Corona.com - 6 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -6

Featured Books
Categories
Share

કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -6

' હું હાવ નાનકડા ગામમાં રે'તી હતી ... જુવાનીમા પતિ તો બધાને છોડી ભગવાન પાસે ચાયલો ગેયલો... દીકરાઓને બહુ આપદા કરી દુઃખ વેઠી મોટા કરી કામ ધંધે લગાયડા બેટા... પણ લગન પછી મારા દીકરાઓ બદલાઈ ગીયા... પણ હું તો મા છું ને બેટા... મેં તો દીકરાઓનું ભલું જ વિચારતી... થોડા દિવસ પેલાં મારો નાનો દીકરો જે શેરમા રેય છે એ બીમાર પઈડો... મોટા દીકરાને મેં કેયુ કે મને શેરમાં મૂકી આવ... પણ માંડ બે ટાણાંનું ખાવાનું એ આપતો સાયેબ એ મને શેરમાં જાવાના પૈસા કા'થી આપે...ને પાછો એની બાયડીથી બીયે ... મને કોઈ મદદ ની કરે... પણ મારો જીવ ના માયનો ...વારે વારે નાના દીકરાની ચિંતા થાતી ... મેં બાજુમાં રેતા લોકો ને સબંધી પાંહેથી પૈહા માયગા ને મોટો દીકરો ગાડીમાં બેહાડી ગેલો...ગાડીમાં બેહાડતાં બેહાડતાં કીધું કે હવે પાછી ની આવતી નાના સાથે જ રેજે... મને થીયું મજાકમાં કેતો અહે...પણ જે રીતે એ બોલ્યો મને દુઃખ થીયું બેટા... પણ નાના દીકરા ને મળવા જવાની ખુશી પણ ઉતી... મેં કીધું દીકરા તું ઘેર જા જમી લેજે... ને ઘેર હાચવીને જાજે... પણ એ કાયભી બોલ્યા વગર જતો રિયો... થોડીવાર માં ગાડી ઉપડી ને શેર તરફ દોડવા લાયગી... મેં શેરમાં આયવી બેટા ... મારી વહુ ટેસને લેવા આવેલી... મને બો ખુશી થઇ... એ ઘેરે લેય ગેય... દીકરાને મલી જીવમાં શાંતિ થઈ ગેય... વહુ નોકરી કરતી તો સવારે નીકળી જતી.. આખો દાઢો હું દીકરાની સેવા ચાકરી કરતી... ધીરે ધીરે દીકરો સારો થઈ ગીયો... બવ ખુશી થઈ હવે શાંતિ દીકરા વહુ જોડે રેવા મોટા દીકરા વહુ તો બવ દુઃખ આપ્યું... નાનો ને વહુ સુખ આપશે... પણ બેટા મારા નસીબ જ ફૂટેલા ઉતા.. ચાર દિવસ માં દીકરો સારો થાતાંજ વહુએ કીધું કે...' કહેતા કહેતા લીલાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...બાજુમાં ઉભા રહેલા પત્રકારોએ એમને સાંત્વના આપવા માંડી....
નૈના એ દર્શકોને સંબોધતા કહ્યું... ' દોસ્તો એક માં જેને માટે પોતાના બાળકો સર્વસ્વ હોય છે પણ એજ બાળકો મા ની સારસંભાળ કે કાળજી લેવાને બદલે દુઃખ જ આપતા હોય છે...મા બાળકને આખી જિંદગી સાર સંભાળ ને કાળજી રાખતી હોય પણ બહુ દુઃખની વાત છે કે એજ બાળકો મોટા થઈને મા ની જયારે સંભાળ લેવાની હોય ત્યારે આંસુ સિવાય કશું નથી આપતા... લીલાબેન કે જે ભરયુવાની મા વિધવા થયા... પતિના ગયા પછી બાળકોને એકલે હાથે મોટા કરી નોકરી ધંધે લગાડી લગ્ન કરાવી સેટ કર્યા... એજ સંતાનોએ આજે લીલાબહેનને આ હાલમાં પહોંચાડ્યા... દોસ્તો મોટા દીકરાને વહુ નું તો આપ સહુએ એમના પ્રત્યેનું વર્તન એમના મુખેથી જાણી લીધું... હવે જાણીએ નાના દીકરા અને વહુએ એમની સાથે શું કર્યું...બસ એક નાનકડા બ્રેક બાદ...
બ્રેક બાદ પોતાની વાત શરુ કરતા... પોતાના આસું લૂછતાં લૂછતાં લીલાબહેને કહ્યું... નાના દીકરાની વહુએ કહ્યું કે ક્યારે ઘેર જાવ છો...