મારા મનમાં ચાલી રહેલા વિચરોના વમળોની ઝડપ અને ઉંડાાઇ વધી ગઇ હતી. હું તેમની રાહ જોઇ રહી હતી સાથે સાથે સ્વયમની મમ્મીએ આપેલી ચ્હાની ચુકસી પણ લઇ રહી હતી. મારી નજર સતત સ્વયમના પપ્પાના રૃમ તરફ જ હતી. થોડી વારમાં જ સ્વયમના પપ્પા ફ્રેશ થઇ કપડા પહેરી દિવાન ખંડમાં આવી મારી સામેના સોફા પર બેઠા, એટલામાં જ સ્વયમની મમ્મી તેમની માટે પણ ચ્હા લઇને આવી ગઇ હતી.
સ્વયમના પપ્પાએ હાથમાં ચ્હાનો કપ લીધો અને સ્વયમની સામે નજર કરી. એટલે સ્વયમ પણ સમજી ગયો કે પપ્પા શું કહેવા માગે છે. સ્વયમે વાતની શરૃઆત કરી.
સ્વયમ : પપ્પા આ મારી કોલેજની ફ્રેન્ડ છે, મારી સાથે જ ભણે છે, ખુબ જ હોશીયાર છે, હોસ્ટેલમાં રહે છે. તે મૂળ ગોહિલવાડી રહેવાસી છે. તેને તમારૃ કંઇક કામ છે એટલે આજે મળવા આવી છે.
સ્વયમના પપ્પા : સરસ બોલો બેટા શું કામ છે મારૃ ? કોઇક છોકરો હેરાન કરે છે કે પછી કોઇ વસ્તુની ચોરી થઇ છે ? ચિંતા ના કરીશ હું જરૃર તારી મદદ કરીશ....
(હું મારી વાત ઇશારાથી સમજાવવા લાગી એટલે સ્વયમે તેને શબ્દોનું સ્વરૃપ આપવાની શરૃઆત કરી)
દ્રષ્ટી : અંકલ હું ગોહિલવાડના નાનકડા ગામમાં રહું છું. મારી ર્માં અને બાપુ બન્ને હાલ ત્યાં જ છે. મારો અવાજ નાનપણથી જ ભગવાને આપ્યો નથી. જેની સારવાર કરવા માટે મારા બાપુ અને ર્માંએ ઘણા પ્રયાસો કર્યો. ડોક્ટર, ભૂવા, દોરા ધાગા બધુ કર્યુ પણ કોઇ જ ફેર પડયો નથી. પરંતુ થોડા મહિના પહેલા બાપુને રાજકોટના એક ડોક્ટરે કહ્યું કે, તમારી દિકરીને તેનો અવાજ પાછો મળી શકે છે. પરંતુ તેની માટે ખર્ચ વધારે થશે. તે વાત થયા બાદ તેઓ મારી સવાર માટે રકમ ભેગી કરવામાં લાગી ગયા છે. પેટે પાટા બાંધીને પણ રકમ ભેગી કરી રહ્યા હતા. પરંતુ જરૃરી રકમ એકઠી થઇ રહી ન હતી. જેથી તેઓ રોજગારીની તક શોધવા ગામની બહાર નીકળ્યાં હતા.
(સ્વયમના પપ્પા મારી વાત ખુબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. બાપુને વિચાર મનમાં આવી ગયો અને મારી આંખમાં આંસુ આવી ગયા, તેમને મારી આંખમાં આવેલા આંસુને જોઇને સ્વયમને ઇશારો કરી મને પાણી આપવા કહ્યું. એટલે સ્વયમ રસોડામાં જઇ મારા માટે પાણીનો ગ્લાસ લઇને આવ્યો. ગ્લાસમાંથી પાણીનો એક ઘુંટડો ભર્યો અને હંુ થોડી સ્વસ્થ થઇ અને મારી વાત આગળ વધારી)
દ્રષ્ટી : બાપુ રોજગારીની શોધમાં આમ તેમ ફરી રહ્યા હતાં. તેવામાં તેમને એક વયક્તિ મળ્યો જે મારા બાપુને સાથે લઇ ગયો અને અમારા વિસ્તારના જંગલોમાં રહી લૂંટફાટ કરી ડાકૂઓની ગેંગમાં જોડાવા લઇ ગયા. જ્યાં તેમને ધમકી આપવામાં આવી કે હવે તમારે જોડાવું હોય તો જોડાઇ શકો છે, તમારે જરૃરી રકમની જવાબદારી અમારી, પણ જો તમે જોડાશો નહીં તો અહીંથી જીવતા જવાની આશા રાખશો નહીં. જેથી બાપુની પાસે તેમના ગીરોહમાં જોડવા સિવાય કોઇ રસ્તો ન હતો. તેઓ ગીરોહમાં જોડાઇ તો ગયા પરંતુ તેઓ મન મારીને તેમની સાથે કામ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક મહીનાથી તેઓ ઘરે પણ નથી આવ્યા. હું રજામાં ઘરે ગઇ ત્યારે ર્માંએ જણાવ્યું કે, બાપુ કેટલાક મહિનાથી ઘરે નથી આવ્યા. એટલે હંુ તેમને શોધવા માટે ઘરેથી નિકળી ગઇ. થોડા દિવસ શોધખોળ કર્યા પછી તેઓ ડાકુઓના ગીરોહમાં જોડાઇ ગયાનું જાણવા મળ્યું. જે બાદ હું મારા બાપુને પાછા મેળવવા માટે ગીરોહના સરદાર સાથે વાત કરી પણ તેમને મને ના પાડી. જે બાદ મેં સરદારને પણ સમજાવ્યા કે ચિંતા ન કરો હું બાપુની સાથે તેમને પણ તમારા ઘરે પરિવાર પાસે લઇ જઇશ. જે વાત સાથે સરદાર પણ તૈયાર થયા છે. પરંતુ તેમને મુશ્કેલી પોલીસ વિભાગની છે. જેથી હું તમારી પાસે આવી છું. પોલીસ વિભાગ તરફથી તમે મારી મદદ કરી શો ખરા ?
