Sheds of pidia - lagniono dariyo -12 in Gujarati Short Stories by Herat Virendra Udavat books and stories PDF | શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૨

Featured Books
Categories
Share

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૨

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૨- "ठारडौं" એક અસાધારણ કથા..!

સેકન્ડ યુનિટ નો દરવાજો ખૂલ્યો. એક ૨૫ વર્ષની છોકરી , એક ૧૩ વર્ષની છોકરીનો હાથ પકડીને વોર્ડની અંદર લાવી રહી હતી. તેમની પાછળ તે છોકરી નું આખું ફેમિલી આવી રહ્યું હતું. 25 વર્ષની છોકરી ધીરે ધીરે પણ મક્કમ ડગલે આગળ વધી રહી હતી , નજીક આવીને તે પોતાના ધીમા અવાજમાં બોલી,
" સર, પણ આ છોકરી સુતી જ નથી "
દુઃખી પણ કોમળ અવાજ એ મારી કો રેસિડન્ટ ડોક્ટર ગિરિમાનો હતો. અને એ નાની છોકરી એટલે લક્ષ્મી.

વાત જાણે એમ હતી કે સવારે 10:00 વાગે સાયકાઅૅટ્રીક ડિપાર્ટમેન્ટમાંથી એક પેશન્ટનું રીફર પિડીયાટ્રીક્સ માં કરવામાં આવ્યું. છોકરીની કમ્પ્લેન બહુ અજબ-ગજબ હતી, તેની મમ્મીનું એવું કહેવું હતું કે છેલ્લા કેટલાય દિવસથી આ છોકરી સરખું સુતી નથી, અચાનક ઉભી થઈ જાય છે અને પાગલોની જેમ ચાલવા લાગે છે.
ક્યાં કયો રસ્તો કંઈ ખબર નથી બસ ચાલ્યા જ કરે છે. પછી અચાનક જમીન પર સૂઈ જાય છે અને પાછી ઊઠીને ચાલવા લાગે છે.
ઘરની બહાર રસ્તામાં જે બાઇક વાળા માણસો દેખાય તેની પાછળ જીદ કરીને તે બેસી જાય છે અને બહુ પૂછો તો બોલે છે કે એને એક કાળી સાડીવાળી કોઈક સ્ત્રી દેખાય છે, અને તે તેને બોલાવે છે એટલે તે જાય છે. ઘણો ઇન્ટરેસ્ટિંગ કેસ આ બની રહ્યો હતો.
છોકરી ને પંદર દિવસથી ફીવર આવતો હતો જે છેલ્લા એક દિવસથી ઓછો થયો હતો પણ ફીવરના માટે આ પેશન્ટ અમારી જોડે આવ્યુ હતું કે અમે કોઈક સારી મેડિસિન પ્રિસ્ક્રાઈબ કરીએ અને તેની આ વર્તણૂક માટે મગજમાં કોઈ ઇન્ફેક્શન સસ્પેક્ટ કરીને સિટી સ્કેનની એડવાઈસ આપીએ.

પણ સીટી સ્કેનમાં તે સુતી હતી નહીં અને અમારી પ્રાથમિક તપાસમાં બ્રેનમાં કોઈ ઈન્ફેક્શન ના હોય તેમ જ લાગતું હતું , એટલે અમે ફરીથી એને સાઇકાયટ્રીસ્ટ પાસે મોકલી.
રસ્તામાં હું તેનો હાથ પકડીને આગળ લઈ જતો હતો અને તે હસતા હસતા કેહતી,
"જો, તારી આગળ પેલી કાળી સાડીવાળી છે જે મને બોલાવે છે ,તું મને જવાદે કહીને એ દોળવા લાગતી." મને આની બીમારી અને ટ્રીટમેન્ટ જાણવામાં બહુ જ રસ પડ્યો હતો એના માસા-માસી પાછળથી મોટે મોટેથી બોલતા,
"મારી છોકરીને કોઈકનું વળગણ લાગ્યું છે બાપા, કંઈક કરો..!! "
આ વળગણ ન હતું એ મને ખબર હતી પણ શું હતું એ જાણવું ઘણું જરૂરી હતું.
સાઈકાયટ્રિક વોર્ડમાં પહોંચતાની સાથે મે ત્યાના એચ.ઓ.ડી સર ને વાત કરી કે ફીવર માટે કોઈ મગજનુ ઈન્ફેક્શન નથી તે રૂલ આઉટ થઈ ચૂક્યુ છે, સી.ટી. સ્કેનની જરૂર છે નહીં.
એમણે તરત જ કીધું, " ધીસ ઈસ પ્યોર સાયટ્રીક કેસ"
મેં એમને બીમારી વિષે પૂછ્યું એમણે કીધું ,
"આ ફેમિલી રાજસ્થાનના કોઈક ગામડામાંથી આવે છે , જ્યાં મેડિસિન ની પ્રેક્ટિસ સદીઓથી ઉંટવૈદ્યો જ કરે છે ,બચ્ચીને ફીવર હતો તો એના માટે કોઈપણ ઇન્વેસ્ટિગેશન વગર ત્યાંના કોઈક ઉંટીયાએ લિવોફ્લોક્સેસિન ડબલ ડોઝમાં 7 દિવસ સુધી આપી છે,
એન્ડ બિકોઝ ઓફ ધેટ એને " એકેથિસિયા" નામની સાઇડ ઇફેક્ટ ડેવલોપ થઈ છે , વારે વારે દોડવું તેને રેસ્ટલેસનેસ કહેવાય કે જે એકેથિસ્યા માં કોમન છે અને એના એસોસિએશનમાં એને હેલ્યુસિનેશન પણ શરૂ થયા છે કે જેમાં તેને કાળી સાડીવાળી બેન દેખાય પણ છે અને તેને બોલાવે પણ છે મતલબ કે સાયકોસિસ પણ ડેવલોપ થયું છે, ટ્રિટેબલ છે, બટ ઈટ વિલ ટેક ટાઈમ."
હતાશ આંખે હુ એ છોકરીને જોઈ રહ્યો કે જે હજી પણ પાગલોની જેમ દોડતી હતી અને એનાથી પણ વધારે હતાશા મને એના પેરેન્ટ્સ માટે હતી કે જે હજી પણ માનતા હતા કે એને કંઈક વળગ્યું છે.
મેડિકલ સાયન્સ થી દુર એવા આ વિસ્તારોના ભૃપૃષ્ઠ પર થતી આ માલપ્રેક્ટિસ( ठारडौं , મારવાડમાં માલપ્રેક્ટિસ માટે વપરાતો શબ્દ.) આપણે વિચાર ના કરી શકીએ એટલી મોટી છે.
આ એક લક્ષ્મી તો કદાચ બચી ગઈ પણ આવી કેટલી લક્ષ્મીઓ આ વૈદ્યોના જાળમાં ફસાયેલી હશે એની ગણતરી કરવી ઘણી મુશ્કેલ છે...!

ડૉ. હેરત ઉદાવત.