લવ બ્લડ
પ્રકરણ-37
દેબુ આશ્ચર્ય સાથે બધી વાત જાણી રહેલો જે મેનેજર એની સાથે શેર કરી રહેલો એને રસ પડી રહેલો. એણે કહ્યું હાં બધી વાત સાચી મને ખબર છે પેપરમાં હમણાંથી ચા નાં બગીચાઓની હડતાલ વિગેરે બહુ પડે છે પાપા પણ એનાથી પરેશાન હતાં. પણ પ્રેસીડન્ટ કોઇ ભટ્ટાચાર્ય છે ને ?
મેનેજરે કહ્યું "અરે ક્યાં દેબુ બાબુ ભટ્ટાચાર્યજીનું નામ લીધું અરે એમને તો હરાવીને ક્યારનાં રીતીકાદાસ પ્રેસીડન્ટ બની ગયાં. રીતિકાદાસ સામે કોઇનું કંઇ ના ચાલે હમણાં સુધી એ ખાસ રસ નહોતાં લેતાં પણ જ્યારથી એ યુરોપથી પાછા ફર્યા પછી ખૂબજ સક્રીય થઇ ગયાં છે.
વારે વારે પડતી હડતાલથી એમને તકલીફ પડી રહી હતી એટલે એમણે બધુ કામ હાથ પર લીધું છે છેલ્લાં 6 માસમાં ઘણુ બધું બદલાઇ ગયું ઘણાં કાયદા પણ બદલાઇ ગયાં વેસ્ટ બેંગાલ સરકારે માથુ મારવું પડેલું અને વિરોધ પર થયો આ સૌરભ મુખર્જીએ બહુ બહુ બગાડવા માંડેલું. વર્ષો જૂના વફાદાર અને પ્રામાણીક માણસોને ચઢવણી કરીને વિરૂધ્ધ કરી દીધેલાં.બાબુ મને લાગે છે એને હાથ પર લઇને રોતીકાદાસ બધુ સરખું કરી નાંખશે એ નક્કી.
દેબુએ વિચાર્યુ અને આંટીમાં લીધો તો બધું ફટાફટ બકવા માંડ્યો. એણે રીપ્તા સામે જોયુ અને કહ્યું આ રીતીકાદાસ નામતો સાંભળ્યુ છે ક્યાંક બીજો પણ રીપ્તાએ કહ્યું "દેબુ ચિંતા ના કર એમની મારે પાસે બધી જ માહિતી છે તારે અહીં જે બીજી વિગત લેવાની હોય તે લઇ લે પછી આપણે આપણી રીતે એક્શન લઇએ.
મેનેજરે રીપ્તા સામે ફરી જોયું ને બોલ્યુ "આ છોકરી બહુ સ્માર્ટ છે સીધુ જ રીપ્તાને પૂછતાં બોલ્યો "તમે કોણ તમારું નામ શું ? મેં તમને ક્યાંક નજીકથી જોયાં છે પણ યાદ નથી આવતુ શું કામ કરો છો ? દેબુબાબુ આ તમારાં કોણ છે ?
રીપ્તા થોડી સાવધ થઇ ગઇ એણે કહ્યું અરે હું તો કોલેજમાં ભણુ છું... આમ રીતીકાદાસ હોઊં એમ કેમ જુઓ છો ? દેબુ ચલ અહીંથી નીકળીએ. મેનેજર એને ધ્યાનથી ધૂરી રહેલો.
દેબુએ કહ્યું આ રીતીકાદાસ અને બીજા બધાં જે મીટીંગમાં જે જે ગયાં છે એમનાં કોન્ટેક્ટ નંબર આપો બીજા ચાનાં બગીચાનાં માલિકો પણ ગયાં હશે ને ?
પેલાં મેનેજર પાછો વિચારમાં પડ્યો એણે કહ્યું દેબુબાબુ તમે તો જાસુસની જેમ પ્રશ્નો કરો છો પણ મારી પાસે જેટલી માહિતી છે હું જરૂર આપીશ તમે અમારાં સરનાં દીકરા છો પણ તમે હજી નાનાં છો આ બધામાં પડતાં નહીં સુરજીત સર મોડામાં મોડાં બે દિવસમાં આવીજ જવા જોઇએ. કંઇ ચિંતા કરવા જેવું નથી.
