lagni bhino prem no ahesas -14 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 14

Featured Books
Categories
Share

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 14

વિચારોમાં ખોવાયેલી સ્નેહા શુંભમ સાથેની વાતોને યાદ કરી રહી હતી. આટલી બધી વાતોમાં કયારે પણ શુંભમે તેમની સાથે વાતની શરુયાત નહોતી કરી. આ બધી જ કડીને તે વિચારી રહી હતી તો તેનું મન તેને એ કહી રહયું હતું કે તે ખાલી ટાઈમપાસ કરે છે. પણ દિલ કંઈક બીજું જ વિચારતું હતૂં. એકબાજું સપનાએ કહેલી વાતો હતીને, બીજું બાજું દિલની ઉલજ્જન. તેને સમજાય નહોતું રહયું કે અત્યારે તે કંઇ વાત એકક્ષેપ કરે.

મોડી રાત સુધી વિચારો અવિચલ વહેતા રહયા. આજે એકપણ વખત તેમની સાથે વાત નહોતી થઈ. બીજો દિવસ પણ વાતો વગરનો ખાલી જ ગયો. જેમની સાથે વાતો કરવાની આદત હતી તેમની સાથે બે દિવસમાં એકપણ વખત વાત નહોતી થઈ. મન ભારી થતું જતું હતું. દિલને જાણે સુકુન ખોવાઈ ગયું હોય તેવું લાગતુંં હતું.

બે દિવસ રહી સપના તેમના ઘરે જતી રહી. રોજના સમય પર તે ઓફિસ પહોંચી. મન નહોતું થતું ફરી શુંભમ સાથે વાતો શરૂ કરવાનું પણ દિલને જાણે તેની આદત લાગી ગઈ હતી. 'એક તો મેસેજ કરી જ શકું ને...!!' તે વિચારે તેમને મેસેજ કર્યો. થોડીવાર પછી શુંભમનો મેસેજ આવ્યો.

ઓફિસમાં કામ તો વધારે જ હતું પણ જાણે તેના માટે શુંભમથી વધારે ઈન્પોટન કંઈ જ ના હતું. કેબિનમાં કેટલા બધા બેઠા હોવા છતાં તેમને શુંભમને કોલ કર્યો ને બંનેની વાતો લગભગ અડધો કલાક જેટલી ચાલી. કેટલીબધી ફરીયાદનો પિટારો તે શુંભમ સામે ખોલી રહી હતી પણ શુંભમ પાસે તેને કહેવા માટે કંઈ જ ના હતું. જાણે તેને કંઈ ફરક જ નહોતો પડતો. આ વાત તેને અંદરો અંદર જ તોડી રહી હતી.

શુંભમ તેમની સાથે વાતો તો કરી રહયો હતો પણ તેમને ખુદ સમજાતું ના હતું કે તે શું કામ તેમની સાથે આટલી બધી વાતો કરે છે. તે દરવખતે કોશિશ કરતો કે તે સ્નેહાનાથી દુર રહે પણ સ્નેહાનો મેસેજ તેમને તેમની નજીક લઇ જ્ઇ રહયો હતો. તે જાણી જોઈને સ્નેહાને ઇગનોર કરવાની કોશિશ કરતો કે તે તેની જિંદગીથી દુર થઈ જાય પણ સ્નેહા તેની વધું નજીક આવવાની કોશિશ કરતી જતી હતી.

સ્નેહાને પણ તે અહેસાસ થતો કે તે મારાથી દુર જવાની કોશિશ કરે છે, છતાં પણ તેમનું દિલ તેમને વધારે શુંભમની નજીક લઇ જ્ઇ રહયું હતું. તેને તે વાતની ફિકર નહોતી કે તેનું શું થશે..??પણ તેને ફિકર હતી તેમના પરિવારની ઈજ્જતની. કંઇક એક ડગલું પણ તે ખોટું ભરી દેશે તો તેમના પરિવારનું શું થશે...??? તે વિચારે શુંભમની સાથે વાત બંધ કરવાની કોશિશ કરતી પણ આખો દિવસ પણ તે વાતો વગર નહોતી રહી શકતી.

