પગરવ
પ્રકરણ – ૨૪
એ વ્યક્તિ બોલ્યો, " સુહાની તું મને તું કહીશ એ જ મને ગમશે...તમે મને બહું ભારેખમ લાગશે..."
સુહાની કંઈ પણ બોલી નહીં..એ ચૂપ થઈને ચિંતામાં બેસી જ રહી.
ત્યાં જ એ વ્યક્તિ બોલ્યો, " હું પરમ અગ્રવાલ...આ કંપનીનો સીઈઓ...
સુહાની : " હા ખબર પડી..."
પરમ : " પણ સુહાની તું કેમ આટલી ચૂપ છે ?? તને ના ગમ્યું કે મેં તને આ રીતે મીટીંગ માટે બોલાવી ??"
સુહાની : " સોરી. ના એવું કંઈ નથી."
પરમ : " તો પછી કાલે કેમ નહોતી આવી ?? તબિયત અચાનક ખરાબ થઈ હોવાથી તું જતી રહી હતી ને ?? "
સુહાની : " પણ તમને કેવી રીતે ખબર ?? "
પરમ હસતાં હસતાં બોલ્યો, " તારાં જેવી ઓબેડિયન્ટ એમ્પ્લોય કામ વિના નીકળે ખરી ?? તારો મેઈલ કાપડિયા સરે મને ફોરવર્ડ કરી દીધો હતો."
સુહાનીને તો આટલી સારી રીતે વાત કરી રહેલાં પરમને જોઈને નવાઈ લાગી રહી છે. આ તો કેટલી સારી રીતે વાત કરી રહ્યો છે તો પછી સમર્થ સાથે કંઈ પણ કરનાર કોઈ બીજું હશે કે શું ?? એ જે વાત પર પરમ સાથે વાત કરીને સવાલોનાં જવાબ સાંભળવાં ઈચ્છતી હતી એવું તો કંઈ થયું નહીં...હવે એ ડાયરેક્ટ કેવી રીતે એને પૂછે ??
પરમ : " તને નવાઈ લાગી ને ?? પણ મને બને રજેરજની બધી જ ખબર છે તારી... હજું તો તું સાંભળીશ તો હેરાન થઈ જઈશ..." કહીને હસીને બોલ્યો, " ટેન્શન ના કર હું તો મજાક કરું છું..."
સુહાનીને એ " મજાક કરું છું" એવું બોલે ત્યાં સુધીમાં તો જાણે એટેક આવે એવી સ્થિતિ થઈ ગઈ.
પછી પરમે સીધું જ કહ્યું, " સુહાની હવે કામની વાત કરીએ...એ બધી વાત માટે બહું સમય છે..."
સુહાની કંઈ બોલી નહીં એટલે એણે જાતે કહ્યું, " અમે કંપનીને ટોપ પર લઈ જવાં ઈચ્છીએ છીએ માટે જ અહીંનાં દરેક એમ્પોલોય માટે વ્યવસ્થા કરી રહ્યાં છીએ... તું અહીં એકલી જ રહે છે ને ?? "
સુહાની : " હા..."
પરમ : " દસ જ દિવસમાં તને અમારાં ખરીદેલા ફ્લેટ પર રહેવા જવા માટે ચાવી મળી જશે...કંપનીથી બહું જ નજીકમાં છે.."
સુહાની : " પણ મને એની જરૂર નથી.."
પરમ : " આ તને એકને જ નહીં પણ આવી રીતે રહેતાં બહું જણાંને આપવાનાં છીએ..."
સુહાની : " પણ એ ફ્લેટ તો..."
પરમ : " તને ચોક્કસ પસંદ આવશે એ પ્રમાણેનાં જ છે.... અને આ લે બીજી સરપ્રાઈઝ તારાં માટે..." કહીને એને એક કવર સુહાનીનાં હાથમાં આપ્યું.
સુહાની તો કવરને જોઈ જ રહી પછી એણે પૂછ્યું, " શું છે આ ?? "
પરમ : " તું જ જોઈ લે... હું તમને તું કહું છું તો ખરાબ નથી લાગતું ને ?? આ તો આપણી ઉંમર સરખાં જેવી છે એટલે તું કહું છું. બાકી તને ના ગમે તો હું તમે જ કહીશ..."
સુહાનીને બહું ગમ્યું તો નહીં પણ એ કંઈ કહી શકી નહીં એટલે ફક્ત એટલું બોલી, " ઈટ્સ ઓકે..."
સુહાની : " હવે કંઈ બાકી છે ?? હું જઈ શકું ?? "
પરમ : " કેમ કવર નહીં ખોલે મારી સામે ?? ગભરાવા જેવું કંઈ નથી..."
