rajninu chand in Gujarati Moral Stories by Rajeshwari Deladia books and stories PDF | રજનીનું ચાંદ

Featured Books
Categories
Share

રજનીનું ચાંદ

રજત અને રજનીનાં લગ્ન બધાની સહમતીથી ખૂબ જ હસી ખુશીથી થયાં હતાં.પણ રજતનું પરિવાર ખૂબ જ રૂઢિચુસ્ત હતું. ક્યારેક તો રજનીને થતુ. હું ક્યાં આવા પરિવારમાં આવી ગઈ.

રજત અને રજનીનાં લગ્ન લવ મેરેજ ન હતા. એટલે રજની રજત વિશે અને એનાં પરિવાર વિશે વધુ જાણતી ન હતી.બસ સમાજમાં એમનું નામ પ્રતિષ્ઠિત પરિવારોમાં ગણાતું હતુ એને કારણે રજનીનાં ઘરનાં લોકો એ રજનીનાં લગ્ન રજત જોડે કરવાનું નક્કી કર્યું હતું.

પણ રજનીને બધી વાતની ખબર લગ્ન કરીને આવ્યાં પછી પડી હતી.એમનાં પરિવારમાં દરેક પાબંધી સ્ત્રીઓ માટે જ હતી.પુરૂષોને કોઈ પણ પ્રકારની રોકટોક ન હતી.

આમ ને આમ જ રજનીનાં લગ્નને એક વર્ષ ક્યા થઈ ગયુ એની ખબર જ ન રહી.

એક વર્ષ પુર્ણ થતા રજનીને સારા દિવસો જઈ રહ્યાં હતાં.આ સાંભળી ઘરનાં લોકો ખૂબ જ ખુશ હતાં. પણ દરેકની આશા એક જ હતી કે પહેલા ખોળે દિકરો અવતરે.

ઘરનાં લોકોની આવી માનસિક સ્થિતિ જાણી રજની માનસિક રીતે ખૂબ ટોર્ચર થતી.બસ એનાં મનમાં એક વાંરવાર એક જ વિચાર આવ્યાં કરતો, જો દિકરાની જગ્યા એ દિકરી અવતરી તો?

આ તો રજનીનાં મનને ખાઈ જતો હતો.પણ રજત એને સાથ આપતો અને આવી બાબતો વિશે ચિંતા ન કરવાનું જાણવતો.

આઠ મહિના પછી.

રજત મને લાગે છે આપણે હોસ્પિટલ જવું પડશે.લાગે છે લેબર પેઈન શરૂ થઈ ગયો છે.

સારુ રજની તુ ચિંતા ન કર હું મમ્મી ને તારી પાસે મોકલું છું અને હોસ્પિટલ જવા માટે ગાડી લાવું છું.

રજતની મમ્મી રજની પાસે આવે છે અને કહે છે ચિંતા નાં કર.બસ થોડી હિંમત રાખ.આપણે હમણાં હોસ્પિટલ પહોચી જઈશું.બસ ભગવાન તને એક દેવ જેવો દિકરો આપી દે.એટલે ગંગા નાહ્યા.

રજત ગાડી લાવે છે. ત્રણેય હોસ્પિટલ પહોચે છે.

ત્યાં નો સ્ટાફ રજનીને એડમિટ કરે છે.અને ક્હે છે ડિલિવરીનો સમય થઈ જ ગયો છે.તમે ચિંતા ન કરો.

ડૉક્ટર આવીને રજનીને ચેક કરે છે અને ઓટીપીમાં લઈ લે છે.

રજની અસહ્ય દુખાવાને કારણે બુમાબુમ પાડી રહી હતી.

અનેક મુસીબતોનો સામનો કરીને રજની એ બાળકને જન્મ આપ્યો.પણ....

બાળકનાં જન્મથી કોઈને ખુશી ન થઈ.સિવાય રજની. આખા ઘરમાં રજની જ હતી જે પોતાના બાળકનાં જન્મથી ખુશ થઈ હતી.કેમ કે રજનીને બાળક તો જન્મ્યું પણ એ... પણ એ ન તો સ્ત્રી હતું કે ન તો એ પુરૂષ હતું. એ નપુંસક હતું. પણ રજની તો માતા હતી.ભલે બાળક ગમે એવું હોય પણ હતુ તો એ બાળક જ ને.ભલે બધા એને નફરત કરે પણ રજનીએ હંમેશા એને પ્રેમ જ કર્યો.

બધા એ રજનીને બાળકને તરછોડવાની વાત કહી પણ રાજનીએ હિંમત કરી દરેકની વાતને અવગણી અને બાળક સામે એક ઢાલ બનીને ઉભી રહી. બાળકનું નામ રજનીએ ચાંદ પાડ્યું. કેમ કે એનાં મુખનું તેજ ચંદ્ર જેવું શીતળ હતું.

ચાંદને હંમેશા બધા તરફથી નફરતનો જ સામનો કરવો પડતો.કોઈ એની જોડે બોલતું પણ નહીં અને કોઈ એને રમાડે પણ નહી. રજત પણ બીજાની જેમ જ એને નફરત કરતો હતો.

