call center -41 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૪૧)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૪૧)

સર આ તમારી સાથે છે તે માનસી છે ને?તમારા વાઈફ કહી રહ્યા હતા કે કોઈ માનસી નામની છોકરી છે તેમની સાથે અફેર છે?

*******************************

વિશાલ સર પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર આગળ ચાલવા લાગ્યા.થોડીજવારમાં તેની ગાડી આવી અને તે ગાડીમાં બેસી ગયા.માનસીને તેની ઘર નજીક ઉતારી તે તેમના ઘરે ગયા.ઘરમાં જોયું તો પાયલ અને માહી હતા નહિ.તરત જ તેણે પાયલના ફોનમાં ફોન લગાવ્યો.

તું ક્યાં છે?

હું જ્યાં પણ હોવ ત્યાં તારે અને મારે હવે કોઈ સબંધ નથી.પણ તે અચાનક આવું પગલું શા માટે લીધું.ઘરમાં વકીલને મેકલી તું માહીને મારી પાસે જ રે તે માટે જબરદસ્તિથી તું મને વકીલ પાસે સાઈન કરાવા માંગતો હતો.હું તો ખાલી જોતી હતી કે તું માહીને રાખે છો કે નહીં પણ તું તો કપટી નીકળ્યો.

તારે મારાથી છૂટાછેડા જોતા છે ને તો એક ફોન કરી દે જે મને હું આવી જાશ કાલે ઓફીસ પર સાઈન કરવા માટે.હું પણ તારાથી હવે છુટકારો લેવા માંગુ છું.

વિશાલને હવે બધું સમજાય ગયું હતું કે આ બધું માનસીને કારણે થયું છે.તેણે જ વકીલને પાયલ પાસે મેંકલ્યો હશે સાઈન કરવા માટે.માનસી તારે એકવાર મને પૂછી તો લેવું હતું ને.તે બોવ મોટી ભૂલ કરી છે માનસી.તારા કારણે હું આજ બરબાદ થઇ ગયો.

વિશાલસરે માનસીને ફોન લગાવ્યો.હેલો..!!!
માનસી તારે મારા ઘરે વકીલને મેકલવાની શું જરૂરત હતી.અને જબરદસ્તિથી તું પાયલને સાઈન શા માટે કરાવા માંગતી હતી.એ વકીલ અહીં આવ્યો એ પછી જ પાયલ મીડિયા સામે આવી છે.આ બધા ખેલ તારા કારણે થયા છે.

માનસી ફોન મૂકીને ખડખડાટ હસવા લાગી.વિશાલ આ બધો મારો જ પ્લાન હતો જેથી કરી તું મારી સાથે જલ્દી લગ્ન કરે.હું તારી સાથે લગ્ન કરી મારી એ શો આરામની જિંદગી જીવા માંગુ છું.તારા એ ચાર માળના મુંબઈના બંગલામાં પગ પર પગ ચડાવી હું એક સારી જગ્યા પર બેસી ચા પીવા માંગુ છું.

એટલે જ તો મેં આ બધું કર્યું છે.તે મને કાલે બેંગ્લોરમાં રૂમમાં કહ્યું કે તું હજુ થોડીવાર ખમી જા લગ્ન માટે પણ હું હવે મારુ શરીર તને આપીને થાકી ગઈ છું વિશાલ હવે તારા આ પૈસાને હું પ્રેમ કરવા માગું છું,અને કરીશ પણ હવે તારાથી પાયલ છૂટી પડી જશે અને તને તે છુટાછેડા આપી દેશે એટલે તું મારી પાસે આવીશ અને કહશ માનસી તું મારી સાથે લગ્ન કરી લે.

આજ માનસી ખુશ હતી અને વિશાલ દુઃખી હતો.વિશાલસરને કઇ સમજાતું ન હતું કે શું કરવું.આજથી બધા જ મેડીકોલ કોલસેન્ટર પણ શરૂ થઇ ગયા હતા.વિશાલસરે નક્કી કર્યું કે આ બધું મારે ભૂલી આગળ વધવું હોઈ તો મારે મેડીકોલ કોલસેન્ટરને પહેલા સાચવું પડશે.તે સાંજે મેડીકોલ કોલસેન્ટર પર આવ્યા.

