AFFECTION - 46 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 46

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 46












ત્રીજો માળ,મોટી બધી હવેલી..બહારથી દરવાજો બંધ..પલંગ નીચે ચાકુ લઈને છુપાયેલો હું,ઉપર ઈજ્જત લૂંટાઈ રહી છે એવી નાની પિયુ ,બહાર હું જીતી જાવ એવી આશા સાથે સેજલ...અને આ માળ ઉતરતા ખબર નહિ નીચે કેટલા લોકો હજુ જાગતા હશે..તેજાની એક બૂમ અને બધા પહેલવાન ઉપરના માળે...

આ બધા વિચારને પડતા મૂકીને મેં ચાકુને એકદમ કડક હાથે પકડ્યું...સરકીને પાછળની તરફ બહાર આવ્યો..સંતાઈને જોયું તો પેલો પિયુની ગરદન પર ચુંબન લેવામાં બહુજ વ્યસ્ત હતો અને મેં આગળ જઈને એના પડખામાં ચાકુ એકદમ જોરથી નાખી દીધું કે પેલો એક જ ઝાટકે ઢળી ગયો...પ્રિયંકા શોકમાં હતી અને પેલો હજુ કાંઈ બોલીને મારા પર વળતો પ્રહાર કરે એની પહેલા જ મેં ફાટેલો દુપટ્ટો એના મોઢા પર બાંધીને ચાકુને હાથ માં લઈને બીજો ઘા મારવા જાવ એની પહેલા એ ઉભો થઈને મને મારવા ગયો...અને મને દૂર પટક્યો પણ એટલા માં જ પ્રિયંકાએ બાજુમાં જે લેમ્પ પડ્યો હતો તે ઉપાડીને પેલાના માથામાં માર્યું...પેલાનું ધ્યાન હવે એના તરફ ગયું અને તેજો એને મારવા આગળ વધ્યો પણ આ વખતે એ પિયુને મારવા આગળ વધે એની પહેલા જ એના ગળામાં ચાકુ ફેરવીને લોહીની પિચકારી બોલાવી દીધી...અને પેલો તરફડવા લાગ્યો....અને થોડીક વાર તરફડતો રહ્યો...

મને ખબર પડી ગઈ કે હવે આનું કામ તમામ....

પિયુ આવીને મને વળગી ગઈ...એ ડરી ગઈ હતી..પણ હકીકતમાં એ ખુશ થઈ શકતી હતી...કે અંદરથી ખુશ હતી એ ખબર નહિ...પણ એક વાત તો નક્કી હતી કે હવે ડરવાની જરૂરત મારે હતી...તેજાનો છોકરો એનું ફેમિલી એના પહેલવાનો...જો હું પકડાઈ ગયો તો ખબર નહિ પણ શું કરશે મારુ?

મેં દરવાજા પાસે જઈને સેજલને કહ્યું અને એને દરવાજો ખોલ્યો..એને આવીને ચેક કર્યું કે આ તો મરી ગયો છે...એની લાશને પલંગ નીચે ઢસડીને મૂકી...સેજલ ફટાફટ નીચે જઈને ચેક કરી આવી તો હજુ બધા નીચે આંટા મારતા હતા...એટલે અમે થોડીક રાહ જોવાનું નક્કી કર્યું..

સેજલ : કાર્તિક બધા આખો દિવસ તને ગોતીને થાકી ગયા..છેલ્લે એમને લાગ્યું કે તું ગામ મૂકીને ભાગી ગયો...

me : હશે મુકને એ બધું તો જોવાશે મને એમ કહે કે તું કાજલ ને ઓળખે છે સેજલ??

સેજલ : તારા જોડે અહીંયા આવેલી એ જ ને...હા ઓળખું છુ...તો બોલ શુ કરું??

me : ફટાફટ સંતાઈને જા...અને એને કહેજે કે મારી ઘોડી તને આપી દે...અને તું એ ઘોડી લઈને બહારની તરફ રાહ જોજે...હું આવી જઈશ...મારા સમયે...

