The Corporate Evil - 6 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-6

Featured Books
Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-6

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-6
ઉમાકાન્ત રાનડે એ એમનાં ડેઇલી ઇવનીંગ સ્પોટ માટે નીલાંગને કન્ફર્મ કરી દીધો એમને નીલાંગમાં કંઇક સ્પાર્ક જોયો હતો કામ માટે અને એની એડવાન્સની અરજી મંજૂર થઇ ગઇ હતી.
નીલાંગ એડવાન્સ લઇને ઓફીસથી બહાર નીકળ્યો અને બહારજ બજારમાંથી પહેલાંજ એણે માં માટે સાડી લીધી અને નીલાંગી માટે ખૂબ સરસ પર્સ લીધુ. એને વિચાર આવેલો કે મોબાઇલ લેવાનો છે પણ એતો ઓફીસમાંથી જ મળવાનો હતો એનો ખર્ચ બચી ગયો. પોતાનાં માટે કપડાં અને શુઝ લેવાના છે પણ એ નીલાંગીની સાથે રહીને લેશે એવું મનોમન નક્કી કર્યુ. આજે એ ખુશ થઇ ગયો હતો. અંતરમન આનંદમાં હીલોળા લેતું હતું. એણે ઘડીયાળમાં જોયુ હજી 5.30 થયાં છે ફાસ્ટમાં નહી લોકલમાં જ ગ્રાંટ રોડ પહોચું અને લોકલ આવી એમાં બેસી ગયો.
નીલાંગી દૂરથી આવી રહી હતી એ ઘણી ખુશ દેખાતી હતી એણે નીલાંગને જોયો અને હાથ કર્યો. નીલાંગી સ્ટેશન પર આવે એ પહેલાંજ નીલાંગ બહાર નીકળી એની તરફ પહોચ્યો.
નીલાંગી કહે કેમ બહાર આવ્યો ? નીલાંગે હસ્તાં હસ્તાં કહ્યું "પહેલાં તું તારુ જણાવ આજે શું નક્કી થયું પછી હું કહું છું.
નીલાંગીએ એકદમ આનંદમાં કીધુ. નીલુ મારી જોબ નક્કી જ થઇ અને સેલેરી 8 હજારની જગ્યાએ મીનીનમ 10 મળશે અને પછી પરફોરમન્સ પ્રમાણે વધારી આપશે પ્રાઇવેટ કંપની છે ચાર્ટડ એકાઉન્ટસની પણ બહુ સારાં માણસો છે આજે મેં એડવાન્સ માંગી લીધાં પાંચ હજાર બોલ તારાં માટે શું લઊ ?
નીલાંગે એની બેગમાંથી નીલાંગી માટે લીધેલુ પર્સ કાઢી ચૂમીને એને આપ્યુ. લે આ તારાં માટે પર્સ મેં પણ એડવાન્સ લીધાં છે પૂરા 8 હજાર અને આપ્યાં છે કોઇ હીચકીચાટ વિનાંજ
જો માં માટે આ સાડી લીધી. નીલાંગી ખૂબ ખુશ થઇ ગઇ એણે કહયું પર્સ ખૂબ જ સરસ છે હવે હું આજ વાપરીશ અને માંની સાડી પણ ખૂબ જ સરસ છે પણ તારાં માટે તો કંઇ લે ચલ હું અપાવું.
નીલાંગે પ્રેમથી ગાલ પર હાથ ફેરવી કીધુ. નીલો તારે કોઇ પૈસો નથી વાપરવાનો તારે તારાં માટે જ રાખવાના ઘરમાં આપજે પ્લીઝ. હું કાંઇ ને કંઇ વધારે રળી લઇશ ચિંતા ના કર હુ કામ પણ એવાં ખંત અને મહેનતથી કરીશ ચલ મારી એક જોડ કપડાં લઇ લઇએ એટલે જ હું સ્ટેશનથી બહાર આવી ગયો. નીલાંગની ખુશી નીલાંગી આંખમાં ભરી રહી હતી એને ખૂબ ગમી રહેલુ એણે ચાલતાં ચાલતાં નીલાંગ સાથે એની કંપનીનું શેર કરવા માંડ્યુ. નીલુ મારી કંપનીનું નામ શ્રોફ ચાર્ટડ એકાઉન્ટસ પ્રા.લી. છે અમારાં મેઇન બોસ સુજોય શ્રોફ ખૂબ જ સારાં માણસ છે.
અમારાં કલાટન્સમાં બોલીવુડ સ્ટાર્સથી લઇને ઘણાં માલેતુજાર વહેપારી અને કંપનીઓનાં કામ છે સ્ટાફમાં એમની હાથ નીચે ચાર-પાંચ ચાર્ટડ એકાઉન્ટન્ટસ છે બીજાં એકાઉન્ટસ બધા 3 જણાં બે ત્રણ કલાર્ક, રીશેપ્નીસ્ટ, 4 પ્યુન-ડ્રાઇવર એમ કરીને 18 થી 20 જણાં હશે એકદમ બધી હજી ખબર નથી પણ ઓફીસ ઘણી મોટી અને એડવાન્સ છે.
