ભાગ ૪: Lockdown
કૈલાશ પર
પ્રભુ શંકર ધ્યાન માંથી બહાર આવે છે. આજુ બાજુ એમને કોઈ નથી દેખાતું. થોડુંક યાદ આવતા મલકાય છે. હા ગણેશ તો પૃથ્વી પર ગયો હશે પણ પાર્વતી? એ જયારે પણ ધ્યાન માંથી બહાર આવવાના હોય ત્યારે માતા પેહેલે થી જ ત્યાં એમનું સત્કાર કરવા હાજર હોય છે. પણ આજે એ ક્યાંય દેખાઈ નહોતા રહ્યા. થોડુંક આગળ ચાલતા એમની નજર માતા પાર્વતી પર પડે છે. માતા ખુબ જ ચિંતા માં હોય છે. એટલે પ્રભુ ને આષ્ચર્ય થાય છે.
પ્રભુ: શું થયું પ્રિયે? કેમ ચિંતા માં દેખાય છે. મારુ સત્કાર કરવા પણ હાજર ના રહ્યા?
પાર્વતી (થોડુંક હળ બળતા): પ્રભુ! તમે, હું બસ.... તમે ધ્યાન માંથી પાછા..... હું આવી જ રહી હતી સત્કાર માટે... અને....
પ્રભુ (પ્રેમ થી): શું થયું પ્રિયે? અને.... કંઈ સમસ્યા છે?
પાર્વતી: ગણેશ નો સંપર્ક નથી થઇ રહ્યો.
પ્રભુ (ખડ ખડાટ હસી પડતા): બસ આટલી જ વાત.
પાર્વતી (થોડુંક રિસાઈ ને): ના, વાત ફકત આટલી જ નથી. એનો ૫- ૬ દિવસ થી કોઈ સંપર્ક નથી થઇ રહ્યો. એની સાથે બે દિવસ પહેલા છેલ્લી વાત થઇ હતી. ત્યારે એ ફ્લાઈટ પર જઈ રહ્યો હતો. એનો ફ્લાઈટ નો પ્રવાસ તો ફકત ૩ કલાક નો જ હતો. એણે જણાવ્યું હતું ફ્લાઈટ માં ફોન ના લાગે. પણ આજે તો હવે ૫- ૬ દિવસ થઇ ગયા છે. એનો Whatsapp પરનો Last Seen પણ એજ છે. ખબર નહિ એને શું થઇ ગયું હશે? મને તો ખુબ ચિંતા થાય છે.
પ્રભુ (સાંત્વના આપતા): પ્રિયે, એ બુદ્ધિ નો દેવતા છે, ભલા એને શું થવાનું? એ કંઈ કારણોસર સંપર્ક તૂટી ગયો હશે. આ માનવ નિર્મિત સંપર્ક આપણા નારદ મુની જેવા Strong અને Fast નથી હોતા.
માતા: હવે શું કરશુ? ગણેશ તો પોતાની શક્તિ નો પણ પ્રયોગ કરી શકે એમ નથી.
પ્રભુ: આ વ્યર્થ ની ચિંતા ઓ છે પ્રિયે, પોતાના ગણેશ પર ભરોસો રાખ, એને બધી કપરી પરિસ્થિતી નો સામનો કરતા આવડે છે. તારા પાસે પેલા ભક્ત ના નંબર પણ હશે જ ને?
માતા (યાદ કરતાં): હા હા છે ને, ગણેશ એ કહ્યું હતું. એણે આમાં નાખી આપ્યા છે. ગણેશ પૃથ્વી પર પૂર્ણ રીતે Common man બનીને રહી શકે એટલે સંપર્ક માટે મને પણ આ mobile આપ્યું તું, તેથી હું સંપર્ક માં રહી શકું અને દિવ્ય શક્તિ પણ ના વાપરવી પડે.
ત્યાં જ નારદ મુની આવી પહોંચ્યા. માતા પાર્વતી ને સંપર્ક માટે પોતાની જગ્યા એ એક ડબ્બા જેવા હથિયાર નો વપરાશ કરતાં જોઈ થોડુંક માઠું એમને પણ લાગી આવ્યું.