દેબુ પહેલીવાર ઓફીસની છેક અંદર આવેલો એણે પેલાએ આપ્યાં એટલાં કોન્ટેક્ટ નંબર લીધાં અને પછી ઓફીસમાં એ અને રીપ્તા બધે જોવા લાગ્યાં. એણે મેનેજરને કહ્યું "વિશ્વજીત સરે ઓફીસ તો ખૂબ સરસ બનાવી છે અને પછી મોટી દિવાલ પર અનેક તસ્વીર લાગેલી હતી એ કૂતૂહલથી બંન્ને ત્યાં ગયાં. તસ્વીર જોઇને મેનેજરને પાસે બોલાવીને કહ્યું આમાં ઘણાં બધાં છે અમને ઓળખ કરાવોને ક્યો ફોટો કોનો છે ?
પાપા, વિશ્વજીત સર સિવાય કોઇને ઓળખતો નથી અને આ મોટી જટા અને દાઢીવાળા બાબા કોણ છે ? પછી આ બાબા એજ છે પણ બીલકુલ વાળ નથી ગળામાં રુદ્રાક્ષની માળા છે આ બધાં કોણ છે અને આમાં રીતીકાદાસ કોણ છે.
મેનેજરે નજીક આવીને દેબુને કહ્યું "વાળદાઢી જટા વાળા બાબા જે વાળ નથી એ બંન્ને એક જ છે ડમરુનાથ પછી આ ખૂબ સુંદર રાણી જેવાં દેખાય છે એ રીતીકાદાસ છે આ શુટમાં ભટ્રાચાર્યજી... પછી આ સફેદ કુર્તા પાયજામાં છે એ સૌરભ મુખર્જી અને બીજા ચાનાં બગીચા ઓનર્સ છે રીપ્તા અને દેબુ ધ્યાનથી બધાંનાં ફોટાં જોઇ રહ્યાં હતાં રીપ્તાનાં દીમાગમાં વિચાર આવ્યો અને એણે ફોન કાઢીને બધી તસ્વીરનાં ફોટાં મોબાઇલમાં કેદ કરવા માંડી મેનેજરે કહ્યું "તમે કેમ ફોટા લો છો ? તમારે શું કામ ? આતો દેબબાબુ સાથે છે એટલે બોલતો નથી પણ અહીં કંઇ એલાઉ નથી અહીં સીસીટીવી કેમેરા છે એમાં બધુ જ કેદ થઇ રહ્યુ છે મારે જવાબ આપવો પડશે.
રીપ્તા કંઇક બોલવા ગઇ એ પહેલાં દેબુએ કહ્યું "અરે મેનેજર સાહેબ આતો એક જીજ્ઞાસા છે બધાને ઓળખવાની બાકી અમારે શું કામ હોય ? તમને સર પૂછે તો મારુ નામ લેજો મેં જ કહ્યુ હતું તસ્વીર લેવાનું.
મેનેજર દેબુ અને રીપ્તાને માપી રહ્યો અને એનાં મનનાં ખૂણે બબડી રહ્યો. દેબુબાબુ તમે તમારાં પાપાની જ... મારે શું તમે જાણો અને સર જાણે પછી એણે પૂછ્યુ સાંજ થઇ ગઇ છે સ્ટાફ પણ જતો રહ્યો છે હું નીકળવાનો જ હતો ને તમે આવ્યાં. ઓફીસ બંધ કરવાની છે બોલો બીજી કંઇ કામ છે ?
દેબુએ કહ્યું "નો થેક્સ. કંઇ જરૂર પડશે તો ફોન ચોક્કસ કરીશ. સહકાર આપજો. અને પાપાનાં તમારે પાસે કોઇ સમાચાર આવે ચોક્કસ જણાવજો. અમે એણે મેનેજરને થેંક્સ કહ્યું અને દેબુ અને રીપ્તા ઓફીસની બહાર નીકળ્યાં મેનેજર બંન્ને જણાંને ત્રાંસી નજરે જતાં જોઇ રહ્યો અને કેબીનમાં જઇને ક્યાંક ફોન જોડવા પ્રયત્ન કર્યો પણ એ નિરાશ થયો જ્યાં કરતો હતો ત્યાં ફોન સ્વીચ ઓફ આવ્યો. મારે શું ? અને મોબાઇલ ડ્રોઅરમાં નાંખી ડ્રોઅર લોક કરીને એ બહાર નીકળ્યો.
રીપ્તા બાઇકની પાછળ બેઠી અને પછી બોલી દેબુ તું ક્યાંક શાંતિવાળી રેસ્ટોરન્ટ પર લે જ્યાં ભીડભાડ ના હોય મારે તારી સાથે વાત કરવી છે.
