહેલા ભૂરી એ એના બે ગાલ પર કિસ્સ કરી અને એને હગ કરી બોલી..
" લાઈફની ન્યુ શરુઆત માટે.. મયુ.. 😘 આજ થી જ તું મારો પતિ છે.... મારુ બધુ જ છે.... બધી જ સવાર આવી આપીશને મયુ.. "
" ના.. આનાથી પણ સારી આપીશ.. લવ... યુ.. તું સૂઈ જા... હું પણ થોડીવાર સૂઈ જઉ.."
" સારુ... "
કહી ભૂરી એ સૂવા આંખો બંધ કરી મયુર એને જોતા જોતા એના રૂમમાંથી મયુર પોતાના રૂમમાં આવી સૂઈ ગયો..
સવારે નયનાબેન ઉઠાડવા આયા ત્યારે ભૂરીની આંખ ખૂલી પોતે વહેલી ઉઠી ન શકી એ માટે એણે માફી પણ માગી પણ નયનાબેન એમને તો ભૂરી પોતાની જ છોકરી હોય એમ લાગતુ એટલે માફી માગવા બદલ એમણે ભૂરીને મીઠો ઠપકો આપ્યો અને બપોર પછી એને ઘરે જવાનુ છે એમ યાદ કરાવી પેકિંગ કરી તૈયાર થવા કિધુ. ભૂરી પણ હા કહી બાથરૂમમાં ગઈ નયના બેન પણ નાસ્તાની તૈયારી કરવા રસોડામાં ગયા..
પોતે અહીં આવી દિવસો ક્યા જતા રહ્યા ખબર જ ન પડી અને મયુર પ્રત્યે મારુ બધુ જ વલણ બદલાઇ ગયુ એ બધી મીઠી યાદો ભૂરી વાગોળી રહી હતી..
બધા નાસ્તો કરવા નીચે ગોઠવાયા મયુરની અને ભૂરીની આંખોમાં અલગ ચમક હતી એ બધા જોઈ રહ્યા હતાં.. બધા મજાક મસ્તી કરતા કરતા નાસ્તો કરી રહ્યા હતાં.
ત્યાં નયનાબેને સપ્રાઈઝ આપતા વાત શરુ કરી...
" ભૂરી શાંતિથી જા પણ બધા કપડા અહીં જ મૂકીને જજે..અમે એક અઠવાડિયા પછી વાઝતે ગાઝતે તને લઇ જઈશું.. "
" કાંઈ સમજાયુ નઈ મમ્મી... " મયુર વચ્ચે જ બોલ્યો.
મયુરના પપ્પાએ એને માથામાં ટપલી મારતા કહ્યુ... " પાગલ આવતા અઠવાડિએ તમારા લગન નક્કિ થયા છે... કાલે રાત્રે જ રમેશ ભાઈનો ફોન આવ્યો હતો. "
મયુર ને ભૂરી ને શોક લાગ્યો... પણ ખુશ પણ બહુ થયા એક બીજા સામે જોઈ રહ્યા કોઇ જોઈ ન જાય એ રીતે..
" હું ને વેવાણ મર્યા પહેલા તમારો સુખી સંસાર જોતા જઈશુ... કેમ વેવાણ.. " દાદા ખુશ થઈ બોલ્યા.
" હા... સાચી વાત વેવાઈ... મયુ ની લીલી વાડી જોઈ જઈશુ.. "
નયના બેન ને તો હરખના આંશુ આવી ગયા.. ભૂરીને ગળે મળી રડી પડ્યા.. ભૂરી પણ ભાવુક થઈ ગઈ.. બધાની ખુશી સાતમાં આસમાને હતી.. તૈયારીઓ પણ એટલી જ કરવાની હતી એટલે નાસ્તો કરી નયના બેન ભૂરીને લઈ અમુક વસ્તુનું લિસ્ટ બનાવવા બેઠા.. એમા જ અગિયાર વાગી ગયા જોકે રસોઈ તો ઘરના રસોઈરયા એ બનાવી દિધી હતી એટલે હવે ખાલી ભૂરીને અમુક જોઈતી વસ્તુ જ પેક કરી લઈ જવાનુ કામ બચ્યુ હતું . લિસ્ટ બનાવી નયનાબેન ને ભૂરી અમુક સામાન્ય વાત કરી રહ્યા હતા ત્યાં જ ભૂરીના ફોન માં મેસેજ આયો...
