Sky Has No Limit - 46 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-46

Featured Books
Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-46

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-46
મલ્લિકા જૂની યાદોમાં ખોવાયેલી હતી એને યાદોને મમળાવવી ગમી રહી હતી એણે ફોન પણ સ્વીચ ઓફ કર્યો કે કોઇ ડીસ્ટર્બ ના કરે જે સાચેજ એવી પ્રેમભરી પળો ભોગવી હતી એની યાદ પણ ખૂબ મીઠી લાગી રહી હતી એણે ફોન પાછો ચાલુ કર્યો પણ સાયલન્ટ મોડ પર મૂકી દીધો.
એને એની મધુરજનીની પળો યાદ આવી રહી હતી વરસાદી માહોલ હતો અને મોહીતથી જુદા થવું ગમતું નહોતું.
સવાર પડીને એ તરત ફ્રેશ થઇ બાથ લીધેલો. ફરીથી ? મલ્લિકાએ કીધું તને ના ખબર પડે અમારી સ્ત્રીઓની વાતો જા લૂચ્ચા તુ સૂઇ રહે હું નીચે જઊ મંમી કહેશે આતો ખરી છે આવી એવી રૂમમાંજ ભરાઇ રહે છે.
મોહીતે એને પ્રેમથી પોતાનાં તરફ ખેંચી અને વ્હાલ કરતાં કહ્યું "મલ્લુ મોમને ખબર છે આપણી ફર્સ્ટ નાઇટ છે આપણી આ અંગત પળો છે એ નહીં વિચારે બીજું કશુંજ હું એને ઓળખું છું.
હજી એ લોકો વાતો કરતાં રહ્યાં અને મુશળધાર વરસાદ ફરીથી ચાલુ થઇ ગયો વરસાદી માહોલ અને બે પ્રેમી હૈયા પછી પૂછવું શું ? મોહીતે વરસાદ તરફ જોઇને કહ્યું "લે આ વરસાદ પણ કહે છે કે પ્રેમમાં વરસતાં રહો બંધજ ના કરો એમ કહીને હસવા લાગ્યો.
મલ્લિકાએ કહ્યું "એય નહીં મોહુ ચલ બ્રેક લઇએ નીચે પાપા મંમી પાસે પણ બેસીએ નીચે વરન્ડામાં ઝૂલા પર બેઠાં બેઠાં ગરમા ગરમ કોફી પીએ.... મોહીત કહ્યું " અરે વાહ મારી નવવધુ તો ખૂબ સમજદાર છે ને કાંઇ ? સાચી વાત ચલ નીચે માં પાપાને પણ સારુ લાગશે. મને તારો આઇડીયા ગમ્યો.
મલ્લિકાએ મોહીતનાં હોઠ પર ચુસ્ત ચુંબન લીધું અને ઉભા થયો ખૂબ વ્હાલ કરતાં ફરીથી બંન્ને જણા વીંટળાઇને બેસી રહ્યાં. મોહીત એને ચૂમતો રહ્યો.
મારી મીઠડી સાચુ કહું તારાંથી આમ જુદા થવું પણ નથી ગમી રહ્યું ઘરમાં ને ઘરમાં સાથેજ એકબીજાની નજર સામે જ છીએ છતાં કેમ આવો વિયોગ લાગે છે ?
મલ્લિકા મોહીત સામે જોઇ રહી અને મનમાં વિચાર આવ્યાં કે આ કેટલો પ્રેમ કરે છે મને.... ઘરમાંજ છું એની સાથે જ સામે જ છું છતાં એને વિયોગ લાગે છે ? મલ્લિકાને યાદ આવ્યું કે મેં એને સમજાવેલું "મારાં મોહુ તારો આવો પ્રેમ મને પાગલ બનાવે છે મારાં બીજાં વિચાર કે વિચારશરણીમાં પણ પરિવર્તન લાવે છે તને પામીને હું ધન્ય થઇ ગઇ કે મને તું મળ્યો. તારો આવો અપાર પ્રેમ મળ્યો. પણ ઘરમાં માં પાપાની સામે થોડું વ્યવહારીક રહેવું પડે મોહું ચાલ નીચે...
