Charriot of life in Gujarati Short Stories by kamal desai books and stories PDF | સંસાર રથ

Featured Books
Categories
Share

સંસાર રથ

કૃષ્ણાર્પણ પોતાની બારી માંથી બહાર ભૂરું ખુલ્લું આકાશ જોઈ રહ્યો હતો. માત્રુચેતના,એની પત્ની, પ્રિયવંદના એની ૭ વર્ષ ની વહાલી કુંવરી ને લઇ શાળા એ થી હજુ આવી નહોતી. એના મસ્તિસ્ક માં આકાશ થી વિરુદ્ધ વિચારો નું ઘમાસાણ મચ્યું હતું. થોડા મહિનાઓ થી એનું વેચાણ ઓછું થઇ રહ્યું હતું, માણસો નો ટ્રાવેલિંગનો ખર્ચો મોંઘો પડી રાહ્ય હતો. આવું ને આવું જો લાબું ચાલ્યું તો એણે માણસો ઓછા કરવા પડે, જે એ કરવા નહોતો માંગતો .આમાંથી કેમ કરી બહાર નીકળવું એ એને સમજાતું નહોતું. એ એટલો વિચારો માં ખોવાયો હતો કે ડોર બેલ નો અવાજ ત્રણ વાર વાગ્યા પછી એણે સાંભળ્યો. જેવો એણે દરવાજો ખોલ્યો કે પ્રિયવંદના એના પાર કૂદી પડી, અને એની શાળા ની, બહેનપણી ની વાતો થી એના કાન ભરી દીધા. આ એનો રોજ નો ક્ર્મ હતો. ૧૫ થી ૨૦ મિનિટ થઇ એટલે માત્રુચેતના એના માટે દૂધ લઇ ને આવી, ત્યારે એ પિતા થી છૂટી પડી.

રાત્રે સૂતા પછી એના વિચારો એ એની ઊંઘ પર ભરડો લેવા માંડયો. ઘણું વિચાર્યા છતાં એને આમા થી બહાર નીકળવાનો કોઈજ રસ્તો સૂઝતો ન હતો . પડખા ફેરવતા ફેરવતા અને જાગતા ઊંઘતા એણે સવાર થવાની પ્રતીક્ષા ચાલુ રાખી. સવારે માત્રુચેતના ની સાથે જ એ પણ ઉથી ગયો. એને આટલો વહેલો જાગેલો જોઈ, માત્રુચેતના એ પુછ્યું,

"કેમ કૃષ આજે આટલો વહેલો વહેલો જાગી ગયો ને?"

"ચેતુ , એ માત્રુચેતના ને આજ નામ થઈ બોલાવતો, મારે તને એક વાત કહેવી છે, ઘણા દિવસ થી મારા મન માં ઘુમરાયા કરે છે, પણ કંઈ રસ્તો સૂઝતો નથી."

"કૃષ જીવન માં ધૈર્ય થી શોધો તો ભગવાન પણ મળી જાય, બોલ શુ ચિંતા છે."

પુરી વાત સાંભળ્યા પછી માત્રુચેતના એ થોડો વિચાર કર્યો અને કહ્યું,

"તમે લોકો ઓનલાઇન વેચાણ કેમ નથી કરતા? તમારા ગ્રાહકો ને તમારી વસ્તુ ની વિગત ફોટા સાથે મોકલી આપવાની, અને ફોન થી વિગતે વાત કરી ઓર્ડર લઇ શકાય."

કૃષને વિચાર ગમી ગયો તેણે કહ્યું , વિચાર તો સારો છે, પણ ઑન્લીને માટે પાછો મારે માણસ રાખવા પડે, જે હાલ ના સમયે અઘરું હતું.

"અરે કૃષ, હવે એ ચિંતા તું મારા પાર છોડી દે. આટલા વર્ષો થી હું ઘરે જ બેથી હતી , તે સમય માં મેં ઓનલાઇન વેબ ડિઝાઇનિંગનો કોર્સે પૂરો કર્યો છે." હું ઘરે બેઠા બેઠા તારા ઓનલાઇન વેચાણ ની જવાબદારી ઊઠાવી લઈશ."

આ વાત સાંભળી ન કૃષ ઉછળી પડ્યો અને તેની પત્ની ને પોતાના બાહુપાશ માં લઇ લીધી. એના માથે થી બહુ જ મોટો ભાર હળવો થઇ ગયો હતો. એને નક્કી કરી નાખ્યું કે આ વિચાર ને એ તરત અમલ માં મુકશે.


એક અણધારી તકલીફ જેનો કોઈ જ ઉપાય નહોતો જડતો, તે પરિવાર ના સભ્યો સાથે ચર્ચા કરવાથી ઊકલી ગયો. એવાત થી બન્ને પતિ પત્ની ખુશ હતા. બીજા દિવસથી ઓનલાઇન માર્કેટિં ના ખ્યાલ પર અમલ શરુ કરી દીધો. એના જ બે કર્મચારીઓ માંથી એક ને માત્રુચેતના ની નીચે કામ આપી દીધું. ટૂંક સમય માં એમની સંસ્થા નું ઓનલાઇન માર્કેત માં નામ થવા લાગ્યું. પછી તો નવા પ્રોડક્ટ સમયાંતરે બજારમા મુકાતા ગયા અને આવક સાથે નફો વધવા લાગ્યો.

સમય જતા કઈં વાર લાગે છે. જોતજોતામા પ્રિયવંદના કોલેજ પુરી કરી માસ્ટર્સ કરવા માટે પ્રવેશ પરીક્ષા આપી દીધી. એમાં પાસ થઇ એક જાણીતી એમ.બી.એ . કૉલેજમાં ફાઇનાન્સ મા દાખલ થઇ ગઈ. એમ.બ.એ પુરી કરી એ પણ કૃષ્ણાર્પણ ની સાથે ઘરના વેપારમાં જોડાઇ ગઈ.એણે પોતાની આગવી સૂઝ થી નાણાકીય વ્યવહારમાંથી બિનકાર્યક્ષમ ખરચ ને કર્ર્યાક્ષમ ખર્ચમાં બદલી નાખ્યા. જેથી કમ્પની ની નાણાકીય પ્રવાહિતા પણ સુધરી ગઈ. થોડી વર્ષ પછી તેણે મૂડી બજાર માં કમ્પની ફ્લોટ કરી. જે વેપારમાં કૃષ્ણાર્પણ એક સમયે ગૂંચવાયો હતો, તજ વેપાર ઘરના વ્યક્તિના સહકાર થી ક્યાં નો ક્યાં પોહચી ગયો.

સંસાર રથ, ભલે એ પારિવારિક હોઈ કે વ્યવસાયિક, બધા સભ્યો નો સહકાર હોય તો ધ્યેય પ્રાપ્તિ શક્ય બનેજ છે .