saundarya - Ek Rahasya - 6 in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૬)

Featured Books
Categories
Share

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૬)

" સૌદર્યા "-એક રહસ્ય (ભાગ-૬). ચાર મિત્રો જબલપુર અને ટાઇગર અભ્યારણ જોવા ટુર પર જાય છે.. જબલપુર થી પાછા વળતાં એની પાસે ભેડાઘાટ નો ધોધ જોઈને સરસ્વતી ઘાટ આવી ને નાવ માં સામે કિનારે જાય છે..અને ત્યાં વાઘ આવે છે..જેના કારણે સૌરભ એના મિત્રો થી વિખુટો પડે છે.. સૌરભ વાઘ થી બચવા માટે ટેકરી પર આવેલી ઝુંપડી પાસે જાય છે.જે પુરૂષો માટે પ્રતિબંધિત વિસ્તાર હોય છે....... ( ભાગ-૬ માં સૌરભ ના નસીબ ના લેખ કેવા લખાયેલા હશે?) હવે આગળ............. સૌરભ ને ઝુંપડી ની અંદર થી કોઈ મંત્ર ધ્વનિ સંભળાયો..એણે જમણો કાન સરવો કર્યો..તો ઝુંપડી માં થી ઓમ્ ધ્વનિ સંભળાયો.ઓહહ..કોઈ તપસ્વી લાગે છે.. ચિંતા નહીં.... સૌરભે ઝુંપડી ના વાંસ અને ઘાસ ના દરવાજા ને ધક્કો મારી ને અંદર પ્રવેશ કર્યો... અંદર એક નાનો દિવો પ્રજ્વલિત હતો..... સૌરભ ઝીણી નજરે કુટીર માં જુએ છે. કુટીર ની અંદર ગુફામાં જવાનો નાનકડો રસ્તો હોય છે.સૌરભ ને આ જોઈ ને આશ્ચર્ય થાય છે.એ દિશા ના પ્રકાશ માં એ નાનકડો રસ્તો દેખાય છે. ત્યાં પણ એક નાનકડું બોર્ડ હોય છે. ""तपोभूमि""..." भगवान शिव द्वारा रक्षित। केवल महिलाओं के लिए प्रवेश। कृपया पुरुष गण यहां प्रवेश ना करे,हानि होने की आशंकाएं हैं।". સૌરભે આ બોર્ડ જોયું... એ ગભરાયો.. એ કુટીર ના દરવાજા પાસે આવ્યો..પણ વાઘ ની ઘુઘવાટ સાંભળી ને પાછો એ ગુફામાં પ્રવેશ કરવા જાય છે... સૌરભ મનમાં બબડ્યો... કુટીર ની બહાર નીકળતા જ વાઘ મને મારી નાખશે...બચવા માટે આ નાનકડી ગુફા માં જઈશ. ....તો કદાચ બચી જવાય..જે ભોગવવાનું આવે એ ઈશ્વર કૃપા થી સ્વિકારી લઈશ. ગુફા માં થી હજુ પણ મંદ સ્વરે કોઈ તપસ્વીની નો ઓમકાર ધ્વનિ સંભળાય છે...કદાચ બચવા માટે ઈશ્વર ઈચ્છા અને આ ગુફા માં જ સલામતી..હશે...એમ વિચારી ને સૌરભ "માં" જગદંબા નું સ્મરણ કરી ને અને મનમાં ગાયત્રી મંત્ર બોલતો ડરતો ડરતો ગુફાની નાનકડી બખોલ માં નમી ને પ્રવેશ કરે છે. ..... આ બાજુ વાઘના આવવાથી ગભરાઈ ગયેલા વિજય અને મુકુંદ પાયલ ને ખેંચી ને કિનારે આવેલી નાવ માં બેસવા લઈ જાય છે..પાયલ સૌરભ ના નામની બુમો પાડતી રહે છે...પણ પાયલ ને ઢસડી ને બંને મિત્રો પાયલ ને લઈ ને નાવ માં બેસી જાય છે.. ત્રણેય મિત્રો ની આંખો માં આંસુ આવી જાય છે..