નમસ્કાર મિત્રો.. આજના આ ભવ્યમિલાપ ના અંતિમ ભાગ માં આપને સ્નેહપૂર્ણ આભાર માનતા વાર્તા આગળ વધારું છું.
તમે ગતાંકમાં જોયુકે...
ભવ્યા ને યુવરાજે આપેલ માનસિક યાતનાઓને કારણે એણે ગૂંગણામણ થતી પણ એને માબાપની ઈજ્જત ખાતર બધું ચુપચાપ સહન કર્યું પણ જ્યારે ભવ્યાને પરેશાન કરવામાં યુવરાજે હદ વટાવી ત્યારે ભવ્યાએ મૌન યુદ્ધ છેડયું અને અંતે યુવરાજની પોલ બધા સામે આવી ગયી અને છેવટે ભવ્યા ને એના જેલરૂપી સંબંધમાંથી છુટકારો મળ્યો.
એના પિતા એ દીકરીની વેદના સમજીને છેવટે એનું સગપણ ફોક કર્યું..
હવે જોઈએ આગળ...
તો ભવ્યા ને એક પાંજરામાં થી જાણે મુક્તિ મળી હોય એમ ગૂંગણામન અનુભવતી ભવ્યા આજે રાહત અનુભવી રહી હતી.
જાણે વર્ષોથી કોઈએ કેદ કરીને હવે પાંખો મળી હોય એને મનોમન ભગવાનનો આભાર માન્યો અને માનતા પુરી કરી..
હવે ભવ્યા નું અંધકારમાં ગર્તા કરવા જઈ રહેલું ભવિષ્ય ઉજળું થયી ગયું હતું..પણ હા આ ઘટના એ એના દિલમાં કારમો ઘા જરૂર કરી દીધો હતો...
હવે એ બધા જોડે ઓછું બોલતી હતી પંખી ની જેમ આમતેમ ઊડતી ભવ્યાએ એક સાવ નિસ્તેજ જીવ માં રૂપાંતરિત થયી ગયી હતી ના તો હવે કોઈ સાથે વાતો કરતી ના એ કોઈ જોડે હળતી મળતી ફ્રેન્ડ્સ જોડે પણ નહીં. .. ફક્ત ભગવાનને ભજતી.. એમના ચહેરાને કલાકો સુધી જોયા કરતી એમ એને આનંદ આવતો..
આમને આમ 3 મહિના વીતી ગયા.. અને એક દિવસે એનો મોબાઈલ રણક્યો..
મિલાપ નો મેસેજ હતો.
લાગણીસભર મેસેજ..
ભવ્યાને. મેસેજ ના નામ" મિલાપ" ને જોતા જ એની કરેલી અડોડાયી.. અને મુશ્કેલ સમયમાં એને હમેશ ની જેમ છોડીને જવાની એની આદતને કારણે અતિ ગુસ્સો આવ્યો..અને એને કોઈ રીપ્લાય ન આપ્યો
બીજા દિવસે પણ મિલાપ નો મેસેજ..ક્યારેક ગુડમોર્નીગ ક્યારેક જોક્સ ક્યારેક પ્રેમભરી કવિતા શાયરી પણ હવે ભવ્યા ને ગળા સુધી આવી ગયું હતું..
એવામાં જ મિલાપે પૂછ્યું ક્યારે છે તારા મેરેજ..? શુ કર્યું તૈયારીઓ કરી દીધી..?
ભવ્યા એ મિલાપ ને આડે હાથ લીધો..
હા કરી નાખી લગ્ન પણ થયી ગયા તને ખબર નથી..?
તેતો કહ્યું હતું..માબાપ કે એમ કરજે.. પછી શું કામ પૂછે કહે.?
અને મિલાપ એ કહ્યું ઓહ તો સ્ટેટ્સ માં મુકયા નહી તે પિક કોઈ આવું ન કરાય ને મને તો મોકલવા હતા..
અને ભવ્યા એ કીધું હનીમૂન પણ થયી ગયું કહો તો એના ફોટા મોકલું..?