" હાલ જ મળવા આવ ઉપર .. મીસ યુ.. પછી તું હમણા જતી રઈશ.. 😞" મયુર નો મેસેજ હતો.
ભૂરી એ મેસેજ જોયો પણ નયનાબેન વાત કરી રહ્યા હતા એટલે વચ્ચે બહાનુ કાઢી કેવી રીતે નીકળે એ વિચારતી હતી.. ત્યાં... મયુર ભુરી બેઠીતી એની સામેની સાઇડ ઉપર થી ઈશારા કરવા લાગ્યો... ભૂરી તો ડરતી હતી કે નયનાબેન જોઈ જશે તો શુ વિચારશે... પણ મયુર પાછો પડે એમ ન્હોતો એણે ઉટપટાંગ હરકતો ચાલુ જ રાખી... ભૂરી થોડી ગુસ્સે થઈ પણ.. ગુસ્સો કરી શકે એમ ન્હોતી... એટલે એણે બહાનુ કાઢ્યુ..
" મમ્મી બધુ જ લિસ્ટ બની ગયુ છે... તો તમે નાની જોડે એકવાર ચેક કરાવી લો હું પેકિંગ કરી લઉં ત્યાં સુધી.. "
" હા.. સારુ યાદ કરાવ્યુ.. બેટા.. તું જા પેકિંગ કર.."નયનાબેન ને પણ કંઈક યાદ આવ્યુ હોય એમ ઉભા થઈ નાની માના રૂમમાં ગયા..
ભૂરી થોડા ગુસ્સા સાથે ઉપર ગઈ .. એના રૂમમાં જવા જ જતી તી ત્યાં મયુરે એને પોતાના રૂમમાં ખેંચી રૂમ વાખી દિધો...
" મયુ .... તને જરાય બીક નઇ લાગતી.. મમ્મી હતાં.. તું ઈશારા કરતો હતો.. ફલાઈંગ કિસ... મયુ.. મમ્મી જોઈ ગયા હોત તો..."
" તો... શું તું મારી લાઇફ છે... માય લવ.. મને કોઈ શરમ નઈ ઓ..કે.. પ્રેમ કરુ છુ.. કોઈ ગુનો નઈ.. "
" પણ.. "
મયુરે એને બે હાથથી પોતાના બાહુપાશમાં શમાવી લીધી.. ભૂરીએ પણ મયુની છાતી પર પોતાનુ માથુ ઢાળી દિધુ .. " ભૂરી... એક અઠવાડિયુ... કેવી રીતે જશે... હું નઈ રઈ શકુ.. યાર.. અને મેરેઝ પછી પણ તને હું એકલી તારા ઘેર રહેવા નઈ જવા દઉં... પહેલા બેબી વખતે પણ નઈ ... "
" પાગલ છે... તું મયુ... "
" તારા માટે... નઈ જ નવા દઉ.. તને ખબર નઈ એક અઠવાડિયુ કેમ નુ જશે મારુ... આઈ રીયલી મીસ યુ... "મયુરની આંખો થોડી છલકાઈ ગઈ..
ભુરી એની સામે જોયુ.. ને બોલી.. " પાગલ.. સાવ મને પણ ઘરે જવા પગ જ નઈ ઉપડે... પન જઈશ નઈ તો તું લેવા કઈ રીતે આવીશ.. અને આ ગોલ્ડન સમય છે.. વિરહ પછી મિલન બેસ્ટ હોય.. સમજ્યો.. 😘😘એમ કહી મયુના ગાલ પર એને બે પ્રેમની મહોર લગાવી દિધી... પાંચ મિનિટ બન્ને મૌન રહી એક બીજાની ઘડકનો સાંભળી રહ્યા... પછી ભૂરી ધીમેથી મયુર થી અલગ થઈ..
" ચાલ પેલા રૂમમાં હું પેકિંગ કરુ તું મારી જોડે બેસ... આપણે આ ગોલ્ડન સમય ની એક એક પળ ઈન્જોય કરીશુ... "
મયુર કંઈ બોલે એ પહેલા ભૂરી એને હાથ પકડી એના રૂમમાં લઈ ગઈ અને એ પેકિંગ કરવા લાગી અને મયુર જોડે વાતો કરવા લાગી... મયુર પણ ખુશ થઈ વાતો કરવા લાગ્યો.. બન્ને મજાક મસ્તી કરતા કરતા પેકિંગ કરવા લાગ્યા..
ક્રમશ:..