Kartavya - ek balidan - 17 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 17 સન્માન માટે અગ્નિપરીક્ષા – 5

Featured Books
Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 17 સન્માન માટે અગ્નિપરીક્ષા – 5

( આગળ ના ભાગ ની શરૂઆત ની પહેલા મેધા ના નવા સફર ની જાહેરાત….

“ આત્મ નિર્ભર – કર્તવ્ય એક નવી પહેલ“


હું અંકિત ચૌધરી આપનો દિલ થી આભાર વ્યક્ત કરું છું કેમકે તમે ખૂબ જલ્દી મને સફળતા ના શિખરો સર કરાવી દીધા છે ને હું બઉ જલ્દી એટલે ૨૪ ઑગસ્ટ ફરી વાર મેધા ના નવા સફર માં તમારી રાહ જોઈ રહ્યો છું એક નવા નામ અને પહેચાન સાથે મેધા ની એક નવી જ કહાની એક નવા જ અંદાજ માં પ્રસ્તુત કરવા માટે ! જ્યાં મેધા કરશે આપડા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સ્વપ્ન “ આત્મનિર્ભર ભારત “ સાકાર ! તો મળીયે એક નવા જ અંદાજ સાથે આ ૨૪ ઓગસ્ટ એ “ આત્મ નિર્ભર – કર્તવ્ય એક નવી પહેલ “ માં )

WhatsApp :- 9624265491
Gmail ;- iamsoankit@gmail.com
Instagram :- https://instagram.com/official_ankit_chaudhary_?igshid=1ch0earhhrmbd



ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ની જિંદગી કર્તવ્ય નામના રસ્તા નો બોજ ઉઠાવી ને હવે થાકી ગઈ હતી. મેધા ના કર્તવ્ય એ એની જિંદગી નષ્ટ કરી નાખી હતી ! મેધા ના લગ્ન થયા પછી પણ મેધા ની લાઈફ વેર વિખેર થઈ ચૂકી હતી. મેધા ની પાસે હવે કઈ જ બચ્યું નોતું. મેધા પોતાના પ્રેમ નો પણ ભરોસો હારી ચૂકી હતી. હવે આગળ …….


ભાગ :- 17 સન્માન માટે અગ્નિપરીક્ષા – 5

મેધા થી હવે પોતાના પરિવાર ની બેરૂખી સહન નોહતી થતી. મેધા નો પહેલો પતિ મેધા ના બીજા પતિ રોહન પાસે એક કરોડ રૂપિયા માગતો હતો, મેધા નો mms લોકો સાથે શેર ના કરવા માટે. આખો અનંત પરિવાર મેધા થી નારાજ હતો ! પણ આમાં મેધા નો શું દોષ હતો ?

મેધા તો જન્મી ત્યાર થી પોતાના કર્તવ્ય ની કઠપૂતળી હતી! જે પહેલા એના પિતા ના હાથે રમી , પછી એના પતિ જગા ના હાથે , પછી એના ખરીદદાર ના હાથે , પછી ગુડીયા બાનું ના હાથે , ને હવે પોતાના પરિવાર ના હાથે ! પણ હવે નઈ.

મેધા ઊભી થાય છે ને પોતાના આંસુ લૂછી દે છે. બસ હવે બઉ થયું હું કોઈના હાથ ની કઠપૂતળી નથી. હવે હું નઈ કોઈના મહેણાં નઈ સાંભળું ! બસ હવે હું મારા ખુદ માટે જીવવા માગું છું. આખો દિવસ મેધા ના મન માં આ જ વિચારો ચાલ્યા કરે છે. મેધા ની હિંમત હવે તૂટવાની અણી ઉપર થી એને પાછી લઈ આવી હતી.

મેધા પોતાના સફર ને ફરી વાર યાદ કરી ને કસમ ખાઈ લે છે કે બસ હવે નઈ ! હવે લોકો માટે હું જીવવા નથી માગતી , હવે હું મારા ખુદ માટે અને મારી દીકરી કેશવ માટે જીવીશ. બધા જ કર્તવ્ય નો “ આજે હું મારા દરેક કર્તવ્ય નો ત્યાગ કરું અને સિર્ફ મારું મા હોવાનું જ કર્તવ્ય અદા કરીશ. મારી દીકરી કેશવ ના સમ આજ પછી હું કોઈ સામે નઈ જુકુ ! “ બસ પછી તો શું મેધા એ મન બનાવી લીધું હતું કે આજે રાત્રે જ જ્યારે બધા સૂઈ જાય ત્યારે તે પોતાની દીકરી કેશવ ને લઈને નીકળી જશે !

