Chapter 1
"મમ્મી, આ વખતે ડેડી ને બર્થડે ના શું ભેટ આપશું?"
નાના દિકરા શાન એ શિફા ને પૂછ્યું. શિફા સોફા પર બેઠી કપડાં ઘડી કરી રઈ હતી. એકવીસ વરસનો શાન કમ્પ્યુટર પર બેસી, પોતાના ઓફિસ નું કામ કરી રહ્યો હતો.
"શાન, બેટા, તારા ડેડી ના જન્મદિવસ ને ઘણી વાર છે, લગ ભગ બે મહિના. પછી ક્યંક સારું વિચારીશું."
શિફા ને વિચાર આવ્યો,
"લગ્ન ના છવ્વીસ વર્ષે અને રિયાઝ ના સત્તાવન માં
જન્મદિવસ પર એમને શું આપવું?"
આટલા વર્ષો માં એણે રિયાઝ ને જુદી જુદી ઘણી ભેટ આપી હતી. અને હવે પેહલા ની જેમ, કોઈ વસ્તુ ની ખોટ પણ ન્હોતી. તો રિયાઝ ને ભેટ શું આપવી?
શાન એ પોતાની ખુરશી શિફા તરફ ફેરવી ને ઉત્સુકતા ની સાથે બોલ્યો,
"મમ્મી આ વખતે ડેડી ને એક અલગ ગિફ્ટ આપીએ, એકદમ unique."
શિફા એ સ્મિત ભરતા કહ્યું,
"લાગે છે કે તે ભેટ વિચારી રાખી છે."
"Yes, definitely!"
શિફા એ શાન ને પૂરું ધ્યાન આપતા પૂછ્યું,
"તો બોલ, આ વખતે તારા ડેડી ને શું ભેટ આપવી છે?"
"જો શફિક અહિયાં હોતે, તો નાજ પાડતે." શાન બોલ્યો.
"અચ્છા, તો તે આ વાત મોટા ભાઈ સાથે discuss કરી નાખી છે."
"Hmm, not really. પણ મને એવું લાગે છે, કે શફિક ના પાડશે. પણ મને ડેડી ને આજ ભેટ આપવી છે."
"Okay.પણ શું?"
શાન એ પોતાની બન્ને હથેળી ઘસતા ઉત્સુકતા થી બોલ્યો,
"મારે ડેડી ની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવી છે."
શિફા ગુંચવણ માં મુકાઈ ગઈ.
"હાં, પણ શું?"
"મમ્મી, આ વખતે આપડે ડેડી ને ભેટ માં પોપટ આપી શું. What say?"
"શું, પોપટ?"
શિફા વધુ મુંજવાઈ ગઈ.
"હાં. આપણ ને બધા ને ખબર છે કે ડેડી ની પાસે વર્ષો પેહલા જે પોપટ હતો, ડેડી આજે પણ એના બારા માં વાત કરતા નથી થાકતા. That means, he'd missing it."
શિફા ને ઘણું સારું લાગ્યું અને શાન ના માથે હાથ ફેરવતા બોલી,
"એટલે તારે ડેડી ની એ ખામી પૂરી કરવી છે."
"બિલકુલ."
"પણ દિકરા, પોપટ લાવશું ક્યાં થી?"
"તમે મારા મિત્ર પ્રણવ ને ઓળખો છો ને? એને કંઈ રાખ્યું છે, એ લાવી આપશે."
"કેટલા નું આવશે?"
"લગ ભાગ, ત્રણ હજાર નું. તમે, હું અને શફિક, ત્રણે contribute કરી શું."
" Okay dear, I'm so proud of you!"
Chapter 2
રિયાઝ એક સંયુક્ત કુટુંબ માં મોટો થયો હતો. ચાર બહેનો અને બે ભાઈઓ હતા.