નારદ મુની (કટાક્ષ કરતાં): નારાયણ નારાયણ, સંપર્ક ના હથીયાર તો આખર હથીયાર જ હોય ને માતા, અમારા જેવી Garantee ના હોય. ક્ષમા માગું છું જો ખોટું લાગ્યું હોય પણ વાત તો મારી જ સાચી.
માતા (નારાજ થતાં): હા, આ મનુષ્ય ના બનાવેલ હથીયાર ની સાથે પોતાની તુલના કરવા જેવી મૂર્ખતા પણ તમે જ કરી શકો.બોલો શું કામ પધાર્યા?
નારદ મુની (કટાક્ષ કરતાં): એ જ માટે જે મારો ધર્મ છે.અને હું મારો ધર્મ સાચી નિષ્ઠા થી નિભાવું છું. પ્રભુ શ્રી શંકર ધ્યાન માં હતા અને તમારી ચિંતા નો આભાસ પ્રભુ શ્રી વિષ્ણુ ને થઇ ગયો હતો.ગણેશ ભલે તમારા પુત્ર છે પણ સાથે એ ગણ નાયક પણ છે. એમની ચિંતા તો અમને બધાને પણ હોય જ ને. શ્રી વિષ્ણુ ના આદેશ થી હું સંદેશ વાહક બની ને પૃથ્વી પર ગયો. અને બાપા નો નવો સંપર્ક આંક લઇ આવ્યો છું. તમને તો ખ્યાલ જ હશે કે હું આખરે તો નારદ મુની મને કોઈ પણ કાળે કોઈ પણ લોકે ક્યારે પણ જવાની છૂટ છે. પૃથ્વી પર હમણાં Loc .......
હજી નારદ મુનીજી કંઈ આગળ બોલે એ પેહલા જ માતા ઉતાવળે બોલ્યા.
માતા (નિરાંત નો શ્વાસ લેતા): હા હવે ભલે, જલ્દી આપો નંબર. એટલે હું મારા ગણેશ સાથે વાત કરી શકું.
નારદ મુની થોડુંક મોઢું બગાડી ને: આ લ્યો.
કહી એમણે નંબર આપ્યા. માતા એ તરત જ એ નંબર Save કરી Whatsapp પર સીધો Vedio Call કર્યો.
બાપા ને કોલ ઉપાડવામાં થોડી વાર લાગી એટલે માતાની બેચેની હજી થોડીક વધી.
પ્રભુ શંકર બસ શાંત ભાવ થી આ બધું જોઈ રહ્યા હતા.
ત્રીજી કે ચોથી રિંગ પછી બાપા એ ફોને ઉપાડ્યો.બાપા થોડાક ઊંઘ માં લાગતાં હતા.
બાપા: ગુડ મોર્નિંગ માં, કેમ આટલી વહેલી સવારે આ નંબર પર ફોને કર્યો?
માતા થોડુંક ચિડાઈ ને: વહેલી સવાર? તારી બુદ્ધિ તો ભ્રષ્ટ નથી થઇ ને? અને આ શું આચરણ છે? ક્યાં છે તું? તને ખબર પણ છે કંઈ? કેટલી ચિંતા છે અહીં તારો સંપર્ક ના થવાથી? રિદ્ધિ સિદ્ધિ એ તો રડી રડી ને કૈલાશ માથે લીધું છે. ઉપર થી પ્રભુ પણ ધ્યાન માં હતા. અમે કરીએ તો કરીએ શું? તું તો મ્રીત્યું લોક માં જઈ જાણે ભૂલી જ ગયો છે બધું. અને આ કેવી દશા બનાવી ને રાખી છે?
માતા નો ધીમે ધીમે ક્રોધ વધતા જોઈ બાપા ની ઊંઘ ઉડી ગયી. એમણે શંકર ભગવાન ને પણ પાસે બેઠેલા જોયા અને એમને પ્રણામ કર્યા. નારદ મુની ને પણ એમને પ્રણામ કર્યા.
અને શાંતી થી જવાબ આપ્યો.
બાપ્પા: માં, મારી પ્યારી માતા, હું તમારી સામે જ છું હમણાં, એક વાર મારી વાત સાંભળી લો.