પ્રિયંકા : કાર્તિક આપણે નહીં કરી શકીએ...સેજલ કમ સે કમ નીચે ચેક તો કરી શકે છે વારંવાર..

મેં સેજલ ને સમજાવી અને સેજલ ગઈ...સેજલ કરી શકે એમ હતી...અને તે ગઈ પણ ખરા...

હું અને પ્રિયંકા બેઠા હતા રાહ જોઇને...કે બધા હવે ક્યારે સુઈ જાય છે...

me : શુ કામ ડરે છે આટલી?ડરવું તો મારે જોઈએ...મરીશ તો હું જ મરીશ એ પણ એકલો...પણ તમને તો હું સોનગઢ પહોંચાડી જ દઈશ..

પ્રિયંકા : હું ભાગી નહિ શકું...ક્યાંક એવું ના થાય કે મારી લીધે તને કંઈ થઈ જાય...

મેં એના કપડાં સરખા કર્યા...અને એને હવે વધુ વિચારવા ના કહ્યું...પણ છતાંય એ બોલી..

પ્રિયંકા : કાર્તિક...તે મારા માટે થઈને તારા જીવનો જોખમ કેમ ખેડયો?

me : ગામવાળાઓએ મારો બહિષ્કાર કરી નાખવાના હતા...જો હું આમ ના કરું ને તો..

પ્રિયંકા : તું મને આવા ખોટા કારણ ના આપી શકે..હું ઓળખું છુ તને...પ્લીઝ યાર..સાચું કહે...શુ કામ તે આવું કર્યું...

me : મેં તારા ભાઈને મારી નાખ્યો...પછી મારી ફરજ હતી કે હું તારા ભાઈ તરીકે તારી રક્ષા કરું...પણ હું એમાં નાકામ ગયો...આજે જો મેં તારા ભાઈ તરીકે ફરજ બજાવી હોત તો આજે તારી હાલત આવી ના હોત...હું દોષી છુ...મને બની શકે તો માફ કરી દેજે..આ વાત મેં કોઈને નથી કહી કારણ કે મારા માં સત્ય કહેવાની હિંમત નથી...પણ આજે એમ લાગે છે કે કહી દવ...ખબર નહિ આગળ શું થશે!

હું બહુ જ પશ્ચાતાપ કરી રહ્યો હતો....એ વાત નો...

પિયુ કે જેને સગો ભાઈ તો નહોતો...પણ સૂર્યો ઘરનો સદસ્ય જરૂર હતો..એના મોટાબા નો છોકરો હતો..એને કોઈ દિવસ એના ભાઈ તરીકે ફરજ ના નિભાવી...અને આજીવન ખોટા કામ જ કર્યા...એટલે પિયુને તો પહેલેથી જ નફરત હતી...પણ હવે એને એના ભાઈ તરીકે હું મળી ગયો હતો...મેં એના કપાળ પર હાથ ફેરવીને એને પ્રોમિસ કર્યું હતું કે હું ખુશાલી ભરી દઈશ હવે..

થોડીક વાર વાતો કરતા હતા..પછી હું ચેક કરવા ગયો સંતાઈને..મોટા ભાગે કોઈ હતું જ નહીં...ખાતરી કરવા માટે...હતા થોડા ઘણા પણ સુતા હતા...કોઈ જાગતું નહોતું...રાત્રે લગભગ બે વાગતા હશે...

હું પ્રિયંકાને ધીમે ધીમે પગથિયાં ઉતરાવીને...લાવ્યો..એકદમ સુરક્ષિત હતા...હવે એ ચાલી શકે એમ નહોતી...મેં પાછી મદદ કરી..એ આમ તો વજન માં હળવી હતી...ઉપાડી પણ લેત પણ હું કદાચ ચક્કર ખાઈને પડી પણ જાવ..મેં ક્યારનું કશું જમ્યુ પણ નહોતું અને પાણી પણ નહોતું પીધું..પેલા તેજા પર પણ સંતાઈને ઘા કર્યો એટલે મર્યો નહિતર એના શરીર ને જોતા તો એ મને મારી નાખત...