મોહીતે કહ્યું "એય ટીચર ના બનીજા. સાવ ફટીચર વાતો કરે તારાં તનથી તારાં સ્પર્શથી પણ જુદા થવું નથી પોષાનું મને ભલે એક ઘરમાં એકબીજાની સાથે, નજર સામે છીએ તેં મને બાવરો બનાવી દીધો છે.
આ સાંભળી મારાં ચાલાક મગજમાં ગંદો વિચાર આવીજ ગયો કે આ હવે પૂરેપૂરો મારાં માં બંધાઇ ગયો છે એનાં ગળે પ્રેમનો પટ્ટો બાંધીને ફાવે એ કરાવી શકીશ. મેં એને ચૂમીને મનાવી લીધો ચલ નીચે હવે કાબૂ રાખ તું. છતાંય એણે મને ખેંચીને બધે જ ચૂમી લીધી મને પણ એટલી ઉત્તેજીત કરી દીધી કે પછી એણે ત્રીજો રાઉન્ડ પણ પૂરો કર્યો મેં કીધુ નીચે જતાં જતાં પણ લૂચ્ચાઇ કરીને બહુ ગુંડો છે ચલ હવે નીચે મોહુ... પછી એ હસ્તો હસતો ઉભો થઇને નીચે આવ્યો એને પામીને મને સ્વર્ગ મળી ગયું હતું.
એ દિવસો કેવા સોનેરી હતાં હું માત્ર મોહીતની છાયામાં અને એનાં પ્રેમનાં વરસાદમાં ભીંજાયેલી રહેતી એ દિવસોમાં વરસાદ સતત એક અઠવાડીયું પડ્યો હતો. યાદ છે કે બંધ લેવાનું નામ નહીં ચારે બાજુ જળબંબાકાર થઇ ગયું રોડ રસ્તા બધુ જ બંધ હતું લાઇટો જતી રહેતી બધું જ ઠપ્પ થઇ ગયું હતું.
સામાન્ય સંજોગોમાં આવી સ્થિતિમાં હાલાકી પડે તકલીફ સહેવાય નહીં પણ મેં અને મોહીતે તો જાણે રોમાન્સનો મહોત્સવ મનાવી લીધેલો.... આજે પણ બધુ યાદ કરીને કેટલું સારુ લાગે છે એ પળ એ ઘડી, પ્રેમનો વ્હાલનો સમય કેમ વીતી ગયો ?
માં પણ ખૂબ સારાં મળેલાં સાસુ તરીકે મને કદર ના થઇ કેટલું મને સાચવતાં હમણાં જ લગ્ન થયાં છે એવું ભાન રાખી વારે વારે અમને અમારો અંગત સમય અને પ્રાઇવેસી આપતાં પાપા સાથે બેસી રહેવા કહે તો બોલે "અરે છોકરાઓને એમની રીતે બેસવા દો ને અમેરીકામાં વૈતર્યા કર્યા છે રજાઓ એમને ભોગવવા દો ને... હું બેઠી છું ને તમારી પાસે એમ કહી કહીને અમને અંગત પળો અપાવી દેતાં.
અમે અમારા ઉપરનાં બેડરૂમમાં ખૂબજ મસ્તી કરતાં. મોટી વિશાળ બાલ્કનીમાં બંન્ને વરસાદમાં સાથે પલળતાં અને વરસાદની મજા માણતાં.. મોહીત એનાં ગમતાં ગીતો મૂકતો ક્યારેક વચ્ચે વચ્ચે બીયરનાં ટીન ખૂલતાં પીવાતાં પછી ઉપરનાં હીંચકે બેસી લાંબી લાંબી ચુંબનની પળો માણતાં એ દિવસે મોહીતે કેવું કરેલુ સાવ પાગલ થયેલો... પણ એનાં જેવો પ્રણય કોઇ ના કરી શકે એવો મારો રાજ્જા... છે.
સાંજ પડવાની તૈયારી હતી બાલ્કાનીમાં બેઠાં બેઠાં એણે બીયર પીવાનું ચાલુ કરેલું આકાશમાં વાદળોમાં ગડગડાટ ક્યાંય લાઇટ કે ઉજાસ નહીં અંધારુ પણ રેશ્મી હતું. વરસાદનાં વરસવાનો ઝણકાર સંગીતમય હતો પરથી એની ગમતી ગઝલો વાગી રહી હતી બાલ્કનીમાં જ્યાંથી વરસાદી પાણી નીકળી જાય ત્યાં પાઇપમાં ડૂચો મારી દીધો બાલ્કનીમાં પાણી ભરાવા લાગેલું.
