બદલાથી પ્રેમ સુધી ભાગ સાત
આપણે આગળ જોયું કે સોનાક્ષી એક અંધારા ઓરડામાં બેઠી છે અને ખૂબ જ ગુસ્સા માં છે તે તેના ભુતકાળ ને યાદ કરી રહી છે.
સોનાક્ષી નો ભૂતકાળ
સોનાક્ષી ના ભૂતકાળ વિશે જાણીએ તે પહેલાં તેના પરિવાર ને જાણી લઈએ...
એક ખાસ વાત સોનાક્ષી ના ભૂતકાળ માં તેનું નામ સોનાક્ષી નહિ પણ જાનકી છે તો હું અહી તેના પરિવારનો ઉલ્લેખ પણ જાનકી ના નામ થી જ કરું છું ...
જાનકી માંથી સોનાક્ષી નામ કેવી રીતે પડ્યું તે એક રહસ્ય છે પરંતુ આ રહસ્ય આ ભાગ માં જ તમને સમજાઈ જશે....
જાનકી (સોનાક્ષી)સયુંકત પરિવારમાંથી આવે છે અને તેનો પરિવાર પણ બહુ મોટો છે....
મુકેશભાઈ: જાનકી (સોનાક્ષી) ના પપ્પા
ગીતાબેન: જાનકી (સોનાક્ષી)ના મમ્મી
કેવલ:જાનકી(સોનાક્ષી)નો નાનો ભાઈ
નિશા: જાનકી (સોનાક્ષી)ની મોટી બહેન.
રસિકભાઈ : જાનકી (સોનાક્ષી)ના દાદા
સુશીલબહેન: જાનકી (સોનાક્ષી) દાદી
જયકાન્તભાઈ: જાનકી (સોનાક્ષી)ના મોટા પપ્પા
કેતાબેન: જાનકી (સોનાક્ષી)ના મોટી મમ્મી
મહેશ: જાનકી (સોનાક્ષી)ના મોટા પપ્પનો છોકરો અને તેનો ભાઈ કમ ફ્રેન્ડ કમ ક્લાસમેંટ
દિવ્યા: મહેશ ની નાની બહેન .
રાકેશભાઈ: જાનકી (સોનાક્ષી) ના કાકા .
મીરાં:જાનકી (સોનાક્ષી) ની કઝિન સિસ્ટર તેના ફોઈ ની છોકરી...
કિરણ:મીરાં નો નાનો ભાઈ...
પદમાં બેન:જાનકી (સોનાક્ષી) ના પ્રેમાળ ફોઈ
માહિર કુમાર:જાનકી (સોનાક્ષી) ના ફુવા
વિશાખા:જાનકી (સોનાક્ષી) ના કાકા ના ફિયાન્સી..
આજથી થોડા વર્ષો પહેલાં
એક મોટો આલીશાન બંગલો છે. તેમાંં એક મોટો પરિવાર રહેતો હોય છે અને એક સોળ વર્ષની છોકરી સ્કૂલ ડ્રેસ માં ઘરે આવે છે .વાઇટ કલરનું શર્ટ અને નેવી બ્લુ કલરનો શોર્ટ ડ્રેસ પહેરેલી સાથે માથા માં ઊંચી પોની લીધેલી છોકરી જેવી દરવાજા માં પ્રવેશ કરે છે કે તરત જ અવાજ આવે છે.
અવાજ:કેવો રહ્યો દસમાં ધોરણ નો પહેલો દિવસ નવી સ્કૂલ માં જાનકી દીદી...
જાનકી:ખુબજ સરસ હતો પણ તું અહીં શુ કરી રહ્યો છે કેવલ..?
કેવલ:હું નિશા દીદી ની આવવાની રાહ જોઈ રહ્યો હતો અને તમે આવી ગયા તો બોલાવવા તો પડે જ ને...
જાનકી:શુ વાત છે ને કાંઈ હમણાં બે દિવસ થી નિશા દીદી ની રાહ બહુ જ આતુરતાથી જોવાજ છે ને કાંઈ...
કેવલ:ના દીદી એવું કંઈ નથી એતો મેં ડ્રોઈંબુક મંગાવી હતી ને એટલે...
