મન ભરીને જીવો, મનમાં ભરીને નહી.
માનવ દેહમાં મન, મસ્તકનું મોરપિચ્છ છે. મન લાગણીઓને હદયની ભીતરમાં પ્રવેશ કરાવે છે. સુખ, હુંફ, સ્નેહ, વાત્સલ્ય, પ્રેમ જેવી સકારાત્મક લાગણી હોય કે
દુઃખ, ઈર્ષા, અદેખાઈ, નિંદા જેવી નકારાત્મક લાગણી હોય. આપણે નક્કી કરવાનું છે કોનો કબ્જો મન ઉપર રહે. માનવનું મન ખૂબ ચંચળ છે. એ પતંગિયાની જેમ ઊડાઊડ કરે છે. મન મર્કટ છે. પ્રકાશ કરતા પણ વધુ ગતિથી વિચારો અને કલ્પના ને દોડાવે છે. સુખ પાછળ ભટકવાની મનની વૃત્તિ છે, અને જો તે ના મળે તો નિરાશા અને દુઃખને આમંત્રણ આપે છે.
મિત્રો, મન નો વિસ્તાર કરવાનું પ્રબળ માધ્યમ વિચાર છે. હકારાત્મક વિચાર મનમાં ભરીને રાખવા અને આ સકારાત્મકતા ને મન ભરી ને જીવવી. નકારાત્મકતા ને દૂર રાખવા મન મારી ને નહી પરંતુ મન વાળીને જીવવાનો પ્રયત્ન મન ને શાંતિ આપશે. મન ને સાચી સમજણથી તૈયાર કરવાની જવાબદારી આપણી પોતાની છે. મન તમારા કાબૂમાં હશે તો જીવન યાત્રા સુખી રહેશે. કાબુ એટલે દમન નહી, પરંતુ વાસ્તવિકતાની સ્વીકાર ભાવના.
કલ્પના, ઝંખના એ મન ને મૃગજળ તરફ લઈ જાય છે. આભાસી સુખની પરિકલ્પના દુઃખના દ્વારને દસ્તક દે છે.
મિત્રો, આનંદ અને ખુશી મેળવવાનું શીખવું પડે. નાની બાબતો મા મળતો આનંદ અને સંતોષ કયારેક મોટી ઘટનામાંથી પણ નથી મળતો. જીવન એક ખેલ છે. ખેલ મા ઉતાર - ચડાવ આવ્યા કરે છે, પણ તે સ્વીકાર ને બદલે આપણે જીવન ને એક સંગ્રામ માની લીધો છે. નાની બાબતોને આપણે પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીએ છીએ. આપણા મન ને આઘાત - પ્રત્યાઘાતમાં થી જ ઊંચું આવવા દેતા નથી.
મિત્રો, મન ને સમજ હોવી જોઈએ કે " આપો તેવું પામો ".
વાણી, વ્યવહાર અને વર્તન મન ની પરિસ્થિતિ ને પ્રદર્શિત કરે છે.
મિત્રો, મન ની અવસ્થા ત્રણ પ્રકાર ની છે. (૧) અર્ધ જાગૃત (૨) જાગ્રત (૩) પરા જાગ્રત
અર્ધ જાગ્રત એ વરાળ કે વીજળી જેવી શક્તિ છે, તેને કોઈ દિશા નથી, એની પાસે જે કરાવવામાં આવે તે કરે છે. માણસ જે કલ્પના કરે છે તે માનસપટ ઉપર અંકિત થઈ જાય છે.
જાગ્રત મન વાસ્તવિક છે. જે જુએ છે તે જ અનુભવે છે. સંપૂર્ણતા અને મર્યાદા બંનેનું વિવેકભાન જાગ્રત મન ને હોય છે.
પરા જાગ્રત મન એ આધ્યાત્મિક કે દૈવી અવસ્થા છે. ભાગવત મન છે. આ મન એટલે અઘરો આદર્શ છે. તેમાં ભીતરમાં રહેલી અંતર ચેતના ને જગાડવી પડે છે.
મિત્રો આ તો થઈ મન ની વાત, આપણે સાદી સમજૂતી એવી કરીયે કે જીવન યાત્રા નો સંપૂર્ણ આનંદ મેળવવા માટે મન ભરી ને કિંગ સાઈઝ જીવો. મનમાં ભરીને જીવશો તો દુઃખી થશો, અને અતૃપ્ત ઈચ્છા મન ની મનમાં જ રહી જશે.
" મન હોય તો માળવે જવાય".
જીવન કેટલું જીવ્યા તે મહત્વનું નથી, જીવન કેવું જીવ્યા તે મહ્તવ નું છે, આજ નો માણસ જીવન જીવવા નોકરી કે બિઝિનેસ માં થી આગળ જઈ ને એક જ સહારો લે છે અને તે સોશ્યિલ મીડિયા, હા સોશ્યિલ મીડિયા થી એક મેક ને બહારથી જાણી શકાયઃ પણ એક મેક ના મન સુધી જવું હોય તો મળવું પડે, સત્સંગ કરવો પડે, થોડું આપ લે કરવા પડે, વાતો કરવિ પડે. પણ આ સોશ્યિલ મીડિયા ના જમાના માં એક બીજા ને ઓળખી ના શકીયે બસ wish કરવાનું અને મનમાં haswanu, મન ને મનાવવાનું, પણ મન ને મજબૂત રાખવા તો મલવૂં પડે, મન ને રાજીપો રાખવો હોય તો માતૃભારતી ની દરેક બુક વાંચો અને બધાને share કરો.
આશિષ શાહ
PRISM KNOWLEDGE INC.
MAASTER BLAASTER
9825219458
જીવનમાં આપના મન ને અલૌકિક રાજીપો મળે તેવી પ્રભુ પ્રાર્થના...