મિત્ર ને ગુમાવવા નો અફસોસ થાય છે....સરસ્વતી ઘાટ પાસે આવી ને કાર માં બેસી ને ત્રણે ય મિત્રો જબલપુર જતા રહે છે.જે વહેલી ટ્રેન મલી એમાં અમદાવાદ ભેગા થાય છે. ........ સૌરભ ગુફા ની નાનકડી બખોલમાં નમી ને ગુફા માં પ્રવેશ કરે છે.. ગુફામાં ત્રણ અખંડ દિવા પ્રગટાવેલા હતા..એના અજવાળા માં ગુફા અંદર થી મોટી દેખાતી હતી. સૌરભ ગુફા માં અંદર જોયું તો એક મોટા પથ્થર પર એક પ્રૌઢ તપસ્વીની સાધ્વી ઈશ્વર ની સાધના કરતી હોય છે.ગુફા ની અંદર નિરવ શાંતિ લાગે છે..એ સાધ્વી નો મંદ મંદ સ્વર ઓમ્ કાર નો સંભળાય છે.. સૌરભ આશ્ચર્ય પામે છે..અને શ્રદ્ધા થી એ સાધ્વી પાસે આવી ને નમન કરતો નીચે બેસે છે... સૌરભ ના ગુફા પ્રવેશ ના કારણે એ સાધ્વી ને કોઈ અજાણી વ્યક્તિ ગુફા માં આવી છે એવું લાગતાં ધ્યાન માં વિચલિત થાય છે.. તપસ્વીની સાધ્વી એના ચક્ષુ ખોલે છે.. જુએ છે તો કોઈ અજાણ્યો યુવાન... સાધ્વી ગુફા માં અન્ય ને શોધવા નજર કરે છે. કોઈ દેખાતું નથી.. સાધ્વી બબડે છે....ગૌરી ઔર રાધા કિધર હૈ? હવે એ સાધ્વી સૌરભ ને જોઈ ને બોલે છે," હે યુવાન કૌન હો? યહાં ક્યું આયે હો? કુટીર કે બાહર કી કાષ્ઠ ફલક પર પઢા નહી? યહાં આદમી કે લીયે મનાઈ હૈ.અનપઢ હો? તુરંત યહાં સે નીકલ જા નહીં તો અનર્થ હો જાયેગા.. એ સાધ્વી હવે ક્રોધિત થઈ હતી... સાધ્વી નો ક્રોધ જોઈ ને સૌરભે પહેલા વંદન કર્યા પછી બોલ્યો..હે માં... મારી પાછળ વાઘ પડ્યો છે..જો આ કુટીર ગુફા માં સંતાઈ ના જઉ તો વાઘ મને મારી નાખે. મેં સુચના બોર્ડ કુટીર ની બહાર અને કુટીર ની અંદર પણ વાંચ્યું હતું... મને માફ કરો.. તમે જે સજા આપશો એ મને કબુલ છે.". સૌરભ ની આવી વાણી સાંભળી ને એ સાધ્વી બોલી..હે યુવાન તું ગુજરાતી છે? તને એક મોકો આપું છું.. તાત્કાલિક આ કુટીર ગુફા ની બહાર નીકળી જા. નહીં તો અનર્થ સહન કરવા તૈયાર રહે." સાધ્વી ની આવી વાણી સાંભળી ને ગભરાયેલો સૌરભ ગુફા ની બહાર કુટીર માં આવે છે.. એ વખતે એને વાઘ ની મોટી ત્રાડ સંભળાય છે.. લાગે છે કે વાઘ આ કુટીર ની બહાર જ છે.. સૌરભ દોડતો ગુફા માં પ્રવેશ કરે છે..એ સાધ્વી ના પગે પડી જાય છે.."હે માં..મને બચાવો.બહાર જવાય એવું નથી..વાઘ બહાર આંટા મારે છે. હું તમારા શરણે છું.તમારે મને જે સજા આપવી હોય એ સહર્ષ સ્વીકાર છે." એ તપસ્વીની સાધ્વી બોલે છે.."હે યુવાન તારા નસીબ માં જે છે..એ હવે થઈ ને રહેશે. તેં શિવ આજ્ઞા નો ભંગ કરી પ્રતિબંધિત વિસ્તાર માં પ્રવેશ કર્યો છે.. ઈશ્વર જે સજા આપશે એ તારે સહર્ષ સ્વીકારી પડશે. તારો સ્વભાવ સૌમ્ય છે..