paheli mukalat - jindagi khubsurat chhe - 13 in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 13

Featured Books
Categories
Share

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 13

માનવીનું પણ ખૂબ જ વિચિત્ર છે ક્યારેક એક અદ્રશ્ય પાખો લઈને હિમાલયની ઊંચાઈએ પહોંચી જાય છે. તો ક્યારેક આંખોને બંધ કરીને સમુદ્રની ઊંડાઈ ડુબુકી મારી આવે છે.

ક્યારેક ભૂતકાળને યાદ કરે છે તો ક્યારેક ભવિષ્યના સપના જોવે છે .બસ પોતાને છોડીને બસ તેને તો આ ત્રણ કાળમાં ભટકવાની આદત પડી ગઈ છે .

કયા રસ્તે જવું.... નીરવ ને કોલ કરું ....મારી મનોવ્યથા એના સિવાય કોઈ જ સમજી નહી શકે.

"હલો નીરવ"
"આજે સુરજ કઈ દિશામાં ઉગ્યો છે સામેથી કોલ."
"બસ નીરવ મજાકના મૂડમાં નથી હું."
"સારુ બોલ યાર."
"આજે શ્રદ્ધા મળી હતી."
"હવે કેમ એ પાછી આવી છે,એ તો તને છોડીને જતી રહી હતી હવે શું કામ છે એનું.?"
"તું સમજે છે એવું કશું જ નથી."
"તો શું હતું.?"
"કેન્સરના કારણે મારી જિંદગી બરબાદ ન થાય એટલે મને કહ્યા વગર છોડવાનો નિર્ણય લીધો હતો એને."
"ઓહ!.. હવે એ ઠીક છે ને."
"હા તેના દ્રઢ મનોબળથી તેને કેન્સરને મહાત આપી છે."
"very strong કહેવાય શ્રદ્ધા પણ હવે તું શું કરીશ.?"
"એ જ ખબર નથી પડતી કે હું શું કરું હવે, તે તો મારા ભલા માટે જ મારાથી દુર થઇ હતી."
"હા પણ તને થોડી ખબર હતી કે તેની બીમારીના કારણે તે દૂર ગઈ છે."
"હા પણ હવે પહેલા જેવી મારી જિંદગી નથી રહી તેના ગયા પછી વૈભવી મારી જિંદગીમાં છે તેનું શું?"
"શ્રદ્ધા તારો ભૂતકાળ છે."
"હા"
"વૈભવી તારો વર્તમાન"
"અને એટલે જ તું ભૂતકાળને ભૂલી ગયો હતો ને તો હવે પણ ભૂલી જા."
"પણ તે ખોટી નથી અને હવે ફરી વર્તમાનમાં જ સામે આવી છે ને."
"એ બધું વિચારવાનું ન હોય વૈભવી જ તારી જિંદગી છે"
"તો પછી શ્રદ્ધાનું શું? તે તો મારો પહેલો પ્રેમ છે.?

"ઘણા એવા હોય છે જેઓનો પહેલો પ્રેમ મેળવી નથી શકતા અને તેના મેરેજ થઈ જાય છે .પછી ભૂતકાળ સામે આવે તો તમે તમારી પત્ની અથવા પતિને છોડી દો છો."?
"ના તે તો આપણી જવાબદારી બને છે"

" તારા મેરેજ નથી થયા એટલે તને ઓપ્શન મળ્યો છે. શ્રદ્ધા અને વૈભવી બંને માંથી કોને પસંદ કરવુ..
બસ ફરક એટલો જ છે કે તારે વૈભવી જોડે લગ્ન નથી થયા એટલે તું કન્ફ્યુઝન છે."

"હું કન્ફ્યુઝ છું અને એટલે જ તારો જવાબ જાણવો હતો કે મારે શું કરવું જોઈએ."

"વૈભવી એ તારા ભૂતકાળ સાથે તને સ્વીકાર્યો છે. એટલે મારું માનવું છે કે તારે તેની પસંદગી કરી લેવી જોઇએ અને શ્રદ્ધાનું જણાવી દેવુ જોઈએ કે તારી લાઇફમાં હવે વૈભવી પણ છે."

"શ્રદ્ધા એ તેની બીમારી ની જાણકારી મને આપવી જોઈતી હતી તેની એ ભુલ ને કારણે આ પરિસ્થિતિ ઊભી થઇ છે."

"કોની પસંદગી કરવી એનું ડિસિઝન તો તારે જાતે જ લેવું પડશે. વૈભવી અને શ્રદ્ધા તેમના ડિસિઝન તને નહીં આપી શકે."

"તારી વાત સાચી છે નીરવ...
શ્રદ્ધા એ મને પહેલેથી જ તેની બીમારી ની જાણકારી આપી હોત તો હું તેનું કોઇ પણ પરીણામ આવત સ્વીકારી લેત અને હવે વૈભવી નો પણ આમાં કોઈ જ વાક નથી."

"હા તો હવે તું જાતે નક્કી કરી લે તારે હવે આગળ શું કરવું છે. મે મારો ઓપીનીય તને જણાવી દીધો છે."
"તારી સલાહ હંમેશા મને સાચો રસ્તો બતાવતો રહ્યો છે. જેના માટે હું હંમેશા તારો આભારી રહીશ."
"તારી આગળની સુંદર લાઈફ માટે મારી શુભેચ્છા હંમેશા તારી સાથે જ રહેશે.
Good luck."

પણ આ જીવન એટલું સહેલું નથી કે બધું જ તમને મળી જાય ..

અને એટલું અંઘરુ પણ નથી કે તમને કંઈ પણ ન મળી શકે.

બસ એટલું યાદ રાખવું જોઈએ કે જીવન આખરે છે શું ?

'આજ 'વર્તમાન અને એ જ સત્ય.

જિંદગી જેવી છે તેવી અને પૂરેપૂરી જીવવી જોઈએ. આ દરેક ક્ષણ કઈ એકસરખી નથી રહેવાની એ તો એમ જ બદલાતું રહેવાનું છે.