મેં કહ્યું "અરે મોહું આ શું કરે છે ? બાલ્કની પાણી રૂમમાં આવી જશે ? એણે કહ્યું રૂમનું ફલોરીંગ અને બાલ્કનીનું ફલોરીંગ વચ્ચે 8" નો ફરક છે ડાર્લીંગ વરસાદી માહોલમાં એનુંજ પાણીનો સ્વીમીંગપુલ બનાવુ છું અને હસ્તો જાય ઝૂમતો જાય બીયરની સીપ મારતો જાય અને મને ચૂમતો જાય...
પછી તો હું પણ એનાં મૂડમાં સાથ પૂરાવવા લાગી એણે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને બાલ્કનીમાં ઝૂમી રહેલાં મેં પણ બે ત્રણ બીયરનાં ટીન ખાલી કરેલાં બંન્ને ઝૂમ બરાબર ઝૂમ હતાં. બાલ્કનીમાં વરસાદી પાણી ભરાવા માંડ્યું હતું.
મોહીત મને વળગીને ડાન્સ કરી રહેલો બંન્ને જણાં મદહોશ હતાં. શરાબ અને શબાબનાં નશામાં ચૂર થયેલાં. વરસતાં વરસાદમાં માહોલ ખૂબ જ સેક્સી બની ગયેલો. ધોધમાર વરસાદ, રેશ્મી અંધારુ, સાવ શાંતિ - અંગત પળો ફુલ પ્રાઇવસી અને રોમાન્સનો રોમાંચ... વાહ
મોહીત મારી આંખોમાં જોઇ રહેલો.. મને ચૂમી રહેલો ખૂબ પલળી ગયેલાં માથેથી વાળામાંથી પાણી નીતરી રહેલું. વરસાદમાં એણે મારો ગાઉન ઉતારી નાંખ્યો એણે એવું શર્ટ કાઢી નાંખ્યુ પછી બંન્ને વળગીને પ્રેમ કરી રહેલાં નાચી રહેલાં.
મોહીતે મારી છાતીને જોઇ રહેલો.. એ ચૂમી રહેલો મારાં હૃદયનાં ધબકારા સાંભળી રહેલો મારાં હોઠ અને ડોક ચૂમતો ચૂમતો વ્હાલ કરી રહેલો.
ધીમે ધીમે એણે મારી બ્રા ની પીન ખોલી નાંખી અને બ્રા નીચે ફંગોળાઇ ગઇ મારાં ખૂબસૂરત ગોળ ગોળ માંસલ ગોરાં ગોરાં સ્તન એકદમ જ જાણે મુક્ત થયાં અને એ એનાં પર જાણે રીતસર ત્રાટક્યો. એણે એનાં મુખમાં લઇને ચૂસવા માંડ્યાં એ પાગલ થયેલો મને પાગલ કરી રહેલો. વરસતો વરસાદ અમને ભીંજવીને વધુને વધુ ઉત્તેજીત કરી રહેલો.
એને મસ્તી સૂજી અને... હજી યાદ આવે છે મને શું શુ કરતો હતો એ એણે બીયરનું ટીન મારાં પયોધર પર ઢોળી ચૂસીને પીવા લાગ્યો મને એની હરકત ગમી રહી હતી એની મસ્તીનો હું પણ આનંદ લઇ રહી હતી હું વધુને વધુ ઉત્તેજીત થઇ રહી હતી.
મને વિચાર આવતો હતો કે આ પળ-ઘડી-સમય અહીં થંભી જાય બસ મોહું મને આમ જ પ્રેમ કરતો રહે આ સમય જ ભોગવતાં રહીએ કેટલો અપ્રતિમ પ્રેમ હતો તન-મન-જીવથી સાવ જોડાઇ રહેલાં... સ્પર્શને વધુને વધુ ઉત્તેજીત કરીને આનંદ લઇ રહેલાં આમાં ક્યાંય વિક્ષેપ ના પડે એ પ્રાર્થના કરી રહેલી......
વધુ આવતા અંકે --- પ્રકરણ-47