પલવી,અનુપમ અને ધવલ આજ મેડીકોલ કોલસેન્ટરમાં હાજર થઇ ગયા હતા.વાઇરસને ઓફીસમાં બોલાવી બધી પૂછપરછ કરી એ પછી વિશાલ સરે પલવી,અનુપમ અને ધવલને તેની ઓફિસમાં આવાનું કહ્યું.

થોડીજવારમાં બધા ઓફિસમાં આવી ગયા.થોડીવાર બધા વિશાલસર સામે જોય રહયા.હા,તમને આજ સવારના ન્યૂઝ મળી જ ગયા હશે,પણ એ મારી ફેમેલી મેટર છે.મારા આ બિઝનેસ સાથે કોઈ લેવાદેવા નથી.માટે આ મેડીકોલ કોલસેન્ટર રાબેતા મુજબ શરૂ રહેશે.હા,આજે મારે થોડું કામ છે,એટલે તમને બધાને આજે હું વહેલા રજા આપી રહ્યો છું.કાલથી સમય સર આવી જજો.આ મેડીકોલ કોલસેન્ટર કોઈ પણ સંજોગોમાં બંધ નહિ રહે.

ઓકે સર..!!! બધા જ મેડીકોલ કોલસેન્ટરની ઓફીસ માંથી બહાર નીકળી ગયા.હેલો..!!હું વિશાલ..!!!હા,માનસી હું તને મારી ઓફિસ પર અત્યારે મળવા માંગુ છું.તું મારી ઓફિસ પર આવી જા.એક શરત પર મળવા આવું.તું તારા ઓફિસના કેમેરા બંધ રાખ તો જ.માનસી તું મજાક ન કર હવે કેમેરા બંધ કે શરૂ રાખીને કોઈ ફાયદો નથી.હું તારી રાહ જોઈ રહ્યો છું.

થોડીજવારમાં અનુપમ,પલવી અને ધવલ બધા મેડીકોલ કોલસેન્ટરથી ઘરે પોહચી ગયા.ત્યાં જ અનુપમના ફોનમાં કોઈના નંબર પરથી મેસેજ આવ્યો.

હાય,અનુપમ હું તને મળવા માંગુ છું.તારા ઘરની પાછળ સર્કલ છે.તે જ સર્કલમાં હું સાંજે પાંચ વાગે ત્યાં આવીશ તું આવી જાજે.હું તને એક સરપ્રાઇઝ આપવા માંગુ છું.અનુપમને થયું આ મેસેજ પલવીનો છે.એ સિવાય મને કોણ મેસેજ કરે.અનુપમેં મેસેજનો રીપ્લાય કરી કહ્યું હા,હું એ સર્કલ પર સમય સર આવી જશ,અને તારી રાહ જોશ.

ઓકે..!!!

વિશાલસર હજુ ઓફિસની અંદર જ હતા.થોડીવારમાં માનસી એફિસની અંદર આવી.થોડીવાર વિશાલસર અને માનસી એકબીજાની સામે જોય રહ્યા.તું અહીં બેસી શકે છો.

માનસી વિશાલસરની સામે ખુરશી પડી હતી તેની પર બેઠી.માનસી તે આજે સમાચારમાં સાંભળ્યું જ હશે કે પાયલ મારી સાથે છૂટાછેડા લઇ રહી છે,અને માહીને પણ તેની સાથે લઇ ગઇ છે.તેણે ટીવી પર આવીને એ પણ કહ્યું કે વિશાલનું માનસી સાથે કોઈ અફેર છે.

હા,મેં સાભાળ્યું..!!!તો હવે મારે શું કરવાનું છે?

દિલ્લી..!!!

પણ તું મને દિલ્લી શા માટે મોકલી રહ્યો છે.હું તને દિલ્લી મોકલી અહીં બધું જ ઠીક કરવા માગું છું.આ આગ લગાવાની તે જ શરૂવાત કરી છે,મારા ઘરે વકીલને મોકલીને અને આ આગની ઓલવા માટે તારે દિલ્લી જવું જ પડશે.

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)