આગળ આપણે જોયું કે.. અમદાવાદમાં પિતા પુત્ર નું મિલન થાય છે.. અને એમની વાતો...
હવે વારો મીનાબેન લે છે.. એ વાત ને આગળ કહે છે.
તારાં પપ્પા ને કેટલી વાર કહ્યું એના થી દુર રેહજો પણ એ એવું કરી શક્યા નહિ.
વિદેશ થી જે ગેસ્ટ આવ્યા એમની સાથે જ સાંઠગાંઠ કરી તારા પપ્પા ને અલીગઢમાં ફરવા લઈ ગયા હતાં.. અને ત્યાં ખૂબ દારૂ પીવડાવી સ્ટેલા અને જેવિકા એ સાથ મળી વિડિયો ઉતર્યો હતો જેમાં તારા પપ્પા એ એમની પર બળાત્કાર કર્યો એવું કહ્યું અને જો તમે અમારી વાત નહિ મનો તો આ વીડિયો વાઈરલ કરી દઈશું.
તારાં પપ્પા ખૂબ ડરી ગયા હતા અને તેમણે પાછા આવી બધું જ તેમને નામ કરી આપ્યું અને સામે તે લોકો એ વિડિયો ડિલીટ કર્યો.
તો પછી શર્મિલ ને એમાં શું કામ કીડનેપ કર્યો?
એની કહાની અલગ છે એ બધું પણ જગદીશ ભાઈ ની ચાલ છે.
કેમ? એમાં એને શું ફાયદો થશે? ઘર, હોટેલ તો મળી ગઈ. તમે રોડ પર આવી ગયા અને એનો બદલો પૂરો થયો. તો હજુ કેટલું નુકસાન પોહચડવું છે? કેમ?
હવે શ્રાવસત ના પાપા એ વાત આગળ વધારી...
કહ્યું જગદીશ અને શૈલી બને મળેલા છે.
What??? શું?? અનિરુદ્ધ અને શ્રાવસ્ત એક શ્વાસે બોલી ગયા?
હાં..એ પણ એનું મહોરું છે. એ કોઈ પૈસાદાર બાપની છોકરી નથી. કોઈ મુંબઈ નો મોટો શેઠિયો નથી.પણ એક ગુંડા મવાલી નું ફેમિલી છે.
ઓહ....શ્રાવસ્ત જબરદસ્ત આંચકો ખાઈ ગયો.
એટલે આપણા ઘરમાં ગુંડા તત્વો દ્વારા બંગલો ખાલી કરાવ્યો.
હાં અને શૈલી પણ એમનાં ગુંડા જોડે ઘરોબો ધરાવે છે.
તો આટલું બધું થઈ ગયું તો તમે પોલીસ ફરિયાદ કરી કેમ નહીં??
બેટા અમે પોલીસ ફરિયાદ કરવા ગયાં ત્યારે અમારી ઉપર બે વાર ફાયરિંગ થયું. અમે મરતાં મરતાં માંડ બચ્યા.
ઓહ.... ઈશ્વરનો આભાર કે તમને બંને ને કશું નાં થયું. શૈલી ભાભી અને જગદીશ ભાઈ નાં સિક્કાની બીજી બાજુ નો ચહેરો આવો બિહામણો છે એની ખબર તો સાથે રહેનારા ને પણ જાણ નાં થાય એવો છે. ....શ્રાવસ્તે કહ્યું.
ઈશ્વરનો બીજો આભાર પણ માનવો રહ્યો કે સદનસીબે તે જ વખતે ડિઆઈજી જાડેજા ત્યાં હાજર હતાં અને એમણે અમને સાંભળ્યા. અને કહ્યું પોલીસ ફરિયાદ વગર જ આપણે બધાંને પકડીશુ. કોઈ પણ ગુનાહિત કાવતરું ગુન્હો જ બને છે. અત્યારે તમને હું સલામત જગ્યાએ મોકલું છું ત્યાં રહેજો અને જ્યાં સુધી તમારા બંને દિકરાઓ આવે નહીં ત્યાં સુધી ત્યાંથી બહાર નિકળતા નહી.