માતા (ગુસ્સા માં): પેલા એ કહે કે તું હમણાં છે ક્યાં? આ નંબર કોના છે? આ નાનું એવું ઘર દેખાય છે. તારું તો ૭ સ્ટાર હોટેલ માં stay હતું ને?
બાપ્પા (માતા ને પ્રેમ થી સમજવતાં): હું હમણાં ગુજરાત માં છું, મિત્ર ના ઘરે.
માતા (આષ્ચર્ય થી): કેમ? અને પૃથ્વી લોક પર તારો મિત્ર કોણ છે? તારે તો મુંબઈ જવાનું હતું ને?
પ્રભુ શંકર (માતા ની આતુરતા ને શાંત કરતા): પ્રિયે, પેહલા ગણેશ ની પુરી વાત તો સાંભળી લે.
માતા: હમમમ
ગણેશ (વિગત કહેતા): (ફ્લેશ બેક)
માતા થયું એમ કે હું ફ્લાઈટ માં બેઠો. મારી બાજુ માં એક ગુજરાતી વ્યક્તિ આવી ને બેઠા. એમનું નામ મોહન રામ છે. એ એજ વ્યક્તિ છે જેમણે મારા લાડવા બચાવા માં મદત કરી હતી. સાથે બેઠા એમના સાથે થોડીક વાતો થઇ એટલે મિત્રતા જેવું થઇ ગયું. અચાનક થી ફ્લાઈટ માં Announcement થઇ કે કંઈ તકનીક બગાડ ને કારણે ફ્લાઈટ ગુજરાત ના અમદાવાદ Airport પર ઉતારવામાં આવશે. હું તો પેલા ગભરાઈ ગયો હવે કરવું શું? મોહન રામ મારી ગભરાહટ ને પારખી ગયા. અને મિત્રતા ના નાતે મને હેલ્પ કરી. એમણે કહ્યું ચિંતા ના કરશો હું મૂળ ગુજરાત નો જ છું મારુ ગામ અમદાવાદ ની નઝદીક જ છે.તમે મારી સાથે મારા ઘરે આવજો.બીજા દિવસે અમદાવાદ થી આપણે મુંબઈ ચાલ્યા જશુ. હું અહીં એમના ઘરે આવ્યો. તેઓ મામા ના ખુબ મોટા ભક્ત છે. દિવસ રાત એમની ભક્તિ કરે છે. પરંતુ અહીં આવતા સમગ્ર મનુષ્ય વિશ્વ માં Lockdown જાહેર થઇ ગયું. અહીં પૃથ્વી પર CORONA નામ ની મહામારી આવી છે. એટલે મારે અહીં જ રેહવું પડ્યું. આ ગામડાનો વિભાગ હોવાથી અહીં નેટવર્ક નથી લાગી રહ્યું. નારદ મુની જયારે આવ્યા ત્યારે મેં મારા મિત્ર ના અહીં ના નંબર આપ્યા.
માતા: તો હવે?
બાપ્પા; હમણાં તો હું અહીં safe છું. આ લોકો ખુબ સરસ છે. મુંબઈ થી ભક્ત એ મુંબઈ માં જવાની મારી permission ની તૈયારીઓ કરે છે. ૨ ૩ દિવસ માં કદાચ કશું સગવડ થઇ જાય. પણ મને આ મહામારી થી થતા લોકો ના મ્રીત્યું થી દુઃખ થાય છે માં.
માતા: એ તો બેટા આપણે પણ કશું કરી શકીએ એમ નથી. મનુષ્યો એ જ પર્યાવરણ ને હાની પહોંચાડી છે. એમના કર્મ નો તો એમને ફળ ભોગવો જ પડશે.
બાપ્પા: માતા, હવે તો હું આ સમસ્યા નો ઉકેલ શોધી ને જ પાછો આવીશ.હું બુદ્ધિ નો દેવતા છું. આ મનુષ્યો ને સમજાવી ને પછી જ આવીશ. મને આશીર્વાદ આપો.
કહી એમણે માતા પાર્વતી અને પ્રભુ શંકર ના આશીર્વાદ માંગ્યા
માતા અને પ્રભુ એક સાથે: યશસ્વી ભવઃ
- Riddhi Dharod