પણ તારી એક ભુલે તારૂં જીવન બદલાઇ જશે.". સૌરભ મસ્તક નમાવી ને એ તપસ્વીની સાધ્વી ને નમન કરતો બેસી રહે છે..... એ તપસ્વીની સાધ્વી પાસે રહેલું કમંડળ લે છે.. જમણા હાથ માં થોડું જળ લઈ ને કોઈ મંત્ર નો જાપ કરતા કરતા એ જળ સૌરભ પર છાંટે છે.. આમ એ ત્રણ વાર કરે છે.. જ્યારે ત્રીજી વાર એ જળ સૌરભ પર છાંટે છે.ત્યારે. .......સૌરભ ના શરીર ની આજુબાજુ એક પ્રકાર ના વલયો પેદા થાય છે.. સૌરભ ને જાણે કોઈ કરંટ લાગ્યો હોય એવું લાગે છે... સૌરભ ઉભો થાય છે.. હવે એના માથા ની નસો ખેચાય છે.. સૌરભ રાડ પાડી ઉઠે છે.. ધીરે ધીરે એના આખા શરીર ની નસો ખેચાય છે..એના કરોડ રજ્જુ... માં જાણે વીજળી ના ઝાટકા લાગ્યા હોય એવું લાગે છે.. સૌરભ ગભરાઈ ને રાડા રાડ કરે છે. સૌરભ ના પગ માં ખેંચ આવે છે.. એના હાથ પગ ધ્રૂજવા લાગે છે. સૌરભ ને લાગે છે કે એના શરીરમાં કોઈ ફેરફાર થાય છે..એ અકળાય છે..થાય છે કે હવે ચક્કર ખાઈ ને પડી જઈશ.સૌરભ ને અશક્તિ લાગે છે....બોલે છે...આ મને શું થાય છે? હે માં જગદંબા મારી સુરક્ષા કરો.સૌરભ મનમાં ગાયત્રી મંત્ર બોલે છે....પણ આખો મંત્ર બોલે એ પહેલા ચક્કર ખાઈ ને પડી જાય છે.. સૌરભ બેભાન થઈ ગયો.. સૌરભ નું શું થશે?, હવે શું બનવાનું છે?,
કેવી હશે કિસ્મત?, કોઈ ચમત્કાર બનવાનું?,
શું આપશે દેહ એનો સાથ?,
કે મલશે નવી જીંદગી નો સાથ?,
તપસ્વીની સાધ્વી ને ચિંતા થાય છે.હવે આ યુવાન નું શું થશે? સાધ્વી કોઈ ની રાહ જુએ છે.. બહાર વાઘ નો અવાજ બંધ થઈ ગયો હતો.. એટલામાં બે સાધ્વી બહેનો જલદી જલદી ગુફા માં પ્રવેશ કરે છે..એમને જોઈ ને તપસ્વીની સાધ્વી થોડી ગુસ્સે થાય છે..બોલે છે," ગૌરી અને રાધા તમે ક્યાં ગયા હતા? તમને બંનેને કુટીર ની બહાર ધ્યાન રાખવા કહ્યું હતું? આ યુવાન દાખલ કેવી રીતે થયો? તમને ખબર છે કે ભગવાન શિવજી દ્વારા રક્ષિત વિસ્તાર છે..આ ગુફા માં કોઈ પુરુષ દાખલ થાય તો અનર્થ થાય છે..અને અનર્થ થયો." બંને સાધ્વી ઓ "માં"નો ગુસ્સો જોઈ ને ગભરાઈ ગઈ.." માં " ક્યારે ય આવી રીતે બોલ્યા નથી... સાધ્વી ગૌરી બોલી," હે માં..અમે બંને કુટીર ની બહાર ચોકી કરતા હતા..પણ બહાર નું સુંદર વાતાવરણ જોઇને પહેલાં રાધા થોડા દૂર ફરવા માંડી.. હું એકલી હતી.મને પણ થોડું ફરવાનું મન થયું.. હું થોડેક જ આગળ ગઈ એટલામાં વાઘ ની ત્રાડ અને ઘુઘવાટ સાંભળી ને અમે બંને નજીક ના વૃક્ષ પર ચઢી ગયા.. ત્યાં જ અમે એક યુવાન ને જોયો. જે વાઘ ના કારણે ગભરાયેલો હતો.. પાછળ વાઘ આવતો જોઈ ને એ યુવાન આ કુટીર માં સંતાઈ જવા માટે પ્રવેશ કર્યો..