ઓહ.... પોલીસ એનું કામ સાચાં લોકો ને હિંમત આપી..સાથ આપે છે અને આપણે એમનાં માટે.... કેવું વિચારી લઈએ છીએ.
હવે સાંભળ અમને આગલાં દિવસે જ ડિઆઈજી જાડેજા નો ફોન આવ્યો હતો અને કહ્યું તમે સલામત સ્થળે જતાં રહો અને જ્યાં પણ રહો અમને જાણ કરજો.સાદા વેશમાં ત્યાં તમને અમારો માણસ આવશે અને રક્ષણ કરશે.
અને તમારા એક નહીં પણ બંને દિકરાઓ નો જીવ જોખમમાં છે.
એટલે કે હું દમણમાં આવી ગયો એની જાણ પેલાં ગુંડા તત્વો જોડે પહોંચી ગઈ છે એમ જ ને!
અનિરુદ્ધ એ કીધું હવે આપણે કુંજન ને પણ કહી દેવું જોઈએ કે તારે હમણાં પંદરેક દિવસ સુધી ઘરની બહાર બિલકુલ નિકળવાનું નથી. એમનાં છોકરાઓ ની સ્કુલ પણ બંધ કરે.હમણા ઘરે જ ભણે.
જયશ્રી માસી નો ખૂબ ખૂબ આભાર. અને મમ્મી પપ્પા નેં સાચવજો. ત્યાંથી જ કુંજન ને ફોન કરી દે છે અને મમ્મી પપ્પા સાથે વાત કરાવે છે. એ ફોન પરનું મા દીકરી નું મિલન હ્રદય નેં ઝંઝોળી જાય એવું હતું.
શ્રાવસ્તે કહ્યું કે હું આવી ગયો છું.. તમે હવે જરાય પણ ચિંતા ન કરશો. જેવું ગયું છે એવી જ રીતે પાછું પણ લઈશું.
મીનાબેન બોલ્યા.. આપણે કંઈ જોઈતું નથી બસ શર્મીલ હેમખેમ પાછો આવી જાય તો ઈશ્વરનો ઉપકાર રહેશે. બીજું બધું તો ફરી વસાવી લઈશું. એ લોકોને ઈશ્વર જરૂર એમનાં ગુન્હા ની સજા આપશે.
બધાં ભાવુક થઈ ગયાં. બધાંની આંખમાં આંસું હતાં પણ..શ્રાવસ્તની આંખમાં અંગારા હતાં. જે લોકોના હિસાબે એનાં મમ્મી-પપ્પા, શર્મીલ, અને આખા પરિવારને જે આર્થિક, માનસિક રીતે ભોગવવું પડ્યું છે એ લોકોને એ જરા પણ છોડવા માંગતો નહતો.
શ્રાવસ્ત લોકો હજુ પણ એક દિવસ રોકાયાં. મમ્મી પપ્પા ને માનસિક રીતે હૈયાધારણ આપી અને ત્રીજા દિવસે જવાં નિકળ્યા. મમ્મી એ એનું ધ્યાન રાખવા માટે કહ્યું.
અનિરુદ્ધ હવે આપણે શું કરવું જોઈએ? મુંઝાયેલા શ્રાવસ્તે પૂછ્યું.
અનિરુદ્ધ એ કીધું તું હવે બિલકુલ રિલેકક્ષ થઈ જા. આપણો પ્લાન વર્ક કરી રહ્યો છે. બસ ચિંતા એક અમેરિકામાં બંધક શર્મીલભાઈ ની છે.
અને અનિરુદ્ધ પર એક ફોન આવે છે.
ક્રમશઃ
અનિરુદ્ધ પર કોનો ફોન હશે? કંઈ ઘટનાં બની હશે?
શ્રાવસ્ત લોકો હવે ક્યાં અને કયો મહત્વપૂર્ણ નિર્ણય લેશે???
એ માટે જોતાં રહો સિક્કાની બે બાજુ.
વાંચક મિત્રો જલ્દીથી તમારી સમક્ષ નવો ભાગ રજુ કરવામાં આવશે.
રુપ✍️