વધારે પડતી વાતો તેને અંદર અંદર જ તોડી રહી હતી. એકબાજું શુંભમની સાથે વાત કરવાથી તેના દિલને જાણે સુકુન મળતું હતું ને બીજી બાજું પરિવારની ખાતર અનેક સવાલો જન્મ લેતા હતા.

"નિરું બતાવને હું શું કરું. એકપળ એવું લાગે કે તે મને ઇગનોર કરવાની કોશિશ કરે છે ને બીજી પળ તેની વાતો મને એવું બતાવે છે કે તે તેના પહેલાં પ્રેમને ભુલી નથી શકતો એટલે મારાથી ભાગે છે. " સ્નેહાએ તેમની ઉલ્જજન બતાવતા નિરાલી ને કહયું.

"તારું દિલ શું કહે છે..?? " નિરાલીએ નાસ્તાના ડબ્બાને પેક કરતા કહયું. બંનેનો નાસ્તો પુરો થઈ ગયો હતો ને બંને વાતોમાં લાગી ગઈ .

"એ જ તો સમજાતું નથી. હું તેને સમજવા માગું છું. "

"તો સમજી લેને. "

"ડર લાગે છે. કંઈક તેમને સમજતા સમજતા હું મારી ફેમિલીથી જ દુર ના થઈ જાવ. તું જાણે છે ને મારું ફેમિલી મારો સાથ કયારે પણ નહીં આપે. ઉલટાનું મારી નોકરી બંધ કરાવી હંમેશા માટે ઘરે બેસાડી દેશે. "

" તો રહેવા જ દેને તેની સાથે વાતો કરવાનું. આમેય તે તને ઈગનોર જ કરે છે. "

"રાઈટ છે તારી વાત. મને પણ એવું જ લાગે છે કે હું ખોટો સમય ખરાબ કરું છું તેમની પાછળ. પણ હવે બહું થયું હું તેમની સાથે વાતો બંધ કરી દેઈ. જ્યાં મારી વેલ્યું ના હોય ત્યાં મારા પરિવારની વેલ્યું કેવી રીતે થાય. સ્નેહા આવું કહી તો રહી હતી પણ તે ખુદ તેનાથી દુર થઇ નહોતી શકતી તે વાત તે પણ સારી રીતે જાણે છે.

લંચ સમય પુરો થતા તે કેબિનમા આવી. પહેલું કામ તેમને શુંભમનો નંબર ડિલીટ કરવાનું કર્યું. ફોનમાંથી તેમને શુંભમના નંબરને ડિલીટ કરી તે કામમા લાગી ગઈ પણ મન થોડું બેસેન થવા લાગ્યું. જે કયારે પણ ફિલ નહોતું થતું તે થવા લાગ્યું. મુશકેલથી તે મનને સમજાવી તેમને કામમાં મન લગાવ્યું પણ દર થોડિક મિનિટે તેમના વિચારો શુંભમની યાદમાં ખોવાઈ જતા.

મુશ્કેલથી તે મનને સમજાવી રહી હતી. પણ દિલને તેની આદત લાગી ગઈ હતી. થોડીવાર તો તે કામમા વ્યસ્ત રહી વિચારોને થંભાવી દીધા. પણ, જેવી તે કામમાથી બહાર આવી કે તેમના વિચારો ફરી શરૂ થઈ ગયા. ''નંબર ડિલિટ કરવાથી તે વિચારોમાંથી થોડો જતો રહેવાનો છે. આમ તેના વિચારો કરવા તેના કરતા તેની સાથે વાતો કરવી સારી છે.' ફરી નંબર ગોત્યોને ફરી તેમને સેવ કર્યો. મનને જાણે તસ્લી થઇ ગઈ હોય તેવો તેમને અનુભવ થયો.

