Pari -5 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | પરી - ભાગ-5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પરી - ભાગ-5

" પરી " ભાગ-5

માધુરી: મને આ સમાજ અને પપ્પા નો ખૂબ ડર લાગે છે.....હવે આગળ...
શિવાંગ: હું છું તારી સાથે પછી તને શેનો ડર..?? તારા પપ્પાને હું સમજાવીશ અને સમાજની ચિંતા ન કર, એ તો બંને બાજુ બોલશે.

શિવાંગ અને માધુરીએ બંનેએ પ્રેમનો ખેલદીલીથી એકરાર કર્યો અને એકબીજાના હમસફર બની જિંદગી સાથે વિતાવવાનું નક્કી કર્યું.

હવે તો બસ, માધુરીને શિવાંગ જ દેખાય અને શિવાંગને માધુરી..બંને એકબીજાની વાતોમાં એકબીજાને ભણવામાં હેલ્પ કરવામાં અને એકબીજાની યાદોમાં ખોવાએલા રહેતા.

આમ કરતાં કરતાં શિવાંગના પાંચ વર્ષ એન્જીનીયરીંગ ના ક્યાં પૂરા થઇ ગયા તે ખબર જ ન પડી અને લાસ્ટ ઇયરના રિઝલ્ટ પહેલા તેણે જોબ માટે એપ્લાય પણ કરી દીધું હતું. રિઝલ્ટ આવે તે પહેલા તેણે ઓનલાઈન ઇન્ટરવ્યુ આપવાનું ચાલુ કરી દીધું હતું. પૂને, બોમ્બે, બેંગ્લોર દરેક જગ્યાએ તેણે ઇન્ટરવ્યુ આપી દીધા હતા.

અને આખરે તેના ઇંતજારનો અંત આવ્યો આજે તેનું રિઝલ્ટ હતું, તે કોલેજ જવા નીકળી ગયો હતો, રસ્તામાં જ હતો અને રોહનનો ફોન આવ્યો, " ભઇ, ક્યાં છે તું ? "
શિવાંગ: બસ ઓન ધ વે જ છું, કોલેજ જ આવું છું.
રોહન: એક મિનિટ બાઈક સાઇડમાં લઇ જઇને ઉભો રહે, પછી મને કોલ બેક કર.
શિવાંગ: ( બાઇક સાઇડમાં ઉભું રાખીને રોહનને ફોન કરે છે. )
રોહન: ભઇ, રિઝલ્ટ આવી ગયું છે, દિલ ઉપર હાથ મૂકી દે અને થોડું નાચી લે...આ વખતે પણ તું કોલેજ ફર્સ્ટ છે બોસ, કહેવું પડે તારું હોં..!!
શિવાંગ: થેંક્સ ડિઅર, ( એકદમ ખુશ થઇને ) આઈ એમ કમીંગ ધેર.

શિવાંગ કોલેજમાં આવે છે એટલે રોહન અને રાજ બંને તેને ઉંચકી લે છે.અને આખો માહોલ ખૂબજ આહલાદક બની જાય છે.વાતાવરણમાં ખુશી છવાઈ જાય છે. શિવાંગના બધા જ ફ્રેન્ડસ ખૂબ ખુશ હતા. અને શિવાંગની નજર માધુરી ઉપર પડે છે, જેટલી ખુશી શિવાંગને તેના રિઝલ્ટની ન હતી તેનાથી વધારે ખુશી માધુરીને હતી. અને બંનેની દ્રષ્ટિ એક થતાં જ બંને એકદમ ખુશ થઇ એકબીજાની સામે હસી પડે છે.
શિવાંગ: અરે ભઇ મને નીચે તો ઉતારો
રોહન: પહેલા એમ કે પાર્ટી આપીશ ? તો જ ઉતારીએ
શિવાંગ: હા ભઇ આપીશ બસ
રોહન: પાક્કુ, પ્રોમિસ.
શિવાંગ: હા ભઇ, પ્રોમિસ બસ
અને શિવાંગને નીચે ઉતારે છે.

રિઝલ્ટ આવ્યું એટલે શિવાંગે જ્યાં જ્યાં ઇન્ટરવ્યુ આપ્યા હતા ત્યાં બધે રિઝલ્ટ સબમીટ કરી દીધું. બેંગ્લોરની ટોપ વન wipro કંપનીમાંથી સૌથી વધુ ઇયરલી સાતલાખના પેકેજની ઑફર હતી.

મમ્મી-પપ્પા, ભાઈ, પોતાનું ઘર,પોતાનું વતન, પોતાના ફ્રેન્ડસ અને માધુરી આ બધાને છોડીને શિવાંગને ક્યાંય જવું ન હતું. આગળ વધારે ભણી માસ્ટર્સ પણ કરવું હતું પણ માણસની પણ એક મજબૂરી હોય છે. શિવાંગને તેનાથી નાનો પણ એક ભાઈ છે, જેને હજી ભણાવવાનો બાકી છે, બંનેના ખર્ચમાં પપ્પા પહોંચી વળતા ન હતા તેથી શિવાંગે આગળ ભણવાનું માંડી વાળી, જોબ કરવાનું નક્કી કર્યું. બેંગ્લોરની જોબ તેણે એક્ષેપ્ટ કરી લીધી.

માધુરીને શિવાંગનું આ ડીસીસનની ખબર પડતાં તે ખૂબજ ઉદાસ થઈ ગઈ.પોતે કોલેજમાં પગ મૂક્યો ત્યારથી શિવાંગ તેની સાથે હતો હવે તે એકલી કઇ રીતે કોલેજ આવશે ને કોલેજમાં તેનું બીજું કોઈ એવું ગૃપ પણ ન હતું. અને એક્ઝામની તૈયારી પણ તેને શિવાંગ જ કરાવતો હતો, હવે શિવાંગ આટલે બધે દૂર જતો રહેશે તો પોતાનું શું થશે...?? તેવા ઘણાં બધાં વિચારો તેને આવવા લાગ્યા અને તે ડીપ્રેશ થવા લાગી.

તેણે શિવાંગને સમજાવવાની કોશિશ કરી કે તું અહીં અમદાવાદમાં જ જોબ કર, મને આમ એકલી છોડીને ચાલ્યો ન જઇશ.

શિવાંગ જોબ માટે બેંગ્લોર જાય છે કે નહિ...વાંચો આગળના ભાગમાં....