vat Ek Gojari Ratni - 4 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | વાત એક ગોઝારી રાતની - 4

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

વાત એક ગોઝારી રાતની - 4

ટ્યુબ પર રહીને હલેસા દ્વારા પાણીને પાછળ ધકેલી રહેલા અરજણ અને અલીને ખળખળતા જળનો અવાજ પણ આજે ભયાનક લાગ્યો. તળાવના ઊંડા જળમાં આવી રીતે દૂર દૂર સુધી ચાલ્યા જવું એમને મન સહજ હતું પરંતુ આજે તળાવમાં પોતાની હદમાં પથરાયેલી જાળને  ખેંચતી વખતે અરજણને પરસેવો વળી ગયો.

"યાર અલી, જાળમાં આટલો બધો વજન આ પહેલાં  ક્યારેય અનુભવ્યો નહોતો..!"

"હા મને લાગે છે આજે માલની ગાડી ભરાઈ જશે"

"જાળને ઉપર ખેંચી લે જોઉ"

"બંને જણા એકસાથે ખેંચીએ અલી, જાળ ઉપર આવતા અંદાજો આવી  જશે કે માલ કેટલો પડ્યો છે?"

"ઠીક છે લગાઓ જોર..!"

બન્નેએ એક સાથે જાળને ખેંચી લીધી.

ઉપર ખેંચાઈ આવી રહેલી જાળમાં અજવાળુ જોઈ બન્ને ચમક્યા.

અલીએ પૂછ્યું પણ ખરુ.

"યાર જાળમાં અજવાળુ કેમ દેખાય છે..? કોઈ ચરીતર તો નહી હોયને?

"અલ્યા ભઈજી, ચરીતરની વાત કરીશ મા..! મને બહુ ડર લાગે છે હો..!"

"હજુ જરા જાળને ઉપર ખેંચ આપણ જોઈ જ લઈએ કે શેનું અજવાળું છે..?"

અરજણે ખૂબ જ ધીમેથી જાળને ખેચીંને ઉપર લીધી.  માછલીઓની ઉછળ કૂદ અને તરફડાટની જળ સપાટી ધ્રૂજી ઉઠી.

"જાળમાં વજન દુનિયા ભરનો હતો..

"ટ્યુબને કિનારા તરફ ખેંચી લઈએ..!"

બંને જાળનો છેડો પકડી કિનારા તરફ ખેંચી લાવ્યા..!

કિનારા તરફ ધસી આવતી ટ્યુબ પરથી અરજણ પાણીમાં કૂદી પડ્યો અને ફટાફટ કિનારે પહોંચી ગયો. કારણ કે અરજણને ખરેખર ડર લાગી રહ્યો હતો. જાળીમાંથી દેખાઈ રહેલો પ્રકાશનો શ્રોત હકીકતમાં એક મોટી માછલીના પેટમાંથી આવી રહ્યો હતો.

ટ્યુબને છેક કિનારા સુધી ખેંચી લાવેલો અલી ધારી-ધારીને જાળી તરફ જોઈ રહ્યો હતો જેને અરજણ બન્ને હાથે કિનારા તરફ ખેચીં લાવ્યો હતો.

જાળીમાં નાની-મોટી ઘણી બધી માછલીઓ ફસાઈ ગઈ હતી. અને સૌથી ઉપર ફસાયેલી માછલી આકારમાં ઘણી મોટી હતી. અને માછલી પ્રકાશનો પૂંજ બની ચારે બાજુ પ્રકાશ રેલાવી રહી હતી..

પ્રકાશને જોઈ આભા બની ગયેલા બંને મિત્રો આંખ સામેના દ્રશ્યને પચાવી શકવા જરાપણ સક્ષમ નહતા..

"ભઈજી.. ભાગ અહીંથી, આ મચ્છી તો નથી જ..!"

પ્રકાશ એટલો બધો હતો કે ચારે બાજુ અજવાળુ વ્યાપી વળેલું..

