lag ja gale - 4 in Gujarati Fiction Stories by Ajay Nhavi books and stories PDF | લગ જા ગલે - 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

લગ જા ગલે - 4

પલક એ તન્મય ની સોસાયટીની બહાર કાર ઉભી રાખી. તન્મય એમની રાહ જોતો બહાર જ ઊભો હતો. પલક અને નિયતિ કાર માંથી બહાર નિકળ્યા. નિયતિ એ પોતાનો સામાન કાઢવા માટે ડીકી ખોલી. નિયતિ એક બેગ બહાર કાઢી રહી હતી ત્યાં જ તન્મય એ આવી ને ડીકી માથી બીજી બેગ કાઢી લીધી. કોરોના ના સમય માં કોઇને હાથ પણ ના મળાવી શકાય તેથી પલક આવજો કહી કાર લઇ નિકળી ગઇ.
નિયતિ અને તન્મય પોતાની સોસાયટીમાં પ્રવેશ્યા. સોસાયટી ના ગેટ પર જ સેનિટાઇઝર મૂકયું હતું. બંને એ પોતાના હાથ સેનિટાઇસ કર્યા અને અંદર પ્રવેશ્યા. બિલ્ડીંગ માં પાંચ માં માળે તન્મય નો ફલેટ હતો. તન્મય એ દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ્યો. નિયતિ પણ તન્મય ની પાછળ જ અંદર પ્રવેશી.

આમ તો નિયતિ કામ માટે તન્મય ના ઘરે આવતી જ હોય છે. પણ આ વખતે એને દિલ માં કંઇક અલગ જ મહેસુસ થતું હતું. જાણે એ પોતાના જ ઘરમાં પ્રવેશી રહી હોય. આખરે રામનવમી જેવા શુભ અવસર પર નિયતિ એ તન્મયના ઘરે પોતાના પગલાં પાડયા. આ પછી નિયતિ નો ભગવાન પ્રત્યે નો વિશ્વાસ હજુ વધી ગયો. તન્મય નુ ઘર ચાર રૂમ અને રસોડું હતું. એક મેઇન રૂમ, બીજો તન્મય નો રૂમ, ત્રીજો એની સાથે રહેતો એનો ઘણો સારો દોસ્ત વિવેક નો રૂમ અને ચોથા રૂમ માં તન્મય એ presentation માટે નો સેટ તૈયાર કર્યો હતો.

તન્મય એની બેગ લઈ સીધો પોતાના જ રુમ માં ગયો અને બેગ મૂકી દીધી. નિયતિ એ પણ એના હાથમાં રહેલી બેગ એ જ રુમ માં મૂકી અને એણે વિવેકને હાલચાલ પૂછયા.

વિવેકની ખુદ ની આઇ ટી કંપની હતી. એ પણ મોટો બિઝનેસ મેન હતો. તેથી એ પોતાના કામ માં જ વ્યસ્ત રહેતો. તન્મય પોતાના બેડ પર લેપટોપ લઇને બેસી ગયો. નિયતિ હાથ ધોઈ રહી હતી. તન્મય એ પોતાની બાજુમાં બેડ પર હાથ મૂકી નિયતિ ને પૂછ્યું તને અહી ફાવશે ને? નિયતિ એ હા પાડી અને મનમાં જ શરમાતા બોલી આના જ તો હુ સપના જોતી હતી.

નિયતિ હવે જાણે ભયથી મુક્ત થઈ ગઈ હતી. તન્મય નામના એક સુરક્ષિત કવચમાં એ સમાઇ ગઇ હોય એવું એને લાગતું હતું. એ તન્મય ના બેડરૂમ માં એના બેડ પર બેઠી. તન્મય ઉઠી ને જમવાનું બનાવવા રસોડામાં ગયો. નિયતિ ત્યાં સુધીમાં ફ્રેશ થઈ એ પણ રસોડામાં આવી. એણે તન્મય ને મદદ માટે પૂછ્યું તો તન્મય એ ના પાડતા કહ્યું કે જમવાનું તો હું જ બનાવીશ તું બસ મને ખાલી કહેજે કઇ રીતે બનાવવાનું. નિયતિ એ હા પાડી.
તન્મય આજે હાંડવો બનાવી રહયો હતો. નિયતિ એની બાજુ માં ઉભી જોઇ રહી હતી. ખરેખર તો નિયતિ ને પણ શાક રોટલી દાળ ભાત સિવાય બીજું કશું જ બનાવતા આવડતું ન હતું.