જાનકી:ઓહહ એમ વાત છે ત્યારે (તેની બેગમાંથી ડ્રોઈંગબૂક કાઢી ને બતાવતા)ક્યાંક એ આજ બુક તો નથી ને...
કેવલ:(બુક જોઈ ને ખુશ થતા)હા દીદી આજ એ બુક છે જલ્દી આપો ને...
જાનકી:શુ કામ તે થોડી મારી પાસે આ બુક મંગાવી હતી તે તો નિશા દીદી ને કહ્યું હતું ને બુક લાવવા માટે તો....
કેવલ:ના એવું નથી તમે પણ તો મારા દીદી જ છો ને પ્લીઝ મને આપો ને...
જાનકી :ના આ બુક તો હું મારી બેન મીરા માટે લાવી છું અને તેને જ આપીશ....
કેવલ: ના મને જોઈએ છે આપો ને દીદી .....જો તમે મને બુક નહિ આપો ને તો......
જાનકી :તો શું ......?શુ કરીશ તું......જલ્દી બોલ
કેવલ:તો હું મમ્મી ને કહી દઈશ...
કેવલ જોરથી તેની મમ્મી ને બૂમ પાડે છે...એટલે તેની મમ્મી બહાર આવે છે.
ગીતાબેન:શું થયું સોના કેવલ કેમ બુમો પાડે છે.....
જાનકી:મમ્મી મેં તને અને પપ્પાને કેટલી વખત કહ્યું છે કે મારું નામ જાનકી છે તો પણ તમે લોકો મને સોના જ કહો છો ક્યારેક તો હું કન્ફ્યુસ થઈ જાવ છું કે મારું નામ ક્યુ છે...
ગીતાબેન:તારું નામ સોના જ તો છે...
કેવલ:બસ આતો તમારો રોજ નો ઝગડો છે હવે મમ્મી કહેશે કે મારે મારી દીકરી નું નામ સોના જ રાખવું હતું અને જયારે મારી દીકરી મારા પેટમાં હતી ત્યારે જ મેં આ નામ નક્કી કરી રાખ્યું હતું પણ આતો રાશી માં બીજો અક્ષર આવ્યો એટલે ફોઈએ જાનકી નામ રાખ્યું એટલે મારુ ના ચાલ્યું પણ તોય તું મારા અને તારા પપ્પા માટે તો સોના જ છે...અને સોનાક્ષી જ રહીશ....મમ્મી ની ફેવરિટ હિરોઈન.....
જાનકી: જો મમ્મી આ તારા ચાળા પાડે છે...
કેવલ:ના મમ્મી હું તારે જે બોલવાનું હતું ને એ જ બોલ્યો...
જાનકી:પણ બોલત તો મમ્મી ને
કેવલ:પણ હું તમારી આ રોજ ની સ્ટોરી સાંભળી ને કંટાળી ગયો છું મને બધું યાદ રહી ગયું હવે તો
જાનકી:કેવલ તું જેટલી ધ્યાન થી અમારી વાતો સાંભળે છે ને એટલું ધ્યાન તે ભણવામાં આપ્યું હોત તો તું આઠમા ધોરણમાં અને એમાં પણ અંગ્રેજી માં ફેલ ના થાત હો..
કેવલ:મમ્મી દીદી ને કે ને .......
ગીતાબેન:સોના ચૂપ એવું ના કહેવાય ભાઈ છે તારો..
કેવલ:(જાનકીના હાથ માંથી ડ્રોઈંગ બુક લેતા)હવે આ બુક મારી તમે મીરા ને બીજું કઈંક આપી દેજો...
કેવલ બુક લઈને દોડીને તેના રૂમમાં જતો રહે છે . સોના તું એના માટે જ બુક લાવી હતી તો પણ મીરાનું નામ લઈને તેને ચીડવી ને શું કામ ખરાબ બને છે..
જાનકી:મમ્મી તને અમારી વાતો ની આટલી ડિટેઇલ માં ક્યાંથી ખબર પડી
ગીતાબેન:તું અને કેવલ એટલું જોરથી બોલતા હતા ને કે છેક કિચનમાં અવાજ આવતો હતો...
જાનકી :ધીમે બોલવાની જરૂર હતી....
