kavysetu - 14 in Gujarati Poems by Setu books and stories PDF | કાવ્યસેતુ -14

The Author
Featured Books
Categories
Share

કાવ્યસેતુ -14


હું અને તું....

તું વરસાદી વાયરો મારો,
ને હું ઠંડી ઝરમર તારી!
તું સ્મિતનો અવસર મારો,
ને હું માણતી ઘડી તારી!
તું અજવાસ જીવનનો મારો,
ને હું રોશની પ્રકાશું તારી!
તું સાથ ભરેલો ક્યારો મારો,
ને હું લીલી તુલસી તારી!
તું મેઘધનુષ બને રોજ મારો,
ને હું એ રેલાવતી પીંછી તારી!
તું આકાશી તારલો મારો,
ને હું ચાંદની ચંદન તારી!
તું રાહ પર છાંયડો મારો,
ને હું મંજિલ બનું તારી!
તું રગેરગમાં ગીત મારો,
ને હું એની કડી બનું તારી!
તું શ્વાસની દોર મારી,
ને હું દિલની ધડકન તારી!


.................................................

ફરી પ્રેમ થયો....

ફરી એકવાર પ્રેમ થયો,
તારા પ્રેમ સંગ પ્રેમ થયો!
મનમાં ઉમટેલા તરંગો,
ને એના નોખી લહેરો,
આંખ પાછળની રોશની,
ને વાચા પાછળના મૌન સંગ!
તારી અદાઓની આભાઓ,
રોજ નિહાળતી આશાઓ,
તારા દિલની રગેરગ ભાષાઓ,
એના અરમાનોની વાચાઓ,
પ્રેમ સંગ જીવંત સપનાઓ,
એ સ્વપ્નમાં જોવાયેલા નજારાઓ,
હસી તારી ને એ અદાઓ,
જોતા મનમાં લાખો ઉમળકાઓ,
જોતા જ ફરી પ્રેમ થયો,
વારંવાર થયો...તુજ સંગ,
હા મને ફરી પ્રેમ થયો!

.....................................


પાપા ની પરી...

એ એક વ્યક્તિ જે કંઈ પણ કીધા વગર મને સમજી લે...
એ એક વ્યક્તિ મારી દરેક નાની વાતો માં મને માર્ગ દોરે....
એ એક વ્યક્તિ જવાબદારી ના બોજમાં દબાઈને પણ મને ઉચકે...
એ એક વ્યક્તિ જેનાથી મને ડર લાગે ખોટા કામ કરતાં પહેલાં....
એ એક વ્યક્તિ જે બધું સહન કરી લે મારી ઈચ્છાઓ પૂરી કરવા ને....
એ એક વ્યક્તિ જે મમ્મી જોડે જગાડતા મારો જ પક્ષ લઈને એને વઢે...
એ એક વ્યક્તિ જે મને લાડ લડાવે એ પણ એમના શોખ નેવે મૂકીને....
એ એક વ્યક્તિ જે મને મારા આસું જોઈને દુઃખી થઈ જાય....
એ એક વ્યક્તિ જે મને ઢીંગલી અપાવી દે રમવાને જેમ હું એની ઢીંગલી જ ના હોવ...
એ એક વ્યક્તિ જે મને રમતા જોઈને નાનું બાળક થઈ જાય મારી સાથે....
એ એક વ્યક્તિ જે મારી જોડે રહેવા માટે વીક એન્ડ ની રાહ જોવે....
એ એક વ્યક્તિ જે છાના માના કરકસર કરીને મારા માટે મુડી ભેગી કરે મારા કરિયાવર સાટુ....
એ એક વ્યક્તિ જે ચિંતિત રહે એ પણ હસતા વદને મારા ભવિષ્ય માટે...
એ એક વ્યક્તિ જે રડી લે કોઈ ખૂણામાં મારી વિદાઈ ની વેળાએ અને મને રડતા જોઈ આશ્વાસન આપે....
એ એક વ્યક્તિ જે એકલા પડી જાય સુના ઘરમાં મારી કિકિયારી બંધ થતાં....
એ એક વ્યક્તિ જે મહેમાન બની જાય મારા ઘરમાં જેના ઘરમાં એક દિવસ મારો રોફ હતો....
એ એક વ્યક્તિ જેના ઘરમાં હું પરાઈ બની જાવ જ્યાં મે એની સંગ પા પા પગલી માંડેલી.....
એ એક વ્યકિત જેની હું પરી હતી અને આજે પણ છું....

........,...............................

અફસોસ....

બહુ દુઃખ થયું દિલને,
સમય વિતી ગયો એ,
સ્મરણ ની ઘડી હવે,
અફસોસ ની ઘડી હવે,
પસ્તાવો અપાર હવે,
બોલાયેલા શબ્દો એ,
બાણ બનીને ખૂંપી ગયા,
ક્રોધ ની એ જ્વાળા,
અગન જાળ પાથરી ગઈ,
મનમાં રહેલી ઉલ્જન,
જગડા રૂપી છલકાઈ ગઈ,
ના જાણે દુભાયેલા દિલ,
મને માફ કરશે કે નહિ,
બસ જીવી લઈશ નીરસ,
અફસોસ ના બોજ લઈને!

....................................

વાતો ડાયરી સાથે.....

નાનકડી દરેક વાતો,
રોમાંચ રાખે જીવન માં,
બધાંય અજાણ એના થી,
હું જાણું એકલી,
ને જાણે મારી ડાયરી,
અમારા બંનેનું રહસ્ય,
રસમય રાખી મનમાં,
જીવી લઈએ એકલા એકલા,
કદી એ મને પ્યાર આપે,
તો કદી હૂંફ માં સરીખી,
સખી બની સાંભળે મને,
તો ખુશીમાં હસે મારી જોડે,
તો દુઃખમાં ખૂણા માં રડી પણ લે,
તોય સાથ ના છોડ!
દિવસની દરેક વાત જે,
કોઈ ન સાંભળે એ સાંભળે એના પાનાંઓ,
ને થાક ઉતરી એ બંધ પાનાંમા!