રિયાઝ ને પોતાનું બચપન અને એની યાદો ખૂબજ પ્રિય હતી. સત્તાવન વર્ષે પણ બચપન ની વાતો એવી રીતે કરતો જાણે બધી ઘટના ગઈ કાલે ઘટી હોય. દરેક ઝીણી વસ્તુ પણ એને યાદ હતી.
શિફા અને બન્ને દિકરા, શફિક અને શાન એ રિયાઝ ના બચપન ની વડતાઓ અને episodes એટલી વાર સાંભળ્યાં હતાં ક એલોકો ને મોઢે થઈ ગયા હતા. પણ રિયાઝ ના માન ખાતર સાંભળી લેતા.
રિયાઝ ના સ્કૂલ ના દિવસો માં, પોતાની બા પાસે ઝિદ કરી ને, એક ભાજી વળી પાસે થી ફકત પાત્રીસ રૂપિયા માં એક પોપટ ખરીદ્યું હતું.
એ એક બોલતો પોપટ હતો. રિયાઝ એ એની ખૂબ માવજત કરી હતી અને એ રિયાઝ સાથે ત્રણ વર્ષ રહીયો અને અચાનક એક દિવસ ઊડી ગયો.
રિયાઝ એ વાત ને ક્યારે ભૂલી ન શક્યો. આજે એના બચ્ચાઓ એની વર્ષો જૂની અધૂરી ઇચ્છા પૂરી કરવા જઈ રહ્યા હતા.
ઘરના ચારે સભ્યો નોકરિયાત હતા. રિયાઝ એક ક્કંપની માં મેનેજર હતો. શિફા એક સ્કૂલ માં ટીચર હતી. મોટો પુત્ર શફિક ફોટોગ્રાફર અને નાનો દિકરો online shopping નું વેપાર કરી રહ્યો હતો.
નાસ્તો અને બપોર નું જમવાનું બધાનું જુદુ થતું, પણ રાત નું જમણ બધા પ્રયત્ન કરી ને સાથે કરવા બેસતા.
મોટો દિકરો શફિક કામ ના કારણ એ બાર્ગામ રેહતો. ઘરમાં બધા ને એની ખામી ખૂબ અખરતી. શફિક ને પોપટ ની આઈડિયા થી ઘણી આપત્તિ હતી. પણ શાન એ મોટા ભાઈ ને કેમ પણ કરી ને મનાવી લીધો.
Chapter 3
રિયાઝ ના જન્મદિવસ ને ફકત અઠવાડિયા ની વાર હતી. શિફા જ્યારે કક્ષા માં થી સ્ટાફરૂમાં ગઈ, તો જોયું એના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. એણે સ્વાંસ લિધો, ખુરશી પર બેસી પાણી પીધું અને મોબાઇલ ઓન કર્યું.
શાન એ ચાર ફોટા મોકલ્યા હતા. ફોટા લોડ થયા, તો શિફા જોતીજ રહી ગઈ. એક ખૂબજ સુંદર અને સાફ પોપટ હતું. સરસ મજાની લાલ ચોંચ અને લાંબી પૂંછડી હતી. એ તંદુરસ્ત અને મન મોહિલે એવો પોપટ હતો.
શિફા એ જવાબ માં એક smiley મોકલ્યું. તરત અજ શાન નો ફોન આવ્યો.
"હાલો, મમ્મી. કેવું લાગ્યું?"
"ખૂબ અજ સુંદર છે દિકરા."
"મને પણ બહુજ ગમ્યું. લઈ લઉં?"
"શાન, કેટલા નું છે?"
"ત્રણ હજાર નું."
"કયાંક ઓછું નહિ કરે?" શિફા એ ધીમે થી પૂછ્યું.
"મમ્મી, ચાર હજાર કહેતો હતો. બર્ગાઈન કરી ને ત્રણ માં આવ્યો."
"ઘરે ક્યારે અને કેવી રીતે લાવીશ?"
"તમે ચિંતા ના કરો. જેનું છે, એ પિંજરા માં આપશે. પ્રણવ અને હું બાઈક પર જઈ ને લયી આવશું."
