Kartavya - ek balidan - 16 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 16 સન્માન માટે અગ્નિપરીક્ષા – 4

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 16 સન્માન માટે અગ્નિપરીક્ષા – 4

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ને પોતાની પવિત્રતા પુરવાર કરવા માટે આખો અનંત પરિવાર મજબૂર કરી રહ્યો હતો. આખા પરિવાર માં મેધા ની બાજુ ચંપા ફોઈ સિવાય કોઈ હતું જ નઈ ! મેધા ને સવાર થી લઈને સાંજ સુધી બસ અપમાન જ સહન કરવા પડતા હતા ! મેધા ને પોતાની દીકરી કેશવ થી પણ દૂર કરી દેવામાં આવી હતી ! હવે આગળ…….

ભાગ :- 16 સન્માન માટે અગ્નિપરીક્ષા – 4


દિવસે ને દિવસે મેધા ની મુશ્કેલી ઓછી થવાનું નામ જ ના લેતી હતી.
મેધા ને તો એ પણ ખબર નોહતી કે એની ભૂલ શું છે ? ચંપા ફોઈ પણ મેધા નો જ પક્ષ લેતા હતા પણ ક્યાર સુધી ? મેધા પોતાની દીકરી કેશવ ને વહાલ પણ નોહતી કરી શકતી. મેધા હવે જાણતી હતી કે એને શું કરવાનું છે ! મેધા એ હિંમત કરીને પૂછી જ લીધું કે “ મારા થી શું ભૂલ થઈ છે કે મારો પરિવાર જ મારી સાથે આવો વર્તાવ કરવા માટે મજબૂર બની ગયો છે ?” ત્યારે આખા પરિવાર ના મોઢા ઉપર ચુપી જોવા મળે છે.

મેધા ની આંખો માંથી ધર ધર આંસુડાં વહેવા લાગે છે પણ એ પોતાના પરિવાર ને હજુ સુધી પ્રશ્નો પૂછ્યા જ કરે છે , “ રોહન શું ભૂલ થઈ છે મારાથી ? મારા શરીર માં પાયલ ની આત્મા હતી ! એને તો કઈ કર્યું નથી ને ? રોહન મહેરબાની કરીને મને જણાવો મારી શું ભૂલ થઈ છે !” પછી મેધા પોતાના હાથ આંસુ લૂછી દે છે. “ રોહન મને જણાવો મહેરબાની કરીને , મારી શું ભૂલ છે ? “ ત્યારે રોહન પણ થોડો ઢીલો થઇ જાય છે અને એ જેવો જ બોલવા જાય છે “ મે……” ત્યારે જ સરલા પાછળ થી એનો હાથ પકડી દે છે. પછી રોહન મેધા ની આંખ થી આંખ પણ મિલાવી શકતો નથી એટલે તે તેનું મસ્તક નીચું કરી દે છે.

હવે ચંપા ફોઈ થી રહેવાતું નથી કેમ કે એ મેધા ની હાલત જોઈ જ નથી શકતા ! “ બસ હવે બઉ થયું , મારી મેધા નો વાંક કહી દો ! પછી આ અનંત પરિવાર દીકરી અને એની દીકરી મેધા હંમેશા માટે આ અનંત પરિવાર છોડી ને જતા રહીશું , બસ ખાલી મારી દીકરી નો ગુનો જણાવી દો. “ ત્યારે આખો અનંત પરિવાર નું હર એક સદસ્ય ચંપા ફોઈ સામે જુએ છે. હવે શિવરાજ ગુસ્સા નો સબ્ર તૂટી રહ્યો છે , “ ચંપા તું જેને પોતાની દીકરી કહે છે ને એ એક કોઠાવાળી છે એ તું ના ભૂલ .” ફરી વાર પોતાના માટે આ શબ્દો સાંભળી ને મેધા ના પગ નીચે થી જમીન સરકી જાય છે. પણ શું કરે બચારી ?

રોહન ની આંખો પોતાની પત્ની માટે ફરીવાર કોઠાવાળી શબ્દ સાંભળીને ધર ધર વહેવા લાગ્યા હતા , પણ એ કોઈપણ બોલી શકે એમ હતો જ નઈ ! પોતાની પત્ની નું અપમાન એ આજે સહી રહ્યો હતો ! પછી તો મેધા ને ગુસ્સો આવી ગયો અને એને રોહન ના શર્ટ ના કોલર પકડી લીધા , “ તમે એ રોહન છો જ નઈ જેને મે પ્રેમ કર્યો હતો ! તમે પણ આજે ચુપ છો પણ કેમ? રોહન મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને કહો , હું હસતા હસતા આ ઘર છોડી ને ચાલી જઈશ. રોહન તમારી આ બેરૂખી મારા થી સહન નથી થતી હવે ! “ પછી તો મેધા રોહન ની છાતી ઉપર માથું મૂકી ને ખૂન ના આંસુ એ રડે છે. રોહન મેધા ને રડતી જોઈ અને બાહો માં લેવા માટે જેવા જ હાથ ઉપર કરે છે એ જ વખતે તેને પેલો MMS યાદ આવે છે અને તેના હાથ રોકાઈ જાય છે. પછી એ મેધા ને પોતાના થી દૂર કરે છે ને પછી તે પાછળ ફરી જાય છે.
પોતાના રોહન નો આ વર્તાવ મેધા ને છિન્ન કરી નાંખતો હતો પણ સાયદ હવે એની જિંદગી માં દર્દ સિવાય કંઈ હતું જ નઈ ! મેધા હવે તૂટી ગઈ હતી ને તે ત્યાં ને ત્યાં જ રડતી રડતી નીચે પડી જાય છે. આખો અનંત પરિવાર ગભરાઈ જાય છે કેમકે આ ૩ દિવસ માં બીજી વાર મેધા આ રીતે પડી ગઈ હતી. રોહન મેધા ને ઊપડી ને ગેસ્ટ રૂમ માં લઇ જાય છે. પછી ડૉક્ટર ને બોલાવવા માં આવે છે અને ડોક્ટર નું એવું કહેવું હતું કે. “ મેધા કોઈ માનસિક તનાવ થી પીડાય રહી છે. જો એ આગળ પણ આટલો જ તનાવ લેશે તો એને મગજ નું અટક આવી જશે ! તો મેધા ને ખુશ રાખો ! “ પછી ડોક્ટર જતા રહે છે.