મેધા પોતાનો આખો દિવસ પોતાની દીકરી કેશવ ના સારા ભવિષ્ય ની કામના કરવામાં જ વીતાવી દે છે. મેધા હવે નક્કી કરી ચૂકી હોય છે અનંત પરિવાર છોડી દેશે ! ને કોઈક એવી જગ્યા એ જતી રહેશે જ્યાંથી એના નવા સફર નું શરૂઆત થશે. મેધા હવે પોતાની દીકરી સિવાય કોઈ માટે પોતાનું કર્તવ્ય નિભાવશે નહિ ! આ વિચાર આખો દિવસ મેધા ના નાજુક મન માં ચાલ્યા કરે છે.

રોહન પોતાના રૂમ માં એકલો એકલો પોતાની પત્ની મેધા સાથે કરેલા અન્યાય ને યાદ કરીને રડતો હોય છે. આજે આખો અનંત પરિવાર દુઃખી હતો ! કેમકે મેધા ને સજા એ ગુના માટે આપવામાં આવતી હતી જે ગુનો મેધા બેભાન અવસ્થા માં કર્યો હતો ! રોહન ની હાલત હવે ખરાબ થઈ રહી હતી ! પણ શું કરે એ બિચારો ? પોતાના દિમાગ માંથી મેધા નો mms નીકાળી ન શકતો હતો ! પણ અનંત પરિવાર અંજાન હતો મેધા ના ફેશલાથી !

મેધા પૂરી તૈયારી કરી ચૂકી હતી અનંત પરિવાર ને છોડવાની , પોતાના કપડા ની બેગ લઈને મેધા રાત ના ઠીક ૨:૦૦ વાગ્યા હશે ને એ નીચે આવી જાય છે. પછી એ ધીરે ધીરે રોહન ના રૂમ માં જાય છે ને પોતાની દીકરી કેશવ ને ઊપડી લે છે. પછી એ રોહન પાસે એક ચિઠ્ઠી મૂકી ને રોહન નો રૂમ છોડી દે છે. મેધા એક પછી એક રૂમ માં જઈ ને શિવરાજ , સરલા , માધો ભા , અંબા બા અને ચંપા ફોઈ ના આશીર્વાદ ની સાથે અનંત પરિવાર છોડી દે છે.

ધીરે ધીરે એ ઘર એ અનંત પરિવાર વાર છોડી રહી હોય છે ને એજ વખતે તેને પુરાણી યાદો યાદ આવવા લાગે છે. મેધા ને એ બધી ખુશીયો યાદ આવવા લાગે છે ને એના પગ અચાનક જ રોકાઈ જાય છે. એ જેવી જ પાછળ ફરવા જાય છે કે તરત જ એની અંતર આત્મા બહાર આવી ને એને રોકી લે છે , “મેધા હવે પાછળ ફરી ને જોવાની કોઈ જરૂર નથી ! તું એ ના ભૂલ કે આ લોકો એ તને ના કરેલા ગુના ની પણ સજા આપી છે. તું અહીંથી નીકળી જા અને તારી દીકરી કેશવ ના સારા ભવિષ્ય માટે કઈ કરી બતાવ ! “ પછી શું અંતર આત્મા ગાયબ થઈ જાય છે ને મેધા પોતાના આંસુ લૂછી નાખી ને ઘર નો ઉમરોઠ પર કરી લે છે. હવે મેધા અનંત પરિવાર ની બહાર હતી ને તે હવે પાછું ફરીને અનંત પરિવાર સામે જોવા માગતી ન હતી.

બીજા દિવસ જેવી જ સવાર પડે છે ને સરલા રોહન ના રૂમ માં આવે છે. આવી ને જોવે છે કેશવ પારણા માં હતી જ નઈ ! એ જલ્દી થી રોહન ને જગાડે છે “ રોહન કેશવ ક્યાં છે ! “ ત્યારે રોહન ઊંઘ માં “ પારણા માં જ છે કેશવ , મને સુવા દો.” ત્યારે સરલા કહે છે “બેટા કેશવ નથી પારણા માં !” ત્યારે રોહન પોતાની આંખો ખોલી ને જોવે છે ત્યારે એને સમજાય છે કે કેશવ નથી. પછી તો સરલા ને બંને દોડતા મેધા ના રૂમ માં જાય છે , ત્યાં જઈને જોવે છે કે મેધા છે જ નઈ ! પછી તો આખું ઘર ને બાર ગાર્ડન બધું જ જોવામાં આવે છે પણ મેધા ને કેશવ ક્યાંય મળતાં જ નથી. પછી રોહન અને સરલા રોહન ના રૂમ માં જાય છે ને ત્યાં જઈને રોહન ને એક ચિઠ્ઠી મળે છે.

