લવ બ્લડ
પ્રકરણ-36
દેબુએ નુપુરને ફોન કર્યો કે સાથે આવે છે કે કેમ ? પણ માંની વાતોની અસરમાં પૂરીપૂર્ણ નુપુરે ના પાડી હું નહીં આવુ !
દેબુએ ઇટ્સ ઓકે કહીને ફોન કાપ્યો. એણે તરતજ બીજે ફોન કર્યો અને સામેથી તરતજ ફોન ઊંચકાયો "હાં બોલ દેબુ શું થયું કેમ અચાનક અત્યારે ! દેબુએ કહ્યું" તારી પાસે સમય છે ? તું મારી સાથે આવી શકે ?
રીપ્તાએ કહ્યું "ક્યાં કેમ શું થયું ? હાં હાં આવીશ બોલ. દેબુએ હાંશ કરતાં કહ્યું" રીપ્તા હુ રૂબરૂ આવુ છું તું ત્યાં છું ત્યાં હુ આવી જઊ રીપ્તાએ કહ્યું "હું ઘરેજ છું તું આવ હું તારી રાહ જોઊં છું ત્યાં સુધી માં ને કહી દઊ.
દેબુએ ફોન મૂક્યો. એણે ટીશર્ટ પર કોટી ચઢાવી કોટીની અંદરનાં ખીસામાં નાની રીવોલ્વર મૂકી ચેક કરીને મેગઝીન સાથે લીધી અને એણે માં ને કહ્યું "હું આવુ છું કહી બાઇક સ્ટાર્ટ કરીને રીપ્તાનાં ઘરે જવા નીકળ્યો.
રીપ્તા અને એની માં બહાર જ બેઠાં હતાં અને દેબુ પહોચ્યો એણે બાઇક પર બેઠાં બેઠાંજ હાય આન્ટી કેમ છો ? આન્ટી અને આવીએ છીએ પાપાની ઓફીસ જઇને. અને ચિતાં ના કરશો. શાલીનીએ કહ્યું તું છે ને ધ્યાન રાખવા વાળો જલ્દી પાછાં આવી જજો.
રીપ્તા એનો થેલો લઇને દેબુની પાછળ બેસી ગઇ શાલીની બંન્નેને જતાં જોઇ રહી અને ઊંડા વિચારમાં પડી ગઇ. દેબુની પાછળ બેઠાં પછી રીપ્તાએ કહ્યું "હવે કહે શું થયુ ? કંઇ ચિંતાજનક છે તારો ચહેરો ઉતરી ગયેલો છે. વાત શું છે ?
દેબુએ કહ્યું "આજે પાપાને ગયે 2 દિવસ થવા આવ્યાં નથી પાપાનો મેસેજ કે ફોન આવ્યો નથી પાપા આવ્યા હું સંપર્ક કરવા પ્રયત્ન કરું છું તો ફોન સ્વીચ ઓફ આવે છે ઓફીસવાળાને પણ કોઇ માહીતી નથી એ લોકો કહે અમે પણ રાહ જોઇ રહ્યાં છીએ.
આપણે ઓફીસ જઇને બધીજ વિગત જાણીએ કે પાપા ક્યારે કેટલા વાગે ક્યાં કોને મળવાં ગયાં છે ? સાથે કોઇ ગયું હતું કે એકલાં ગયાં છે ? પછી ત્યાં ઓફીસે ગયાં પછી આગળ શું કરવું એ પ્લાન નક્કી કરીશું.
રીપ્તાએ કહ્યું ઓહ... સારુ થયું તે મને કોલ કર્યો પહેલાં એમની ઓફીસ જઇને જાણીએ પછી જરૂર પડે તો હું સુજોય અંકલ ને વાત કરું એમનાં કોન્ટેક્ટમાં બધાં પોલીસવાળા છે અને બધાં ટી ગાર્ડનવાળાને પણ ઓળખે છે.
દેબુએ કહ્યું "થેક્સ રીપ્તા... પછી ચૂપ થઇ ગયો. રીપ્તાએ દેબુને સ્પર્શીને કહ્યું "એય થેંક્સ શું ? ઇટ્સ માય પ્લેઝર એન્ડ આઈ લાઈક યોર કમ્પની આઈ લાઇક ઇટ કે તેં મને કીધુ પહેલાં સારુ કર્યું મને એવો વિચાર આવી ગયેલો કે તેં નુપુરને ફોન કરી બોલાવી હશે. મારો ચાન્સ નહીં લાગે એમ કહીને હસવા લાગી.
