થોડાક મહિના પછી જૈમિક એક દિવસ રજા લઈને અચાનક સુરત પહોંચી જાય છે નેત્રિને સરપ્રાઇઝ આપવા. ત્યાં પહોંચીને નેત્રિને ફોન કરે છે અને કહે છે ક્યાં છો મૅડમ...........?
નેત્રિ : બસ આ ટ્યુશનથી છૂટીને હવે કૉલેજ જઉં છું.
જૈમિક : તો કૉલેજ જાઉં જરૂરી છે એમ..........?
નેત્રિ : હા જાઉં તો પડેજ ને પણ તમે કેમ આમ કહી રહ્યાં છો........?
જૈમિક : અરે કઈ નહીં........! બસ એમજ મન કર્યું તો પૂછ્યું. તો ચાલતી
જાય છે કૉલેજ......?
નેત્રિ : ના ઘણી બધી ફ્રેન્ડ છે સાથે તો બધાં રીક્ષામાં જઈ રહ્યાં છીએ પણ
તમે કેમ આટલી બધી પૂછપરછ કરી રહ્યાં છો સાહેબ......?
જૈમિક : કઈ નહીં એમ જ પૂછયું. કઈ પૂછવું એ પણ ગુનો છે કાંઈ....?
અને ક્યાં સુધી પહોંચી.....? કૉલેજ પહોંચી કે નહીં.....?
નેત્રિ : હા પૂછી શકાયને કેમ ના પૂછી શકાય અને હું બસ કૉલેજના
રસ્તામાં જ છું.
જૈમિક ફોન ચાલુ રાખીને જ એની રીક્ષાની બાજુમાં જ બાઇક લઇને જાય છે અને એની સામે જોઈ રહે છે. નેત્રિનો ફોન ચાલુ હતો માટે એનું ધ્યાન તો બીજે ક્યાંય હોય નહીંને તો એ સામે જોવે છે છતાંપણ એને ઓળખી શકતી નથી કારણ.........?
કારણ કે જૈમિક મોઢાં પર રૂમાલ બાંધીને આવ્યો હતો હા....... હા...... હા........!
જૈમિક : શું વાત છે આજે તો કાંઇક વધુ સુંદર લાગે છે ને તું......!
નેત્રિ : શું તમે પણ ત્યાં બેઠા બેઠા બસ આજ કરો.
જૈમિક : હા બીજું શું કરી શકાય અને હા બ્લેક ટોપમાં તો તું ખુબજ
સુંદર લાગે છે હા.......!
નેત્રિ : હે..........? તમને કઈ રીતે ખબર હું બ્લેક ટોપ પહેરીને નીકળી
છું.....?
જૈમિક : મારી અંતરની આંખથી જોઉં છું........!
નેત્રિ : તમે જૂઠું ના બોલો કોઈએ તમને કહ્યું હશે અહીંયાથી કે મેં શું પહેર્યું
છે આજે.
જૈમિક ફોન બાજુ પર કરીને રિક્ષામાં બેઠેલી નેત્રિને કહે છે ઓય સુંદરી..........! નેત્રિ જવાબ આપતાં કહે જ્યાં જતાં હોવ ત્યાં જાઓ સીધે સીધા નહિતો મજા નહીં આવે.
જૈમિક : ફોન કાન પર રાખીને કહે ખરેખર જતો રહું........?
નેત્રિ આટલું સાંભળીને જૈમિક તમે અહીંયા........? રીક્ષાવાળા ભાઈને કહે ભાઈ રીક્ષા રોકો અહીંયા જ. રિક્ષામાંથી ઉતરીને સીધી જૈમિકના ગળે લાગી જાય છે એની ખુશીનો પાર નથી રહેતો અને કહે જૈમિક તમે ખરેખર ગાંડા જ છો હા આટલી મોટી સરપ્રાઇઝ.........!
જૈમિક કહે મને ખબર છે કે સરપ્રાઇઝ તને ખુબ ગમે છે માટે જાણ કર્યાં વિના જ આવી ગયો અને જાણ ના કરવાં પાછળનું એક કારણ આ ચહેરા પર દેખાતી ખુશીનું પણ હતું જો જાણ કરી દેતો તો આ ખુશી ક્યાથી જોવા મળતી મને.......?
નેત્રિ કહે જૈમિક તમારી આ સરપ્રાઇઝ મારા જીવનમાં હમેશાં યાદ રહેશે મને તો જૈમિક કહે હજુ આ સરપ્રાઇઝ કાંઇ છે જ નઈ સરપ્રાઇઝ એ છે કે આપણે લોંગ ડ્રાઇવ પર જઈ રહ્યાં છીએ અત્યારે જ. નેત્રિ કહે યાર તમે બધી સરપ્રાઇઝ આજે જ આપી દેશો કે શું.......? જૈમિક ના ના આતો શરૂઆત છે હજુ તો આખું જીવન પડ્યું છે એમાં તારે ઘણી બધી સરપ્રાઇઝ જોવાની છે.
બંને લોંગ ડ્રાઇવ પર નીકળી જાય છે. નેત્રિ કહે જૈમિક મારું સપનું હતું કે તમારી સાથે બાઇક પર લોંગ ડ્રાઇવ કરું અને આજે મને વિશ્વાસ નથી થતો કે એ સપનું પૂરું થઈ રહ્યું છે અને એ પણ સરપ્રાઇઝના રૂપમાં મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે આવું પણ થશે. જૈમિક હાઇવે પર બાઇક લઇને નેત્રિને લોંગ ડ્રાઇવ કરાવતાં કહે છે શું આ લોંગ ડ્રાઇવને હજું થોડી રસપ્રદ બનાવી દઇએ......?