સુહાનીએ ના છુટકે કવર ખોલ્યું તો એમાં પોતાને પ્રમોશન મળ્યું છે " કંપની પ્રમોટર " તરીકે...
આની દરેક કંપનીમાં એક કે બે જ પોસ્ટ હોય છે સાથે જ તગડો પગાર...પણ એમાં એનો એક કોર્સ કરવાનો હોય છે પછી એને આ પોઝિશન મળી શકે.
સુહાની : " પણ આનાં માટે તો એનાં કોર્સનું સર્ટિફિકેટ જોઇએ ને ?? મારી પાસે તો એવું કોઈ સર્ટિફિકેટ નથી..."
ત્યાં જ પરમે સુહાનીનાં એ કોર્સ માટે ભરેલા એડમીશન ફોર્મની રિસીપ્ટ એન્ડ ડિટેઈલ કોપી આપી.
પછી પરમ બોલ્યો, " સોરી તને પૂછ્યાં પહેલાં જ બધી પ્રોસેસ કરી દીધી...તને વાંધો તો નથી ને ?? એચ્યુઅલીમાં આ પોઝિશન માટે એક મહિનામાં જ વેકેન્સી પડવાની છે એમણે રિઝાઈન પણ આપી દીધું છે...અમે ઘણાં બધાંની પ્રોફાઈલ ચેક કરાવી તો એમાં બધાંએ સાથે મળીને તને આ પોઝિશન આપવાં માટે ડિઝીશન લીધું...અને તું બે મહિનામાં જ આ ઓનલાઈન કોર્સ પૂર્ણ કરી શકીશ એટલે સર્ટિફિકેટ પણ મળી જશે. ત્યાં સુધી જુનાં એમ્પ્લોયનું નામ ચાલું રાખીશું..."
સુહાની : " પણ મારો તો એક્સપિરીયન્સ પણ બહું નથી તો પણ...??"
પરમ : " આમાં જોબ માટે વધારે એક્સિપિરિયન્સની જરૂર નથી હોતી..બસ એનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ..."
સુહાની ફક્ત " ઓકે " બોલી.
પરમ : " તારી ઈચ્છા હોય તો જ...આવી તક બધાંને નથી મળતી છતાં પણ અંતિમ નિર્ણય તારો છે."
સુહાની : " ઓકે વિચારીને કહું..."
પરમ : " ઠીક છે...તમને કંઈ પણ કંપનીમાં કામ કે કોઈ પણ જાતની તફલીક હોય તો કહી શકો છો અમે એને સોલ્વ કરવાં ચોક્કસ પ્રયત્ન કરીશું..."
સુહાનીનાં મનમાં તો વિચારોનું ઘમસાણ યુદ્ધ ખેલાઈ રહ્યું છે કે આ શું બની રહ્યું છે...એ ફક્ત બોલી, " ના એવું કંઈ નથી.." કહીને ખુરશીમાંથી ઉભી થઈ.
પરમ ઉભી થયેલી સુહાનીને કહેવા લાગ્યો, " તું બહું બ્રેવ છે...આજ સુધી જેટલાં પણ આવ્યાં મારી કેબિનમાં બધાં મને સર સર કરીને વાતો કરી રહ્યાં હતાં જ્યારે તે આટલી વાતચીતમાં એક પણ વાર ' સર ' નથી કહ્યું. ને તારી એક પણ વાતચીતમાં એ ગભરાહટ ન જોવાં મળ્યો છે મોટાં ભાગનાં એમ્પોલોયમાં મેં જોયો. બાય ધ વે તે કદાચ મને જોયો જ નથી કે શું પહેલાં ?? "
સુહાની : " કેમ આવું પુછો છો ?? ચહેરો ક્યાંક જોયો હોય એવું લાગે છે પણ યાદ નથી આવતું..."
પરમ : " આપણે એક જ કોલેજમાં હતાં... હું તારો બે વર્ષ સિનિયર હતો..."
સુહાની : " ઓકે...પણ હું કોઈ છોકરાંઓને ખાસ ઓળખતી નહોતી એટલે બહું યાદ ન આવ્યું..."
પરમ : " નાઈસ ટુ મીટ યુ....આફટર લોન્ગ ટાઈમ... કંઈ પણ કામ હોય તો કહેજે..." કહીને પોતાનું કાર્ડ સુહાનીને આપીને એને જવાં માટે રજા આપી.ને સુહાની બહાર નીકળતાંની સાથે જ પરમે પાછળ ફરીને ડ્રોઅરમાંથી ફરી એક ફોટો કાઢ્યોને એક સ્મિત કરીને એ ફોટા પર હાથ ફેરવીને ફરી એકવાર ફોટાને અંદર સરકાવી દીધો...!!