ગીતાબહેન:હમ્મ પણ તું એ ચોપડી એના માટે જ લાવી હતી તો ખરાબ શું કામ બની સીધે સીધું કહી દેવું હતું ને કે કે ચોપડી તેના માટે જ છે...
જાનકી:તું નહિ સમજે મમ્મી....તને ખબર છે કેવલ ને હેરાન કરવાની બહુ જ મજા આવે છે...આને ભાઈ બેન નો પ્રેમ કહેવાય...
ગીતાબેન: અને જયારે એ તારા વાળ ખેંચે અને તું એને મારે પછી દાદા ને ફરિયાદ કરે ત્યારે આ પ્રેમ ક્યાં જાય છે...
જાનકી:એ બધું મુક ને મમ્મી બહુ ભૂખ લાગી છે કંઈક નાસ્તો આપને...
ગીતાબેન:ડાઇનિંગ ટેબલ પર તારા ફેવરિટ જીરા રાઈસ તૈયાર જ રાખ્યા છે તૂટી પડ..
જાનકી.:thanks MOM...
જાનકી ટેબલ પાસે નાસ્તો કરવા જાય છે ત્યાં નિશા દીદી, કેવલ, મીરા,દિવ્યા,અને મહેશ પણ આવે છે અને બધા ભાઈ બહેનો સાથે મળીને નાસ્તો કરતા જ હોય છે....ત્યાં જ રાકેશભાઈ આવે છે અને તેમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોવાનું કહે છે ઘર ના બધા આ સાંભળી ને ખૂબ જ ખુશ થાય છે....
.................
ઘર માં લગ્નનો પ્રસંગ હોવાથી આખા બંગલા ને ખૂબ જ સુંદર રીતે સજાવવા માં આવ્યો છે ઘરમાં બધાં જ લોકો ખૂબ જ ખુશ છે .આજે જાનકી ના કાકા રાકેશભાઈ ના લગ્ન થઈ જાય પછી તેમનો પરિવાર સંપુર્ણ થઈ જશે .
સંગીત ,પીઠી ચોળવાની અને દુલહન ની મહેંદી જેવા ફંક્શન તો ખૂબ જ ધામધૂમ થી થઈ ગયા હતા અને હવે રાકેશભાઈ ઘોડા પર બેસાડી ને તેમના પત્ની વિશાખા પાસે લઈ જવાના બાકી છે . ખુબજ ધામધૂમથી વરઘોળો કાઢવામાં આવ્યો તેમના પરિવાર ની સાથે આખું શહેર પણ આ લગ્નમાં આવ્યું હતું.
બધાં વરઘોળા માં ખૂબ જ ખુશી ખુશી નાચી રહ્યા હતા ત્યાં જ જાનકી ની નજર તેના પપ્પા અને મોટાપપ્પા પર પડે છે અને તેમની વાતો પરથી તેઓ થોડાક તાણ માં હોય તેવું લાગ્યું એટલે થોડી વાર પછી જાનકી તેના પપ્પા પાસે જાય છે અને પુછે છે..
જાનકી :પપ્પા શું વાત છે બધું બરાબર છે ને તમે ટેન્સન માં કેમ લાગો છો....?
મુકેશભાઈ:ના સોના કાઈ ટેન્સન નહિ બધું જ ઓકે છે તું જા અને એન્જોય કર બેટા..
જાનકી:હું એકલી શુકામ તમે પણ ચાલો ને પપ્પા...
મુકેશભાઈ:મારે અરજન્ટ એક ફોન કરવાનો છે પછી હું તરત જ આવું છું ને ....
જાનકી:ઠીક છે પપ્પા તમે જલ્દી આવજો...
વરઘોળો સીધો હવે વિશાખા ના ઘરે પહોંચે છે અને ત્યાં વિશાખા ના મમ્મી રાકેશકુમાર ને પોંખે છે અને બીજી પણ ઘણી વિધિઓ કરે છે થોડા સમય માં રાકેશકુમાર લગ્ન ની ચોરી માં પણ ગોઠવાઈ જાય છે અને વિશાખા પણ સોળે શણગાર સજી ને દુલ્હન ના રૂપ માં કોઈ ને પણ મંત્ર મુગ્ધ કરી દે તેવી લાગતી હોય છે .