સરે મને જોઇને જ કહી દીધુ. "યુ આર સીલેકટેડ મેં તારો બાયોડેટા અને બીજી માહિતી જોઇ લીધી છે યુ આર જોઇનીંગ અસ ટુડે ઓન્લી. એન્ડ મોર અંકલ મી. સાવંત આઇ નો હીમ વેરીવેલ. મેં કીધુ હાં રઘુનાથ અંકલ, એમણે કહ્યુ એમની ભલામણ આવી હતી પણ તને મળ્યાં પછી લાગ્યુ તારે ભલામણની પણ જરૂર નથી. ખૂબ જ મહેનત અને રસપૂર્વક કામ કરજે તારે પ્રગતિ કોઇ નહી રોકી શકે. ધીમે ધીમે તને બધુ કામ સમજાઇ જશે. હમણાં તારે સીધુ મને જ આસીસ્ટ કરવાનુ છે મને રીપોર્ટ કરવાનુ પછી આગળ જતાં જોઇશુ. જેવું તારુ કામ... ઓકે.
આમ સર સાથે બધી વાત થઇ ગઇ પછી છતાં હું બેસી રહેલી મને જાણે જોઇને મારાં ચહેરાંનાં ભાવ સમજી ગયાં હોય એમ કીધુ તું બહાર આપણા એકાઉન્ટ ભાવે પાસેથી 5 હજાર એડવાન્સ લઇલે પછી પગારમાં સેટ કરી લઇશું. બેસ્ટ લક નાઉ યુ કેમ ગો. મારે કહેવુ જ ના પડ્યું અને મને એડવાન્સ પણ આપી દીધાં.
બધું સાંભળ્યા પછી નીલાંગે કીધું બધુ જ બાબુલનાથ દાદાનાં આશીર્વાદની કમાલ છે. આપણે મારી એક જોડ ખરીદીને પછી બાબુલનાથ દર્શન કરી પ્રસાદ ચઢાવીને ઘરે જઇશુ નીલો જઇશુ ને ?
નીલાંગીએ કહ્યું "હાં હાં કેમ નહી આટલો સારો દિવસ આપણને બાબાએ બતાવ્યો છે જઇશું જ. નીલાંગ અને નીલાંગી વાતો કરતાં કરતાં મોટાં સ્ટોર્સ પાસે આવી ગયાં જેન્ટ્સ રેડીમેઇડ કપડાની એડવાન્સ દુકાન હતી બંન્ને અંદર ગયાં, નીલાંગીએ શર્ટ અને પેન્ટ બંન્ને સીલેક્ટ કર્યા નીલાંગે ટ્રાયલ કરીને કન્ફર્મ કર્યા પછી નીલાંગીએ કહ્યું "ટ્રાયલમાં પણ નીલુ તું કેટલો હેન્ડસમ લાગતો હતો મારો હીરો... બોલીવડનાં સ્ટાર્સ પણ પાણી ભરે એવો છે તું એમ કહી ચૂમી લીધો.
નીલાંગે કહ્યું "એય મારી ઢીંગલી ચલ તારું કંઇક લઇએ આ લોકો પાસે લેડીઝનાં કપડાનું છે ફર્સ્ટ ફલોર પર પ્લીઝ નીલાંગીએ ઘણી ના પાડી પણ નીલાંગ ના જ માન્યો. નીલાંગીએ કહ્યુ બહુ જ કહે છે તકો મારી એક જ કુર્તી લઇ લે વધુ હમણાં મારે જરૂર નથી. અને બંન્ને ફર્સ્ટ ફલોર પર ગયાં અને ત્યાં નીલાંગી માટે એણે ખૂબ સુંદર રાણી અને ગ્રીન આછી ઝાંય વાળા કલરની સરસ કુર્તી પસંદ કરી નીલાંગી નીલાંગની પસંદગીથી ખુશ થઇ ગઇ. નીલાંગે કહ્યું તું આમાં બધી હીરોઇનોને આંટી મારે એવી સુંદર લાગીશ લવ યું.
બંન્ને જણાં પસંદ કરી નીચે કેશ કાઉન્ટર પાસે આવ્યાં ત્યં ડીલવરી કાઉન્ટર પરથી એલોકોનાં કપડાં આવ્યાં પેલાંએ કહ્યું "સર કાર્ડ કે કેશ ?