"Okay. પૈસા છે તારી પાસે?"
"થોડા છે. બાકી તમે transfer કરી આપો."
સાંજે રિયાઝ ઓફિસ થી ઘર આવે, એ પેહલા શિફા અને શાન એ મળી ને પોપટ ના પિંજરા પર એક લાલ રીબીન બાંધી, એને જમવાનું અને પાણી આપ્યું, અને પિંજરા ને બાલ્કની માં ટીંગાડી દીધું.
રિયાઝ ને ટેવ હતી કે ઘરે આવવાની સાથે, શાવર લે, નાઈટ સુટ પેહરી ને થોડી વાર બાલ્કની માં શિફા સાથે બેસી ને સાંજની ચા પીવે. બન્ને જણા આખ્ખા દિવસ ની એક બીજા ને ખબર આપતા.
બાલ્કની માં પગ મૂકતા જ રિયાઝ ની નજર પિંજરા પર પડી અને મોઢા પર એક મોટી મુસ્કુરાહટ ફૂટી પડી.
"Wow! આ ક્યાંથી આવ્યું?"
શિફા અને શાન બન્ને બાલ્કની માં સાથે આવ્યા અને એક અવાજે બોલ્યા,
"Happy birthday!"
રિયાઝ એ બન્ને ને ભાત માં લઇ ભેટી પડ્યો. રિયાઝ પોતાની ભીની આંખ લૂછતાં બોલ્યો,
"એટલા વર્ષો માં તમે મને એટલું સુંદર અને પ્રેમાળ ભેટ નથી આપી. Thank you so much."
Chapter 4
એ પછી રિયાઝ ના દિવસ અને રાત, બન્ને સુધરી ગયા. રિયાઝ ને મિઠ્ઠું નું પિંજરું નોહતું ગમતું. તો એક વેહલી રવિવાર ની સવારે એ શિફા ની જોડે બજાર માં જઈ મોટુ પિંજરું લઇ આવ્યો, જેમાં પાણી અને જમવાનું રાખવાની જુદી વડકિયો હતી. મિઠ્ઠું ને રમવા માટે જુલો પણ હતો અને હરવા ફરવા માટે વધારે જગ્યા હતી.
રિયાઝ એ બેસી ને ગુગલ કર્યું, એ જોવા માટે કે મિઠ્ઠું ને ખાવા માં શું બધું આપી શકાય. લિસ્ટ બનાવ્યું અને શિફા ની જોડે બજાર માં જઈ બધી વસ્તુ લાવી સ્ટોક કરી રાખી.
રોજ સવારે ઓફિસ જતા પેહલા, રિયાઝ મિઠ્ઠું નું પિંજરું સાફ કરતો, અને તાજુ પાણી અને જમવાનું આપતો. સાંજે આવીને એજ રૃટિન follow કરતો.
મિઠ્ઠું કાંઈ સામે બોલતો નહિ, પણ રિયાઝ એની સાથે ખૂબ વાતું કરતો. સવારે ચા પીવા બેસે, તો પેહલા પોતાના કપ માં આંગળી ડુબાડી મિઠ્ઠું ને ચા ચાટડતો. મિઠ્ઠું ને પણ ચા ખૂબ ભાવતી. એ પણ પિંજરા ની કિનારે આવીને ચા પીવા ગોઠવાય જતો.
મિઠ્ઠું ને મક્કાય ના દાણા ખૂબ પ્રિય હતા. રિયાઝ એને પોતાના હાથ થી મક્કાય છીલી ને ચાંચ માં આપતો.
પેરુ મિઠ્ઠું નું favourite ફળ હતું. એને પેરુ ખાતા જોઈ, ઘરમાં બધાને ખૂબ મજા આવતી.
મિઠ્ઠું પેરુ એટલા ચાવ થી ખાતો, પોતાના મગન માં મસ્ત, જાણે કેટલા મોટા વિચારો માં ગુમ હોય.