સ્વયમના પપ્પા : બેટા તારી વાત સાંભળી મારે શું કરવું તે જ વિચાર હું કરી રહ્યો છું. પણ શું કરવું તેની ખબર પડતી નથી. પરંતુ ચિંતા ન કર હું તારી મદદ કરીશ. આ બાબતે મારે મારા ગાંધીનગર ખાતે બેસતા ઉપલા અધિકારીઓ સાથે વાત કરવી પડશે. જેમાં જરૃર પડે તારે મારી સાથે ગાંધીનગર પણ આવવું પડે.
દ્રષ્ટ્રી : અંકલ હું મારા બાપુને પરત ઘરે લઇ જવા માટે તમે જે પણ કહેશો તે કરવા તૈયાર છું.
સ્વયમના પપ્પા ઃ સારુ બેટા હું કાલે મારા ઉપરી અધિકારીઓ સાથે વાત કરી સ્વયમ સાથે તેમનો સંદેશો તને મોકલાવીશ.
એટલામાં તો સ્વયમની મમ્મી આવી અને જમવાનું તૈયાર હોવાનું જણાવ્યું. જેથી અમે બધા જ ઊભા થઇ ડાઇનિંગ ટેબલ ગયા. સાથે બેસી અમે જમ્યા અને પછી સ્વયમના પપ્પાએ મને મદદ કરવાની શાંતવના આપી. દરમિયાન મેસેજ કરી મેં ખબરીને બોલાવી લીધો હતો. સ્વયમના પપ્પાને પગે લાગી હું ઘરની બહાર નીકળી. સ્વયમ સોસાયટીના ગેટ સુધી મને મુકવા આવ્યો. સોસાયટીના ગેટ પાસે જ ખબરી કારમાં મારી રાહ જોઇ રહ્યો હતો. હું સ્વયમને થેન્કયું કહીને હું કારમાં બેસી ગઇ એટલે કાર બંગલા તરફ મારતી ઝડપે દોડવા લાગી.
સ્વયમના પપ્પા સાથે મારી શું વાત થઇ તે જાણવા માટે ખબરી આતુર હતો. એટલે મેં તેને ઇશારો કરી બધું બરાબર છે. ચિંતા ન કરશો તમારા વિષે કે સરદારના ઠેંકાણા વિશે કોઇ જ વાત થઇ નથી. ખબરીએ તરત જ સરદારને ફોન કરી જરૃરી અપડેટ આપ્યા. દરમિયાન કાર બંગલાના આંગણે પહોંચી ગઇ અમે કારમાંથી ઉતરી બંગલામાં પ્રવેશ્યા. હું સીધી જ મારા રૃમમાં જતી રહી. ફ્રેશ થઇ કપડાં બદલી પલંગ પર આડી પડી અને સુવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ મનમાં એક વિચાર ચાલી રહ્યો હતો કે કાલે સ્વયમના પપ્પા કાલે તેમના ઉપરી અધિકારીને શું વાત કરશે તેઇ શું જવાબ આપશે ? વિચારોમાંને વિચરોમાં જ મારી આંખો ક્યારે ઢળી ગઇ તેનો મને ખ્યાલ જ ન રહ્યો.
આંખ ખુલે ત્યારે સવારના ૧૧ વાગી ગયા હતા. સુરજ દાદા ક્યારે ઉગ્યા અને માથે આવી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો છે. તરત જ ફોન હાથમાં લીધો અને સ્વયમનો ફોન કે મેસેજ છે કે નહીં તે જોયું પણ તેનો કોઇ ફોન કે મેસેજ ન હતો. જેથી હંુ થોડી ગભરાઇ ગઇ. પછી ખ્યાલ આવ્યો કે સ્વયમના પપ્પા હજી ગાંધીનગર પહોંચ્યા હશે. તેઓ તેમના ઉપરી અધિકારીને મળશે વાત કરશે પછી મને જવાબ આપશે. ખ્યાલ આવતાની સાથે જ ફોન બાજુમાં મુકી હું મારી દિનચર્યામાં પરોવાઇ ગઇ.