Aavishkaar in Gujarati Short Stories by Leena Patgir books and stories PDF | આવિષ્કાર

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

Categories
Share

આવિષ્કાર

"આલુ કમ બેબી... જો ડેડી તારા માટે શું લાવ્યા છે? " સિદ્ધાર્થે ઘરમાં પ્રવેશીને જોરથી બુમ લગાવતાં કહ્યું.

આલોક દોડતો તેના પપ્પા તરફ આવ્યો.

"શું લાવ્યા છો ડેડી? "

"આ જો. આ છે રોબોટ! આ તારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખશે. તને કાંઈ પણ જોઈએ એનો કમાન્ડ તું એના રિમોટમાં આપીશ કે તરત એ તારું કાર્ય પૂર્ણ કરી દેશે. બોલ કેવું લાગ્યું આલુ? "

"મસ્ત છે ડેડી. હું આનું નામ શું રાખું? "

"તું જ વિચાર. "

"મોમ રાખું તો કેવું રહેશે ડેડી? "

"બટ આલુ- "

"ફાઇનલ ડેડી હું આને મોમ જ કહીશ. " આલોક ખુશ થઈને રિમોટ ખેંચી જતો રહ્યો.

થોડા મહિનાઓ વીતી ગયાં. આલોક, તેના પપ્પા અને મોમ રોબોટ હસી ખુશીથી વર્ષોથી એક ઘરમાં રહી રહ્યા હતાં.

એક દિવસ રાતનાં સમયે કાંઈક અવાજ આવ્યો. સિદ્ધાર્થની આંખો ખુલી ગઈ. અવાજ આલોકનાં રૂમમાંથી જ આવી રહ્યો હતો. સિદ્ધાર્થે આલોકનાં રૂમનો દરવાજો ખોલ્યો તો તેની આંખો પહોળી થઇ ગઈ. આલોક રોબોટ મોમનાં બધા ભાગ તોડી ફોડીને અલગ કરી રહ્યો હતો.

"આલોક આ શું કર્યું બેટા?? "

"ડેડ આઈ હેટ હર. એ મારી ફીલિંગ્સ જ નથી સમજતી! આવી મોમ શું કામની!" આટલું કહીને આલોક ઉભો થઈને નીચે સીડીઓ ઉતરવા લાગ્યો.
સિદ્ધાર્થ પોતાનાં આવિષ્કારને છિન્નભિન્ન થતાં જોઈ રહ્યો.

થોડા દિવસો બાદ ફરી સિદ્ધાર્થ હાથમાં રોબોટ લઈને આવ્યો.

"આલુ આ જો બેટા...તને અને તારી સંવેદનાઓને સમજે એવા રોબોટને લઈને હું આવ્યો છું. "

"વાઉં ડેડ યુ આર ગ્રેટ! આઈ લવ યુ ડેડ. આનું નામ હું શું રાખું? " આલોકે રોબોટની સામું જોતાં પૂછ્યું.

"હમ્મ તું જ રાખ બેટા. તને ગમે એ!"

"મધર રાખુ તો કેવું રહેશે? "

"બહુ સરસ બેટા! આ મધર તને પૂર્ણપણે સાચવી લેશે."

થોડા મહિનાઓ ફરી વીત્યા. ફરી એક રાતે સિદ્ધાર્થને કાંઈક અવાજ આવ્યો. તે ઉભો થઈને આલોકનાં રૂમમાં ગયો તો સિદ્ધાર્થની આંખો પહોળી થઇ ગઈ.

"હવે શું થયું બેટા? કેમ મધરને તોડી નાખ્યું? "

"ડેડ હું ભૂલથી રૂમમાં પડી ગયો ને આ જોઈને મધર મને શાંત કરવાની જગ્યાએ હસવા લાગી. મને ગુસ્સો આવ્યો એટલે મેં એને ફરી તોડી નાખી."

આલોક ઉભો થઈને જવાં નીકળ્યો કે કાંઈક યાદ આવ્યું હોય એમ સિદ્ધાર્થ આગળ જઈને બોલ્યો, "ડેડ રોબોટને માત્ર સંવેદનાઓ આપવાથી કાંઈ ના થાય. એ સંવેદનાઓનો સાચો ઉપયોગ કરતાં પણ શીખવવું જોઈએ. " આટલું કહીને આલોક ત્યાંથી નીકળી ગયો. સિદ્ધાર્થ ફરી પોતાનાં આવિષ્કારને છિન્નભિન્ન થતાં જોઈ રહ્યો.