દર રોજ એક વાર તો રિયાઝ મિઠ્ઠું ના ફોટા પડતો અથવા એની વિડિયો રેોર્ડિંગ કરતો. ફોટા અને વિડિયો પોતાના દિકરા શફિક અને ભાઈ બેન ને વોટ્સએપ પર મોકલતો.
અઠવાડિયામાં બે વાર મિઠ્ઠું ના પિંજરા ને બાથરૂમ માં લઇ જઇ ને શાવર નીચે રાખી ને ગરમ પાણી થી નાવડવતો. મિઠ્ઠું ને પણ નાહવાનું ખુબજ ગમતું. પોતાની પાંખ ફેલાવી ફડફડાવતો.
Chapter 5
બે મહિના હસતા રમતા નિકળી ગયા. રિયાઝ અતિશય ખુશ હતો. બે મહિના પછી શફિક થોડા દિવસ માટે ઘરે આવ્યો.
શફિક એ પેહલી વાર મિઠ્ઠું ને જોયું અને એ ખુશ થયો પણ એને થોડુંક અચુક્તું પણ લાગ્યું.
એક દિવસ જ્યારે રિયાઝ અને શિફા બાર ગયા હતા, ત્યારે બાલ્કની માં બેઠા, શફિક એ શાન ને કહ્યું,
"શાન, મારે તને કયાંક પૂછવું છે."
"બોલો ભાઈ."
"તને ડેડી ને પોપટ ભેટ આપવાની શું સુજી?"
"કેમ શું થયું?"
"એ મારા સવાલ નો જવાબ નથી."
"ભાઈ, ડેડી પાસે વર્ષો પેહલા જે પોપટ હતો, એને આજે પણ યાદ કરી ને ડેડી ની વાતો અટકાતીજ નથી. I thought he was missing it too much. એટલે."
શાન એ પોતાના ખભા ઉચકતા ખુલાસો કર્યો.
શફિક એ માથું હલાવતા પોતાના મન ની વાત કરી.
"મને આ ઠીક નથી લાગતું. એક અબોલ પક્ષી ને કેદ કરી ને રાખવાનું."
શાન નું મોઢું પડી ગયું. એ નારિયાઝ થઈ ગયો. શફિક સામે જોઈ ને બોલ્યો,
"ભાઈ, it's okay. તું જો કે ડેડી કેટલા ખુશ છે."
"એ ખુશી wrong છે શાન. કોઈ બીજા ના દુઃખ માં ખુશી કેવી રીતે મળી શકે?"
"તમે કેમ કઈ શકો છો કે મિઠ્ઠું દુઃખી છે?"
"તને કેવી રીતે ખબર કે મિઠ્ઠું ખુશ છે?"
શફિક આગળ બોલ્યો,
"તને કોઈ સારા માં સારું ખાવા આપે, પણ એક રૂમ માં બંદ કરી નાખે અને ક્યાંય જવા ન દે, તો તું ખુશ રહી શકીશ?"
શાન ચૂપ થઈ ગયો. શું બોલે? શફિક ની વાત સાચ્ચી હતી.
શફિક હોલમાં જતા પેહલા બોલ્યો,
"તું ડેડી ને કય નહિ કેહતો. હું આ બાબત માં કયાંક વિચારીશ."
રાતે જ્યારે બધા જમવા બેઠા, શફિક ધીમે થી બોલ્યો,
"ડેડી, આપડો પોપટ આખ્ખો દિવસ પિંજરા માં બંદ હોય છે. તમને નથી લાગતું કે એને મુંજવડ થતી હશે?"
રિયાઝ ચોંકી ગયો.
"એને શામાટે મુંજવડ થાય. એતો ખાય પીને મસ્ત છે."
"પણ ડેડી એ આખ્ખો દિવસ કેદ હોય છે. એ આસમાન માં ઉડવા માટે બન્યો છે. Please એને ઉડાડી દો."