દેબુની બાઇક ખૂબ ફાસ્ટ રોડ પર દોડી રહેલી સામેથી પવનનાં સુસવાટા સ્પર્શી રહેલાં દેબુએ કહ્યું મેં એને કરેલો ફોન પણ એને ફાવે એવુ નહોતું. એટલે તને ફોન કર્યો પણ પવનમાં સુસવાટામાં રીપ્તાને બધુ સ્પષ્ટ સંભળાયુ નહીં એણે હા એ હા કરી... એવું સમજી કે એણે મને જ ફોન કર્યો. એ ખૂબ ખુશ થઇ ગઇ.
રીપ્તાને આજે પાછળ બેઠાં બેઠા દેબુને વળગી જવાનુ મન થયું એને થયુ દેબુનાં ચહેરાં પરની ચિંતા હું પ્રેમ કરીને ઓગાળી દઊં પણ એ હિંમત ના કરી શકી એણે મનને મારીને વાળી લીધું.
થોડીવારમાં પાપાની ઓફીસે પહોંચી ગયાં. અને દેબુ અને રીપ્તા બાઇક પાર્ક કરીને અંદર ગયાં. દેબુ સીધોજ મેનેજરની ચેમ્બરમાં ઘૂસ્યો અને કોમ્પ્યુટર પર બીઝી મેનેજરને કહ્યું "અંકલ હું દેબુ સુરજીતરોયનો દીકરો મારાં પાપાની કોઇ માહીતી મળી ?
મેનેજરે કોમ્યુટરથી નજર હટાવીને દેબુ સામે ચિંતિત નજરે જોયું એણે દેબુને જોઇને આર્શ્ચય સાથે પૂછ્યું "અરે દેબુબાબુ આપ અહીં ? હજી સરાં કોઇ સમાચાર નથી આવ્યા.
દેબુએ થોડી નારાજગી સાથે કીધું "તમે શાંતિથી કોમ્પ્યુટર પર ગેમ રમી રહ્યાં છો એનો મતલબ તમને તમારાં સર હજી આવ્યા નથી કે કોઇ સમાચાર નથી તો પણ કોઇ ફરક નથી પડી રહ્યો... અહીં શું ચાલી રહ્યું છે ?
પેલો મેનેજર તતફક કરતો ઉભો થઇ ગયો એણે કહ્યું ના ના દેવબાબુ એવું કંઇ નથી આતો જસ્ટ એક.... દેબુએ કહ્યું તમારાં સવારથી જે જવાબો મળેલાં એનાં પરથી જ અંદાજ આવી ગયેલો તમે લોકો ગંભીરતાથી લઇ નથી રહ્યાં.
અરે દેવબાબુ એવી કોઇ વાત જ નથી સર આમ ઘણી વાર બે-ત્રણ દિવસ માટે કોલકત્તા જાય કે કોઇ મીટીંગમાં જાય તો વાર થાય છે અમારાં માટે આ બધુ થવું નવાઇ નથી એટલે પણ અમે તપાસમાં જ છીએ શેઠને પણ જાણ કરી છે.
દેબુ કહે મને ખબર છે 2-3 દિવસ શું અઠવાડીયા માટે જાય છે પણ રોજે રોજ એમનાં મેસેજ અને ફોન આવે છે સતત સંપર્કમાં રહે છે. ગઇકાલ બપોર પછી આજની સાંજ થઇ ગઇ હજી સુધી એમનો કોઇ સંદેશ કે ફોન નથી ફોન સ્વીચ ઓફ આવે છે તમારી પાસે માહિતી નથી અમને ખૂબ ચિંતા થઇ રહી છે.
પેલા મનેજરે કહ્યું "તમે બેસો હું તમારી સામે જ ફરીથી બધાં જે જે જરૂરી ઠેકાણાં અને વ્યક્તિઓ છે એમની સાથે વાત કરીને માહીતી લઊં છું તમને આપું છું.
દેવે કહ્યું "મને વાત કરવા બધા નંબર આપો હું જાતે જ વાત કરીશ. રીપ્તાએ વચમાં કહ્યું પણ સર કઇ જગ્યાએ ગયાં છે ? કોને મળવા ? શેની મીટીંગ છે ? કોની સાથે છે એ બધી માહિતી અમને આપો.
પેલો થોડીવાર રીપ્તા સામે વિચીત્ર રીતે જોઇ રહ્યો. રીપ્તાં એનાં ભાવ સમજી ગઇ એટલે એણે મેનેજરને કહ્યું હું હમણાં જ પોલીસ અને અમારાં ડીટેક્ટીવ સાથે વાત કરીને એમને જાણ કરું છું.
