"સાંજ, કોને તારી સાથે શું કર્યું હતું?! પ્લીઝ જવાબ આપ..." રિપલ કહી રહ્યો હતો.
"આ અમિતે મારી સાથે... મારી સાથે બહુ જ ગદ્દારી કરી છે! એણે તારી અને મારી બંનેની વફાદારીનો ગલત ફાયદો ઉઠાવ્યો છે!" ગાયત્રીની અંદર સાંજની આત્મા હતી એ સાંજના જ અવાજમાં બોલી રહી હતી! એણે સાવ આમ જોઈને બધા તો સાવ ગભરાઈ જ ગયા હતા, પણ સાંજનો પતિ રીપલ તો એની સાંજથી બિકલુક નહોતો ડરતો! સાંજ કંઇક કહેવા માંગતી હતી!
રીપલ અને સાંજ બંને સારા અને ભલા કપલ હતા... ઈમાનદારી અને વફાદારી તો એમના ખૂન ખૂનમાં ભરેલી હતી! આથી જ તેઓ અહીં ના શહેરના જાણીતા બિઝનેસમેન મિસ્ટર અમિત સાથે કામ કરી રહ્યા હતા. બધું જ ખૂબ જ મસ્ત ચાલી રહ્યું હતું - જેવું ચાલવું જોઈએ.
એક દિવસ બૉસ મિસ્ટર અમિત સાથે સાંજ બિઝનેસ ટુર પર ગયા હતા... ત્યાંથી આવતા સમયે ટ્રેઈન માં થી પગ લપાસાઈ જતા સાંજનું દર્દનાક મોત થયું હતું. જે જાણીને રીપલ તો બહુ જ રડ્યો હતો એ તો પાગલની જેમ જ વર્તવા લાગ્યો હતો... એવામાં અમિતે એણે બહુ જ સંભાળ્યો અને એણે આશ્વાસન આપ્યું.
થોડા દિવસો પછી જ મિસ્ટર અમિતની વાઇફ મિસેસ ગાયત્રી અજીબ હરકતો કરવા લાગી! એ કોઈ અલગ જ વ્યક્તિની જેમ વાતો કરવા લાગી તો અમિત તો સમજી જ ગયો કે એ તો બીજું કોઈ નહિ પણ ખુદ સાંજ જ હતી! હા એ પાછી આવી હતી, પણ કેમ?!
આ સવાલનો જવાબ જ મેળવવા બધા ભેગા થયા હતા.
"અરે પણ મેં તો કઈ જ નથી કર્યું! મે તમારી વફાદારી ઉપર ક્યારેય શક તો કર્યો જ નથી!" રૂમમાં જ બીજે ખૂણે અને બધાની સાથે રહેલો અમિત ડરતા ડરતા અને અટકતા અટકતા બોલી રહ્યો હતો!
"નામર્દ! જૂઠ ના બોલ! તાકાત હોય તો બોલ ને જે તુંયે કર્યું અને આ બધા સામે જે તું જૂઠ બોલ્યો હતો!" ગાયત્રીના શરીરમાં રહેલી સાંજની આત્મા ગુસ્સામાં લાગી રહી હતી.
"અરે પણ મેં તો કઈ કર્યું જ નથી!" અમિત ત્યાંથી જ બોલી ગયો!
"ઓહ... એવું! હા તો જો!" કહીને સાંજની આત્માએ બાજુમાં જ પડેલો પાણીનો કાચનો ગ્લાસ ખુદના જ માથામાં મારી દીધો, પણ એનામાં આની કોઈ અસર જોવા જ ના મળી!
"બોલીશ હવે કે... આ અલમારી મારી ઉપર નાંખુ!" ગાયત્રીના શરીરમાંથી સાંજ બોલી રહી હતી તો સાંભળીને અમિત પોપટની જેમ બધું જ સચ બોલવા લાગ્યો.
"હા... હા... હા..." મેં જ મર્ડર કર્યું હતું, સાંજનું! હું જ છું તમારી વફાદારીનો ગલત ફાયદો ઉઠાવનાર!" એણે એક ચીસ પાડીને કહ્યું.
"ધોખેબાઝ..." કહીને રીપલે એના કોલર પકડ્યા.
"અરે મને તો શુરૂ થી જ સાંજ બહુ જ ગમતી હતી, મે તો ઘણી વાર એણે કહ્યું પણ કે મારી સાથે રાત ગુજાર, પણ એ કહેતી જ રહી કે હું તો રિપલને જ વફાદાર હતી, છું અને રહીશ!" એણે અટકતા અટકતા અને બહુ જ ડરતા કહ્યું. એના શબ્દોની સાથે જ ગાયત્રી માં રહેલી સાંજનો ગુસ્સો પણ વધતો જઈ રહ્યો હતો!
"એટલે... એટલે જ હું એને બિઝનેસ ટુર ના બહાને શિમલા લઈ ગયો... ત્યાં શિમલા ની હોટેલમાં મેં એને ફરી સમજાવવા ચાહ્યું, પણ એ મને એક ઝાપટ મારીને આવી ગઈ! મારા બધા જ ખર્ચ અને પૈસાનું પાણી થઈ ગયું તો આવતા સમયે મે જ એણે ટ્રેઈન પરથી નીચે ધક્કો આપી દીધો!!!" અમિતે કહ્યું.
આ વખતે ગાયત્રી રડી રહી હતી... હા... વફાદારીની શીખ આપીને સાંજની આત્મા ચાલી ગઈ હતી. એ પછી તો ખુદ ગાયત્રી એ જ એના પતિ અમિત પર કાનૂની કારવહી કરાવી!