લેખક તરફથી:-
આ મારી ગદ્યના રૂપમાં બીજી રચના છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે.
નોંધ:
આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે.
કોપીરાઈટ:
આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી.
એક એવા વ્યક્તિની વાત છે જે પ્રેમને પામવા માટે સંઘર્ષ કરતો જ જાય છે પરંતુ તે પોતાના સંઘર્ષમાંથી બહાર નિકળી નથી શકતો અને જ્યારે તેનો સારો સમય આવે છે ત્યારે તેના માટે સમય મુઠ્ઠીમાં રહેલી રેતી માફક નીકળી ચુક્યો હોય છે. પરંતુ શું સમય નીકળી ગયો હોવા છતાં તે હાર મની લેશે? જાણો........
(શરૂઆત)
એ ગામનું નામ તો ખબર નથી. આપણી વાર્તાનો નાયક ત્યાં માતા-પિતાની સાથે ઘરે રહીને અભ્યાસ કરતો હતો. હજું તો તે સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે પોતાની બાજુમાં તેના મિત્ર વિરલ સિવાય કોઈને પણ બેસવા દેતો નહોતો. વિરલ શાળાએ આવે કે ના આવે પરંતુ તેની જગ્યા ખાલી જ રહેતી. આવું જ વિરલ માટે પણ હતું. વિરંચી શાળાએ આવે કે ના આવે પણ વિરલ તેની જગ્યાએ અન્ય કોઈ ને બેસવા ના દે. આ સાથે અભ્યાસ ચાલતો હતો. વિરંચી અભ્યાસમાં વિરલ કરતા થોડો નબળો હતો પરંતુ વિરલના સાથને કારણે તેનો અભ્યાસ પણ સારો ચાલતો હતો.
વિરળ તથા વિરંચી વિશે એવું કહેવાતું કે આ બન્ને એક મ્યાન બે તલવાર હતી. બન્ને હંમેશા સાથે ને સાથે જ હોય. એ બન્નેએ એકબીજાને વચન આપેલ હતું કે ગમે તેવો સમય આવે પણ આપણી મિત્રતા ક્યારેય તુટવી ન જોઈએ. સમય જતા શું થવાનું છે તે કોઈ જ નથી જાણતું. છ-માસિક પરિક્ષાઓ આવી. પરીણામ પણ આવી ગયા. એક દિવસની વાત છે શાળાના વર્ગખંડમાં એક છોકરી આવી. આજે જ એ છોકરી પહેલી વાર જ શાળામાં દાખલ થઈ હતી. અને આપણો વિરંચી તેને જોતા અચંબિત થઈ ગયો હતો. એ ઉંમરમાં તેને પ્રેમની પરિભાષા નહોતી આવડતી પરંતુ કોણ જાણે કેમ તે આખો દિવસ તેને જ જોઈ રહ્યો હતો. તેના વર્તનમાં પરિવર્તન આવી રહ્યું હતું. તે પોતે પણ પોતાના વર્તનમાં આવી રહ્ય પરિવર્તન વિશે અજાણ હતો. વીરંચી તેની સાથે વાત કરવા માટે પણ આતુર હતો પણ વાત કેવી રીતે કરવી. વળી એ પણ ડર રહેતો કે તે કોઈ શિક્ષકને ફરીયાદ કરશે તો?
આમને આમ સમય પસાર થતો ગયો. વાર્ષિક પરિક્ષા આવી. આ વખતે પણ વિરંચી તથા વિરલ સાથે જ પરીક્ષાની તૈયારી કરતા હતા. અને વિરંચી પરિક્ષામાં પાસ થઈ ગયો. હવે શાળા બદલાવવાની હતી. આઠમા ધોરણમાં નવેસરથી પ્રવેશ મેળવવાનો હતો. પરંતુ વિરંચી ને એ વાતની ચિંતા હતી કે પેલી કઈ શાળામાં પ્રવેશ લેવાની છે? પોતાને પણ એ જ શાળામાં પ્રવેશ લેવો હતો અને વિરલને પણ એ જ શાળામાં પ્રવેશ લેવડાવવો હતો. છેવટે નક્કી થયું કે તેનું ઘર શોધી કાઢવું અને તેનો પીછો કરીને જાણી લેવું કે તેણે કઈ શાળામાં પ્રવેશા લીધો છે? ખુબ બધી મહેનતના અંતે વિરંચીની મહેનત રંગ લાવી. છેવટે એ શાળાનું નામ જાણવા મળ્યું “નવોદય વિદ્યાલય”. છેવટે એ જ શાળામાં પ્રવેશ મેળવવા માટે મેં મારા પરિવારને જણાવ્યું. અને વિરલને પણ એ જ શાળામાં પ્રવેશ લેવડાવ્યો.
(પ્રવેશ લીધા પછી આગળ શુઅં થયું તે આગળ વાંચો.)