હવે એ પણ સારા ગયા છે તો નોકરી પાર જશે કાલથી... મેં મારી વહુને બહુ સમજાવ્યું કે ભલે તમે બંને નોકરીએ જાવ હું ઘેરમાં રેય બધા કામ કરા... પણ વહુ દીકરાએ મારી એક ની માની... એક દિવસે શાકભાજી લેવા ગેયલી દીકરાની પસંદ ની શાકભાજી લેય ઘરે ગેય તો ઘરે તાળું... ઘેરની બાર રાત સુધી બેસી રેય પણ એ લોકો ઘેર ની આવ્યા... બાજુવાળાઓ ને કહી ફોન કરવા કેયો તો વહુ એ કહ્યું ગામ પાસા જતા રેવ... મેં અહીં શેરમાં ટેસન ભી ની જોયલું ઉતું... પૂછતાં પૂછતાં ચાલતા ચાલતા ટેસને તો આયવી પણ ઘેર જાવાના ટિકિટના પૈસા નોતા મારી પાહે... તો મેં ભીખ માંગવા બેહી ગેય...' કહેતા કહેતા લીલાબહેનની આંખો છલકાય.. આગળ એમણે કહ્યું ' જિંદગી મા ક્યારેય ભીખ માંગી નોતી બેટા... ઘડપણ ભી કેવા દિવસ દેખાડે.. કોઈએ ખાવાનું આયપુ તો કોઈએ પૈહા... 3 દિવસ ભીખ માંગી બેટા...છેલ્લે દિવસેતો ખાવાનું ભી ની મયલું તો વડાપાંવ લેયને ખાધું... પછી ટિકિટ લીધી તો ચાર દિવસ પછીની મલી.. હજી ચાર દિવસ ભીખ માંગી ટેસન પર કાઢવાના હતા... એકે ખોંખારા સાથે ફરી લીલાબેન રોઈ પડ્યા... બાજુમાં ઉભેલા રિપોર્ટર પાણી પીવડાવ્યું... 'ત્યાં જ નૈનાએ નાનકડો બ્રેક લીધો... બ્રેક બાદ લીલાબેન કહ્યું ' બે દિવસ પછી લોકડાઉંન થઇ ગીયું હું અહીંયાજ ફસાઈ ગેય... દીકરાને ફોન ભી કરાવડાવ્યો પણ એ ની આવ્યો... હું કા જાવ... હવે તો ભીખ આપવા વાળા લોકોએ ભી ની આવતા હતાં 3 દિવસ સુધી ખાવાનું ની મળ્યું ભૂખના લીધે તાવ આવવા લાયગો ચક્કર ભી પણ કોઈ મદદ કરવા વાળું ની પાણી પી ને પેટ ભી દુખવા લાયગું હતું... રડી રડી આંખો ભી સુકાય ગેય...ત્યાં આ બેન આયવા ને મને બિસ્કિટ આયપુ પાણી આયપુ ને મને અહીં લઇ આવ્યા...અહીં મારા જેવા ફસાયેલા બીજા ભી લોકો ઉતા...એ લોકો તો બધા થોડા દિવસમાં પોત પોતાની ઘેર જશે... હું કાં જાવ ? મોટો દીકરો ભી ની રાખે ઘેર... ગામનાં મંદિરે જાય રહેવા... 'આંસુઓની ધારા એમની આંખોમાંથી વહેવા લાગી... રિપોર્ટરોએ એમણે સંભાળ્યા...
નૈના એ આંખો લૂછી કાર્યક્રમ આગળ વધારતા કહ્યું... ' તો દોસ્તો જોયું સંતાનોએ આ ઉંમરમાં મા ની ભીખ માંગવા મજબુર કરી દીધી... મોટા તો મોટો નાનો દીકરોય મા ને સાથે રાખવા તૈયાર નથી... લાનત છે એવા સંતાનો પર જે મા બાપ ના ઉપકારોનું ઋણ ચુકાવવાને બદલે એમણે દુઃખ આપે છે... હું પણ એક સ્ત્રી છું... જો સંતાનો આવા હોય ને દોસ્તો તો વાંઝીયા રહેવું સારું... એક વાર પણ નાના દીકરાને ખ્યાલના આવ્યો કે મા માટે આ અનજાન શહેર કે મા ક્યાં જશે ? શું કરશે ? એક વાર પણ એ વિચારના આવ્યો કે મા પાસે પૈસા નથી તો જશે કેવી રીતે ખાશે શું ? જે માએ પોતાના મોં નો કોળીયો ખવડાવી સંતાનો મોટા કર્યા ને એજ સંતાને મા ને ભૂખી તરસી બેહાલ છોડી દીધી... ભગવાન ન કરે લીલાબહેનને કઈ થઇ જાત તો ? કોણ જવાબદાર ? દોસ્તો... આપ સહુને પણ વિનંતી છે ક્યારેક પોતાના મા બાપ સાથે આવું ના કરો... અને જો આપણી આસપાસ આવું કઈ ન થાય એનીયે કાળજી રાખો... હોય શકે આપણી આસપાસ પણ આવી ઘણી લીલાબહેન યાતના વેઠી રહી હશે તો એમનો સહારો બનો પોલીસને જાણ કરો... બની શકે એટલી એક બીજાની મદદ કરો... હિમ્મત રાખો... ને હિમ્મતથી કોરોના સામે લડી આ લડાઈ આપણે સાથે મળી જીતવાની છે... હું નૈના લીલાબહેનની વાત અહીં સમાપ્ત કરી આવતી કાલે આજ સમયે આપ સહુને મળીશ... એક નવી જીવતી દાસ્તાં સાથે... ત્યાં સુધી બાય બાય... આપ સહુ પોતાનો ને પોતીકાંઓનો ખ્યાલ રાખો... જય હિન્દ...
લીલાબહેનની આપવીતીએ નૈનાની સાથે સાથે દરેક દર્શકોની આંખો પણ છલકાવી દીધી હતી...
બહાર આવી નૈના બાથરૂમમા ગઈ... આયના સામે ઊભી રહી... ફરી રડવાનું મન થયું... ડૂમો ભરાયો... આંખો છલકાઈ...એણે પાણી નળ ચાલુ કર્યો પાણી ની છાલક આંખો પર મારી... આંસુ મિશ્રીત પાણી વોશબેસિનમા વહેવા લાગ્યું... માંડ પોતાની જાતને સાંભળીએ બહાર આવી...
બહાર એક સરપ્રાઈઝ એનો ઇન્તજાર કરી રહી હતી...