call center - 40 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૪૦)

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૪૦)

માનસી કોલ સેન્ટરમાં મારુ છે અને હું કવ તેમ તારે કરવું પડશે,વાહ તું તો પ્રેમના સબંધમાં પણ મારા તારા પર આવી ગયો.મને ખબર છે તું શા માટે મને દિલ્લી મેકલવા માંગે છે.કારણે કે હું તારાથી થોડીદુર વહી જાવ તો તું પાયલ સાથે રહી શકે અને હું તને લગ્નના નામે હેરાન ન કરું.


********************************

એ જે પણ હોઈ હું તારી પાસેથી જાણવા નથી માંગતો કે આ કારણથી હું તને દિલ્લી મેકલી રહ્યો છું.પણ તારે માનસી દિલ્લી જવાનું છે તે ફાઇનલ છે.

હું તને છોડીને કોઈ જગ્યાએ જવા નથી માંગતી.હું ક્યાં તને એકલી ત્યાં મેકી રહ્યો છું?હું પણ ત્યાં આવી રહ્યો છું..!!હું જાણું છે કે તું દરેક મેડીકોલ કોલસેન્ટર પર કેટલા દિવસ રોકાય છે.

ઓકે માનસી તું નહિ માને..!!!હું જઈ રહ્યો છું.હા,જતા જતા એ પણ સાંભળીલે કે જેમ પાયલ પાસે તારા પ્રુફ છે તેમ મારી પાસે પણ તારા ઘણા પ્રુફ છે.માટે મેડીકોલ કોલસેન્ટરમાં બહાર નીકળવાની તું સપને પણ વિચાર તો નહીં.

મને ખબર છે તું આજે મને પ્રેમને બદલે નફરતની નજરે જોવે છે,પણ મુંબઇમાં તું મારી નજીક હશ તો તને મારા પ્રયતે દરરોજ પ્રેમ થશે.દિલ્લી જઈને મારા ચેહરાને હું તને ભુલાવા નથી માંગતી.

ઓકે તું મુંબઈ જ રહેજે.મને કોઈ પ્રોબ્લમ નથી પણ અત્યારે તું લગ્ન કરવનું મને ન કહેતી.તને નો કવ તો કોને કવ લગ્ન માટે?માનસી આ બધી બિઝનેસને લગતી બાબતો છે.તું નહિ સમજી શકે.જો કોઈને આપણા વાતની ખબર પડી જશે તો મારો બિઝનેસ ભાંગી પડશે.મેં કેટલી મહેનતથી આ મેડીકોલ કોલસેન્ટર ઉભું કર્યું તે તો તું જાણે છે.

હા,હું તારાથી થોડા દિવસ દૂર રહેવાની કોશિશ કરીશ.

ઓકે ખુશ.પણ જેવું બધું ઠીક થાય એટલે આપણે બંને એક થઇ લગ્ન કરી લેશું.તું પણ એમ જ કહેવા માગે છે ને?

યસ બેબી..!!હું પણ એ જ કહેવા માગું છું.શાયદ તારો નશો થોડીવાર પેહલા ઉતરી ગયો હોત તો તું દિલ્લી જવા ત્યાર થઈ ગઇ હોત.તું દિલ્લીને યાદ કરાવી ફરી મારા નશાને જીવિત ન કર.બંને હસી પડ્યા.વિશાલસર માનસી સાથે પ્રેમના સંબંધોનું શરીર સુખ માણી રાત્રે ત્રણ વાગે માનસીની રૂમમાંથી બહાર નીકળ્યા

સવાર પડી ગઇ હતી.અનુપમ,પલવી અને ધવલ મુંબઈ પોહચી ગયા હતા,અને માનસી અને વિશાલસર મુંબઈ જવા માટે બેંગ્લોર છોડી રહ્યા હતા.થોડીજવારમાં માનસી અને વિશાલસર એરપોર્ટ પર આવી ગયા.આજ મુંબઇ જઈને વિશાલ સર નિરાંતની નિંદર લેવા માંગતા હતા,પણ આજથી તેની નિંદર હરામ થઇ જવાની હતી.તે જાણતા ન હતા.