નેત્રિ કહે રસપ્રદ તો બનાવવી જ જોઈએ પણ કઈ રીતે એતો કહો .......? જૈમિક બસ લોંગ ડ્રાઇવનું તારું સપનું પૂરું થઈ રહ્યું છે ત્યારે મારું પણ આ સપનાં જોડે સંકળાયેલ એક સપનું છે એ તું પૂરું કરી શકે છે. નેત્રિ કહે તમારું સપનું લોંગ ડ્રાઇવ સાથે સંકળાયેલ છે.....? તો કહો જલ્દી શું છે એ અને એને હું કઈ રીતે પૂરું કરી શકું.....? જૈમિક જણાવે છે વધુ કઈ નઈ બસ લોંગ ડ્રાઇવમાં બાઇક તું ચલાવે અને હું પાછળ બેઠો હોઉં એટલું જ સપનું છે.
નેત્રિ હસતાં હસતાં કહે હા એટલે આપણે બંને સીધા લાંબી લોંગ ડ્રાઇવ પર પહોંચી જઈએ એમ જ ને.....? જૈમિક કહે ના એવું કાંઈ નઈ પણ હું તારું સપનું પૂરું કરવા લઈ આવ્યો લોંગ ડ્રાઇવ પર તો શું તું ના કરી શકે.....? નેત્રિ કહે કરી શકું અને કરું જ પણ તકલીફ ત્યાં છે કે મને બાઇક આવડે તો ચલાવી શકું ને હા...... હા....... હા........!
જૈમિક કહે તો એમાં શું થયું હું બેઠો જ છું ને પાછળ સાચવી લેવા માટે તું ચિંતા શું કામ કરે છે....? નેત્રિ ચિંતા મને મારી નથી તમારી છે હું તો જાણું જ છું કે હોસ્પિટલ જશે સીધી બાઇક પણ તમને શું કામ લઈ જવા જોઈએ જોડે. જૈમિક હસતાં હસતાં કહે એવુ કઈ થાય નહીં તું વિશ્વાસ રાખ મારી પર ચાલ આગળ આવી જા હું પાછળ બેસીને તને ચલાવવામાં મદદ કરીશ.
નેત્રિ વાત માનીને બાઇક ચલાવવા માટે આગળ આવી જાય છે અને કહે આમાં તો ગિયર આવે ને કાંઈક.....? જૈમિક પાછો હસવા લાગ્યો અને કહે હા ગિયર , ક્લજ, અક્સિલેટર અને બ્રેક આવે છે અને બધું સમજાવી દે છે નેત્રિને કે કઈ રીતે ચલાવવું. જોતજોતામાં નેત્રિ બાઇક ચલાવી લે છે અને કહે છે જૈમિક ખુબજ મજા આવી રહી છે અને ડર ક્યાં ગાયબ થઈ ગયો ખબર જ નથી પડતી.
જૈમિક કહે હું સાથે હોઉં તો ડર તારી પાસે કઈ રીતે રહી શકે....? અને આભાર તારો મારું સપનું પૂરું કરવા બદલ. નેત્રિ હસવા લાગી અને કહે આ સપનું ફક્ત તમારું જ નઈ મારું પણ હતું હા...... હા..... હા......! મને ખુબ જ ઈચ્છા હતી કે હું ક્યારેક બાઇક ચલાવીશ અને તમે તમારા સપનાં સાથે મારી પણ ઇચ્છા પૂરી કરી દીધી માટે તમને મારા તરફથી ખુબ ખુબ આભાર.......! બંને ખુબજ સારો સમય એકબીજા સાથે વિતાવે છે પછી જૈમિક નેત્રિને હોસ્ટેલ મૂકીને પોતાના ઘરે નીકળી જાય છે.
જેમ તેમ કરતાં બંનેની દૂરીવાળો સમય નીકળવા લાગે છે જૈમિક નોકરી અને ગ્રેજ્યુએશન બંને સારી રીતે મેનેજ કરે છે. પોતાના વધતાં મોટા ભાગના સમયને પરિવાર અને નેત્રિ સાથે વાત કરીને વિતાવે છે. ક્યારેક રજાના દિવસે રૂબરૂમાં નેત્રિને મળવા જઈ આવે છે એમ કરીને સમય નીકળતો રહે છે અને નેત્રિ કૉલેજના છેલ્લા સેમેસ્ટરમાં આવી જાય છે.
રોજની જેમ વાત તો કરે જ છે બંને પણ આજે સુઈ ગયાં પછી મોડી રાત્રે નેત્રિનો ફોન આવે છે. જૈમિક નેત્રિનો આટલો મોડા ફોન જોઈને તરત ચિંતામાં આવી જાય છે કે આટલી મોડી રાત્રે નેત્રિનો ફોન અચાનક કેમ.......? ફોન ઉઠાવીને હેલ્લો કહે છે ત્યાં તો નેત્રિ ઢુસકે ને ઢુસકે રડવા લાગે છે કાંઈ બોલતી જ નથી બસ રડતી જ રહે છે.