હવે ચંપા ફોઈ જપે એમ હતા નહિ ! “ બોલો હવે જાન જ લઈને મૂકશો ને મારી દીકરી ની ? મારી દીકરી ને શું સાસરી વાળા મળ્યા છે ? એમ કરો હવે મેધા નું ગળું જ દબાવી દો એટલે પર આવે ! આટલું કહી ને ચંપા ફોઈ જતા રહે છે ! પણ સરલા નો ગુસ્સો પણ ફૂટ વાની તૈયારી માં જ હતો ! “ ઊભા રહો ચંપા બહેન ! લાવો શિવરાજ તમારો ફોન “ પછી શિવરાજ સરલા ને ફોન આપે છે , ને સરલા ચંપા ને મેધા નો mms બજાવે છે ! પછી તો ચંપા ની આંખો ફાટી જાય છે. “ બોલો હવે અમારો વર્તાવ ગલત છે ? “ પણ ચંપા ફોઈ ની પાસે જવાબ હતો જ નઈ ! એ સરમ ના મારે પોતાની નજર ઝુકાવી દે છે.

મેધા ને હવે ધીરે ધીરે હોશ આવતો હતો ! જેવો જ મેધા ને હોશ આવ્યો તરત જ ચંપા ફોઈ એના ઉપર તૂટી પડ્યા ! “ કુલટા ! તને સરમ પણ નો આવી આવું કરતા ! “ હજુ તો મેધા ને ઠીક થી ભાન પણ નોતું આવ્યું ને એની બીજી મા ના મોઢે આવા શબ્દો સાંભળી ને મેધા રડવા લાગે છે , “ મા મે શું કર્યું ? “ ત્યારે ચંપા ફોઈ કહે છે , “ મને મા કહી ને મારી ઈજ્જત ના ઉલાળ ! “ પછી તો શું મેધા ના આંસુ ધર ધર વહેવા લાગ્યા ! ચંપા ફોઈ એ તેને mms બતાવીને પૂછી જ લીધું કે “બોલ આ શું છે ?” પછી તો મેધા પોતાનો જ mms જોઈને ખુબજ શર્મિંદા થઈ ગઈ ! હવે મેધા ને સમજાયું કે બધા તેની સાથે જે વર્તન કરી રહ્યા હતા એ આ mms ના જ લીધે ! ( Mms માં મેધા વગર કપડે અંજાન મર્દો ની વચ્ચે ડાંસ કરી રહી હતી ! )

મેધા ને આ વાત ની ખબર જ નોહતી ! આ mms એ વખત નો હતો જે દિવસે મેધા ને એના પતિ જગા એ વેચી હતી ! અને અનંત પરિવાર પાસે થી પૈસા માગનાર બીજું કોઈ નઈ મેધા નો પહેલો પતિ જગો હતો ! મેધા આ mms વિશે કોઇપણ જાણતી નોહતી ! મેધા ધીરે ધીરે આખા અનંત પરિવાર ના દરેક સભ્ય સામે જુએ છે પણ બધા એને શંકા ની નજરે જ જોતા હતા ! જેના લીધે મેધા ને વધારે શર્મિંદગી મહેસૂસ થવા લાગી હતી ! હવે મેધા ને પોતાના કર્તવ્ય ઉપર ગુસ્સો આવવા લાગ્યો છે ! પણ શું કરે બચારી ? જે થઈ ગયું એને બદલી કઈ રીતે શકાય ? હવે મેધા ની જિંદગી કયા મોડ ઉપર આવી ને ઊભી રહેશે એ જાણવું ઘણું જ રસપ્રદ રહેશે !

Too be continue………


હું અંકિત ચૌધરી આપનો તહે દિલ થી આભાર વ્યક્ત કરું છું ને થોડા જ સમય માં મારી નવી નવલકથા " અનહદ " આવી રહી છે. જેને કર્તવ્ય જેટલો જ સાથ અને સહકાર આપવા અપીલ છે.જ્યાં હિંદુ સહજ અને મુસ્લિમ મહેર ના પ્રેમ ની હદ તમને મજબૂર કરી દેશે પ્રેમ કરવા માટે ! પણ શું બ્રાહ્મણ સહજ ના લગ્ન મુસ્લિમ મહેર સાથે થશે તો શું સમાજ આ લગ્ન ને કઈ નજરે જોશે ? જાણવા માટે આ સપ્ટેમ્બર માં આવવાનુ ભૂલતા નઈ ! અનહદ ......




WhatsApp :- 9624265491
Gmail ;- iamsoankit@gmail.com
Instagram :- https://instagram.com/official_ankit_chaudhary_?igshid=1ch0earhhrmbd