વિશાલસરના ફોનમાં રિંગ વાગી.હેલો હું મિ.ચિરાગ શાહ બોલી રહ્યો છું.આ ન્યૂઝ ચેનલમાં તમારી પત્ની તમારા વિશે શું બોલી રહી છે.તમે તેમને ડિવોર્સ આપી તમારી નવી જિંદગી શરૂ કરી રહ્યા છો,અને તે કઈ બીજું ઘણું બધું બોલી રહી છે.

મી.વિશાલ હું તમારા સાથે કામ કરવા નથી માંગતો.હું આ બધી માથાકૂટમાં પડવા પણ નથી માંગતો.કાલ સવારે તમે મને ફોન કરી કેશો કે મારે આ પ્રોબ્લમ છે.હું એ બધું સંભાળવા નથી માંગતો.સોરી હું આપણી સાથે મેડીસીને લગતી ડીલ નહિ કરી શકું.વિશાલ સરે ફોન પ્લેનમાં જ ઘા કરી દીધો.

પ્લીઝ સર..!!તમે શાંત રહો ફ્લાઇટ મુંબઈ જવા માટે ત્યારે છે.નીચેથી ફોન લઇ તેણે ફરી વિશાલસરને ફોન હાથમાં આપ્યો.શું થયું વિશાલ તે શા માટે ફોને ઘા કર્યો.માનસી તેની બાજુમાં જ હતી.

માનસી જે થવાનો મને ડર હતો તે થઇ ગયું.પાયલે મને બરબાદ કરી દીધો.પાયલ આજ મીડિયા સામે આવીને તારા અને મારા અફેરની વાત કરી અને તે છુટાછેડા લઇ રહી છે,મારી સાથે એ પણ વાત કરી.

હવે શું થશે વિશાલ?

મારા બિઝનેસ પર પાણી ફરી જશે.જો આ મારા ફોનમાં જો એક પછી એક ફોન આવી રહ્યા છે.બધા જ ફોન મારા બિઝનેસ પાર્ટનરના છે,તે મારી સાથે હવે ડિલ નહિ કરે.હું બરબાદ થઇ જશ.કઈ નહિ થાય વિશાલ તું થોડો શાંતથા મુંબઈ જઈને બધું ઠીક થઇ જશે.હવે કઇ નહિ ઠીક થાય માનસી.મેં બોવ મોટી ભૂલ કરી નાખી છે,મારા જીવનમાં.

થોડીજવારમાં આ વાતની જાણ મેડીકોલ કોલસેન્ટરના બધા જ કર્મચારીઓને પણ ખબર પડી ગઇ.વિશાલસરને બિઝનેસ ઓછો થશે એ પ્રોબ્લમ નોહતો પણ તેની અત્યાર સુધીની પોતાની રેપ્યુટેશન ખરાબ થઇ જશે તેનો ડર હતો.

પણ વિશાલ સર હારે તેમ ન હતા.ગમે તેવા રસ્તા માંથી માર્ગે નીકાળીને આગળ વધે તેમ હતા.તે બપોરના સમયે મુંબઈ એરપોર્ટ પર માનસી સાથે બહાર નીકળી રહ્યા હતા.અચાનક મીડિયા વાળાએ એ બંનેનો ઘેરાવ કરી લીધો.

સર તમારી અને પાયલ વચ્ચે કયારથી ઝઘડો શરૂ હતો?

મારો પર્સનલ મામલો છે,અને એ અમારી ફેમેલી મેટર છે.

સર આ તમારી સાથે છે તે માનસી છે ને?તમારા વાઈફ કહી રહ્યા હતા કે કોઈ માનસી નામની છોકરી છે તેમની સાથે અફેર છે?

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)