નીલાંગે મનમાં બબડતાં કહ્યું "કાર્ડની વાર છે... પછી બોલ્યો નો નો કેશ હાઉ મચ ? કેટલાં થયાં ? પેલાએ કહ્યું સર બે હજાર પુરા થયાં છે... નીલાંગે પૈસા કાઢીને આપ્યાં અને પેલાએ બે થેલી પકડાવી અને નીલાંગને કહ્યુ થેક્યું સર.
બંન્ને જણાં બહાર નીકળી પછી નીલાંગીએ કહ્યું મારું લેવાની શું જરૂર હતી ? તારે જરૂર હતી. નીલાંગે કહ્યું એય મારી મીઠી બસ હવે ગણ્યાં ના કર હજી તો શરૃઆત છે ડરતાં ડરતાં ખરીદી કરી છે પછી તો એકાઉન્ટમાં એટલાં પૈસા જમા હશે કે રોબથી કાર્ડ આપીશ....
નીલાંગી એની સ્ટાઇલ પર હસી પડી અને વળગી ગઇ બંન્ને જણાં બાબુલનાથ ભગવાન પાસે જવા નીકળ્યાં.
************
નીલાંગ અને નીલાંગીએ બંન્નેએ ભગવાનનાં દર્શન કર્યા પેંડા, ફુલ, શ્રીફળ બધુ લઇને પ્રાર્થના કરી એમનાં ચરણોમાં સમર્પિત કર્યું અને પછી શાંતિથી પ્રાર્થના કરી આભાર માન્યો.
ભગવાનનાં દર્શન કરી આશીર્વાદ લઇને બંન્ને લોકલમાં બેઠાં અત્યારે બંન્નેને બેસવાની જગ્યા મળી ગઇ. નીલાંગીએ કહ્યું હાંશ બેસવા મળ્યુ આજે આમ પણ હવે જાણે ટેવાઇ ગયાં છીએ પણ આમ તારાં હાથમાં હાથ પરોવીને બેસીને સફર કરવાની મજા જ કંઇક ઓર છે.
નીલાંગે કહ્યું "નીલો આજે તારી મોમ ખુશ થશે અને શાંતિથી વાત કરશે કંઇ નહીં આંટીને મારી યાદ આપજે કે નીલાંગ યાદ કરતો હતો એમ કહીને હસી પડ્યો.
નીલાંગીએ કહ્યું "ખેંચ નહીંને ખોટી... મોમનું તો ખસી ગયું છે બધાંની જોડે વચક્ડા જ લે છે હવે એને શાંતિ થશે એનોં હાથમાં પૈસા આપીશ એટલે. પણ આ પર્સ અને કુર્તી જોઇને ભડકશે.. શું જરૂર હતી ખર્ચવાની ? એવું બધુ ભાષણ ચાલશે મારાંથી કહેવાશે પણ નહીં કે તેં અપાવ્યુ છે નહીંતર બહાર નાળીમાં જઇને ફેંકી દેશે એ ઘણીવાર સાવ... પછી સૂરેલો અપશબ્દ ગળી ગઇ.
નીલાંગે કહ્યું "એય નીલો અછત અને બધી ગંદકી વચ્ચે એ લોકોએ સમય કાઢ્યો છે આપણાં વાતાવરણની અસર આપણાં પર થાય છે એ આખો દિવસ ક્યાંક કામમાં અને ચાલીમાં હોય. ચાલીમાં થતાં ઝગડાં અને કકળાટે એમનુ મગજ ખરાબ કર્યુ છે બધુ સારુ થશે એવુ ના બોલીશ કે વિચારીશ. માં એ માં છે ધીમે ધીમે એ પણ શાંત થશે.
નીલો મને ખબર છે આ ગરીબી એ શ્રાપ છે અને આ શ્રાપમાં આપણે બળી રહ્યાં છે ભગવાનનો ઉપકાર માન કે આપણને સમજ આપી છે બુધ્ધી આપી છે સમજવા જેથી આપણાને અસર ચડતી નથી.. બહુ સારુ થશે.
નીલાંગીએ કહ્યું એવું નથી માં નો સ્વભાવ જ ગંદો છે તું અને તારી મોમ જૂહૂમાં રહો છો ? તમે ય એવું જ જીવો છો રહો છો જ્યાં હુ રહું છું પણ તારી આઇ કેટલાં સારાં છે આટલું કરે છે છતાં ક્યારેય ઊંહકાર કે શ્રાપનો અહંકાર નથી કર્યો અને કેટલું મીઠું અને પ્રેમાળ બોલે છે એમને બધી અસર થતી જ હશે ને. છતાં એ કેટલા સ્ટેબલ છે મને તારી આઇ ખૂબ ગમે છે.
નીલાંગે ક્યુ "આઇને તું ખૂબ ગમે છે... નીલાંગી આશ્ચર્યથી જોઇ રહી...
વધુ આવતા અંકે ---પ્રકરણ-7