ઓફિસનો સમય પુરો થતા તે ઓફિસમાંથી બહાર નિકળી. રિક્ષામાં બેસતા જ તેમને શુંભમને મેસેજ કર્યો. ઘરે પહોંચતા સુધીમાં તેમનો કોઈ જવાબ ના હતો. રાતે બધું કામ પતાવી સ્નેહાએ ફરી મેસેજ કર્યો. અડધો કલાક પછી તેમનો જવાબ આવ્યો.

સ્નેહાને ગુસ્સો આવી રહયો હતો શુંભમ પર. તેમને મેસેજમા જ પુછ્યું. "શું તમને હું વાત કરું છું તો નથી ગમતું...??ના ગમતું હોય સાફ સાફ જ બોલી દો હું ખુદ તમારા રસ્તાથી દુર થઈ જાય. "

"ના એવું કંઈ નથી." શુંભમે મેસેજમા જ જવાબ આપ્યો.

"તો મને કેમ એવું લાગે છે કે તમને વાતો કરવી નથી ગમતી. "

"હવે એ તારા વિચાર. એમા હું શું કરું."

"વાત હું તમારી સાથે કરું છું તો તમે જ કહી શકો. કોઈ બીજાને તો ના પુછવા જવાઈ. "

"હા તો હું કયા કહું છું કે તું મારી સાથે વાત કર. "

"ઓકે. હવે નહીં કરું બાઈ. "

"ઓકે. બાઈ. " આટલું જ કહી શુંભમ ઓફલાઈન થઈ ગયો.

રાતના બાર વાગી ગયા હતા. શુંભમને જાણે તે વાતનો કોઈ ફરક નહોતો પડયો. પણ, સ્નેહાનું હૈયું રડી પડયું. એક એક કરી તે બધી જ વાતો વિચારોની અંદર ફરી વળી.

'શું તેના દિલમાં મારા માટે કોઈ જગ્યા નહીં હોય..?શું કામ તે મારી સાથે આવું બિહેયવ કરે છે...?શું હું આટલી ખરાબ લાગતી હશું તેમને કે તેને હવે મારી સાથે વાત કરવી પણ નથી ગમતી......??કંઈ નહોતું તેના દિલમાં તો તે બધી વાતોનો શું મતલબ હતો...?? તેમના વિશે તેને જે બધું જણાવ્યું તે બધું શું હતું...??પણ હવે નહીં જે હતું તે એક સપનું સમજી મારે તેને ભુલવો જ પડશે. અમારા વચ્ચે હવે કંઈ નથી. જે હતું તે ખાલી અને ખોખલી વાતો હતી જે હંમેશા માટે પુરી થઈ ગઈ. જે આદત પડી હતી તે છુટી જશે.' સ્નેહાના વિચારો રડતી આખે અડધી રાત સુધી વહેતા રહયા. આજે તેમને ખરેખર વધારે જ થોડું હઠ થયું હતું. જેના પર તેને વિશ્વાસ તો નહોતો છતાં પણ એક આશા હતી કે શુંભમ તેમના માટે કંઈ છે તે બધું જ પળમાં ખતમ થઈ ગયું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શુંભમ અને સ્નેહા વચ્ચેની વાતચીત પળમાં જ ખતમ થઈ ગઈ ત્યારે શું સ્નેહા ફરી શુંભમ સાથે વાત કરવાની કોશિશ કરશે કે આ વાત અહીં જ થંભી જશે...?? શું ખરેખર શુંભમ સ્નેહાને ઇગનોર કરવા માગે છે કે તેના પાછળનું કોઈ કારણ છે..?? શું શુંભમ સ્નેહા સાથે વાતની શરૂઆત કરશે ફરી...?? શું આ બંનેનો મેળાપ થશે કે બંનેની જિંદગીમાં કોઈ બીજું જ આવશે...??શું થશે જયારે બંને ખરેખર અલગ થઈ જશે ત્યારે.. તે જાણવા વાંચતા રહો..... લાગણી ભીનો પ્રેમનો અહેસાસ."