Vayral Tasvir - 1 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૧)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૧)

કહેવાય છે કે દુનિયામાં જ્યા દેખાઈ આવતી દુનિયા છે તે જ પ્રકારે એક એવી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી પણ છે તેનો અનુભવ ઘણા લોકોને જોવા મળે છે. જે વ્યક્તિઓ એ અનુભવ્યું છે તે માને છે જેણે આ ચમત્કાર જોયો નથી તે નથી માનતો,
આપણી સ્ટોરીની નાયિકા એ જ્યા સુધી આ જોયું નહોતું ત્યાં સુધી એ નહોતી માનતી પણ
જ્યારે અનુભવ્યું અને સમક્ષ દેખ્યું ત્યારબાદ તે માનતી થઈ અને તે પોતાની સાથે જે એક ખૂબ જ હોરર અનુભવ રહ્યો તે તમારી સમક્ષ રજુ કરી રહી છે તો તૈયાર થઈ જાવ આપ 'અનામિકા' ની વાયરલ તસ્વીર સાથે જોડાવા માટે.


પાત્રો

૧) અનામિકા (મુખ્ય પાત્ર)
૨) સલોની (મિત્ર)
૩) રુદ્ર (મિત્ર)
૪) અઘોરી બાબા
૫) ઇશી મમ્મી

કારમાં બેઠેલી અનામિકા એ સ્ટીરીઓ પર મૂકી વોલ્યુમ પ્લસ કરતાની સાથે જ સોન્ગ પ્લેય થયું,
આજ રો લેન દે વે જી ભર કે
મેરી સાંસો સે દગા કરકે
તુ ગયા મુઝકો ફના કરકે
વે જાનીયા