લગ્નની વિધિ આગળ ચાલતી જ હોય છે અને જાનકી જોવે છે કે તેના પપ્પા ના ચહેરા પર ટેન્સન વધતું જાય છે તેના પપ્પા ના ફોન પર એક ફોન આવે છે એટલે તેના પપ્પા ત્યાંથી કોઈક એકાંત વાળી જગ્યાએ જાય છે જાનકી પણ તેમની વાતો સાંભળવા તેમની પાછળ જાય છે...
મુકેશભાઈ ફોનમાં કહે છે "નહીં તમે જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું બસ તમે આ લગ્ન પતિ જવા દો જો એમાં મારા પરિવારની સાથે આખું શહેર પણ આવ્યું છે એ નિર્દોષ લોકો નો શુ વાંક છે"
મુકેશભાઈ આટલું બોલે છે ત્યાં જ ફોન કટ થઈ જાય છે તેઓ ખૂબ જ ઉદાસ હોય છે ત્યાં જ પાછળ થી જાનકી તેમને પૂછે છે...
જાનકી:પપ્પા શું વાત છે પ્લીઝ તમે કહોને .....
મુકેશભાઈ:સોના આપણી પાસે સમય નથી આપણે આખો બંગલો અને પાર્ટી પ્લોટ હાલ જ ખાલી કરાવવો પડશે....
જાનકી:તમે આ શું કહો છો પપ્પા શુ વાત છે....
મુકેશભાઈ બોલવા જ જતા હોય છે પણ ત્યાં બેન્ડ વાળાઓ જોર જોરથી સંગીત વગાડવા લાગે છે જાનકી તેના પપ્પાનો હાથ પકડી ને તેમને બાંગ્લાથી થોડે દુર લઈ જાય છે અને પૂછે છે...
મુકેશભાઈ :સોના તું આપણા બીઝનેસ પાર્ટનર ને તો ઓળખે જ છે ને...
જાનકી:કોણ? પેલાં નાઘવેન્દ્રસિંહ વાઘેલા....
મુકેશભાઈ:હા સોનુ.....
જાનકી:એમણે શું કર્યું પપ્પા...
મુકેશભાઈ: સોના મેં અને તારા મોટા પપ્પાએ એક મોટી ડાયમન્ડ ની ડીલ કરી હતી અને તેમાં કોઈનો ભાગ ન હતો પણ જેવી નાઘવેન્દ્રસિંહ વાઘેલા ને ખબર પડી કે આ ડીલ 50 કરોડ ની છે કે એમણે એમાં 50 ટકા ભાગ માંગ્યો ...મેં અને તારા મોટા પપ્પાએ ના પાડી હતી ત્યારે એ કંઈ ન બોલ્યો પણ......હમણાં જ મને આ બે ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા છે અને આ જો આમાં બૉમ્બ ફિટ કરેલો દેખાય છે એ માણસે ધમકી આપી છે કે જો મેં આપણો આખો બિઝનેસ અને મિલકત તેના નામે નહિ કરી તો આજે આ લગ્નનો માંડવો સ્મશાન બની જશે...
જાનકી:પપ્પા તમે એમને સમજાવો કે આપણ ને એમ કરવામાં કોઈ વાંધો નથી બસ આ લગ્ન પતે પછી બધાય ની સહી લઈ ને તેમને બધું આપી દઈશું....
મુકેશ ભાઈ:મેં તેમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે કંઈ સાંભળવા જ નથી માંગતા મારી પાસે 10 જ મિનિટ છે આપણે બધું ખાલી કરાવવું પડશે....જલ્દી સોના...
જાનકી:ઠીક છે પપ્પા હું પાર્ટી પ્લોટ માં જાવું છું ત્યાં બધાંયને બહાર કાઢું છું અને તમે માંડવા બાજુ જાવ જલ્દી....
મુકેશભાઈ અને જાનકી તેમના પોતાનાઓ ને બચાવવા માટે દોડે છે પાર્ટી પ્લોટ ઘરથી થોડો દૂર હોય છે સોનાક્ષી ત્યાં પહોંચવાની જ જોય છે પણ તેની આંખો સામે જ એક મોટો વિસ્ફોટ થાય છે ....