"ગાંડો થઈ ગયો છે કે શું! એને એટલું સારું જમવાનું ક્યાં મળશે? એને છોડી દેશું તો કાગડા યા બિલાડી એને ખાય જશે."
રિયાઝ એકદમ ગુસ્સા માં આવી ગયો.
શફિક એ ફરી પ્રયત્ન કર્યો.
"પણ ડેડી, ખુદા એ એને પંખ આપ્યા છે. એ પોતાનો બચાવ કરી શકે છે."
"જો શફિક, આ બાબત માં હું કોઈ નું નહીં સાંભળું."
શિફા એ શફિક સામે આંખ કાઢી અને ચૂપ રેહવા માટે સંકેત કર્યો.
આખ્ખી વાત ત્યાંજ ખતમ થઈ ગઈ.
*****
પોપટ ને ઘર માં લાવ્યા ને છ મહિના થઈ ગયા હતા. શફિક એ ઘણો વિચાર કર્યો. એને એવું કાયક કરવું હતું કે મિઠ્ઠુ સાથે ઇન્સાફ પણ થાય અને રિયાઝ પણ નારિયાઝ નો થાય.
એક દિવસ એ પોતાના મિત્ર કથન ને મળવા ગયો. બન્ને કમ્પ્યૂટર પર ગેમ રમતા હતા. અચાનક શફિક ની નજર કથન ની બાલ્કની માં પડી. ત્યાં એક બોટલ લટકતી હતી. શફિક ની જિજ્ઞાસા વધી અને એણે કથન ને પૂછ્યું,
"કથન, આ બોટલ કેમ ટીંગાડી છે અને એમાં શું ભર્યું છે?"
"અરે આ? It's a bird feeder."
શફિક વિચાર માં પડી ગયો.
"એટલે? સેના માટે?"
"બર્થી પક્ષી આવે છે ખાવા માટે અને પેલી બાજુ પાણી માટે પણ બોટલ રાખી છે."
શફિક ઊભો થ્યો અને બાલ્કની માં ખાસ જોવા ગયો. એને આ આઇડિયા ખૂબ અજ ગમી અને પોતાની મુશ્કિલ નો હલ પણ મળી ગયો.
રાતે ઘરે જતા પેહલા, બજાર માંથી બે bird feeder ખરીદ્યા. રિયાઝ ઘરે પોહંચે, તે પેહલા બન્ને બોટલ ભરી ને બાલ્કની માં ટીંગાડી દીધી.
Chapter 6
"અરે આ શું છે?"
રિયાઝ એ bird feeder ને ફેરવતા પૂછ્યું.
શફિક રિયાઝ પાસે બાલ્કની માં ગયો અને બોલ્યો,
"Daddy, it's a bird feeder. બારના પક્ષી ભૂખ્યા ન રે, એ માટે. પાણી પણ મૂક્યું છે."
"Wow! Good idea."
શફિક આગળ કાય ન બોલ્યો. આ બાબત એક જટકા માં, કે પછી એક દિવસ માં સુલજવાની નોહતી.
Bird feeder મુક્યા પછી ખૂબ પક્ષીઓ આવવા માંડ્યા. ચોમાસું હતું. બારના પોપટ પણ ખૂબ આવતા. શફિક એ દિમાગ લગાડી ને, અડધી બોટલ માં શફિકમુખી ના બીજ અને અડધા માં બાજરી મુકેલા.
શફિકમુખી ના બીજ પોપટ ને અતિ પ્રિય હોય છે અને બાજરી ચકલીઓ ને ભાવતી વસ્તુ. એટલે બધાજ આવતા.
મિઠ્ઠું બારના પોપટ ને bird feeder માં જોઈ ને ખુબ ચીસો પડતો. અને આખ્ખા પિંજરા માં ઊંધો સીધો થાતો. રિયાઝ આ જોઈ ને ખુબ આશ્ચર્યચકિત થઈ જતો.