બહાર એકદમ દબાયેલા પગલે નીકળ્યા...સેજલ થોડે દુર સામેથી ઘોડી લઈને આવતી હતી...ના પાડુ છુ તો પણ પેલી સેજલ ઘોડી ચલાવીને લઈ આવી રહી છે મારા સામે...મને ખબર હતી હવે શું થવાનું છે...

પેલી ઘોડી મારી નજીક આવી ત્યારે એટલી જોરથી હણહણી કે તેજાના અમુક માણસોની આંખો કુતૂહલતા પૂર્વક ખુલી ગઈ...અને એ લોકો એ બહાર આવીને જોયું તો એમને અમે ત્રણ દેખાયા...એ લોકોને શક ગયો કે આ પેલો ડોકટર જ લાગે છે...અને અંધારું હતું...અને એમાંય પ્રિયંકાની ધીમી ચાલને જોઈને એમને ખબર પડી ગઈ કે આ એ જ છે ..અંધારું ભલે એકદમ ગાઢ હતું...પણ મારા નસીબ એટલા ગાઢ નહોતા...એ બધામાંથી અમુક લોકો બીજા લોકોને જગાડવા ગયા...અને બાકીના લાકડી લઈને અમારા તરફ ભાગતા આવી રહ્યા હતા..મેં ફટાફટ સેજલને ઘોડી પર ચડવા કહ્યું..તે ચડી ગઈ...પિયુને પણ ઘોડી પર ચડાવવા ગયો....અને એ ઉપર ચડીને સેજલ ને પકડીને બેસી ગઈ...પેલા લોકો બહુ વધારે નજીક આવી ગયા હતા...જો હવે હું પણ ચડવા બેસું તો હવે ભેગું થાય એમ નહોતું...પાછળ જોયું તો પેલા તેજાના ગુંડાઓનું ટોળું દોડતું આવી રહ્યું હતું અમારા તરફ...

me : સનમને કહેજે કે હું આવીશ...

પ્રિયંકા કહી રહી હતી કે જલ્દી ચડી જા....જલ્દી કર...

પણ મેં એના તરફ જોઈને હસીને રેવતીને એક થપકાર મારી અને રેવતી એની ઝડપે હવા સાથે ભાગવા લાગી....

પિયુ મારા સામે જોતી રહી...અને જોતજોતામાં એ લોકો તો ગાયબ પણ થઈ ગયા...હું પણ જઈ શકતો હતો પણ આ લોકો તો પીછો કરત....અને ગમે એ રીતે પકડી પાડત...સોનગઢ તો શું ગામ પણ ના ટપવા દેત...મેં એમનો સમય બરબાદ કરાવવા એમને ગામમાં મારા પાછળ ભગાવ્યા....આખું ગામ જાગી ગયું...અને છેલ્લે મારા માથે છુટ્ટો દંડાનો ઘા આવતા હું પણ ચક્કર ખાઈને પડી ગયો..

*

સનમ : તમારા પાસે કેટલા હથિયાર પડ્યા છે??

હર્ષ : કાર્તિક તને જે કારમાં લઇ આવ્યો એ કારમાં મારી,ધ્રુવ અને નૈતિકની રિવોલ્વર પડી છે...બાકી કાર્તિક ની બે બંદૂક તારા રૂમમાં જ પડી હશે...સરખી રીતે જોજે..તો હાલ તો આટલું જ છે...હજુ જોતું હોય તો શહેરમાં જવું પડે....અથવા મારે કાર્તિક બનીને એક માણસને વાત કરવી પડે.....બોલ તારી ઈચ્છા..જે કરવું હોય એ..

સનમ એના રૂમમાં જઈને ગોતે છે તો એને મળે છે મારી બે બંદૂક અને મારો ફોન પણ એ પોતાના સાથે લઈને...એ બહાર આવે છે..

સનમ : તમારા માંથી કોઈ એક અહીંયા જ રહેશે...એવો દેખાવ કરવા હું મારા રૂમમાં જ સૂતી છુ...અને બીજા બે મારી સાથે આવશે...હાલ જ..કાનો નથી અત્યારે..તો મારે એના ગામના નિયમ નથી પાળવા...