મેરા ઝખ્મ-એ દિલ હરા ​​કર દે
ઇસ ગમ કી અબ દાવા કર દે
નજરો કો બાવફા કર દે
વે જાનીયા

આદત હૈ તેરી યે તેરા નશા હૈ
કૈસે બતાઉ તુઝકો રેહબરા

ઓહો ઓહો...!!!
કારની પાછળ બેઠેલી સીટમાંથી અવાજ આવ્યો.
આદત હે તેરી....
જો રુદીયા હવે ચાલુ ના પડી જતો બરાબર તારું દરવખતનું હોય છે ગીત સાંભળવા દે મને ને સલોની ને,
કેમ સલોની સાચું ને???
ના હન...હું આજે રુદ્ર સાથે છું.
તું ચાલુ રાખ રુદ્ર હું છું તારી જોડે,
હા મારી જાન ચલ આજે તો અનિ તને રડાવું તો જ ખરો જોઈ લેજે.
કાર ચલાવી રહેલી અનામિકાને ખબર જ હતી કે જ્યારે આ બન્ને મૂડમાં હશે તો જરૂરથી દાનીસની વાત કરશે જ પણ વાત આગળ વધે એ પહેલાં જ અનિએ સાંભળી લીધું.
જો રુદીયા તને જે મજાક કરવી હોય એ કરજે પણ પ્લીઝ તું આ દાનીસને વચ્ચે ના લાઈશ મને ગુસ્સો પણ આવશે અને દુઃખી પણ થઇશ અને આપણે લોકો જ્યા જઈ રહ્યા છીએ ત્યાં આવા મૂડમાં આવીશ તો તમને બન્નેને જ ભૂલ પડશે.
અનિએ વાત બદલવાની અને રુદ્રને સાંભળવાની ખૂબ જ કોશિસ કરી પણ
રુદ્ર એમ માને એવો બંદો હતો જ નહીં.
અનિની ઘણી કોશિશ બાદ પણ રુદ્ર માનવાનું નામ લઈ રહ્યો હતો નહિ. રુદ્ર એ સલોની સામે જોયું પણ સલોનીએ એને ઈશારો કરી કહી દીધું કે હવે નહી કેમ કે સલોની સમજી ગઈ હતી અનિનો મૂડ બગડશે અને એ જ્યારે બગડી જશે તો એ બન્નેને જ તકલીફ પડશે ઘણી.
હવે પરિસ્થિતિને સાચવવા માટે સલોનીએ અનિને પૂછ્યું, મમ્મીને તે વાત કરી'તી આપણે આવવામાં થોડું મોડું થશે? હા કરી દીધી છે સવાર પણ પડી જાય અને એ જમી લે જાતે બનાવીને, આપણે આંટીને સાથે લઈ જવાના હવે પછી જ્યારે જઈએ ત્યારે હે ને અનિ. હા યાર એ વાત સાચી છે હન તારી મમ્મી ના જાણે કેવી રીતે જમી લે છે જ્યારે આપણે લોકો બહાર જતા હોઈએ છીએ. અનિએ માથું હલાવ્યું અને કહ્યું , એ કરી લેશે ચિંતા ન કર",
અલા રુદ્ર તને એક વાત ખબર છે?? શું?? પેલી તારા વિશે પૂછતી તી, રુદ્ર એ સફાળા થઈને પૂછ્યું, શુ શુ?? ક્યારે ? તને એ ક્યાં મળી'તી.
અમમ....પૂછતી હતી કે, ચલ છોડ તારો મૂડ ખરાબ થશે એમ પણ આપણે જ્યા જવાનું છે ત્યાં તારા મોજીલા મૂડની ખાસી જરૂરત છે રુદ્રલા.
અરે !! મારી નવું
પાક્કું પ્રોમિશ તું બોલે અને મારો મૂડ ખરાબ થાય એવું બને ખરું? ચલ બોલ બોલ દિકું, ઓ દિકું વાળી એ પેલી ને કેવાનું તારે. મારે તો કહેવું જ છે પણ એ માનતી જ નથી જ્યારે પણ એની પાછળ જાઉં છું કે લાઈન મારવાની કોશિશ કરું છું ત્યારે ઇગ્નોર જ કરી દે છે યાર અને તું કે ને મને શું કહેતી તી એ મારા વિશે અરે એલી તું કેને આને કહી દે મારાથી નઈ રહેવાતું જ્યારે એની વાત આવે છે ત્યારે,
ઓ હરખપદુડી ચલ શાંતિ રાખ તને કઈ પ્રોપોઝ નથી કરી દીધો એણે કે આટલો બધો ઉતાવળો બન્યો છે. એ જસ્ટ તને સોરી કહેતી હતી પેલા દિવસ તું એને લાઈબ્રેરીમાં બુક માટે પૂછતો હતો ને?? અરે હા મારે એની જોડે વાત કરવી'તી એટલે મેં બહાનું મારી દીધેલું કે પેલી કેમિસ્ટ્રીની બુક આપજે ને એમ પણ એણે કીધું'તું કે એ તો એના પેલા ભયબન્ધ કુલદીપ પાસે છે.
યાર નવી તું છોકરી છે ને એટલે સારી રીતે સમજીશ તું મને એમ કહીશ કે તમારે છોકરીઓની જાતમાં આવું કેમ હોય છે ? તમે છોકરાઓને ઓળખ્યા વગર એની સાથે વાતો કરવા લાગી જતી હોવ છો. ઓ ઓ....હું નથી કરતી હન્ન....સલોની બોલી.
તું નથી કરતી પણ પેલી તો મારા કલાસના બધા છોકરાઓ જોડે વાતો કરે છે હવે શું કરું એને કેમ કેમ પટાવું?? દેખ મારા ભયલા , છોકરી એમ ના પટાવાય બરાબર તારામાં એની ગમતી ક્વોલિટી નજર આવી જશે તો એ આપો આપ તારી બની જ જશે હવે તું એના સપનાઓના ચોકઠાંમાં ફિટ થવ છું કે નહીં એ તો એને જ ખબર ખેર ચલો ચલો આવી ગયું પાર્ટી પ્લોટ,
સામે ચળકતી લાઇટમાં દેખાતી તકતી સામે સલોનીએ જોયું,
" સંગમ પાર્ટી પ્લોટ"
આજે આ ત્રણેયની ફ્રેન્ડ નેહા પટેલના મરેજ હતા. ગેટની અંદર જતા જ, ઘણા જલ્દી આયા આવો આવો...તમે યાર ક્યારે સુધરશો એ મને કહેશો? બધાથી પેલા જેને આવાનું હોય એ છેલ્લે આવે છે. અરે ચિલ મારી જાન, અનામીકા એ કહ્યું, અનિ તું તો રહેવા જ દે તારી જોડે તો બોલવું જ નથ મને,
ઓળખી લીધી તને, કોલેજના દિવસોમાં તો કહેતી'તી કે તું ચિંતા ના કરીશ હું હંમેશા તારી જોડે જ રહીશ તને ખબર કેટલું કઠિન છે આ બધું સાચવવું મને તો આવડતું પણ નય કેમ કેમ લોકો સાથે વાત કરવી. ચાલો હવે મોઢું ચઢાવેલી નેહા ત્રણેને પોતાના રેડી થવા વાળા રૂમમાં લઇ ગઈ.
સલોની બોલ તું કેવું છે આ બ્રાઇડલ લુક??
હું તો કન્ફ્યુઝ છું યાર શુ પસન્દ કરું આ આર્ટિસ્ટ કહીને ગયા છે કે તમે પસન્દ કરી લો એક પણ તને તો ખબર છે ને આ બધામાં મને કોઈ ઇંટ્રેસ્ટ નથી.
હા ડોકટર મેડમ તમને પેશન્ટ સિવાય આજ સુધી દેખાયું જ શુ છે. રુદ્ર બોલ્યો,
તું હાલતીનો થા ચલ અહીંયાથી અનિ બોલી,
નય જવું મને યાર હું એકલો શુ કરીશ બહાર જઈને કોઈ ઓળખીતું તો છે નહીં. જે કરે એ લા તું જા છોકરીઓના રૂમમાં તું એકલો ના શોભે.
લે તું છોકરી છું?? હા હા હા....રુદ્ર હસ્યો,
હાસ તો વળી કોઈ શક છે પણ હા મને તારા પર જરૂર શક છે કે તું છોકરો જ છું ને,
અનિના આવા કહેતાની સાથે જ નેહા અને સલોની હસવા લાગ્યા,
જવ છું બહાર આટલું કહી રુદ્ર બહાર નીકળી ગયો. નેહા બોલી, અરે રહેવા દે ને એને શુ પ્રોબ્લેમ છે. પેલા આર્ટીસ્ટ પણ મેન જ છે ને હમણાં આવશે થોડી વારમાં, ના એને જવા દે દિમાગ ખાશે યાર એ ચલ છોડ, તુ બોલ શુ કરવાનું છે? યાર જો મારા મત મુજબ તારી બોડી અને હાઈટ કીર્તિ ખરબંદા જેવી છે એટલે ચલ ગુગલ કરીને એનો પેલો શાદી મેં જરૂર આના વાળો લુક છે ને એ જોઈ લે,
'I think its best for you'
સલોની એ સજેશન આપ્યું જ્યારે લુક બાબતે સલોનીનું સજેશન હોય ત્યારે એ માનવું જ પડે કેમ કે કુદરતી ટેલેન્ટ હતું એનામાં આ બાબતનું,
તું કે છે એટલે ફિક્સ મારી જાન હવે કઈક શાંતિ પડી મને હાશ..
નેહા બોલી.

ક્રમશ :