અમે ગભરાઈ ગયા હતા..આટલા વર્ષો માં પહેલી વાર વાઘ ને નજરો નજર જોયો..." માં " એ યુવાન ક્યાં છે ?". તપસ્વીની સાધ્વી બોલી," સારૂં સારૂં.. તમારી બેદરકારી ભારે પડશે એવું લાગે છે..એ યુવાન અહીં બેભાન પડ્યો છે..એ ગુજરાતી લાગે છે.. જબલપુર એના મિત્રો સાથે ફરવા માટે આવ્યો હશે.". "બોલો માં હવે અમારે શું કરવાનું છે? આ યુવાન નું શું કરીશું?".ગૌરી અને રાધા બોલ્યા. તપસ્વીની સાધ્વી બોલ્યા," જુઓ હવે સંધ્યા કાળ થયો છે.. હવે અંધારું થશે.આપણે જલદી આ તપોભૂમિ માં થી આશ્રમ જતું રહેવું પડશે..તમૈ બંને જલદી બે ચાદરો લાવો.. અહીં ગુફામાં જ્યાં વસ્ત્રો રાખ્યા છે ત્યાં ચાદર છે.". રાધા બે ચાદરો લઈ આવી.. સાધ્વી બોલ્યા," હવે આ બે ચાદરો માં આ યુવાન ને લપેટી લો.પણ ધ્યાન રાખજો મોઢું ખુલ્લું રાખજો જેથી શ્વાસોશ્વાસ લઈ શકે.આ યુવાન ને અહીં મુકી ને જવાય નહીં.હવે મારી જવાબદારી આવી છે.. ઉતાવળ કરજો. ક્યાંક પાછો એ વાઘ અથવા જંગલી જનાવર આવી ના જાય. ઝડપ રાખો.". ગૌરી અને રાધા એ બે ચાદરો માં યુવાન સૌરભ ને લપેટી લીધો..પણ શ્વાસ લેવા માટે મુખ ખુલ્લું રાખ્યું.. થોડીવાર માં તપસ્વીની સાધ્વી એની બે શિષ્યા ને સહારે બેભાન સૌરભ ને નદી કિનારે રાખેલી એમની નાવ માં લઇ ગયા.. બંને શિષ્યા ઓ એ નાવ હંકારી ને સરસ્વતી ઘાટ ની નજીક આવેલા એમના આશ્રમ પાસે ના કિનારે લઈ ગયા... સંધ્યા કાળ થઇ ગઈ હતી..સૂરજ આથમી ગયો હતો. નાવ માં થી બેભાન સૌરભ ને લઈ ને ત્રણે ય તપસ્વીની સાધ્વી ' માં ' ના આશ્રમે આવ્યા. આશ્રમ માં આવી ને માં બોલ્યા," આ યુવાન ને અતિથિ કક્ષ માં લઇ જાવ.. હું પણ સાથે આવું છું". સૌરભ ને લઈ ને ગૌરી અને રાધા અતિથિ કક્ષ માં લાવ્યા. તપસ્વીની સાધ્વી બોલ્યા," એક બિછૌના પર આ યુવાન ને ચાદરો માં જ સુવાડી દો." ગૌરી અને રાધા એ સૌરભ ને બિછૌના પર સુવાડી દીધો.પછી માં બોલ્યા," .આ યુવાન ને ભાન માં આવતા વાર લાગશે.. લગભગ બાર થી ચૌદ કલાક સુધી એ ભાન માં આવશે નહીં. હે ઈશ્વર આપ અમારી પરિક્ષા લો છો કે આ યુવાન ની કે બંને ની.મારા થી ક્યારેય કોઈ નું અહિત થયું નથી. હે ઈશ્વર મને માફ કરજો..આ યુવાન નું યથાયોગ્ય ભલું કરજો.ચાલો દિકરી ઓ હવે આ કમરા ને બંધ કરી ને તાળું મારી દો.અને ચાવી મને આપજો.". "પણ... માં...આ યુવાન રાત્રે જાગશે તો બુમરાણ કરશે..