તે અંધારી રાત માં અચાનક જ સૂર્ય ધરતી ફાડી ને નીકળ્યો હોય તેવો મોટો ધડાકો થાય છે જેમાં કેટલાય લોકો હવામાં ઉછળી ને નીચે પડે છે ચારેય બાજુ ધુમાડા જ ધુમાડા અને માનવજાતની ચિચિયારીઓ જાનકી ને સંભળાય છે તે અંદર થી તૂટી જાય છે પરંતુ હજુ તેનો પરિવાર સુરક્ષિત હશે તેવી આશા સાથે તે માંડવા તરફ ભાગે છે...
જાનકી ઝડપથી માંડવા તરફ આવી રહી હોય છે અને દૂરથી જોતા તેના મનમાં હાશકારો થાય છે કે તેનો પરિવાર સુરક્ષિત છે પરંતુ જેવી તે માંડવા ના દરવાજે પહોંચે છે ત્યાં પણ મોટો બ્લાસ્ટ થાય છે જાનકી પણ હવામાં ઊછળી ને થોડે દુર પટકાય છે તેને થોડી ઈજા થાય છે પરંતુ અંદર રહેલા બધા જ લોકો તે વિસ્ફોટ નો ભોગ બની ચુક્યા હતા...
એક સુંદર બંગલો જ્યાં હમણાં થોડી વાર પહેલા કેટલા બધા લોકો ની અવર જવર થતી હતી.જ્યાં એક પરિવાર સંપૂર્ણ થવાનો હતો.જ્યાં એક નવવધૂ કન્યા તેના પતિ ના પ્રેમ ના કેટલાય કોડ લઈને માંડવા માં આવી હતી એ જ માંડવા માં જ્યાં તેનું સરનામું આજે તેના ઘરથી તેના તેના પતિ ના ઘર નું થવાનું હતું જ્યાં આજે એક માતા અને પિતા દુનિયાનું સૌથી મહાન દાન કન્યા દાન કરવાનું પુણ્ય મેળવવાના હતાં. જ્યાં આજે સંબનધો ની નવી દોર બંધાવવાની હતી...તે જગ્યા પળવારમાં એક ભયાનક સ્મશાન ઘાટ માં ફેરવાઈ ગઈ જ્યાં હાલ અમુક લોકો નો રડવાનો અવાજ અને મૃત શરીર જ પડ્યા હતા.
જાનકી આ બધું જોઈ રહે છે તેની આંખો માં આંસુ પણ નથી આવી રહ્યા તે તેના પપ્પા ને જ શોધી રહી હોય છે તે રડતા માણસો અને લાશો ની વચ્ચે જાય છે સૌથી પહેલા જ તે તેના ભાઈ કેવલ લાશ જોવે છે અને તેનાથી થોડે દુર નિશાદીદી ,મીરા,અને તેના બીજા ભાઈ બહેનો એમન ચહેરા ઓ પણ ઓળખાતા તા નથી ......
જાનકી બધી જગ્યા એ તેના પપ્પાને શોધી વળે છે પણ તેને ક્યાંય તેના પપ્પા દેખાતા નથી તે બૉમ્બ બ્લાસ્ટ થયો તો તે જગ્યા થી થોડી દૂર જાય છે અને તેના પપ્પાને ફોન કરે છે થોડી વાર રિંગ વાગે છે પરંતુ પછી ફોન સ્વીચ ઓફફ થઈ જાય છે તે ખૂબ જ ડરેલી છે....
શું કરવું ક્યાં જવું કોની પાસે જવું તેને કંઈ સમજાતું નથી . જાનકી તે જગ્યાથી થોડી દૂર ભાગે છે ત્યાં થોડે દુર આવેલી એક કન્ટ્રકસન સાઈડ પર તેને અમુક માણસો દેખાય છે એટલે તે ભાગતાં ભાગતાં ત્યાં જાય છે.
જાનકી ને એમ હતું કે ત્યાં જઈને તે મદદ માંગશે પરંતુ ત્યાં જઈને તે જે જોવે છે તે જોઈને તેની આંખો પહોળી થઇ જાય છે....
શું જોયું હશે જાનકી એ ત્યાં ........?