સિદ્ધાર્થ આ વખતે ફરી એક સંવેદનશીલ રોબોટ બનાવવાની કામગીરીમાં લાગી ગયો. તેણે રોબોટને એવા ફંક્શન આપ્યા કે રોબોટ એક માણસની માફક જ સંવેદનાઓ જેવી કે હસવું, રડવું, ડરવું, ગુસ્સો, ભય, આનંદ, ચિંતા, નફરત, પ્રેમ, શરમાવવું જેવા દરેક પ્રકારની સંવેદનાઓને સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરી શકે. સિદ્ધાર્થને પોતાની આ વખતની કામગીરી ઉપર ગર્વ થઇ રહ્યો હતો. સિદ્ધાર્થે રોબોટને પોતાનાં મગજમાંથી સંવેદનાઓને ખેંચીને રોબોટનાં ફંક્શનમાં દાખલ કરી હતી. આ પ્રકારનો રોબોટ તેણે પહેલાં પણ બનાવ્યો હતો એટલે તેને વધુ મહેનત ના થઇ.

સિદ્ધાર્થ ફરી રોબોટને લઈને આલોક પાસે આવ્યો.

"આલુ જો બેટા હું આ વખતે તને જોઈએ છે એવો સંવેદના યોગ્ય રીતે સમજે એવો રોબોટ લાવ્યો છું. " સિદ્ધાર્થે પોતાની બાજુમાં ઉભેલા રોબોટ તરફ ઈશારો કરતાં કહ્યું.

"વાહ ડેડ! યુ આર જિનિયસ! આ વખતે બેસ્ટ આવિષ્કાર માટે તમને જ એવોર્ડ મળશે. "

"બેટા મારા તો દરેક આવિષ્કારોને આ એવોર્ડ મળે છે પણ મારા માટે તો તું જ મારું બેસ્ટ આવિષ્કાર છું!!" આટલું કહીને સિદ્ધાર્થે આલોકને ગળે લગાવી દીધો.

"ડેડ આનું નામ હું શું રાખું?? "

"તું જ વિચાર!!"

"પાપા... આનું નામ હું પાપા રાખીશ."

સિદ્ધાર્થ આલોકને ખુશ થતાં જોઈ રહ્યો.

થોડા મહિનાઓ વીત્યા. સિદ્ધાર્થને એક દિવસ પોતાનાં રૂમમાંથી આલોકની ડાયરી મળી આવી. સિદ્ધાર્થે તેને રાતે રૂમમાં જઈને વાંચશે એવું વિચારી બાજુમાં મૂકીને પોતાના નવાં આવિષ્કારને રચવા લાગ્યો.

રાતનાં સિદ્ધાર્થે ફ્રી પડીને આલોકની ડાયરી હાથમાં લીધી. ડાયરી ખોલીને તે એક પછી એક પાનાંઓ વાંચતો ગયો.

"હું કયારેય ડાયરી નથી લખતો પણ મમ્મીનાં ગયા બાદ હું ખૂબ એકલો પડી ગયો છું. ડેડ તેમનાં કામમાં વ્યસ્ત રહે છે એટલે ડાયરીને જ મારો ફ્રેન્ડ માનીને મારા મનની લાગણીઓ ઠાલવતો રહીશ.

ડેડ મારા માટે રોબોટ લાવ્યા. એ મારા બધા કામ કરે છે. એનું નામ મેં મોમ રાખ્યું છે પણ એ મારી મોમ તો કયારેય નહીં બની શકે...

......ગુસ્સો આવતાં મેં ડેડનું એ આવિષ્કાર હાથે કરીને તોડી નાખ્યું.

ડેડ ફરી એક રોબોટ સાથે હાજર થયાં. આ વખતે તેનાં ફીચર્સ ઘણાં સરસ હતાં. મેં તેનું નામ મધર રાખ્યું પણ તે કયારેય મારી મોમની જગ્યા નહીં લઇ શકે....

........મારા દિમાગમાં હવે મોમ અને ડેડની એ રાતવાળી ફાઇટ યાદ આવે છે. અમુક ફિલ્મો જોયા બાદ હવે મને સમજાયું છે કે ડેડએ જ મારી મોમને એ રાતે મારી નાખી હતી ને તેને ખાલી ખાલી આત્મહત્યાનું સ્વરૂપ આપ્યું હતું. આઈ હેટ ડેડ એન્ડ હીસ સ્ટુપિડ રોબોટ્સ....

.......મેં ફરી મધરને તોડી નાખ્યું. ડેડને જુઠ્ઠાણું કહીને મેં મધરને પણ મારી નાખી....