સુહાની કેબિનની બહાર નીકળી ગઈ. એને તો કંઈ સમજાતું જ નથી. એ તો અહીં પરમ સાથે લડવા માટે ખાસ આજે એકલામાં મળવાનો પ્લાન કરીને આવી હતી પણ એવું કંઈ બન્યું જ નહીં...હવે કોઈ પણ પુરાવા વિના કેવી રીતે એને કંઈ પણ કહી શકે કે એણે જ સમર્થ સાથે એવું કંઈ કર્યું છે...!!
એણે વિચાર્યું જો અગ્રવાલ મેં વિચાર્યા મુજબ ખરાબ વ્યક્તિ ન હોય પણ સમર્થ સાથે આવું કંઈ પણ કરનાર કોઈ બીજું વ્યક્તિ હોય તો એને શોધવામાં કદાચ પરમ સાથે સારાં સંબંધો મને મદદરૂપ બની શકે !! એમ વિચારીને એણે મનોમન એક નિર્ણય કર્યો અને એ કવરને હાથમાં લઈને ફરીથી પોતાની જગ્યાએ પહોંચી ગઈ.
***************
સુહાનીએ નિર્ણય તો કરી જ લીધો છે છતાં હાલ એણે કોઈને પણ કંઈ જ વાત ન કરી...!! ધારા સાથે પણ નોર્મલ વાતચીત જ કરી. એને થયું હવે મારો નિર્ણય યોગ્ય છે કે નહીં એ પણ કોને પૂછવું એ સમજાતું નથી. ને વિચારતાં વિચારતાં ફરી પોતાનાં કામમાં લાગી ગઈ.
ધારાએ સુહાની પાસે આવીને કહ્યું, " સુહાની મારે તારી સાથે બહું મહત્વની વાત કરવી છે ઓફિસ અવર્સ પછી મળી શકીશ મને ?? "
સુહાની : " હા ચોક્કસ...તો ચાલ મારાં ઘરે...આપણે શાંતિથી બેસીને વાતો કરીશું..."
ધારા : " ના... તું મારાં ઘરે આવીશ ?? રાત્રે હું અને અર્પિત તને પાછી તારાં ઘરે મૂકી જઈશું...આજે ડીનર મારાં ઘરે...હવે ના ન કહેતી..."
સુહાની : " પણ તારાં ઘરે તો બધાં હશે ને ?? "
ધારા : " ના આજે બધાં જ બહાર ગયાં છે... હું અને અર્પિત જ છીએ. અને એ તો આઠ વાગ્યે ઘરે આવશે...પ્લીઝ ના ન કહીશ... એકવાર તો મારાં ઘરે આવ...તને મજા આવશે..."
સુહાની( હસીને ) : " તો તો હું તારાં ઘરે જ રોકાઈશ... તમારાં બંનેની વચ્ચે કબાબ મેં હડ્ડી બનવાં... બરાબરને ?? તું આટલો ફોર્સ કરે છે તો હું ના કેવી રીતે પાડી શકું.... કંઈ ગુડ ન્યૂઝ તો નથી ને કે તું મને સરપ્રાઈઝ આપવાની હોય ?? "
ધારા : " ના હવે એવું હશે તો પહેલા તને કહીશ... સારું બસ મારાં ઘરે સૂઈ જજે બસ...સ્કુલ ફ્રેન્ડ ને કોલેજ ફ્રેન્ડ બધાં દૂર થઈ ગયાં પછી તું એક મારી સારી ફ્રેન્ડ બની છે તો હું તને મારાં ઘરે પ્રેમથી જમવા લઈ જાઉં એટલો પણ હક ન આપી શકે ?? "
સુહાની : " ચાલ હવે, રૂલા દેગી ક્યાં ?? " કહીને બે ય જણાં હસવા લાગ્યા.
સાંજે પાંચ વાગતાં જ ધારાની એક્ટિવા પર સુહાની અને ધારા બેય જણા એનાં ઘરે જવાં નીકળી પડ્યાં. સુહાનીને પોતાની કોલેજ લાઈફને સમર્થ સાથે પૂણેની એક એક ગલીઓ ખૂંદી વળવાની અને સમર્થની ફરતે બે હાથ વીંટાળીને બેસીને એને લગોલગ બેસીને લોન્ગડ્રાઈવ કરવાની મીઠી યાદો યાદ આવી જતાં એને આંખો ભીંજાઈ ગઈ !!
ધારા સુહાનીને શું વાત કરશે ?? સુહાની પોતાની બધી જ સાચી વાત ધારાને કહી શકશે ?? સુહાની પોતાનાં પ્રમોશન અંગે શું નિર્ણય કરશે ?? એ સાચાં વ્યક્તિ સુધી પહોંચી શકશે ખરી ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૫
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....