મેનેજરે ગભરાતાં કહ્યું "દેબુબાબુ આ છોકરી શું બોલે છે ? આ કંઇ ગુનાખોરીની ઓફીસ છે ? તમારાં પાપાની જ ઓફીસ છે તમને હું બધી માહીતી આપું છું તમે ત્યાં તપાસ કરી શકો છો એમ કહી એણે અચકાતાં અચકાતાં એક ફાઇલ કાઢી પછી એમાં જોઇને બોલ્યો કે.....
સૂરજીત સર ચા નાં બગીચાઓનાં એશોસીએશનનાં પ્રેસીડન્ટ ત્થા પોલીટીક્લ લીડર સૌરભ મુખર્જી અને એક્ષપોર્ટર સૌમીત્રય ઘોષ બધાં સાથે મળીને કોઇ અગત્યની મીટીંગ છે અને એ મીટીંગ જંગલની સીમાને પાર બોર્ડર પર આવેલ બાબા ડમરુનાથનાં આશ્રમમાં છે. બસ અમારી પાસે આટલી માહીતી છે અને અમને કોઇ ફોલોઅપ કરવાની પરવાનગી નથી.
દેબુ અને રીપ્તા બંન્ને એકબીજાની સામે જોવા લાગ્યાં એણે એવી માહીતી જાણી કે બંન્ને આશ્ચર્ય સાથે આધાતમાં સરી ગયાં દેબુએ પૂછ્યું "પણ આ મીટીંગ શેનાં માટે હતી ? એજન્ડા તો તમને ખબર હશે ને ? તો તમારાં શેઠ પરદેશ કેમ છે ? એ ના ગયાં ?
મેનેજર કહ્યું "દેબુબાબુ આ બધી વાતમાં અમને સાથે રાખવામાં આવતાં નથી અમને કોઇ જાણ કરવામાં આવતી નથી વરસમાં આવી બે ત્રણ મીટીંગ હોય છે જે મોટા ભાગે બે દિવસમાં પુરી થઇ જાય છે આ સમયે જે સ્થળ પર મીટીંગ છે ત્યાં શક્ય છે કે મોબાઇલ ટાવરનાં હોય કોઇ સંપર્ક શક્ય ના હોય જંગલને પાર છેક બોર્ડર તરફ છે અમને પણ નવાઇ લાગી કે ત્યાં છેક મીટીંગ ?
પણ અમે તો નાનાં માણસો છે અમારાથી સામાં પ્રશ્ન થાય નહીં.... તમારાં પાપા એટલે કે સુરજીત સરે કહ્યું કે ત્યાં ખૂબ જ અગત્યની મીટીંગ છે હું બે-ત્રણ દિવસમાં કામ નીપટાવીને આવીશ. શેઠનો સંપર્ક મારી સાથે છે પણ આ જગ્યા પર હું પહેલીવાર જઇ રહ્યો છું એટલે પુરી તૈયારી સાથે જવું જરૂરી છે તમે મને અત્યાર સુધીના દરેક ચા નાં પ્રકાર પ્રમાણેનાં પ્રોડકશન ડેટા, સેલ થયેલ ટર્નઓવરની લેટેસ્ટ ફાઇલ તૈયાર રાખો મારી ઓફીસમાં મોકલાવો. શેઠની પણ સૂચના હતી કે સુરજીત સર જે માંગે એ બધી ફાઇલો આપવી.
દેબુએ કહ્યું "અહીં ચા એસોશીયનનાં પ્રેસીડન્ટ કોણ છે ? શું નામ ? પેલા મેનેજરે કહ્યું તમને નથી ખબર ? પેપરમાં એમનાં કેટલાં બધાં આર્ટીકલ આવે છે એમની સૌથી મોટી પ્રોપર્ટી ગણાય છે સૌથી વધુ ચા નાં બગીચા એમનાં છે. એકચક્રી શાસન ચા નાં ધંધા પર છે.
દેબુબાબુ તમે તો સરનાં દીકરાં થઇને આટલી માહીતી નથી ? એમનાં ઇશારે ભાવ નક્કી થાય છે પણ હમણાંથી ચા નાં બગીચાઓમાં થતી હડતાલો અને તોફાનો.... આ પેલાં રાજકારણી સૌરભ મૂખર્જી હમણાં બહુ માથુ ઉચક્વા માંડ્યા છે બધાને ઉશ્કેરી રહ્યાં છે એટલે બધાની સાથે મીટીંગ ડમરુ વાળા બાબાનાં આશ્રમમાં છે અને અમારાં એ પ્રેસીડન્ટ...
વધુ આવતા અંકે --પ્રકરણ-37