"મને પણ કંઈક બીજુ જ લાગે છે.. તું એમ કર ગામમાંથી બે જણને બોલાવી લાવ..! મારે ખૂબ મોડું થયું છે હું આગળ વધું..!"

"ઠીક છે હું હમણાં બે જણને લેતો આવું"

"જે હોય તે મને સવારે કહેજે..!

કહેતો અલી ઘઉંનું પોટકુ ઉંચકી ઘરોઈની પાળ પર ચડવા લાગ્યો, જે સામા કિનારે લઈ જતી હતી. સામે છેડેથી ફરી નીચે ઉતરવાનું હતું અને જે દિશાથી આવેલા એ જ દિશામાં ચાલવાનું હતું લગભગ બે કિ.મી. જેટલું અંતર ઝાડી-ઝાંખરાં અને બાવળના જંગલમાંથી પસાર થવાનું હતું.. કોઈ જાતનું વિઘ્ન ન આવે અને પોતે સુખ રૂપ પહોચીં હાઈવેથી એકાદ કિ.મીના અંતરાલ પછી આવતા કબોસણી ગામમાં પહોંચી જવુ હતું.. કબોસણી વાળો એ રસ્તો ઘરોઈ વડાલી, હિમ્મતનગરને જોડતો હાઈવે હતો…

અલી બેટ્રીનું અજવાળું નાખતો ઝડપી ચાલી રહ્યો હતો અરજણની કંડાળીમાં (જાળમાં) માછલીના રૂપમાં શું ફસાયું હતું? એ વિચાર એને વીંછીની જેમ ડંખી રહ્યો હતો. જોકે એ વાત અલીની સમજ બહાર હતી.

જાણવું તો હતું જ 'આ છોકરાં કાજે ઘઉં દળાવવાની ઉપાધિ ન હોતતો જરુર એનો કોઈ ઉકેલ કાઢવા પોતે રોકાઈ જાત..!'

અરજણને ઘરે મોકલવો જરુરી હતો 'નકરે નારાયણને કોઈ 'લપ' હોય' અને અંધારી રાતે એને દબોચી લેતો એનાં છોકરાં રસ્તે રજળી જાય..!

અલી ખૂબ ઝડપે સામા કિનારે પહોંચી ગયો કેમકે ડેમની પાળી પર અસ્ફાટની સડક બનેલી હતી.. પાળી પર જૂના વખતના ટેલિફોનના ખંભા હજુય ઊભા હતા..

પાળીની બન્ને તરફ પાણી હતું.. એક તરફ ઉછળતા દરિયા જેવું જે પાળીના ઢોળાવ વાળા ભાગે પથરાયેલા રાખોડી રંગના પથ્થરના ટુકડાઓને અથડાઈ પાછું પડી તરંગાતું જતું ધરોઈ ડેમનું જળ હતું જે સામે પાર જીતપુર સુધી વિસ્તર્યુ હતું.

બીજી બાજુ કમળ કાકડીથી ભરેલું લીલોતરીથી ઢંકાયેલું તળાવ હતું. જોકે રાત્રીના અંધકારમાં બધુ એક સરખું દેખાતુ હતું..

તળાવની પહોળાઈનો જ્યાં અંત આવતો હતો ત્યાંથી રસ્તો નીચે ઊતરતો હતો.

દૂર જંગલમાં બાવળોની ઝાડી વચ્ચેથી ખટ..ખટ..ખટ  અવાજ સંભળાતો હતો.. અલી વિચારમાં પડ્યો અડધી રાતે જંગલમાં કોણ હશે..? લાકડાં પર કુહાડીના ઝટકા કોઈ મારતુ હોય એવો અવાજ આવી રહ્યો હતો..

અલીની ઝડપ અનાયાસે જ ઘટી ગઈ.. ફફડાટ શરીર પર હાવી થઈ ગયો. આકાશમાં નિશાચર પક્ષિઓનુ ટોળું એક સાથે ચીસાચીસ કરતુ પસાર થઈ ગયું..

( ક્રમશ:)