નૈતિક : એ જ ને યાર...એવું કેવું ગામ કે એક તો વગર કોઈ ગુને કાર્તિક પ્રિયંકાને લાવવા માટે તૈયાર થાય છે એવામાં પાછું મદદ નથી કરવાની...હું નથી માનવાનો...આ નિયમ...હું આવીશ..

હર્ષ : તો ધ્રુવ બધું જોઈ લેજે...આ દાદા દાદીને પણ હેન્ડલ કરી લેજે...અમે દસ મિનિટમાં જ નીકળીએ..જલ્દી કરો બધા...

બધા પોતપોતાની રીતે તૈયારી માં લાગી ગયા...ધ્રુવ ના રહેવું હોવા છતાં રહેવા તૈયાર થયો....એને પણ આવવું જ હતું તેજાના ગામ...એ ગુસ્સામાં એકલો જઈને બેસી ગયો...કોઈએ એને કશુ કહ્યું નહિ...એને દેખાડો કર્યો કે સનમ રૂમમાં સૂતી છે...ગુસ્સે છે બધાથી એટલે કોઈને મળવાની નથી...

શામજી બાપા અને ડોશીમા જેવા આઘાપાછા થયા એવો હર્ષ કારને ચાલુ કરવા બહાર નીકળ્યો..કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવતા...ત્યાં બહાર નજર રાખીને બેઠેલા બે લોકો જે સુઈ ગયા હતા...એ જાગ્યા..એમને જોયું કે કોઈએ કાર કાઢી...પેલા માણસે તરત જ અલગ અલગ જગ્યાએ સંતાઈને સુતેલા લોકોને જગાડ્યા...સાત લોકો ધ્યાનથી જોતા હતા કે કાર તો કોઈએ અંદર ઘુસાડી લીધી છે...પણ હવે હલનચલન નહોતી...અને એમને કંઈ દેખાઈ પણ નહોતું રહ્યું...

સનમ અને નૈતિક અંદર બેસી ગયા..પેલા લોકોને ચોખ્ખું નહોતું દેખાતું કે આ શું ચાલે છે અંદર...અને એટલા માં જ કાર ચાલુ થઈ...અને હવેલીથી બહાર નીકળી ગઈ...પેલાઓને કઈ ખબર ના પડી...

"જલ્દી જાવ...તમે ત્રણ જાવ અને પેલી કારમાં જઈને જુઓ કે પેલી છોકરીતો નથી ભાગી ગઈને..."

"આટલી રાતની છોકરી ભાગીને શુ કરશે...એ નહિ હોય"

"તમને ખબર નથી કાર્તિકની...બહુ જ હરામી છે..એનો ભરોસો નહિ....એને શક ગયો હોય તો એની વહુને કહેવડાવ્યું હોય કે ભાગો...હવે મારુ મોઢું તાક્યા વગર પેલી કારને રોકીને ચેક કરો...."

એના કહેવા પર ત્રણ લોકો ફટાફટ પોતાની ગાડી કાઢીને ભગાવી...અંધારામાં પણ એ લોકો સનમનો પીછો કરતા હતા પણ એમનું ધ્યાન નહોતું...

" ચાલો આપણે લોકો જઈને હવે તો જોઇ જ લઈએ કે અંદર છે કે નહીં....અને જો હોય તો હવે તો ભગાવી જઈએ ..બહુ થયુ...અહીંયા કેટલીક નીંદર બગાડું એ છોકરી પાછળ...."
અને એ ચાર લોકો હાથમાં બંદૂક લઈને અંદર જવા લાગ્યા..

