sogandh in Gujarati Love Stories by Savan Patel books and stories PDF | સોગંદ

Featured Books
Categories
Share

સોગંદ


સોગંદ


"બંસી તારે મારી સાથે આવું ન કરવું જોઈએ." રોનક રડતા રડતા વાત કરે છે.
" સોરી રોનક મને માફ કરી છે." બંસી પણ રડતા વાત કરે છે.
" બંસી હવે તે સમય જતો રહ્યો છે." રોનક.
" પરંતુ રોનક....." બંસીની વાત સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યો જાય છે.
બંસી ત્યાં જ છે તેને તેની ભુલનું પશ્ચાતાપ થાય છે.
બંસી અને રોનક એક સારા એવા દોસ્ત હોય છે. પરંતુ એક ખરાબ સંગતે બંસીને રોનકની દુર કરી.
છ મહિના પહેલા.
બંસી અને રોનક એક સારા એવા દોસ્ત હતા પરંતુ સંગતે તેમની જિંદગી ખતમ કરી નાખી.
બંસી અને રોનક કૉલેજમાં હતા તે સમયની વાત છે.
બંસી એક સીધી સાદી છોકરી તેને કોઈની સાથે કોઈ દિવસ ઝઘડો ન હોય અને ભણવામાં પણ તે હોશિયાર હતી પરંતુ તેને સહેલાઈથી કોઈ પણ છેતરી શકે.
આ બધી બાબતો રોનક જાણતો હતો.
તો બીજી તરફ રોનક એક હોશિયાર અને બહાદુર છોકરો હતો તે કોઈ પણ કાર્ય કરે તો પણ તે સો વખત વિચારીને કરતો.
મોજીલો માણસ હતો તે કોઈની પણ સાથે ભળી જતો. તે કોઈ પણ વ્યક્તિ પ્રૉબ્લેમમાં હોય તો તે હંમેશા તેમની મદદ કરતો તેના કારણે બધા હંમેશા રોનકને સ્નેહ અને પ્રેમ કરતા.
આમ તો કૉલેજના બધા વિદ્યાર્થીઓ રોનકના દોસ્ત હતા પરંતુ તેમાં પાકા દોસ્ત બંસી, ટીના અને મંયક હતા.
કૉલેજનું કોઈ પણ કાર્ય હોય તો આ ચાર દોસ્ત સાથે જ કરતા પરંતુ એક દિવસ આ મિત્રતાને કોઈની ખરાબ નજર લાગી ગઈ.
એક દિવસ મનીષ નામનું વાવાઝોડું આવ્યુ અને તેમણે આ મિત્રતાને તહેસનહેસ કરી નાખી.
એક દિવસની વાત છે.
રોનક, બંસી અને ટીના ગાર્ડનમાં બેઠા હતા. તે સમયે મયંક આ મનીષ નામનું વાવાઝોડું લઈને આવ્યો.
" હેલ્લો ફ્રેડ." મયંક અને મનીષ સાથે બોલ્યા.
"હાય..." રોનક, બંસી અને ટીના.
" મયંક આ કોણ છે." ટીનાએ પૂછ્યું.
" આ મનીષ છે આપણી સાથે કૉલેજમાં છે." મયંક કહું.
" ઓકે "ટિનાએ કહું.
બધાએ થોડા સમય સુધી સાથે બેસીને વાતો કરી પરંતુ રોનકને આ માણસ કઈ ઠીક ન લાગ્યો.
બીજા દિવસે પણ તે મયંક સાથે આવ્યો પરંતુ આ વખતે રોનક કઈ બહાનુ કાઢી ત્યાંથી જતો રહ્યો.
આમ રોનક અચાનક જતો રહ્યો એટલે બંસી અને ટીનાને કઈ વિચિત્ર લાગ્યું.
તેને રાતે કોન્ફરન્સમાં રોનકને કૉલ કર્યો પરંતુ આ કોન્ફરન્સ મયંક ન હતો.
" હાય....." રોનક.
" હાય....." બંસી અને ટીના.
" તું કેમ ગાર્ડનમાંથી અચાનક જતો રહ્યો " ટીના.
" બસ એમ જ " રોનક.
" નહીં રોનક કઈક તો વાત છે " બંસી.
" કઈ જ વાત નથી." રોનક.
" કઈ નહીં તારે ન કહેવી હોય તો, તો કાલે ક્યારે મળીશું " ટીના.
" તમે કહો ત્યારે પરંતુ આ વખતે આપણે ચાર હોવા જોઈએ." રોનક.
" તો આ કારણે તને પેટમાં દુઃખે છે." મુસ્કુરાતા ટીનાએ કહું.
" તેવું કઈ જ નથી પરંતુ મને તે માણસ કઈ ઠીક નથી લાગતો." રોનક
" તેવું કઈ જ નથી તે માણસ સારો હશે કારણ કે તે મયંકનો મિત્ર છે." ટીના
" પરંતુ....." રોનકની વાત કાપતા.
"તેવું કઈ જ નહીં થાય."બંસી.
" તો કાલે આપણે મળ્યા." ટીના.
કોન્ફરન્સ કડ થયો અને પછી બંસીએ રોનકને કૉલ કર્યો.
" તારે આવી વાત ન કરવી જોઈએ." બંસી.
" પરંતુ તે માણસ સારો નથી." રોનક.
" જે કઈ પણ હોય તે હવે તું એ મનીષની ક્યારે પણ ખરાબ વાત નહીં કરે.જો તે વાત કરી છે તો તેને મારા પ્રેમના સોગંદ છે." બંસી.
" પરંતુ પછી જે કંઈ પણ થશે તેમાં હું જવાબદાર નહીં ." રોનક.
" હા.... અને ચાલ હવે તું સુઈ જા." બંસી.
" ઓકે " રોનક.
પરંતુ તે રાતે રોનક નિંદર ન આવી તેને વિચાર આવતા હતા કે આ માણસ શું શું કરશે.