તન્મય એ હાંડવો થાળીમાં મૂકયો. એમણે વિવેક ને બૂમ મારી એ પણ ફોન પર વાત કરતો બહાર આવ્યો. ત્રણેય જમવા માટે મેઇન રૂમ મા બેઠા. તન્મય એ હાંડવો ખૂબ જ સરસ બનાવ્યો હતો નિયતિ ને ખૂબ જ ભાવ્યો. અહી એને પોતાના પણું જેવું મહેસુસ થઇ રહયું હતું અને કેમ ના થાય પોતાના દિલ ની સૌથી નજીકનું વ્યક્તિ જો સાથે હતું અને પોતે તન્મય સાથે જોયેલા હર એક સપના સાચાં થઈ રહયા હતા.

જમીને નિયતિ વાસણ ધોવા ગઇ તો તન્મય એ એને રોકી અને કહ્યું હમણાં રહેવા દે સવારે વિવેક કરી દેશે. નિયતિ ઠીક છે એમ કહી રૂમ માં ચાલી ગઇ અને તન્મય મેઇન રૂમ ની બાલ્કની મા બેસી ફોન માં કઇક જોઇ રહયો હતો. થોડી વાર પછી નિયતિ પણ બાલ્કની માં આવી. તન્મય એ એને બેસવા માટે કહયું. નિયતિ બાજુ માં ખુરશી લાવીને બેઠી. નિયતિ માટે આ એક નવો જ અનુભવ હતો. તન્મય એ નિયતિ ને પૂછયું, કેવું લાગે છે અહી? નિયતિ એ કહયું ઘણું જ સારું લાગે છે, મારા રૂમ કરતા તો ઘણું જ સારું છે. અંદર થી તો એ ઉછળી રહી હતી મન થતું હતું કે હમણાં જ તન્મય ને ગળે મળી લે. પણ એમ કરવું બરાબર ન હતું તેથી એ શાંતિ થી બેસી રહે છે.
થોડી વાર પછી બંને તન્મય ના રૂમ માં જાય છે. બંને બેડ પર બેઠા છે. આટલા સમયથી સાથે કામ કરનારા બે વ્યક્તિ જેમની પાસે કામની ઘણી બધી વાતો રહેતી એ જ બંને વ્યક્તિ આજે બેડ પર મૌન થઈ ને બેઠા છે. તન્મય ની આખો ધીરે ધીરે ઘેરાય છે અને આખરે એ સૂઇ જાય છે. નિયતિ ની આંખો માં તો ઉંઘ નુ નામો નિશાન નથી. હોય પણ કયાંથી? આટલો વરસો પછી કોઈ સપનું સાકાર થયું છે. એ તન્મય સાથે એની બાજુ માં છે. આ સમયમાં જયારે લોકો પોતાના પ્રેમ ને જોવા ફોન નો સહારો લઇ રહયા છે ત્યારે નિયતિ નો પ્રેમ એની આટલી નજીક છે.

નિયતિ બસ તન્મય ને જ જોઇ રહી હતી. અડધી રાત થઈ ગઈ છતાં પણ એ હજુ જાગે છે. તન્મય નો ચહેરો ઘણો જ માસુમ લાગી રહયો છે. નિયતિ આ ચહેરા ને મન ભરીને જોવા માંગે છે. એ પોતાની જાત ને ઘણી જ નસીબદાર માને છે એને સુવાનું મન જ નથી થતું. સવારના ચાર વાગવા આવ્યા હતા પણ નિયતિ ની આંખો માં બિલકુલ ઉંઘ ન હતી. એ માને છે કે બીજા કોઈ ને આવો મોકો નથી મળ્યો જો આ સમયે હુ સૂઇ જઇશ તો એ સમયે મારી આંખો તન્મય ને જોઈ નહી શકે. ભગવાને આપેલી આ હરએક પળ ને હું એમ જ સૂઈ ને વેડફવા નથી માંગતી. નિયતિ પૂરી રાત જાગીને જ કાઢે છે.

આ જ વસ્તુ કહી જાય છે કે નિયતિ તન્મય ની પાછળ કેવી પાગલ છે. આતો હજુ પહેલી જ રાત હતી અને નિયતિ અહી પોતાના project ના કામ માટે આવી હતી. શું તન્મય માટેનો આ પાગલપન એમને કામમાં બાધા રૂપ તો નહી થાય ને? શું નિયતિ પોતાના મનને કાબુ માં રાખી શકશે? શું તન્મય ને પણ નિયતિ પ્રત્યે આગળ જતાં કોઈ લાગણી ઉદ્દભવશે? કે પછી નિયતિ માટે હકીકત બનેલું આ સપનું એક સુંદર સપનું બની ને જ રહી જશે? એ તો હવે સમય જ બતાવશે.

તમારો એક એક અભિપ્રાય મારા માટે ઘણો કિંમતી છે. તો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. ગમે તો બીજા ને પણ મોકલજો.
આભાર.