'હાય વૈભવ આજે કોલ જ ના કર્યો શું થયું છે.'
'હા કોલ કરવાનો હતો પણ હું થોડો કન્ફ્યુઝ હતો.
એટલે નીરવ જોડે કોલ પર વાત ચાલતી હતી.'
'શું પ્રોબ્લેમ થઈ છે, મને તો જણાવ.'
'આજે શ્રદ્ધા મળી હતી ચાની કાફે પર.'
'ઓકે.'
'એને મને એની સચ્ચાઈ જણાવી કે તે મને છોડીને કેમ ગઈ હતી.
જતાં પહેલા મને કહ્યું પણ કેમ નહીં? અને તેની પાછળનું કારણ શું હતું?'
'શું કારણ હતું?'
'શ્રદ્ધા મારા ભવિષ્ય ખાતર તેની બીમારીની વાત મને છુપાવી હતી અને કહ્યા વગર ચાલી ગઈ.'
'તો હવે તે ઓકે છે.'
'હા તેનું મનોબળ અને હિંમતથી કેન્સરને માત આપીને અત્યારે તે ઓકે છે.'
'nice.
ઓકે.
પણ હવે તું શું કરવા માંગે છે?'
'હા એ જ કન્ફ્યુઝન હતું અને તેના લીધે જ નીરવ ને કોલ કર્યો હતો હવે તે કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે.'
'તારું જે પણ કન્ફ્યુઝન હોય પણ તું મારા તરફથી નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
મેં તને તારા ભૂતકાળ સાથે જ સ્વીકાર્યો હતો તારો જે પણ નિર્ણય હશે એ પણ સ્વીકાર્ય જ હશે.'
'વૈભવી તુ ખુબ જ સમજદાર છે.'
'રાત્રી નો ખૂબ સમય થઈ ગયો છે વધારે ચિંતા કરવાની જરૂર નથી અત્યારે રીલેક્સ થઇ ને ઊંઘી જા
બાય, ગુડનાઈટ.'
વૈભવી સાચું જ કહે છે ઊંઘી જવું જોઈએ જે પણ થશે સવારે જોયું જશે.
'શ્રદ્ધા આવી ચૂકી હતી પણ વૈભવ ને પહેલી વાર આજે ચાની કાફે પર જતા પગ ડગમગી રહ્યા હતા..
આ એ જ જગ્યા છે જેના વગર તેણે આજ સુધી તેને ચાલતું નહોતું.
શ્રદ્ધા ને તે કેવી રીતે ફેસ કરશે તેની ગડમથલમાં અનુભવી રહ્યો હતો.'
'શ્રદ્ધા વૈભવ ને જોઈને બોલી તું પહેલા કરતા ખુબ જ બદલાઈ ગયો છે.'
'હા શ્રદ્ધા તે મને બરાબર ઓળખ્યો હું હવે પહેલાં જેવો નથી રહ્યો.'
'જરૂર કંઈક વાત છે જે છુપાવી રહ્યો છે.'
'તારા ગયા પછી મારી લાઇફમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે.. હું હવે તારો પહેલા જેવો વૈભવ નથી રહ્યો .'
'એમાં તારો કોઈ વાંક નથી મેં તને અંધારામાં રાખ્યો હતો ... તારી લાઇફમાં આગળ વધ્યો જ હોઈશ તું મને એક મિત્ર તરીકે તારી જિંદગીમાં એક જગ્યા હંમેશા રહેશે અને તું મને ખુલ્લા દિલથી જણાવી શકે છે.'
'તારા ગયા પછી હું ખૂબ જ ભાગી પડ્યો હતો મને હતાશામાંથી દૂર લાવનારી વૈભવી નો ઉપકાર છે.'
'શું સાચું અને શું ખોટું છે એમાં પડવાની જરૂર નથી પરિસ્થિતિ પ્રમાણે આગળ વધવું જોઈએ.
આ એક એવો બ્રેક હતો જિંદગી ની સફર નો કે કોઈના હાથમાં નહોતું.
આનો નિર્ણય તો કિસ્મતે કરવાનો હતો અને કિસ્મતની કિતાબમાં જે લખાયું છે તે હું અને તું બદલી નથી શકવાના એટલે મને અફસોસ નથી.'
'હા એ જ વિચારવું રહ્યું આપણે મિત્ર તરીકે હંમેશા સાથે જ રહીશું.'
'કિસ્મતમાં જે લખાયું છે તે તો થઈને જ રહેવાનું છે. અને તે કહી દીધું એ સારું જ કર્યું તે દિલમાં કશું જ રાખ્યું નહીં.
દરેકે પોતાની જિંદગીમાં આગળ વધવું જ જોઈએ હું તારા માટે ખુશ છું કે તું આગળ વધ્યો.
સારું ચલ ખૂબ જ મોડું થઈ ગયું છે મારે મોડું થાય છે જોબ પર ટાઈમસર પહોંચવુ પડશે .'
"મારે પણ કંપનીમાં જવાનો ટાઈમ થઇ ગયો છે બસ મળતા રહીશું આપની આ કાફે પર.'
વૈભના મનનો ભાર હલકો થઈ જવાથી હળવાસ અનુભવી રહ્યો છે.
કોઈ જ નથી જાણતું કે જીવનની આ સફર માં આપણે એકબીજાની સાથે કેમ મળીએ છીએ .
પણ એ ઈશ્વર એકબીજાને મેળવી ને એક અદભુત સબંધ બાંધી દે છે.
કાલ કરતાં વિચાર જુદો છે,
આજ થોડોક પ્યાર જુદો છે.
સામસામે ફૂલો જ ફેંકેલા,
પછીનો પ્રહાર જુદો છે.
હું જે સમજું છું તે અલગ છે ને,
તું કહે એનો સાર જુદો છે .
લોહી નીકળે તો સૌને દેખાડું,
પણ અહીં મૂઢમાર જુદો છે.