પ્રિયા અમેરીકા થી પાછી આવી અને ભાભી લેવાં આવી હતી સાથે ભત્રીજી પણ આવ્યો હતો. તે ગાડીમાં સીધી ઘેર પહોંચી. બીજાં દિવસે નોકરી જવાનું હતું નહીં ત્રણ દિવસન રજા હોવાથી સવારે મોડી ઉઠી હતી તે હજુ પરવારી પણ નહોતી અને તેનાં ફોન ઊપર ફોન આવ્યો કે સુદરલાલ ધેર મલશે?
પ્રિયાએ હા કહી અને થોડી વારમાં એક ગાડી આવીને તેમના બારણે ઊભી રહી. હજુ તો પ્રિયાએ ફોન મા તેમનાં વિષે કોઈ પૂછી રહ્યું હતું તેવાત તેનાં પપ્પાને કરી પણ નહોતી. અને મહેમાન તો આવી ચડ્યા.
પ્રિયાની મમ્મી બહાર જવાં તૈયારી કરતાં હતાં અને ડોરબેલ વાગી. તેની મમ્મી એ દરવાજો ખોલ્યો અને એક ટાઇ પેક શૂટેડ આદમી અંદર દાખલ થયાં અને કહે સુંદરલાલને મલવુ હતું. એટલે તેની મમ્મી લક્ષ્મી બહેન કહે બેસો તે પૂંજા કરી રહ્યા હશે હવે આવશે. તેટલામા પાછળ પ્રિયાની ઓફીસ વાળાં મેમ આવ્યાં. પ્રિયાની ભાભી રિતુ તેમને ઓળખતી હતી એટલે તેણે આવો આવો કહ્યું અને સાસૂને તેમની ઓળખાણ આપી. એટલામાં પ્રિયાના પપ્પા સુંદરલાલ અંદરથી આવ્યાં. અને સોફા પર બેસેલા ધનંજય શેઠને જોઈ કહે અલ્યા ધનંજય તો નહીં ને?
એમ કહ્યું એટલે ધનંજય શેઠ પણ અલ્યા સુદર તારું ઘર છે? મને તો ખબરજ નહીં. એટલીવારમા રવિ પણ અંદર આવી ગયો. એટલે પછી સુંદરલાલે તેમની પત્ની લક્ષ્મીને ઓળખાણ આપતાં કહ્યું કે આ ધનંજય અમારી કલાસનો સૌથી ધમાલિયો છોકરો હતો. સાહેબ કહેતાં તું કોઇ દિવસ આગળ નહીં આવે. જો આગળ ની બેન્ચવાળા કેટલાં હોંશિયાર છે? અને તું ' ઢ' જ રહેવાનો.
અને વાત પણ સાચી અગિયાર ભણીને બધાં છૂટાં પડ્યાં. સુદરલાલ પિતાજી ની દુકાને બેઠા અને ધનંજય એક હોટલમાં નોકરી રહ્યો. અને તે પણ ઓર્ડર લખવા. સમય જતાં મેનેજર બન્યો. અને નસીબે સાથ આપતાં ભાગીદાર અને આજે હોટલ "ઇગલ ઇન્ટરનેશલના " નામે ધણાં શહેરોમા ફાઇવ સ્ટાર હોટલો ચલાવે છે. તેનાં સાહેબ સાચુ કહેતાં કે આગલી પાટલી વાળાં હોંશિયાર હોય અને સારા માર્ક્સ થી પાસ થાય અને તેમને નોકરી પણ જલદી મલી જાય. જ્યારે છેલ્લી પાટલીવાળા ધમાલિયા નપાસ થવાનાં અને છેવટે કપલાં ધોવાનો વારો આવશે.
બેય મિત્રો ધણાં સમયે મલ્યા હતાં થોડી આડીઅવળી વાતો થયી અને છેલલે મોટા મેમ જે લલીતા દેવી ના નામથી પ્રખ્યાત હતાં તેમણે કહ્યું કે અમે તમાર દિકરી પ્રિયાનો હાથ માંગવા આવ્યાં છીએ. એમ કહી લક્ષ્મી સામે જોયું. અને કહ્યુ કે તે અત્યારે અમારે ત્યાં જ નોકરી કરે છે ને આ રવિ અમારો દિકરો છે.
બહારના રૂમમાં બહું અવાજ આવતો હતો એટલે પ્રિયા તેના રૂમમાંથી બહાર આવી અને રવિ અને મોટાં મેમને જોઈ સીધી પાછી વળી ગયી અને રસોડામાં ભાભી પાસે પહોંચી. ભાભી આ બધાં કેમ આવ્યાં છે.? એટલે ભાભી કહે અડધો કલાક પછી ખબર પડશે. એમ કહી તે ચ્હા નાસ્તો લઇ બહાર આવી અને પ્રિયા તેનાં રૂમમાં તૈયાર થવાં ગયી.
થોડીવારે પ્રિયા તૈયાર થઇને આવી અને પોતાની મમ્મી સાથે બેસી એટલે તેનાં પિતાએ કહ્યું કે બેટા! આ તો મારાં સ્કૂલના દોસ્ત છે. અને તું જાયછે તે એમની કંપની છે. અને તારો હાથ માંગવા આવ્યા છે. શું કહું? અને પ્રિયા શરમાઈ ને અંદર જતી રહી. પાછળ પાછળ તેની મમ્મી પણ આવ્યાં અને લલિતા દેવી પણ. બધાં પ્રિયાના બેડરૂમમાં બેઠાં. પછી રવિને પણ અંદર બોલાવ્યો. અને બંન્ને ની રૂબરૂ હા કહેવરાવી. તેની ભાભીનો જે શક હતો તે આખરે સાચો પડ્યો. તેમણે પ્રિયાને બધી જાતની ટ્રેનિંગ આપ્યાં પછી જ તેની સફળતા જોયાં પછીજ તેનાં હાથની માંગણી કરી હતી. તેજ દિવસે સંબંધ પાકો થયો.
પંદર દિવસ પછી કંપની ની પહેલી ઓપનીંગ તારીખ આવતી હતી તે દિવસે સગાઇનો પોગ્રામ રખાયો. પ્રિયા હવે મેઇન કેબિનમાં મોટાં મેમનો સાથે બેસતી. અને ઇન્વીટેશન કાર્ડનું લીસ્ટ ઓફીસના ક્લાયન્ટના લીસ્ટ ઊપરથી બનાવી દીધું અને રવિને ચેક કરવાં મોકલી દીધું. અને એક ભવ્યાતિભવ્ય સગાઇના પોગ્રામ નું આયોજન થયુ. પહેલાં એક કેક કાપવામાં આવી. ત્યારબાદ એંગેજમેન્ટ રિંગ પહેરાવાયી અને ત્યાર બાદ બૂફે નો પોગ્રામ હતો. રવિ એ પોતાને આ મન પસંદ ઇન્ટેલીજન્ટ છોકરી પસંદ કરી હતી તો પ્રિયાના પણ ભાગ્ય તેની આવડતના જોરે ખૂલી ગયાં હતાં...
(ક્રમશઃ)......