અને મિલાપે મજાકમાં કીધું નાના એટલું બધું નય જોઈતું..તમારા બન્ને ના મેરેજ ના મોકલ ખાલી..
ભવ્યા : કેમ જોઈએ છે તારે ફોટા.?
મિલાપ : અરે... મિત્ર નહીં તારો?
બસ ખાલી એમજ જોઈએ.. તું કેવી લાગતી હોઈશ
એ જોવા.
ભવ્યા : ઓહ.. બસ એટલા માટે..? હું ખુશ જ હતી.
એટલીસ્ટ તારા જેમ ફેક સંબંધ માં તો નહીં ને અને અત્યારે હું એટલી જ ખુશ છું.. કે મારે હવે તારી જરુર નથી..
જોઈ લીધું મેં કોણ કેટલું આપણું હોયછે મુસીબત માં કોઈ સાથ નથી આપતું. તારા કરતા તો દુષમનો સારા કે એક વૉર્નિંગ તો આપે પણ તુતો..? છી મિલાપ તું સાવ આવો નિકળીશ એતે મને કલ્પના પણ નહોતી..
હું કેટલું રડી કેટલી અજીજી કરેલી એટલે સુધી કે તને મેં લિવ ઇન નું પણ કહ્યું પણ ટતે તારી ઔકાત બતાવી દીધી
પારકા એ પારકા જ કહેવાય..એને ગમે એટલા ગળે લગાડો એક દિવસ આપડા જ ગળાનો ફાંસીઓ બની આપડને ગૂંગળાવીને મારી નાખે છે..
મને ખરેખર મારા પ્રેમ પર અફસોસ થાય છે કે મેં તારા જેવા નામર્દ ને પ્રેમ કર્યો મારા મહામુલા 5 વર્ષો ખોયા..
તારા માં મણસાયી જેવું છે જ નહીં હું તકલીફ માં હોઉં એટલે ભાગી જવાનું ને બધું સમુસૂતરું થાય એટલે આવી જવાન...એજ તારી ફિતરત છે..
તું હમેશા થી સ્વાર્થી જ રહ્યો છે મતલબી..જા તને માફ કર્યો..આજ પછી મારી લાઈફ માં આવતો નહીં હું એ દિવસો ક્યારેય નહીં ભૂલું શકું જે તે મારી સાથે કર્યું બીજા તો કરે પણ તું તતને તો મેં 5 વર્ષે એકધારો પ્રેમ કરેલો ને પણ તે તારી જાત બતાવી..બસ હવે થી આ ભવ્યા ના દિલના દરવાજા તારા જેવા મતલબી માટે હમેશ માટે બંધ છે.. પ્લીઝ મને બક્ષી દે..દૂર રહેજે..
by forever..😢
મિલાપે પણ by કહી દીધું..
અને ભવ્યા રડી પડે છે..જાણે અત્યાર સુધી રોકેલા આંખના આસું ને આજે પરમિશન મળી હોય એમ નિરાંતે વહ્યા.. અને એની સાથે મિલાપ ની બધી જ યાદો.. ભૂલ.. અને એનું સપનું પણ..
બસ હવે ભવ્યા એ આજીવન કુંવારા રહીને પોતાના માટે જીવવાનું ચાલુ કર્યું..
અને એક સોન્ગ વગાડ્યું..
લવ..યું જિંદગી..☺️
બસ મિત્રો આ હતો ભવ્યમિલાપ નો અધુરો મિલાપ પણ ભવ્યા નો નિર્ણય એની રીતે વ્યાજબી જ હતો.. બસ હવે આજે આ ધારાવાહિકની પુર્ણાહુતી કરું છું..
અને હા તમને આ અંત ન ગમતો હોય મને ખબર છે વાચકમિત્રો હેપી એન્ડીગ થી ટેવાયેલા હોયછે પણ દરેક સ્ટોરીનો અંત ભલો નથી હોતો એટલે મેં તમને એક ચાન્સ આપ્યો છે તમે તમારી રીતે હવે એક અંત લાખો અને મને કમેન્ટ માં શેર કરો..
.આવજો..મિત્રો
ગુડનાઈટ