શફિક એ રિયાઝ પર બારિકી ની નજર રાખી હતી. એણે જોયું કે રિયાઝ દરરોજ બારના આવતા પક્ષીઓ ને જોઈ ને ખુબ ખુશ થતો અને bird feeder હંમેશા ભરેલું રાખતો.
એક દિવસ શફિક રિયાઝ પાસે બાલ્કની માં બેઠો. Bird feeder માં ત્રણ પોપટ બેઠા હતા.
શફિક ધીમે થી બોલ્યો,
"ડેડી, કેટલું સુંદર દૃશ્ય છે. મેં ક્યારે એટલા પોપટ ખુલા આસમાન માં એક સાથે નથી જોયા."
"હાં શફિક. ખુબજ મજાનું દૃશ્ય છે."
શફિક એ ફરી હિંમત કરી ને ધીમે થી બોલ્યો,
"ડેડી, આપડા ઘરના અજુ બાજુ એટલા પોપટ ફરી રહ્યા છે. આપડો પોપટ પણ એલોકો સાથે ખુશ રેહશે."
"શફિક, તું ફરી શુરૂ થઈ ગયો?"
શફિક ઘણો સમજદાર હતો. જરા પણ ગુસ્સે નો થયો. શાંતિ થી અને પ્રેમ થી, ફરી બોલ્યો,
"ડેડી, આપડે એને સોના નો નીવલો આપ્યે તો પણ બે વસ્તુ ક્યારે પણ આપી નથી શકતા."
રિયાઝ એ એની સામે આંખ કાઢી,
"તું શું કેહવા માંગે છે?"
"ડેડી આપડે ફકત એને જોયાં કરે છે. એ આસમાન માં ઉડવા માટે બન્યો છે. પિંજરા માં આપડે એને આઝાદી નથી આપી શકતા અને એને પણ એક સાથી ની જરૂરત છે. We cannot give him mating."
રિયાઝ ચૂપ થઈ ગયો. શફિક ની વાત સાચ્ચી હતી. પણ એનું મન નોહતું માનતું.
શફિક એ રિયાઝ નો હાથ પોતાના હાથ માં લીધો અને સ્મિત ભરતા કહ્યું,
"ડેડી, ઉતાવળ નથી, તમે વિચારી જોવો. પછી તમને જેમ ઠીક લાગે એમ કરજો."
Chapter 7
એ દિવસ પછી શફિક એ પોપટ ની વાત ફરી કાઢી નહીં. એને જોયતું હતું કે રિયાઝ પોતાના મન થી, કોયના દબાણ માં આવ્યા વગર , રજી ખુશી પોપટ ને આઝાદ કરી દે.
રિયાઝ દરરોજ બાલ્કની માં મિઠ્ઠું પાસે જઈ ને ઊભો રેહતો. શફિક ની વાત એના મગજ માં ફરી રહી હતી.
એક વાર શિફા રિયાઝ પાસે આવી ને ઉભી રાઈ. પ્રેમ થી પીઠ પર હાથ ફેરવતા બોલી,
"જો તમારું મન ન માને, તો આપડે મિઠ્ઠું ને નથી મુકવો. પેહલા તમારી ખુશી."
રિયાઝ થીમે થી હસ્યો અને શિફા નો હાથ પોતાના હાથ માં લઇ ને જૂની સ્કૂલ ની વાત યાદ કરી,
"શિફા, તને ખબર છે, સ્કૂલ માં અમને એક વળતા હતી. વળતા ની વચમાં વારમ વાર એક નાનિકડી કવિતા આવતી. મને એની બધી પંક્તિ તો યાદ નથી, પણ અમે એમ કેહતા."
"શું?"
"પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
તોએ પોપટ ને નવા પિંજરા માં ગમતું નથી."
"આજે શામાટે એ કવિતા યાદ આવી?"