ડોશા ડોશી...બેય રૂમમાં સુતા હતા...ત્યાં પેલા લોકો તો જાણે સરકારી રેડ મારતા હોય એમ હક જતાવીને હવેલી ફંફોળવા લાગ્યા...ધ્રુવ જોઈ ગયો...એ બોલ્યો...પણ એને ધક્કો મારી ને નાખી દીધો...પછી એને બીજા રૂમમાં પુરી દીધો...ડોશા ડોશીને પણ ધ્રુવ સાથે એ જ રૂમમાં પુરી...અને આખી હવેલી ફરી લીધી...અંદર તે છોકરી નથી...એટલે નક્કી એ પેલી કારમાં હશે...પણ એમાં પણ હજુ પાક્કો અંદાજો નહોતો...

એમને રૂમમાં જઈને ધ્રુવને પૂછ્યું...

ધ્રુવ : મને કશું નથી ખબર...

પેલા માણસે પેલી ડોશીના માથે ગન રાખી...ધ્રુવને એમ કે બધું નાટક હશે...આ બધા કોઈ ચોર જ હશે ગામના..એટલે એને કઈ રિસ્પોન્સ જ ના આપ્યો..પણ પેલા એ હજુ એક વાર પૂછ્યું અને જવાબ ના મળતા એમને ખબર પડી ગઈ કે આ લોકો એમ નહિ માને..એટલે પેલા એ ડોશીના માથા પર ગોળી ચલાવી અને ડોશી સીધી જ જમીનમાં પડી ગઈ...શામજી બાપા કાબુમાં ના રહ્યા...અને એમને પેલા પાસે થી ગન છોડાવવા ગયા એમાં એમના પેટ પર પણ ગોળી લાગી ગઈ...એટલે એ પણ ઢળી ગયા...ધ્રુવ હવે બહુ ડરી ગયો...તે એકદમ નીચે બેસી ગયો...

"બોલ જલ્દી...નહિતર તારું ભેજું પણ આમ જ ઉડાડી નાખીશ..."

ધ્રુવ : હમણે જે કાર ગઈ..એમાં એ લોકો ગયા છે જાયસર ગામમાં...

"ત્યાં શુ કામ ગયા છે??"

ધ્રુવ : ત્યાં કોઈ તેજા નામના માણસ પાસે મારો દોસ્ત કાર્તિક છે...એને મદદ કરવા ગયા છે...

તે બધા અંદરોઅંદર હસવા લાગ્યા...અને તે ચાર માણસો ફટાફટ પોતાની બીજી ગાડી કાઢીને જાયસરના રસ્તે વળ્યાં..

ત્યાં ધ્રુવ ફટાફટ કોઈ જાગતું હોય તો બોલાવવા ગયો...કારણ કે હજુ શામજી બાપા જીવતા હતા...તે હજુ ધ્રૂજતો હતો...

*

પ્રિયંકા : આ ઘોડી ઉભી રાખીને...પેલા ને બચાવીએ..

સેજલ : આ મારા કાબુમાં નથી...ખબર નહિ ક્યાં લઈ જશે...

પ્રિયંકા રડતી હતી...
પ્રિયંકા : તે લોકો મારી નાખશે કાર્તિક ને....નહિ બચે એ...મેં ભૂલ કરી...મારા લીધે એ પણ મરશે...

સેજલ એને સાંભળતી સાંભળતી વિચારતી હતી કે જો કાર્તિકને કશું થયું તો સનમબેન ને કોણ સાચવશે...એ તો મરી જ જશે...કાર્તિક બચી જાય બસ..

અને ઘોડી ભાગતા ભાગતા ભદ્રાપુરા આવી ગઈ હતી...મોહનભાઈના ઘરે પહોંચીને ઉભી રહી ગઈ હતી...હજુ સવાર પડવામાં વાર હતી...તે લોકો ઘોડી નીચે ઉતર્યા..મનમાં પોતાના પર જ ગુસ્સો હતો કે કાર્તિકને બચાવી ના શક્યા..

*

હવે કાર્તિકનું બચવું બહુ જ મુશ્કિલ છે....એમ સમજોને કે અશક્ય જ છે...જોઈએ છીએ કેવી રીતે બચે છે..કે પછી સનમ પકડાઈ જાય છે...બની શકે કે સનમ બચાવી પણ લે...પણ એને ત્યાં પહોંચવા કોણ દેશે...

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik