બાળપણની યાદો :
સવારનો સમય હતો અને જય ની નોકરીનો પહેલો દિવસ હતો. ઓફિસમાં પગ મૂકતાં જ જય ને ખબર પડી ગઈ કે અહીં સ્ટાફમાં બધા એકબીજાની નિંદા જ કરે છે. પણ તેનો તો પોતાના કામ સાથે મતલબ હતો એટલે કોઈની પણ પરવા કર્યા વગર તે બોસની કેબીનમાં જાય છે. પણ જતા પહેલા જ તેને એક છોકરી દેખાય છે. તે છોકરી ને જોતાં જ જય ખુબ જ ગુસ્સે થઇ જાય છે અને મનમાં વિચારે છે, ‘’ આ બલા, અહીં પણ મને ભટકાઈ.’’ એટલામાં તે છોકરી જેનું નામ ઈશાની છે તેણે કહ્યું, ‘’ શું બોલ્યો , તું બિલાડા ? ને તું કેમ અત્યારે અહીં આવ્યો છું ? સ્કુલમાં પણ તું રોજ ઝગડો કરતો. ‘’.... જય કહે છે .’’આ તો મારી નવી ઓફીસ છે, પણ તું કેમ અહિયાં આવી છે. ‘’ ત્યારે ઈશાની કહે છે,’’ આ ઓફીસ તો મારી છે. હે ભગવાન તે મને કેમ આ જગ્યાએ નોકરી આપી ? તેમ કહી ને ત્યાંથી પોતાના કેબીનમાં જાય છે. ભલે જય સામે તેણે ડોળ કર્યો પણ તેનાં હદયમાં જયની લાગણી ઓ થોડી સ્કુલના સમય થી જ ફૂલોની જેમ સુગંધમાં વણાયેલી હતી.
અને જય એક સારો વ્યક્તિએ બોલી જાય પણ એનાં હદયમાં કોઈ દિવસ કઈ દ્વેષ ભાવ ન હતો. પણ આ એકબીજા સાથે ઝઘડો કરવાની મજા આવતી મિત્રતાનો મીઠો ઝઘડો હતો. હવે તેવામાં તે બોસની કેબીનમાં જાય છે. જાણે કેવો હશે ? તેનાવિચારમાં ને વિચારમાં તે બોસની કેબીનની બહાર જઈને તે ,’’ મેં આઈ કમીન ? કહે છે. સામે થી સ્ત્રીનો અવાજ આવે છે કહે છે, ‘’ યસ કમીન. જય બોસની સામે જોવે છે પણ ખબર નહિ તેને એવું લાગતું હતું કે જાણે તેને આ બોસને કહી જોયા છે. તેણે ફરી સામે જોયું નાજુક ચહેરો , આંખોમાં કાજલ, માથા પર લટ તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. જય તો તેને ઓળખી ના શક્યો. પણ એ બોસ એટલે કે નેહા....નેહા જય ને ઓળખી ગઈ...તેને કહ્યું એલા ! તું જયલા ! ઓળખાણ ના પડી હું નેહા..આપને આઠમાં ધોરણમાં સાથે ભણતા હતા યાદ આવ્યું કે નહી ? ‘’ હવે બાળપણના મિત્ર મળે તો પછી કોણ બોસ અને કોણ નોકરી કરના ક્યાં ખબર જ રહે છે. ...અરે નેહા તું ? કેટલી બદલાઈ ગઈ છે..તું તો સાવ ગોબરી હતી..નાહ્યા વગર સ્કુલે આવતી ખબર ગોબરી...અને અત્યારે શું વાત છે. હા ! એકદમ હટકે હા બાકી ! ...નેહા કહે છે સારું બાળપણ ની વાતોમાં ભુલીના જતો હું તારી બોસ છું અત્યારે...ત્યારે જય કહે છે. ‘’ અરે હા સોરી મેડમ......અરે સોરી ના હોય હું તો મજાક કરતી હતી. હા, આપને ગમે તેમ કરીને આ કંપનીને આગળ લાવવાની છે. હું ઈચ્છીશ કે તું મન મુકીને કામ કરીશ. .......જય કહે છે ...સોરી મેડમ મન મુકીને નહી...હું હંમેશા દિલથી કામ કરીશ..ઓ આઈ લાઇક ધીસ ! નેહા કહે છે.
પાછા બન્ને બાળપણની વાતોમાં લાગી જાય છે અને વાતો કરતા હોય ત્યાંજ તે અવાજ આવે છે...મેં આઈ કમીન?.....યસ કમીન ......તે વ્યક્તિને અંદર આવતા જોઇને નેહા ખુશ થઇ જાય છે. કેમ કે તે વ્યકિત એટલે ઈશાની અને ઈશાની અને નેહા તો બાળપણની સખીઓ હતી....બાળપણમાં જયારે નેહા સાથે કોઈ ન હોતું રહેતું, ત્યારે એક આજ ઇશાની હતી જે તેની સાથે રહેતી હતી. નેહા ને એટલી બધી બદલતા જોઈ અને ફરી બધા બાળપણના મિત્રોને જોઇને ખુશ થઇ ગઈ. ...ઈશાની ની નજર જેવી જય પર પડે છે..તરત જ નેહા ને કહે છે...આ વાંદરા જેવાને અહિયાં નોકરીએ કેમ રાખ્યો....ત્યારે જય કહે છે...બંધ થા બિલાડી હું અહિયાં મારી કાબિલિયત લાગ્યો છું...નેહા કહે છે....હા ! ઈશાની જય એવો ને એવો જ કોઈ બદલાવ નથી થયો....
બધા ખુશ તો છે જ પણ ઈશાની ને એક ડર સતાવે છે લે ક્યાંક નેહા જયને પોતાનો તો નહિ બનાવી લઈને ? પછી તો શું તેનાં મનમાં એક વહેમ ઘર કરી જાય છે..ફરી પાછા હવે ત્રણેય બાળપણની વાતોમાં લાગી જાય છે. નાના હતા ત્યારે જયારે ઈશાની બહુ જ ચીડવતી જય તો જય તેને લાફો મારી દેતો એ તો બાળપણ હતું પણ હવે તો કંઇક અલગ થાય જો મારે તો...પછી તો શું ? રોજ ઓફિસમાં આવે અને બધા ત્રણેય મળે અને ઈશાની અને જય એક સાથે કામ કરતા એટલે ધીરે ધીરે ઈશાનીના હદયમમાં જય વિશે કુમળો પ્રેમ ફૂટવા લાગ્યો..ત્રણેયની મહેનતથી કંપનીએ ખુબ સફળતા મેળવી. કંપનીનાં શેર વધી ગયા.
ક્રમશ
આગળ શું થાય છે એ માટે આગળ નો ભાગ વાંચો..