આમ ચાંદ ધીરે ધીરે મોટુ થવા લાગ્યું.ચાંદ જ્યારે બાર વર્ષનું થયુ ત્યારે જે વાતની રજનીને બીક હતી એજ વાત બની. હા આવા લોકોનો જે સમુહ હતો એ લોકો ને ખબર પડી એટલે એ લોકો એને ત્યાં લેવા આવ્યાં. આવા લોકો એટલે કિન્નર સમાજનાં લોકો ચાંદને ત્યાં લેવા આવ્યાં.

ચાંદને પોતાની માં થી અલગ થવુ બિલકુલ ન ગમ્યું.રજનીને પણ ચાંદને છોડવું ન હતું. પણ કુદરતની આગળ ક્યાં કોઈનું ચાલ્યું છે જે ચાલે.રજની લાચાર બની ગઈ અને ભારે હૈયે એને ચાંદને કિન્નર સમાજને સોંપી દીધું.

કિન્નર સમાજનાં લોકો એ રજનીને વચન આપ્યું કે તેઓ ચાંદને ખૂબ જ સારી રીતે રાખશે. જેવી રીતે તમે એની કાળજી રાખો છો એવી જ રીતે અમે પણ એની કાળજી રાખીશું.આવું વચન આપી એ લોકો ચાંદને રજની પાસેથી લઈ ગયા.

ચાંદને કિન્નર સમાજમાં લાવ્યા પછી જે પણ કાઈ વિધી હતી એ વિધી પુરી કરી હવે ચાંદ એ માત્ર ચાંદ ન રહેતાં ચાંદ માસી બની ગઈ હતી.

ચાંદ ને આજે પહેલી વાર પોતાના આવા અવતાર ઉપર નફરત થઈ. એને ભગવાનને કહ્યુ હે ભગવાન તે આપેલો, તે બનાવેલો આવો અવતાર શુ કામનો જે મને મારી માં થી અલગ કરે.આ આખી દુનિયામાં એ એક જ તો છે જેને હંમેશા મને પ્રેમ આપ્યો છે અને આજે તે મને એનાથી પણ દુર કરી દીધું.એનાં વગરની જિંદગી જીવવું મારા માટે અશક્ય છે.

આવુ કહી ચાંદ માસીએ ઝેર પીય લીધુ અને આ સમાજને આ દુનિયાને અલવિદા કહી ને જતુ રહ્યુ.

આ બાજુ રજનીની હાલત પણ ચાંદથી પણ વધું ખરાબ બની ગઈ હતી.ચાંદનો વિયોગ રજની સહન ન કરી શકી.રજની ચાંદનાં વિયોગથી માનસિક રોગનો ભોગ બની ગઈ. ચાંદ પાસે ન હતું તેમ છતાં પણ તે આંખો દિવસ ચાંદનાં નામનું રટણ જ કર્યા કરતી.

ચાંદની આ દુનિયામાં હયાતી ન હોવાની ખબર રજતને હતી.પણ એની હિંમત ન હતી કે રજનીને આ વાત કહી શકે.

રજનીની હાલત દિવસે ને દિવસે કપરી બનતી જતી હતી.

એક દિવસ રજની જ્યારે બધા બાળકો રમી રહ્યાં હતાં ત્યારે બહાર બેઠી હતી.ત્યારે કોઈ બીજા બાળકને ચાંદ સમજી ને પોતાના ઘરે લઈ આવી અને કહેવા લાગી ચાંદ હવે તુ આ બાળકો જોડે રમવા ન જતુ હો.આ બાળકો હંમેશા તારી મજાક જ ઉડાવે છે ને.તું આ બાળકો જોડે ના રમતું હો ને મારુ દીઁકુ.

એ બાળક રડી રહ્યુ હતુ.તો પણ રજની એને છોડતી જ ન હતી.એટલે રજત એની પાસે આવે છે અને રજનીને ભાનમાં લાવવા માટે જોરથી એક તમાચો મારે છે અને કહે છે આ બાળકને છોડી દે આ ચાંદ નથી.તારુ ચાંદ તો ભગવાન પાસે જતુ રહ્યુ છે તને છોડી ને.

આ સાંભળીને રજનીને બધુ યાદ આવી જાય છે. પણ રજનીથી ચાંદનાં વિયોગનો કારમો ઘા જીરવાતો નથી. એ જ સમયે રજનીને ખેંચ આવે છે અને રજની પણ ભગવાનને પ્યારી થઈ જાય છે.

રજની અને ચાંદ બન્ને એકબીજાનો વિયોગ સહન ન કરી શક્યા.એ કારણે બન્ને ભગવાનને પ્યારા થઈ ગયા.

રજનીનાં પ્રતિષ્ઠિત સમાજમાં અને રૂઢિચુસ્ત પરિવારમાં રજની અને ચાંદની હયાતી માત્ર રહી ગઈ.

રાજેશ્વરી