દેબુએ કહ્યું "મારો પણ હું આગળ જ અહીં આવાં વેરાન રસ્તાવાળી નાની તો નાની એવી કોઇ હોટલ કે ગલ્લે જ ઉભી રાખું છું મારાં મનમાં ઘણાં પ્રશ્નો છે.
દેબુએ આગળ જંગલ અને સીટીવાળા ચાર રસ્તા પર બાઇક એક સાઇડ ઉભી રાખી. અંધારુ ધીમે ધીમે ઘેરુ થઇ રહ્યુ હતું. બધે ચહલપલ ઓછી થઇ ગઇ હતી એક નાની હોટલ જેવું હતું ત્યાં દેબુએ બાઇક લીધી. બન્ને જણાંએ ચારે તરફ જોયું. હોટલની પાછળ મોટાં પાણીનાં વ્હેળા જેવું હતું પહાડની ધાર પર હોટલ હતી પાછા વળેલો અને પછી ખૂબ ઊંડુ હતું. દેબુએ પેલાની સામે જોઇને કહ્યું કંઇ ગરમ પીવા મળશે ? પેલાએ કહ્યું "થોડુક જ દૂધ બચ્યુ છે બાબુ ચા બનાવી આપુ અને નાસ્તામાં કંઇ નથી.... દેબુએ કહ્યું બિસ્કીટ તો હશેને ? પેલાએ કહ્યું બીસ્કીટ તો ઘણા છે ગરમ કાંઇ નથી.
દેબુએ કહ્યું "બે મસ્ત આખી કડક મીઠી ચા બનાવ અને ત્યાં બેઠાં છીએ અને એણે મૂડા લઇને થોડાં સાઇડમાં મૂડા લીધાં ત્યાં બંન્ને જણાં બેઠાં ત્યાં પાછળ આખી ઝાડી હતી અને આવી ઝાડીમાં કપલ બેસવા માટે આવતાં-રીપ્તાએ કહ્યુ તેં ક્યાં ઉભી રાખી આતો કપલ ઝોન લાગે છે જો પાછળ નજર કરીને દરેક ઝાડીની પાછળ કોઇને કોઇ બેઠું છે કેવાં વિચિત્ર અવાજો આવે છે ધીમા ધીમાં.
દેબુ હસી પડ્યો "એણે કહ્યું "અરે યાર આપણને શું ફરક પડે છે ? સાંજ પડે એ લોકો પણ ક્યાં જાય ? લેટ ધેમ એન્જોય.... તું શું કહેતી હતી રીતીકાદાસનું શું જાણે છે ?
રીપ્તાએ કહ્યું એક મીનીટ એમ કહીને એની બેગમાં પાણીની બોટલ કાઢી. ઢાંકણ ખોલી 3-4 ઘૂંટ પાણી પીને દેબુને આપી.. દેબુએ કહ્યું "આ પુણ્યનું કામ કર્યુ ડાર્લીંગ રીપ્તાએ કહ્યું "એય ડાર્લીંગ બોલતાં પહેલાં નુપુરને પૂછી લેજે બોલે કે નહીં ? એમ કહીને હસી પડી.
દેબુ કંઇ બોલ્યો નહીં પાણી પીતાં પીતાં એને પણ હસુ આવી ગયુ અને અંત્રાસ આવી પાણી બધુજ રીપ્તાનાં ચહેરાં પર ઉડાડ્યુ અને રીપ્તા વધારે ખીલી ઉઠી એણે કહ્યું "એય સરખુ પીને વાંદરા.. મારો આખો ચહેરો ભીનો કરી દીધો એણે એનાં રૂમાલથી લૂછવા માંડ્યો... પણ એને ગમી રહ્યું હતું.
રીપ્તા થોડીવાર દેબુની સામે જોઇ રહી હતી અને પાછળ ઝાડીમાંથી બુચકારાનાં અવાજ લાંબા લાંબાં આવી રહ્યાં હતાં. દેબુ અને રીપ્તા બંન્ને જણાં એ સાંભળી જોરથી હસી પડ્યાં અને ત્યાં પાછળથી બોલ્યું "એય હસ્યા વિના તમે ય કામે લાગો આવી જાવ પાછળ અહીં જગ્યા છે... દેબુ કંઇ બોલવા ગયો ને રીપ્તાએ એનાં હોઠ પર હાથ મૂક્યો... અને ચા વાળો ચા આપવા આવ્યો.
વધુ આવતા અંકે ---પ્રકરણ-38