પોતાને એકલો માની ને ગભરાઈ જશે." રાધા બોલી. આ સાંભળી ને તપસ્વીની સાધ્વી બોલી," આ યુવાન ઓછામાં ઓછા બાર કલાક સુધી ભાન માં આવશે નહીં..સવારે તમે બંને વહેલા જાગી ને સ્નાન કરી ને આ કમરા પાસે આવજો.રાત્રે તમે બંને આ અતિથિ કક્ષ ની બહાર વારા ફરતી જાગતા રહેજો.જો કોઈ ગરબડ કે અવાજ આવે તો મને બોલવાજો. હું પણ વ્હેલી સવારે જાગી ને સ્નાન પુજા પાઠ કરી ને છ વાગે આવીશ...હા ગૌરી , વસ્ત્ર ભંડાર માં જા અને આ યુવાન માટે વસ્ત્ર ની વ્યવસ્થા કરવી પડશે.". ગૌરી બોલી," હા ' માં 'આજે સવારે જ મેં વસ્ત્ર ભંડાર માં સાધકો માટે ના વસ્ત્ર ગોઠવ્યા છે.પુરતા પ્રમાણ માં છે.તમે ચિંતા કરશો નહીં.આપ અમને જે કાર્ય આપશો એ અમે કરીશું..આપ અમારી માતાજી છો.". "સારું સારું ". ગૌરી એ સૌરભ ની રૂમ ને તાળું મારી ને ચાવી માં ને સોંપી દીધી..આખી રાત ગૌરી અને રાધા એ એ અતિથિ કક્ષ ની બહાર વારા ફરતી ચોકી કરી. સવાલો ઘણા ઉદભવે છે,સવાલો માં માણસ અટવાય છે,
સવાર થતાં શું થવાનું છે?,સૌરભ ચાદરો માં કેમ લપેટાય છે?
રહસ્ય માં રહસ્ય અટવાય છે, સવારે ચાદરો માં કોણ દેખાય છે?,
સવારે છ વાગે ' માં 'તેમજ રાધા અને ગૌરી તૈયાર થઈ ને રૂમ પાસે આવ્યા તપસ્વીની સાધ્વી એ રૂમ નું લોક ખોલ્યું ત્રણેય જણાએ રૂમ માં પ્રવેશ કર્યો........ રૂમ માં પ્રવેશ કરતા એમણે આશ્ચર્યજનક દ્રશ્ય જોયું. રૂમમાં પાથરેલા બિછૌના પર ચાદર માં લપેટાયેલી એક ખૂબસૂરત કન્યા હોય છે. આ જોઈ ને ગૌરી થી બોલ્યા વગર રહેવાયું નહીં બોલી," માં આ તો ચમત્કાર થયો..આટલી ખૂબસૂરત કન્યા મેં જીંદગીમાં જોઈ નથી.જાણે સ્વર્ગ ની અપ્સરા ના હોય!! સુંદર લાંબા કેશ, મૃગનયની આંખ, સુંદરતા માં અદભૂત.. જાણે સૌદર્યવાન સૌંદર્યા !!!!".................... ( ક્રમશઃ..)ભાગ -૭ માં ચાદરો માં લપેટાયેલો સૌરભ ક્યાં છે? ચાદરો માં લપેટાયેલી યુવતી સૌંદર્યા કોણ છે? તપસ્વીની સાધ્વી આ વિશે ભાગ -૭ માં જણાવશે. ગૌરી અને રાધા ની જેમ સૌંદર્યા ને પણ " માં " પોતાની દીકરી બનાવે છે.. વાર્તા નો એક નવો અધ્યાય શરૂ થાય છે... " સૌંદર્યા '- એક રહસ્ય....(ભારત ના મધ્યે આવેલું મધ્યપ્રદેશ માં અનેક જોવાલાયક સ્થળો, નર્મદા નદી ની આજુબાજુ ની ભૂમિ..,( જુનું માહિષ્મતી રાજ્ય ) વિંધ્યાચલ પર્વત, અમરકંટક, સાતપુડા પર્વતમાળા.. હજારો વર્ષો ના રહસ્યો અહીં સંતાયેલા છે. પૃથ્વી ની નાભી પણ મધ્યપ્રદેશ માં છે.." અવંતી - મહાકાલ ની ભૂમિ ઉજ્જૈન. તેમજ ભારત વર્ષ નું મધ્ય કેન્દ્ર करोंदी ग्राम,कटनी के पास
આવેલ છે...... ). @ કૌશિક દવે