જન્માષ્ટમી નીમીતે આજે મારે શ્રી કૃષ્ણ વિશે થોડી વાત કરવી છે,આમતો શ્રી કૃષ્ણ વિશે દરેક થોડુ-વધુ જાણે જ છે, શ્રી ,કૃષ્ણ ના જીવનમાં પ્રેમ છે કરુણા છે અને મિત્રતા જેવા અનેક ગુણ છે તેમની દરેક ક્ષણ આપણા માટે સીખવા જેવી છે,કૃષ્ણ અને આજના યુવાન કે ન્યુ જનરેશન ના વિચારો ની સરખામણી કરીએ તો,
મિત્રતા જોવી હોય તો કૃષ્ણ જીવન માથી જોવ ,મારા મિત્ર ને શેની જરુર છે અને કેવી જરુર છે એ કૃષ્ણ જીવન પર થી જોય શકાય છે, પાટૅી કરી દારુ પીવો,ડ્રગસ લેવો ,જુગાર રમવો જેવી કુટેવ એ ચડાવવો કે સાથ આપે દોસ્ત નથી રાક્ષષ.કે દુશમન છે ,કૃષ્ણ જાણે છે જુગાર નહી પણ શરીર સ્વસ્થ બને એવુ રમુ છે મારા મિત્ર ને દારુ-ડ્રગશ ની જરુર નથી તેનેતો રુષપ્રુષ્ટ બનાવવા છે અને એ માખણ દુધ ઘી જ મળશે. મિત્રતા માટે માખણની ચોરી કરે છે
એક પ્રસંગે મિત્રતા માટે જીવનનુ વિચયૉ વગર તળાવમાં દળો લેવા કુદી પડે છે મિત્રતા નિભાવવા સુદામાના એક મૂઠ્ઠી પૌવા નુ હજાર ગણુ પાછુ આપી દે છે અજૅૂન ને સાચો સાથૅી બની મહાભારતમા વિજય બનાવે છે અને એક સાચુ જીવન જીવવાનો માગૅ બતાવે છે
આજે આપણે જોઈએ છીએ કે આપણી પાસે જીવન જરુરી થી વધારે વસ્તુ હોય છે તો પણ નાઃખુશ અને તુચ્છ પણુ અનુભવ્યે ,કૃષ્ણ પાસે પણ જીવન મા જરુરયાત જેટલુ હતુ છતા પોતાના ગામડામાં કેટકેટલી મુશકેલી સમય એ સામે ઊભો રહે છે ગામનુ રક્ષણ કરવુ એ એજ મારી ફરજ છે તે પોતા ભવિષ્ય નુ કે જીવન વિચારૅ નથી કયૉ ,અત્યારે નિદૉશ/લાચાર વ્યકિત ને ન્યાય/મદદ તળફડે છે અથવા બહેન-દિકરી ની છેળતી થાય, ત્યારે હજારો ની સંખ્યા મા આજે કૃષ્ણ દેખાતો નથી.આપણે જીવન દરમીયાન કેટકેટલા દ્રશ્યિ જોયા જ હશે જેમા કોઈ નિદૉશ/લાચાર વ્યકિત ની મદદ કરી છે ? ના કેમકે જો હુ મદદ કરીશ તો મને પણ મારશે આથવા તો મારા ભવિષ્યમા મને નડશે કોટૅ-કચેરી ધક્કા ,મારી સામે વેર વધી જશે,હુ એણે મદદ કરીશ તો મારુ કામ મારો સમય બગડશે,અને એ કયા મારા બાપાનો દિકરો થાય છે,બસ આવીજ ભાવના અને આજ વિચારથી જ એક નિદૉશ ને ન્યાય કે મદદ નથી મળતી અને છેલ્લે તળફડી ને મરી જાય છે અને અન્યાય સહન કરે છે આથવા તો અન્યાય થતો જોતો રહે છે. કૃષ્ણ જેવુ ગરમ લોહી નથી , ગામ પ્રત્યે સહાનુભુતી નથી અને તેની સામે વિરોધ કરવા ની ઈચ્છા નથી,બસ ચુપચાપ માઈકાંગ્લો બની જોયા કરે છે
પ્રેમનો સાચો શબ્દ કૃષ્ણ પાસે જ છે કે જેમા ગાવળી નો પ્રેમ છો તો વાંશળી નો મધુર સૂર છે જેની ગોકુૃળ ની ગોપીઓ ગાડ્ડી તુર છે તો કયાંક રાધા-મીરા નો આઢળક પ્રેમ છે જેમા નથી સ્વાથૅ કે નથી ઈષૉ કે નથી સુંદરતા ,જયારે આજ નો પ્રેમ વોટ્સએપ ના સ્ટેટસ કે સોસીયલ સાઈટ સુધી જ છે એક છોકરો-છોકરી ને પ્રેમ થઈ જાય પછી સંબધ બાંધે છે કોઈ વસ્તુની જેમ છોકરો અથવા છોકરી વાપરી ને ફેકી દે છે જીવન મા ઉતાર ચડાવ થી જીવન હલી જાય છે છેલ્લે છુટેછેડા સુધી પહોંચી જાય છે આવા ખોખલા સંબધ કાતો શરીરની સુદરતા કે પૈસા થી બનતા હોય છે અને કદાચ એટલે નથી ટકતા, પૌરાણીક દંત કથા મા આપણે કયાંક વાંચ્યુ હશે કે ગોકુળની હજારો ગોપીઓ/રાજકુમારી ગુફા મા રાક્ષશએ કેદ કરી છે ત્યારે તેને બચાવી લે છે,અને આ પ્રસંગમા સમાજ મા જે રીતે લોકો વિચારે છે કંલ્કીત માને છેકે ગુફા રાક્ષશ/પરપુરુષ સાથે રહી છે અને તેને ધ્યાનમા લઈ હજારો ગોપીઓ/રાજકુમારી કૃષ્ણ સાથે વિવાહ કરવા નુ કહે છે,કોઈ નુ જીવન ના બગડે તે માટે કૃષ્ણ વિવાહ કરે છે અને એક ને સારુ જીવન આપે છે.