રિયાઝ એ ઊંડી સ્વાંસ ભારત કહ્યું,
"શફિક ની વાત સાવ સચ્ચી છે. આપડે ફકત મિઠ્ઠું ને જોયા કરીએ છે. હવે તો bird feeder છે અપડી પાસે. નસીબ માં હશે તો
મિઠ્ઠું આવશે આપડી પાસે."
શિફા રિયાઝ ની સામે જોતી રઈ ગઈ.
"હું સમજી નહીં."
"શિફા, મેં મિઠ્ઠું ને મૂકી દેવાનું નક્કી કરી નાખ્યું છે."
"રિયાઝ, are you sure?"
"Yes, I'm very sure."
બીજા દિવસે સવારે રિયાઝ અને શિફા બાલ્કની માં ગયા અને મિઠ્ઠું ના પિંજરા નો દરવાજો ખોલી નાખ્યો, અને પાછા અંદર આવી ગયા. Bird feeder માં ચાર પોપટ બેઠા હતા. રિયાઝ મિઠ્ઠું ને દૂર થી જોઈ રહીયો હતો. ઘણી વાર સુધી કાંય ન થયું. પછી અસ્તે થી મિઠ્ઠું દરવાજા ની બાર આવ્યો અને પિંજરા ની ઉપર બેસી ગયો.
ઘણી વાર સુધી પોતાની આજુ બાજુ જોવા લાગ્યો. અને પછી એકદમ થી ઊડી ગયો.
રિયાઝ ની આંખ ભીની થઇ ગઈ. એ બાલ્કની માં થી ઉપર જોવા ગયો. શિફા એની સાથે ઉભી રહી.
"રિયાઝ don't worry. He'll be fine."
"Yeah! I hope so."
આખ્ખો દિવસ રિયાઝ ઉદાસ રહીયો. મિઠ્ઠું એના ઘરનું મેમ્બર બની ગયું હતું.
બીજા દિવસે જ્યારે રિયાઝ બાલ્કની માં ચા પીવા બેઠો, તો એણે જોયું, મિઠ્ઠું આવી ને bird feeder માં બેઠો હતો. રિયાઝ એને જોતાજ ઉડખી ગયો.
શિફા નો હાથ પકડી ને બાલ્કની માં લઇ આવ્યો અને અસ્તે થી બોલ્યો,
"શિફા જો તો, અપડો મિઠ્ઠું જ છે ને?"
શિફા એ ધ્યાન થી નજર કરી અને માથું હલાવતા સ્મિત ભારત બોલી,
"હાં અપડોજ છે. રિયાઝ જોવો, એને એક જોડીદાર પણ મળી ગઈ."
રિયાઝ ના મન ને શાંતિ થઈ અને એણે હાશ કર્યું.
એને વિશ્વાસ બેસી ગયો કે મિઠ્ઠું બરાબર, સહી સલામત છે.
પછી તો મિઠ્ઠું રોજ આવવા માંડ્યો, દિવસ માં પાંચ થી છ વાર. એની સાથે બીજા ઘણા પોપટ આવતા. રિયાઝ ને તો જાણે મજા પડી ગઈ. રિયાઝ હંમેશા bird feeder ભરેલુજ રાખતો. એમાં પેરુ અને મરચા પણ મુકતો.
એક દિવસ શફિક રિયાઝ પાસે આવી ને બાલ્કની માં ઊભો રહીયો.
"ડેડી, જોવો આજે આપડો મિઠ્ઠું કેટલો ખુશ છે. જાણે આખ્ખા આસમાન પર રિયાઝ કરતો હોય."
રિયાઝ એ શફિક ને ભેટી પડ્યો અને શાબાશી આપતા કહ્યું,
"હા બેટા. You are right. Thank you dear. તે મને સાચ્ચો માર્ગ દર્શન આપ્યો.
રિયાઝ એ ઉપર આકાશ તરફ નજર કરી અને બોલ્યો.
"જેનું જ્યાં ઘર હોય, એને ત્યાંજ સુખ મળે."
**************************************************************