છતાંય પણ રોમન પ્રોફેસર ના વાક્યો પર વિશ્વાસ મૂકીને નિર્ભય થઈને તેની કાર ને સેલ આપે છે.
રોમને રસ્તામાં પ્રોફેેસર ના વાક્યો યાદ કર્યા જેમાં તેમણેેેે રોમન ને કહ્યુંં હતુ કે ઘોસ્ટ જાગૃત અવસ્થામાં ક્યારેય માનવીના શરીરમાં પ્રવેશ નથી કરી શકતા માાનવી જ્યારે નિદ્રાવસ્થામાંં હોય છેે ત્યારે જ તે લોોકો માનવીના શરીરમા પ્રવેશ કરી શકે છે. આમ વિચારતો વિચારતો રોમન બોલ્યો ચલો જંગલ લાઈફે ઈનામ સારું આપ્યું હવે તો રાત ની નિદ્રા પણ છીનવાઈ ગઈ.રોમન ચાલુ ગાડીએ વારંવાર તેની બાજુની સીટ પર અને મિરર માંથી પાછળની સીટ પર જુએ છે અને વિચારે છે કે ક્યા બેઠી હશે એ ફીમેલ કોબ્રા?
રોમન હવે સત્યનો સ્વીકાર કરી ચૂક્યો છે અને એટલે જ હવે તે અનકમ્ફર્ટ ની વચ્ચે પણ કમ્ફર્ટ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે.પરંતુ આ આખી વાત ની સવિકૃતિ માત્ર રોમને જ કરી છે લસિસ એ જરા પણ નહીં .રોમન bruts થી used to છે ,લસિસ જરાય નહીં. એટલે સંભવ છે કે લસસિને જ્યારે આ વાતની જાણ થશે ત્યારે તે આખું ઘર માથે લેશે અને તેના indian tradition મુજબ મદારીઓ અને તાંત્રિકો ને પણ બોલાવશે જેની વિપરીત અસર તેના જ દાંપત્ય જીવન ઉપર પણ પડશે જ .કારણ કે રોમન પ્રેક્ટીકલ સાયન્સમાં જ બીલીવ કરવાવાળો માણસ છે અપૂર્ણ શ્રાદ્ધ કર્મ અર્થાત્ અંધશ્રદ્ધાઓમાં નહીં જ.આ પહેલા પણ લસ્સી અને રોમન વચ્ચે જ્યારે જ્યારે ચર્ચા થતી ત્યારે ત્યારે રોમન લસિસ નેએક જ વાત કહેતો કે તું બસ માત્ર એક જ તાંત્રિક કે યોગી એવા દેખાડી દે કે જે મને મિરેકલ કરીને બતાવી દે હું વિજ્ઞાનમાં વિશ્વાસ કરવાનો છોડી દઈશ. પરંતુ લસિસ પણ રોમનથી કમ કમ ઉતરે તેમ ન હતી એ પણ રોમન ને એ પરમ સત્ય જ સમજાવતી હતી તે જે ખરેખર જ સાચા તાંત્રિકો અને યોગીઓ હોય છે તેઓ ક્યારેય સંસારની સમક્ષ ઉપસ્થિત થતા જ નથી તેઓ તો માત્ર પોતાના દાયિત્વોના પાલન માં જ વિશ્વાસ ધરાવનારા હોય છે .અને આખરે રોમન ની volkswagen તેના ઘરના ગેટ પાસે આવીને ઉભી રહે છે. અને રોમન હોર્ન મારે છે.
લસ્સી પણ આતુરતા પૂર્વક રોમન ની પ્રતીક્ષા કરી રહી હતી અને તેણે રોમનના હાવભાવ વાંચતા વાંચતા જ ગટ ઓપન કર્યો.
રોમને તેની કારમાંથી બહાર નીકળીને લસિસને કહ્યું હાય સ્વીટહાર્ટ પરંતુ લસિસ પર રોમન ના આવા વાક્યની કોઈ અસર ના થઈ અને તેણે રોમન ને ઘરમાં પ્રવેશ કરતા પહેલા જ પૂછ્યું શું કહ્યું પ્રોફેસર અલી કોચરે.
રોમને હસતા હસતા કહ્યું કહું છું ડાર્લિંગ મને ઘરમાં તો જવા દે.
રોમન તેની અપસેટનેસને hide કરતો કરતો સોફા પર બેસે છે અને લસસી ની સામે જોઈને આ પ્રાકૃતિક હાસ્ય કરે છે જે પણ લસસી ને વધુ અકળાવી રહ્યું છે
લસસી રોમન ની બાજુમાં જઈને બેસી જાય છે અને રોમન ને ફરીથી પૂછે છે શું થયું.
રોમન લસસી ને વધારે અકળાવવા માટે કહે છે હા હા પાઈનેપલ ને? એ તો આપણે જવાનું જ છે ને!
લસસી રોમન ઉપર ગુસ્સે ભરાય છે અને કહે છે ના કેવું હોય તો ના પાડી દે બાકી મને ગુસ્સો ના કરાવીશ.
રોમન લસસી ને કસસીને પકડે છે અને કહે છે બધું નોર્મલ છે.
લસસી કહે છે swer મી?.
રોમન કહે છે આઈ એમ સ્યોર.
આજની સાંજે તો રોમન લસસી ને ગમે તેમ કરીને મનાવી લેછે અને સમજાવી પણ લે છે પરંતુ રોમન ને અંદાજો પણ ન હતો કે આજની રાત અમાવસ્યાની રાત છે.અને ચંદ્રની ઘટતી કળા સાથે પ્રેત શક્તિ વધતી જાય છે.