ફરી તેઓ તેમનાં એક નવાં આવિષ્કાર સાથે હાજર થઇ ગયાં. આ વખતે તેઓ સંવેદનાઓથી ભરપૂર રોબોટ લઇ આવ્યા. તેમજ માનવીનાં મગજનાં સેલ્સને આ રોબોટમાં દાખલ કરીને માનવો જેવું મગજ ચાલી શકે એવો રોબોટ તેમણે તૈયાર કર્યો.

આ રોબોટને જોઈને મારા મગજમાં એક ચાલ રમવા લાગી. તેનું નામ મેં પાપા રાખ્યું. પાપાને મેં મારી અંદર ભભૂકતી એ દરેક સંવેદનાઓ આપી છે જે હું ડેડને આપવા ઈચ્છતો હતો અને આપીશ પણ!!

કાલે મારી મોમની ડેથ એનિવર્સરી છે. જે હવે ડેડની પણ બની રહેશે. રાત થતાં જ પાપા ડેડને સદાય માટે ટાટા કરી દેશે. હાહાહા..... "

આ બધું વાંચીને સિદ્ધાર્થનાં શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું. તેને એસીની ઠંડકમાં પણ પરસેવો વળી ગયો. આ લખાણ કાલનું છે મતલબ આજે મને મારો જ આલોક મારી નખાવશે?

ત્યાંજ સિદ્ધાર્થનાં રૂમનો દરવાજો ખટખટયો. તેણે આલોકનાં મગજમાં ઉભરાયેલ ઝેરને કાઢવાનું નક્કી કર્યું. દરવાજો ખુલ્યો તો સામે આલોક અને પાપા રોબોટ ઊભાં હતાં.

"ડેડ મારી ડાયરી શું કામ વાંચી તમે? આઈ હેટ યુ...બટ એક વાત કહું... આ ડાયરી મેં જ હાથે કરીને કાંઈ પણ બકવાસ લખી તમારા સુધી પહોંચાડી છે જેથી હું તમારા ચહેરા પરનો એ ડર જોઈ શકું. "

"આલોક તારાથી કોઈ મોટી ભૂલ થઇ રહી છે બેટા. મારી છેલ્લીવાર એક વાત સાંભળી લે. મારા અને તારી મમ્મીનાં લગ્નનાં દસ વર્ષ બાદ પણ સંતાન નહોતું થતું માટે મેં મારા સાયન્ટિફિક દિમાગને કામે લગાવીને તને બનાવ્યો જેથી અમે તને અમારું સંતાન માનીને ઉછેરી શકીએ... તારા સ્ટ્રક્ચર આબેહૂબ માનવ જેવું અને તારું મગજ એક માઈક્રોચિપથી ફિટ કરેલું છે. તું કયારેક કયારેક ઉશ્કેરાઈને મારી ગેરહાજરીમાં તારી મોમ નંદિની ઉપર હાથ ઉઠાવી લેતો. નંદિનીએ મને સમજાવ્યો કે મારે તને આ દુનિયામાંથી અલવિદા કરવાનું જ ઉચિત રહેશે જે તું સાંભળી ગયો અને તે મારી ગેરહાજરીમાં એ રાતે નંદિનીનું ખૂન કરી નાખ્યું.

મેં મારી જાતને સંભાળી. નંદિની પાછી તો નહોતી આવવાની પણ હું આલોક એટલે કે તને મારાથી દૂર કરવા નહોતો ઈચ્છતો. તારામાં યોગ્ય સુધારાવધારા કરી તને મેં પરફેક્ટ રોબોબોય બનાવ્યો. તારામાં સંવેદનાઓ વધ્યા કરતી હતી. તને દુનિયાથી છુપાઈને રાખ્યો. તારી ઓળખ મારા સંતાન તરીકે કરી, નહીં કે આવિષ્કાર તરીકે! આલોક મેં નંદિનીને નથી મારી પણ તે એને મારી છે. તું મારો આવિષ્કાર છું!"

"ડેડ મને બધી ખબર છે પણ હું એ હકીકતમાં નથી જીવવા માંગતો. મારે મારા જીવનમાં કાંઈક રોમાંચક સફર કરવી છે. પાપા મને તમારી કમી કયારેય નહીં આવવા દે... " આટલું કહીને આલોકે પાપાને આંખ વડે કમાન્ડ આપ્યો ને પાપાએ પોતાનાં સર્જનહારને છિન્નભિન્ન કરી દીધો.