“ રોહન હું જે કરી રહી છું એના માટે હું તમારી કે તમારા પરિવાર ની માફી જરાય પણ નઈ માગું ! કેમકે હું અત્યાર સુધી કર્તવ્ય નામના હાથ ની કઠપૂતળી હતી. પણ હવે નઈ !

મારો જન્મ થયો એ દિવસ થી મારા બાપે મને કઠપૂતળી બનાવી ને જ રાખી છે , પછી રોહન મારા બાપે મને ૫૦ વર્ષ ના વૃદ્ધ સાથે મારા લગ્ન કરાવી દીધા ને ત્યાં પણ હું કઠપૂતળી ના જેમ નાચી. પછી એણે મને એક કરો ૨૫ લાખ માં વેચી અને હું મુંબઈ આવી ગઈ , ત્યાં આવીને પણ હું કઠપૂતળી ની જેમ નાચી ! ને પછી તમે મળ્યા !

રોહન જે દિવસ થી મને તમે મળ્યા એ દિવસે મને સમજાયું કે દુનિયા કેટલી રંગીન છે ! મારી બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગી માં કલર ટીવી તમે લગાડ્યું . મને તમારા મળવાથી સમજાયું કે દુનિયા માં ખુશીયો પણ છે ને આજે એની નિશાની એટલે કેશવ પણ આપડી જિંદગી માં છે. આખી જિંદગી મારી ઉપર આરોપ જ લાગ્યા છે ને તમારા પરિવારે પણ કઈ કસર નથી છોડી.

રોહન મને ખબર જ નથી કે જગા એ આ mms શું કામ બનાવ્યો ને શા માટે બનાવ્યો ! રોહન મને ખબર જ નથી કે ક્યારે આ વસ્તુ મારી સાથે બની ! રોહન આજ સુધી મે કોઇપણ નથી છુપાવ્યું તમારા થી પણ એક વાત છુપાવી રહી છું કે હું કેશવ ને લઈને ક્યાં જાઉં છું ! થઈ શકે તો મને માફ કરી દેજે રોહન ! હું તમારા બધા થી બઉ દૂર જઈ રહી છું.

લોકો માટે બઉ જીવી લીધું મે હવે ખુદ ના માટે જીવવા માગું છું.

તમારી અભાગી મેધા. “


મેધા નો પત્ર વાંચતા વાંચતા વાંચતાં રોહન નોધારા આંસુ એ રડી પડે છે. રોહન ની આ હાલત જોઈને આખો અનંત પરિવાર પણ તૂટી જાય છે. રોહન મેધા ને શોધવા ની બઉ કોશિશ કરે છે પણ મેધા ક્યાંય પણ એને મળતી નથી.


~~~~~~~~~~~~~~~~~~ સમાપ્ત ~~~~~~~~~~~~~~~~~~~~~~~~


આ હતો મેધા નો કર્તવ્ય નો સફર પણ મિત્રો મેધા નો આ સફર અહી જ પૂરો નથી થતો કેમકે મેધા નો એક નવો જ સફર તમારી રાહ જોઈને ઊભો છે. મેધા હવે પોતાની માટે જીવવા લાગી છે.

હવે આવતા સોમવારે એટલે કે ૨૪ ઓગસ્ટ એ ફરી વાર મળીશું ! આપડી મેધા અને નાની કેશવ ને એક નવા જ અંદાજ માં એટલે કે



“ આત્મ નિર્ભર – કર્તવ્ય એક નવી પહેલ“


હું અંકિત ચૌધરી આપનો દિલ થી આભાર વ્યક્ત કરું છું કેમકે તમે ખૂબ જલ્દી મને સફળતા ના શિખરો સર કરાવી દીધા છે ને હું બઉ જલ્દી એટલે ૨૪ ઑગસ્ટ ફરી વાર મેધા ના નવા સફર માં તમારી રાહ જોઈ રહ્યો છું એક નવા નામ અને પહેચાન સાથે મેધા ની એક નવી જ કહાની એક નવા જ અંદાજ માં પ્રસ્તુત કરવા માટે ! જ્યાં મેધા કરશે આપડા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સ્વપ્ન “ આત્મનિર્ભર ભારત “ સાકાર ! તો મળીયે એક નવા જ અંદાજ સાથે આ ૨૪ ઓગસ્ટ એ “ આત્મ નિર્ભર – કર્તવ્ય એક નવી પહેલ “ માં

WhatsApp :- 9624265491
Gmail ;- iamsoankit@gmail.com
Instagram :- https://instagram.com/official_ankit_chaudhary_?igshid=1ch0earhhrmbd